Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
કમ્બાઇન્ડ ફૂટિંગ એ કૉંક્રીટમાંથી બનેલું એક આવશ્યક લાંબું પ્લેટફૉર્મ હોય છે, જે એકથી વધારે કૉલમ કે દિવાલને સપોર્ટ પૂરો પાડે છે. એકથી વધારે બિલ્ડિંગ કૉલમ માટેના એક શૅર્ડ બેડ તરીકે તેની પરિકલ્પના કરો, જેમાં પ્રત્યેકે તેમના વજનને એકસમાન રીતે વહેંચવાનું હોય છે. આ પ્રકારના ફૂટિંગનો ઉપયોગ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે કૉલમો એકબીજાથી ખૂબ નજીક હોય છે અને તેમની વચ્ચેનું અંતર અસામાન્ય હોય છે અથવા તો ફૂટિંગની કિનારને પ્રોપર્ટીની સીમાઓને કારણે મર્યાદિત રાખવી પડે તેમ હોય છે. કમ્બાઇન્ડ ફૂટિંગને અપનાવીને માળખાંઓ ઉપલબ્ધ જગ્યા કે બાંધકામના ખર્ચ પર બાંધછોડ કર્યા વગર સંતુલિત સપોર્ટ જાળવી શકે છે.
બાંધકામના ક્ષેત્રમાં કમ્બાઇન્ડ ફૂટિંગ પ્રત્યેક પ્રોજેક્ટની વિશિષ્ટ માગની અનુકૂળતા મુજબ વિવિધ આકાર અને પરિમાણમાં આવે છે. તો ચાલો, કેટલાક સર્વસામાન્ય રીતે અપનાવવામાં આવેલા પ્રકારો વિશે જાણકારી મેળવીએઃ
લંબચોરસ કમ્બાઇન્ડ ફૂટિંગ તેના નામ મુજબ જ લંબચોરસ આકારનું હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે, જ્યારે બે કૉલમોનું વજન એક સરખું હોતું નથી અને તેમના સેન્ટરો એક જ લાઇનમાં ગોઠવાયેલા હોતા નથી. આ અસંતુલનને લંબચોરસની વિવિધ લંબાઈઓ દ્વારા ઠીક કરીને એક પ્લેટફૉર્મ બનાવવામાં આવે છે, જે બંને કૉલમને એકસમાન રીતે સપોર્ટ પૂરો પાડી શકે. આ પ્રકારનું ફૂટિંગ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે, જ્યારે એકાદી કૉલમ સીમારેખાની પાસે હોય અને સ્ટાન્ડર્ડ સ્પ્રેડ ફૂટિંગ આ મર્યાદાથી આગળ જતું રહ્યું હોય.
આ પ્રકારમાં બીમ કે સ્ટ્રેપ વડે જોડાયેલા બે છુટાં ફૂટિંગનો સમાવેશ થાય છે, જેથી કરીને તે ભેગા મળીને કામ કરી શકે. તે ખાસ કરીને ત્યારે ઉપયોગી હોય છે, જ્યારે બે કૉલમો વચ્ચેનું અંતર સ્ટાન્ડર્ડ લંબચોરસ ફૂટિંગ માટે ખૂબ જ અનિયમિત હોય છે. સ્ટ્રેપ બે ફૂટિંગની વચ્ચે રહેલી માટી પર કોઈ દબાણ નાંખ્યાં વગર તેમને જોડીને ભારને અસરકારક રીતે સંતુલિત કરે છે, ભલે પછી ફૂટિંગ કૉલમની હેઠળ કેન્દ્રિત ના હોય.
જ્યારે એક કૉલમ પર અન્ય કોઈ કૉલમ કરતાં નોંધપાત્ર રીતે વધારે વજન પડતું હોય ત્યારે ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગ પસંદગીનો વિકલ્પ બની જાય છે. પ્રત્યેક કૉલમની માગ મુજબ વજનને વિતરિત કરવા માટે તેને ટ્રેપેઝોઇડલ આકાર (સમલંબાકાર)નું બનાવવામાં આવે છે. આ ફૂટપ્રિન્ટ એ વાતની ખાતરી કરે છે કે, વધારે ભારે કૉલમને વધારે વિસ્તાર મળે અને આમ તેને વધારે સપોર્ટ મળવાથી સમગ્ર માળખાંની સ્થિરતા જળવાઈ રહે.
જ્યારે એકથી વધારે કૉલમ હરોળબંધ હોય અને જોઇન્ટ ફૂટિંગની જરૂર હોય, તેવી પરિસ્થિતિમાં સ્લેબ ટાઇપ કમ્બાઇન્ડ ફટિંગ આદર્શ ઉપાય ગણાય છે. મૂળભૂત રીતે તે એક મોટો સ્લેબ હોય છે, જે કૉલમોની હારમાળાને સપોર્ટ પૂરો પાડે છે. આ પ્રકાર સ્ટ્રિપ ફાઉન્ડેશનને સમાન હોય છે પરંતુ તેને દિવાલોને બદલે કૉલમ માટે અપનાવવામાં આવે છે. તે બાંધકામની સરળતા પૂરી પાડે છે અને જ્યારે માટીની ભારવહન ક્ષમતા ઓછી હોય ત્યારે તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ થઈ શકે છે.
કમ્બાઇન્ડ ફૂટિંગ્સ એ અનુકૂલનશીલ ઉકેલો છે, જેને બાંધકામના વિવિધ પડકારોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ રીતે બનાવવામાં આવે છે. અહીં ઉપર જણાવેલા પ્રકારો ખૂબ જ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, ત્યારે કોઈ પણ પ્રોજેક્ટ માટે પર્ફેક્ટ ફૂટિંગનો આધાર માટીની સ્થિતિ, કૉલમ વચ્ચેના અંતર, ભારવહનની જરૂરિયાતો તથા પ્રોપર્ટીની સીમાથી નિકટતા જેવા ચોક્કસ પરિબળો પર રહેલો છે. આ મૂળભૂત બાબતોને સમજવાથી કોઈ પણ માળખાં માટેના સ્થિર અને ટકાઉ પાયાની ખાતરી કરી શકાય છે.
જ્યારે બિલ્ડિંગની કૉલમો એકબીજાથી ખૂબ નજીક હોય અને એક ફૂટિંગ એકબીજા પર ઓવરલેપ કર્યા વગર વ્યક્તિગત રીતે કૉલમને સપોર્ટ પૂરો પાડી શકે તેમ ના હોય ત્યારે કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ થાય છે. આવી પરિસ્થિતિ સામાન્ય રીતે એવા માળખાંમાં સર્જાય છે જ્યાં જગ્યા મર્યાદિત હોય છે અથવા માટીની ક્ષમતા ઓછી હોય છે અને માટીને વધારે પડતી ધસી પડતાં કે સેટલ થઈ જતાં અટકાવવા માટે ભારનું વ્યાપકપણે વિતરણ કરવું જરૂરી હોય છે. કૉલમ જ્યારે પ્રોપર્ટીની સીમાની નજીક હોય અને સ્ટાન્ડર્ડ ફૂટિંગ બિલ્ડિંગની મંજૂર કરવામાં આવેલી લાઇનથી આગળ નીકળી જતાં હોય ત્યારે પણ તેનો ઉપયોગ થાય છે.
કમ્બાઇન્ડ ફૂટિંગ્સ ખાસ કરીને એવા બાંધકામમાં ઉપયોગી સાબિત થાય છે, જ્યાં જગ્યાનો અભાવ હોય છે. જ્યારે પાસે રહેલી કૉલમ એકબીજાથી ખૂબ જ નજીક હોય અને વ્યક્તિગત ફૂટિંગ ઓવરલેપ થતાં હોય ત્યારે કમ્બાઇન્ડ ફૂટિંગ તેને એક જ માળખાકીય ઘટકમાં એકીકૃત કરીને વ્યવહારુ ઉકેલ પૂરો પાડે છે.
જ્યાં માટીની ભારવહન કરવાની ક્ષમતા આદર્શ કરતાં ઓછી હોય તેવા વિસ્તારોમાં ભારનું વિતરણ કરવું એ એક ચિંતાજનક બાબત બની જાય છે. ઇન્ડિવિડ્યૂલ ફૂટિંગ કરતાં કમ્બાઇન્ડ ફૂટિંગ એકથી વધુ કૉલમ પરથી ભારને મોટા વિસ્તારમાં વિતરિત કરવામાં મદદરૂપ થાય છે અને આમ તે માટી પરથી દબાણને ઘટાડે અને વધારે પડતાં સેટેલમેન્ટના જોખમને શક્ય એટલું ઓછું કરે છે.
ઘણીવાર, પ્રોપર્ટી લાઇનની નજીકના બાંધકામ ફાઉન્ડેશન્સ બહારની તરફ કેટલું વિસ્તરી શકે છે, તે સંબંધિત મર્યાદાઓનો સામનો કરવો પડે છે. કમ્બાઇન્ડ ફૂટિંગ્સને આવશ્યક વજનને સપોર્ટ પૂરો પાડવાની સાથે આ સ્થાનિક મર્યાદાઓની અંદર ફિટ કરવા માટે ડીઝાઇન કરી શકાય છે, જે તેને શહેરી બાંધકામના પ્રોજેક્ટ માટે આવશ્યક ટૂલ બનાવે છે.
અલગ-અલગ માત્રામાં ભારવહન કરનારી કૉલમો ધરાવતી બિલ્ડિંગોને કમ્બાઇન્ડ ફૂટિંગથી લાભ થાય છે. આ ફૂટિંગ્સને ભારના અસમાન વિતરણને સમાવવા માટે બનાવવામાં આવે છે, જે દરેક કૉલમના વજનમાં તફાવત હોવા છતાં માળખાંની સ્થિરતાની ખાતરી કરે છે.
જ્યારે બે કે તેનાથી વધુ કૉલમ પ્રમાણમાં એકબીજાથી વધારે નજીક હોય ત્યારે એકથી વધારે ઇન્ડિવિડ્યૂલ ફૂટિંગનો ઉપયોગ કરવાને બદલે એક, મોટા ફૂટિંગનો ઉપયોગ કરવાથી ખર્ચમાં ઘણી બચત થાય છે. તે વધારાના ખોદકામ, ફૉર્મવર્ક અને કૉંક્રીટ માટેની જરૂરિયાત ઘટાડી દે છે, જેનાથી મટીરિયલ અને શ્રમ બંનેની બચત થાય છે.
આ પ્રત્યેક ઉપયોગો કમ્બાઇન્ડ ફૂટિંગ્સની સ્થિરતા અને કાર્યક્ષમતાને દર્શાવે છે, જે તેને પડકારજનક માહોલમાં આધુનિક બાંધકામનું એક મહત્વનું ઘટક બનાવી દે છે.
કમ્બાઇન્ડ ફૂટિંગ્સ એક જ ફૂટિંગ પ્લેટફૉર્મ પર એકથી વધારે કૉલમને સપોર્ટ પૂરો પાડીને ઉપલબ્ધ જગ્યાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે. તે ખાસ કરીને જગ્યાનો અભાવ હોય ત્યારે લાભદાયી સાબિત થાય છે.
આ ફૂટિંગ્સ ઘણી બધી કૉલમો કે દિવાલોના વજનને એક મોટા વિસ્તારમાં એકસમાન રીતે વહેંચીને માટી પર પડતાં તણાવને ઘટાડી દે છે તથા ધસી જવા કે અસમાન રીતે સેટલિંગ થવાને શક્ય એટલું ઘટાડી દે છે.
એકથી વધારે કૉલમ માટેના ફૂટિંગને ભેગા કરી દેવાથી કમ્બાઇન્ડ ફૂટિંગ્સ ખોદકામ, ફૉર્મવર્ક અને કૉંક્રીટની માત્રાની જરૂરિયાતને ઘટાડી દે છે, જેનાથી ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
કમ્બાઇન્ડ ફૂટિંગ્સને વિવિધ પ્રકારની સાઇટની પરિસ્થિતિઓમાં અને મર્યાદાઓમાં અપનાવી શકાય છે, જે તેને પડકારજનક બાંધકામો માટે ફાઉન્ડેશનને બહુમુખી ઉપાય બનાવે છે.
આ પ્રકારના બાંધકામોમાં ઘણીવાર ઉપયોગમાં લેવાતા મટીરિયલ અંગે ઊંડી જાણકારી મેળવવા બાંધકામમાં ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ મટીરિયલ વિશે જાણો.
ઉપસંહારમાં એમ કહી શકાય કે, કમ્બાઇન્ડ ફૂટિંગ્સ બાંધકામના ઘણાં પરિદ્રશ્યો માટે ફાઉન્ડેશનનો વ્યવહારુ વિકલ્પ છે, ખાસ કરીને જ્યાં મર્યાદિત જગ્યા હોય કે માટીની સ્થિતિ પડકારજનક હોય. તે સ્થિરતા અને માળખાંના ભારનું સમાન વિતરણ થાય તેની ખાતરી કરે છે અને વધારે પડતાં સેટલમેન્ટ જેવી સંભવિત સમસ્યાઓને નિવારે છે. વધુમાં કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ કરવાથી મટીરિયલની જરૂરિયાત અને બાંધકામમાં થતો એકંદર ખર્ચ એમ બંને ઘટે છે, જે તેને આર્થિક રીતે પસંદગીનો વિકલ્પ બનાવે છે. બિલ્ડિંગો વિવિધ પ્રકારના વાતાવરણમાં બની રહ્યાં છે, ત્યારે આ પ્રકારના ફાઉન્ડેશન સંબંધિત ઉકેલોને સમજવા અને તેનું અમલીકરણ કરવું એ બાંધકામની સલામત અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
કમ્બાઇન્ડ ફૂટિંગની ગણતરી કરવા માટેના ફોર્મ્યુલાનો આધાર માટીની ભારવહન ક્ષમતાની સાથે એકથી વધુ કૉલમ વડે ભારને સંતુલિત કરવા પર રહેલો છે. સ્થિરતાની ખાતરી કરવા માટે ફૂટિંગના વિસ્તારને એ રીતે સેટ કરવામાં આવે છે કે, ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર સંયુક્ત ભારના કેન્દ્રની સાથે સુસંગત થાય. લંબચોરસ કમ્બાઇન્ડ ફૂટિંગ માટે ભારના વિતરણને આ મુજબના ફોર્મ્યુલામાં સરળ બનાવવામાં આવેલ છે, A = P/q, જેમાં P કુલ ભાર છે અને q માટીની ભારવહન કરવાની ક્ષમતા છે.
કમ્બાઇન્ડ ફૂટિંગના પરિમાણો અને કદનો આધાર કૉલમ પરથી આવતાં ભાર, માટીની ભારવહન ક્ષમતા અને કૉલમોની વચ્ચે રહેલા અંતર પર રહેલું છે. સામાન્ય રીતે ફૂટિંગની રચના ભારનું અસરકારક રીતે વિતરણ કરવા માટે પૂરતી પહોળાઈ અને લંબાઈની સાથે સંયુક્ત પાયા પર બંને કૉલમોને સમાવીને કરવામાં આવે છે, જેથી સ્થિરતા અને સંતુલનની ખાતરી કરી શકાય.
કમ્બાઇન્ડ ફૂટિંગની લઘુત્તમ જાડાઈ સામાન્ય રીતે માટીની ભારવહન કરવાની ક્ષમતા, કૉલમ પરથી આવતાં લૉડ તથા વાળી દેનાર અને તોડી નાંખનારા બળોની સામે સલામતી પૂરી પાડનારા પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય રીતે 200-300 મિમીની જાડાઈ હોય છે, પરંતુ એન્જિનીયરિંગના ડીઝાઇનના ધોરણો પર આધાર રાખીને ચોક્કસ જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે.
કમ્બાઇન્ડ ફૂટિંગને ભાર અને કૉલમની ગોઠવણ પર આધાર રાખીને કેટલાક પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છેઃ
1. લંબચોરસ કમ્બાઇન્ડ ફૂટિંગઃ એકસમાન ભાર ધરાવતી કૉલમો માટે આદર્શ.
2. ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગઃ અસમાન ભાર ધરાવતી કૉલમો માટે અનુકૂળ.
3. સ્ટ્રેપ ફૂટિંગઃ ભારને એકસમાન રીતે વિતરિત કરવા માટે બે ફૂટિંગને બીમની સાથે જોડે છે.
4. સ્લેબ અને બીમ ફૂટિંગઃ કૉલમને ભારને મોટા વિસ્તારમાં સપોર્ટ પૂરો પાડવા માટે બીમ અને સ્લેબનો ઉપયોગ કરે છે.
કમ્બાઇન્ડ ફૂટિંગમાં મુખ્ય રીઇન્ફોર્સમેન્ટ તરીકે લંબવત અને આડા સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને વાળી દેનાર અને તોડી નાંખનારા બળોને નિયંત્રિત કરી શકાય. ફૂટિંગના લેયરમાં મૂકવામાં આવેલ કમ્બાઇન્ડ ફૂટિંગ રીઇન્ફોર્સમેન્ટ સ્થિરતા અને મજબૂતાઈ ઉમેરીને માળખાકીય તણાવોની સામે ટકાઉ ફાઉન્ડેશનની રચના કરે છે.