વૉટરપ્રૂફિંગ એ કોઈ પણ માળખાં, ખાસ કરીને ઘરો અને ઇમારતોની આવરદા વધારવા માટે ખૂબ જ મહત્વનું છે. વૉટરપ્રૂફિંગની સામગ્રીઓનો ઉપયોગ કરવાથી અંદરની દિવાલોનું રક્ષણ થાય છે, માળખાંને નુકસાન થતું અટકે છે, ધાતુને કાટ લાગતો નથી અને લાકડું કોહવાતું નથી.
અલ્ટ્રાટૅકનું વેધર પ્રો વૉટરપ્રૂફિંગ એ વિશિષ્ટ પ્રકારની નિવારક વૉટરપ્રૂફિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ બાંધકામ કરતી વખતે કરવામાં આવે છે. વેધર પ્રો સિસ્ટમ તમારા ઘરને ભેજ સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડે છે. અમારી વેધર પ્રો વૉટરપ્રૂફિંગ સિસ્ટમ બે ઘટકો ધરાવે છેઃ
તમારા ઘરમાં ભેજ છત, બહારની દિવાલો, ફ્લોર અને પાયામાંથી પણ પ્રવેશી શકે છે. આથી, તમારા ઘરની મજબૂતાઈને ભેજથી સુરક્ષા પૂરી પાડવા તમારા સમગ્ર ઘરનું નિર્માણ અલ્ટ્રાટૅક વેધર પ્લસ વડે કરવું જોઇએ. અલ્ટ્રાટૅક વેધર પ્લસ પાણીને દૂર કરે છે અને ભેજને તમારા ઘરમાં પ્રવેશતો અટકાવે છે.
અનિચ્છિત ભીનાશ જે તમારા ઘરના માળખાંમાં પ્રવેશે છે, તેને ભેજ કહેવામાં આવે છે. ભેજ તમારા ઘરની મજબૂતાઈનો સૌથી મોટો દુશ્મન છે. એકવાર તે ઘરમાં પ્રવેશી જાય તે પછી તે ઝડપથી ફેલાય છે અને તમારા ઘરના માળખાંને અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે. ભેજ તમારા ઘરની આવરદા ઘટાડી દે છે અને આખરે તેમાં પાણી ઝામવા લાગે છે.
ભેજ તમારા ઘરના કોઈ પણ હિસ્સામાંથી પ્રવેશી શકે છે. તે છત અને દિવાલોમાંથી પ્રવેશી શકે છે અને એકવાર ઘરમાં પ્રવેશ્યાં પછી તે ઝડપથી ફેલાય છે. તે તમારા ઘરના પાયામાંથી પણ પ્રવેશી શકે છે અને ત્યારબાદ તે દિવાલો મારફતે ફેલાય છે.
ભેજને કારણે સ્ટીલ ખવાઈ જાય છે અને જેના પગલે આરસીસીમાં તિરાડો પડી જાય છે, જે આખરે તમારા ઘરના માળખાંની મજબૂતાઈ ઘટાડી દે છે. તે તમારા ઘરના માળખાંને અંદરથી ખોખલું પાડી છે અને નબળું બનાવી દે છે, જે આખરે તેના ટકાઉપણાને પ્રભાવિત કરે છે. કમનસીબે જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે.
ભેજ એ એક પ્રકારનો અસાધ્ય રોગ છે, જે તમારા ઘરના અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે. એકવાર ભેજ પ્રવેશી જાય તે પછી તેમાંથી છુટકારો મેળવવો લગભગ અશક્ય બની જાય છે. વૉટરપ્રૂફિંગ, પેઇન્ટ કે ડિસ્ટેમ્પરનું પાતળું સ્તર ઝડપથી નીકળી જાય છે અને તે ભેજની સામે લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડતું નથી. ફરીથી પ્લાસ્ટર કરાવવું અને રંગકામ કરાવવું એ અત્યંત ખર્ચાળ અને અસગવડભર્યું હોવાની સાથે-સાથે તે તમને ફક્ત કામચલાઉ રાહત આપે છે. આથી, તમારા ઘરની મજબૂતાઈને ભેજથી બચાવવા માટે નિવારક ઉકેલોનો ઉપયોગ કરવો એ શાણપણભર્યું છે.