સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોકૉંક્રીટમાં એડમિક્સચર્સ: 10 પ્રકારો અને તેના ઉપયોગો

એડમિક્સચર્સ એ કૉંક્રીટ વડે થતાં આધુનિક બાંધકામનો એક મહત્વનો હિસ્સો છે, કારણ કે તે વિવિધ પ્રકારના બાંધકામના પ્રોજેક્ટોની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે કૉંક્રીટના ગુણધર્મોમાં ફેરફાર કરે છે. આ લેખમાં આપણે બાંધકામ ઉદ્યોગમાં સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એડમિક્સચર્સના 10 પ્રકારો તેમજ તેના ઉપયોગો, તેમના કાર્યદેખાવને પ્રભાવિત કરનારા પરિબળો અને કેટલાક વારંવાર પૂછાયેલા પ્રશ્નો પર ચર્ચા કરીશું.

Share:


એડમિક્સચર્સ એ કૉંક્રીટના ગુણધર્મોમાં ફેરફાર કરવા અને તેને વધારવા માટે કૉંક્રીટમાં ઉમેરવામાં આવેલા ઘટકો (પાણી, એગ્રીગેટ્સ કે સીમેન્ટ સિવાયના) છે. સેટ થવાના સમયને ઝડપી બનાવવા કે ધીમો પાડવાથી માંડીને કાર્યક્ષમતા, પ્રતિરોધ (આબોહવા અને રાસાયણિક હુમલાઓની સામે) તથા મજબૂતાઈને વધારવા સુધી, એડમિક્સચર્સને જ્યારે કૉંક્રીટમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ફાયદારૂપ સાબિત થાય છે.વિવિધ પ્રકારના એડમિક્સચર્સ

કૉંક્રીટમાં ઇચ્છિત લાક્ષણિકતાઓને હાંસલ કરવા તથા આજે બાંધવામાં આવેલા માળખાંઓની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિવિધ પ્રકારના એડમિક્સચર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ મુજબ છેઃ

 

1) રાસાયણિક એડમિક્સચર્સ


a) પ્લાસ્ટિસાઇઝર્સ

કૉંક્રીટને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં કેટલીક સુસંગતતા લાવવી પડે છે. પ્લાસ્ટિસાઇઝર્સ એ રાસાયણિક એડમિક્સચર્સ હોય છે, જે કૉંક્રીટમાં પાણી-સીમેન્ટના ગુણોત્તરને 5%થી 12% સુધી ઘટાડી દે છે અને જરૂરી સુસંગતતા મેળવી આપે છે. મિશ્રણમાં તેને ઉમેરવાથી કૉંક્રીટની કાર્યક્ષમતાને વધારી શકાય છે અને સુલભ હોય તેવા સ્થળોએ તેને રેડવાનું અને મૂકવાનું સરળ બનાવી દે છે.

 

b) સુપર પ્લાસ્ટિસાઇઝર્સ

સુપર પ્લાસ્ટિસાઇઝર્સ ‘હાઈ રેન્જ વૉટર રીડ્યૂસર્સ’ તરીકે પણ ઓળખાય છે. તે રાસાયણિક એડમિક્સચર્સનો અત્યંત અસરકારક પ્રકાર છે, જેને સામાન્ય રીતે કૉંક્રીટની પ્રવાહિત થવાની ક્ષમતા, મજબૂતાઈ અને ટકાઉપણાને સુધારવા માટે ઉમેરવામાં આવે છે. તે એક સેલ્ફ-કૉમ્પેક્ટિંગ કૉંક્રીટ છે, જે કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડ્યાં વગર પાણીની માત્રામાં ઘટાડો પણ કરે છે.

 

c) એક્સેલરેટર્સ

તેના નામ મુજબ જ તે કૉંક્રીટને સેટ થવાની અને જામવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે હાઇડ્રોલિક સીમેન્ટમાં હાઇડ્રેશનના દરને વધારી દે છે, જેના પરિણામે કૉંક્રીટ ઝડપથી સેટ થઈ જાય છે અને તેની મજબૂતાઈ પણ સુધરે છે. સામાન્ય રીતે મોટાભાગના એક્સેલરેટર્સ ઠંડી આબોહવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે તે ક્યુરિંગ અને સેટિંગની પ્રક્રિયાને ધીમી પાડી દેનારા ઠંડા તાપમાનના પ્રભાવનો પ્રતિકાર કરે છે.

 

d) સેટ રીટાર્ડર્સ

કૉંક્રીટની સેટ થવાની અને જામવાની પ્રક્રિયાને ઝડપી બનાવનારા એક્સેલરેટર્સથી વિપરિત સેટ રીટાર્ડર્સ તેનાથી તદ્દન વિરુદ્ધ કામ કરે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ કૉંક્રીટને લાંબા અંતરે લઈ જવાનો હોય ત્યારે કરવામાં આવે છે, સેટ રીટાર્ડર્સ સેટિંગ અને જામવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે અને કૉંક્રીટને ઝડપથી સેટ થઈ જતાં અટકાવે છે. જ્યાં સેટિંગની પ્રક્રિયાને ધીમી પાડવાની જરૂર હોય ત્યાં તે ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે, ખાસ કરીને ગરમ આબોહવામાં.

 

2) ખનીજો ધરાવતા એડમિક્સચર્સa) સીમેન્ટિશિયસ

કૉક્રીટના અત્યંત અત્યંત ટકાઉ માળખાંનું નિર્માણ કરવા માટે સીમેન્ટિશિયસ એડમિક્સચર્સને સામાન્ય રીતે સામાન્ય પોર્ટલેન્ડ સીમેન્ટ અથવા પોઝોલેનિક મટીરિયલો (અહીં નીચે સમજૂતી આપવામાં આવી છે)ની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. સીમેન્ટિશિયસ એડમિક્સચર્સ સીમેન્ટિંગના ગુણો ધરાવે છે, જેને સામાન્ય રીતે કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણાને સુધારવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. ગ્રાઉન્ડ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ એ સીમેન્ટિશિયસ એડમિક્સચર્સનું ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે તેની પ્રકૃતિ અત્યંત સીમેન્ટિશિયસ છે.

 

b) પોઝોલેનિક

સામાન્ય રીતે ‘સીમેન્ટ એક્સટેન્ડર્સ’ તરીકે ઓળખાતા પોઝોલેન્સ એ એવા પદાર્થો છે, જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે મિક્સ કરવામા આવે ત્યારે તે સીમેન્ટિશિયસના ગુણધર્મો દર્શાવે છે. કૉંક્રીટ અને પોઝોલેન્સના ઘટકોની વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા થવાથી કૉંક્રીટની ગુણવત્તા અને કાર્યક્ષમતા સુધરે છે. ફ્લાય એશ, સિલિકા ફ્યુમ, ડાંગરની કુશકીની રાખ અને મેટાકેઓલિન એ પોઝોલેનિક એડમિક્સચર્સના કેટલાક ઉદાહરણો છે.

 

c) ગ્રાઉન્ડ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ

ગ્રાઉન્ડ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ (જીજીબીએફ) એ લોખંડના ઉત્પાદનમાંથી નીકળતી આડપેદાશ છે. જ્યારે પીગળેલા આયર્ન બ્લાસ્ટ ફર્નેસ સ્લેગને ઝડપથી પાણીની સાથે મિક્સ કરવામાં કે ઓગાળવામાં આવે ત્યારે આ દાણાદાર સામગ્રીની રચના થાય છે. તેના ચઢિયાતા ટકાઉપણા અને મજબૂતાઈને કારણે જીજીબીએફનો ઉપયોગ સામાન્ય રીતે ડબલ કૉંક્રીટના માળખાં બનાવવા માટે થાય છે.

 

d) ફ્લાય એશ

તે કોલસા દ્વારા સંચાલિત થતાં પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતી આડપેદાશ છે. ફ્લાય એશ એ ગ્રાઉન્ડ કે પીસેલા કોલસાના દહનના પરિણામસ્વરૂપ પેદા થતાં બારીક અવશેષો છે. આ બારીક અવશેષોને કોલસાથી સંચાલિત થતાં પાવર પ્લાન્ટ્સની ચીમનીઓમાંથી મેળવવામાં આવે છે. જ્યારે તેને એડમિક્સચર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે ફ્લાય એશ કૉંક્રીટના હીટ હાઇડ્રેશનને ઘટાડે છે તથા તેની કાર્યક્ષમતા અને ટકાઉપણાને સુધારે છે.

 

e) સિલિકા ફ્યુમ

સિલિકા ફ્યુમ એડમિક્સચર્સ એ સિલિકોન મેટલ અને ફેરોસિલિકોન એલોઇઝના ઉત્પાદનમાંથી નીકળતી આડપેદાશ છે. તે અત્યંત પ્રતિક્રિયાશીલ પોઝોલેન છે, જેને ફક્ત ઉમેરવાથી કૉંક્રીટ અત્યંત ટકાઉ અને મજબૂત બની જાય છે. સિલિકા ફ્યુમ કૉંક્રીટની ભેદ્યતાને ઘટાડી તેની આસપાસના વાતાવરણ સામેના પ્રતિરોધને વધારે છે તથા સ્ટીલનું ખવાણ થતું અટકાવે છે.

 

f) ડાંગરની કુશકી

જ્યારે ડાંગરની કુશકીને બાળવામાં આવે છે ત્યારે ડાંગરની કુશકીની રાખ પેદા થાય છે. ડાંગરની કુશકીને બાળવાથી મળતી આ આડપેદાશનો ઉપયોગ પોઝોલેનિક મટીરિયલ તરીકે થાય છે, જે સેલ્ફ-કૉમ્પેક્ટિંગ હાઈ-પર્ફોમન્સ કૉંક્રીટના કાર્યદેખાવને સુધારે છે. આ ઉપરાંત, તે સિલિકાનું ઊંચું સ્તર પણ ધરાવે છે અને તે કાર્યક્ષમતા, અભેદ્યતા, મજબૂતાઈ અને ખવાણ સામેના પ્રતિરોધના કૉંક્રીટના ગુણોને સુધારે છે.એડમિક્સચર્સના ઉપયોગોકૉંક્રીટ એડમિક્સચર્સ એ ઝડપથી સેટ થઈ જતો સીમેન્ટ છે, જેનો ઉપયોગ કેટલીક કામગીરીઓ કરવા માટે થાય છેઃ

 

1) પાણીની માત્રાને વધાર્યા કે ઘટાડ્યાં વગર કૉંક્રીટની કાર્યક્ષમતાને સુધારવી.

 

2) તેના સેટ થવાના સમયને ઘટાડવો.

 

3) કૉંક્રીટના મિશ્રણની પમ્પેબલિટીને વધારવી.

 

4) હાલમાં રહેલા અને નવા કૉંક્રીટની વચ્ચેના જોડાણને સુધારવું.

 

5) કૉંક્રીટને છુટો પડી જવાનું અને તેના બ્લીડિંગને ઘટાડવું.

 

6) સ્લમ્પ લૉસના દરને ઘટાડવો.

 

7) સ્ટીલની મજબૂતાઈને સુધારવા માટે કૉંક્રીટના જોડાણને વધારવું.

 

8) વધતી જતી ગરમીને ઘટાડવી અને પાણીની સઘનતાને વધારવી.

 

 

કૉંક્રીટમાં ઉમેરવામાં આવતાં એડમિક્સચર્સના કાર્યદેખાવને પ્રભાવિત કરનારા પરિબળો1) એડમિક્સચરનો પ્રકાર

કોઈ ચોક્કસ કામગીરી માટે વિવિધ પ્રકારના એડમિક્સચર્સની રચના કરવામાં આવે છે, જેમ કે કૉંક્રીટની કાર્યક્ષમતા, સેટ થવાના સમય, મજબૂતાઈ કે ટકાઉપણાને સુધારવા. તમે એડમિક્સચરનો જે પ્રકાર પસંદ કરો છો, તે કૉંક્રીટમાં તેનો કાર્યદેખાવ કેટલો સારો રહેશે તેને પ્રભાવિત કરે છે, કારણ કે, તેનો પ્રત્યેક પ્રકાર વિવિધ રસાયણો અને ભૌતિક ગુણધર્મો ધરાવે છે.

 

2) માત્રા

એડમિક્સચર્સ કૉંક્રીટના ગુણધર્મોમાં ફેરફાર કરતાં હોવાથી, કૉંક્રીટમાં વધારે પડતાં કે અપૂરતી માત્રામાં એડમિક્સચર્સ ઉમેરવાથી તેની કામગીરી પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. જ્યારે એડમિક્સચર્સની માત્રા યોગ્ય સ્તર પ્રમાણે ના હોય ત્યારે કૉંક્રીટ છુટો પડી જવા અને બ્લીડિંગ જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે.

 

3) સીમેન્ટનો પ્રકાર અને સુસંગતતા

દરેક પ્રકારનો સીમેન્ટ અલગ-અલગ એડમિક્સચર્સની સાથે અલગ-અલગના પરિણામો આપે છે. આમ, એડમિક્સચર અને સીમેન્ટની વચ્ચેની સુસંગતતા દ્વારા પણ કૉંક્રીટના કાર્યદેખાવને નિર્ધારિત કરી શકાય છે. આ બંનેની વચ્ચે વિસંગતતા કૉંક્રીટની કાર્યક્ષમતા, છુટાં પડી જવા, ટકાઉપણા અને સેટિંગના સમયને પ્રભાવિત કરશે.

 

4) આસપાસનું તાપમાન

એડમિક્સચરના કાર્યદેખાવનો આધાર આસપાસના વાતાવરણના તાપમાન પર પણ રહેલો છે. આસપાસના તાપમાનમાં વધારો થવાથી સેચ્યુરેશનની માત્રામાં વધારો કરી શકે છે અને કૉંક્રીટની અસરકારકતાને પ્રભાવિત કરી શકે છે.

 

5) મિશ્રણ

એડમિક્સચરના વિવિધ પ્રકારના ઘટકો તેના ફાઇનલ કાર્યદેખાવને પ્રભાવિત કરી શકે છે. પાણી, કૉર્સ એગ્રીગેટ્સ, બારીક એગ્રીગેટ્સ, સીમેન્ટ વગેરેને ઉમેરવાથી એડમિક્સચરના કાર્યદેખાવ, ભૌતિક ક્રિયાપ્રતિક્રિયા અને પ્રસાર તથા કાર્યક્ષમતાને પ્રભાવિત થાય છે.


વારંવાર પૂછાયેલા પ્રશ્નો

 

1) શું એડમિક્સચર્સ કૉંક્રીટની મજબૂતાઈને પ્રભાવિત કરે છે?

 

હા, એડમિક્સચર્સ કૉંક્રીટની મજબૂતાઈને પ્રભાવિત કરે છે. પાણી અને સીમેન્ટના ગુણોત્તરને ઘટાડીને, હાઇડ્રોફોબિક ઇફેક્ટ મારફતે, છિદ્રો ઘટાડી અને તેને પૂરીને તથા કાર્યક્ષમતાને સુધારીને તે કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણાને નોંધપાત્ર રીતે સુધારે છે.

 

2) એડમિક્સચર્સનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

 

રાસાયણિક અને ભૌતિક એમ બંને પ્રકારના એડમિક્સચર્સનો ઉપયોગ કૉંક્રીટના ગુણધર્મોને સુધારવા, કૉંક્રીટના સ્લમ્પને પ્રભાવિત કરવા, કૉક્રીટના હાઇડ્રેશનને પ્રભાવિત કરવા તથા તેના સેટ થવાના સમયને ઝડપી બનાવવા કે ધીમો પાડવા સહિત ઘણાં લાભ છે.

 

3) કઈ બાબત એડમિક્સચર્સની અસરકારકતાને નિર્ધારિત કરે છે?

 

એડમિક્સચર્સની અસરકારકતાનો આધાર ઘણાં બધાં પરિબળો પર રહેલો છે, જેમાં સીમેન્ટના પ્રકાર અને માત્રા, પાણીની માત્રા, મિશ્રણ કરવાના સમય, સ્લમ્પ અને તાપમાનનો સમાવેશ થાય છે.નિષ્કર્ષરૂપે કહી શકાય કે, એડમિક્સચર્સ બાંધકામના વિવિધ પ્રકારના પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે કૉંક્રીટના ગુણધર્મોમાં ફેરફાર કરી બાંધકામની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્યક્ષમતા સુધારવી હોય કે મજબૂતાઈ વધારવી હોય, એડમિક્સચર્સ બિલ્ડરો અને એન્જિનીયરોને તેમના દ્વારા બનાવવામાં આવેલા માળખાંની ગુણવત્તા અને ટકાઉપણા પર વધુ સારું નિયંત્રણ પૂરું પાડે છે. વાત જ્યારે એડમિક્સચર્સની થતી હોય ત્યારે સૂચિત નિર્ણય લેવો ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે યોગ્ય એડમિક્સચર્સ જ કાળની થપાટો સામે સારી રીતે ટકી શકે છે.સંબંધિત લેખોભલામણ કરેલ વિડિઓઝ
 Related Articles

ભલામણ કરેલ વિડિઓઝ
  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....