Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
બાંધકામમાં ભાર બિલ્ડિંગની માળખાકીય અખંડિતતાને નિર્ધારિત કરે છે.
ભાર વિવિધ પ્રકારના હોય છે, જે પ્રત્યેક અલગ-અલગ વિશેષતાઓ અને પ્રભાવો ધરાવે છે.
માળખાંની સલામત અને કાર્યક્ષમ ડીઝાઇન માટે ભારના પ્રકારોને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભાર એ બળ કે અન્ય કોઈ ક્રિયા હોય છે, જે માળખાં પર તણાવ પાડી શકે છે, તેને વિરુપ બનાવી શકે છે કે તેને પ્રવેગ પૂરો પાડી શકે છે. આ ભાર પર્યાવરણીય પરિસ્થિતિઓ, ઉપયોગ કે મટીરિયલના વજનને કારણે પડી શકે છે. સલામત, કાર્યક્ષમ અને ઓછાં ખર્ચાળ હોય તેવા માળખાંની ડીઝાઇન તૈયાર કરવા માટે આ ભારને યોગ્ય રીતે ઓળખવા અને તેની ગણતરી કરવી મહત્વનું છે. વિવિધ પરિબળો આ ભારની માત્રા અને દિશાને પ્રભાવિત કરે છે, જેમ કે, બિલ્ડિંગનું સ્થળ, હેતુ અને રચના.
અચલ ભાર એ બિલ્ડિંગ પર સતત લાગુ થતાં બળો હોય છે, જે બિલ્ડિંગના પોતાના વજનને કારણે લાગે છે, જેમ કે, દિવાલો, ફ્લોર, છત અને બીમ. આ ભાર સમયની સાથે બદલાતો નહીં હોવાથી તમામ અલગ-અલગ પ્રકારના ભારમાંથી અચલ ભારનું અનુમાન લગાવવું સૌથી સરળ છે. અચલ ભારની સચોટતાપૂર્વક ગણતરી કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તેને અવગણવામાં આવે તો ગંભીર માળખાકીય સમસ્યાઓ પેદા થઈ શકે છે.
લાદવામાં આવેલ ભાર કે જીવંત ભાર એ સમયની સાથે બદલાતા બળ હોય છે. તેમાં લોકોના વજન, ફર્નિચર, વાહનો અને બિલ્ડિંગની અંદર હરતીફરતી રહેનારી અન્ય ચીજોનો સમાવેશ થાય છે. અચલ ભારથી અલગ લાદવામાં આવેલ ભાર સતત લાગુ પડતો નથી અને બિલ્ડિંગનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેના પર આધાર રાખીને તે અલગ-અલગ હોય છે.
ઉદાહરણ તરીકે, ઘરમાં લાગુ થતો જીવંત ભાર એ કૉમર્શિયલ બિલ્ડિંગમાં લાગુ થતાં ભારથી અલગ હોય છે, જેમાં ઑફિસના ઉપકરણો જેવી ભારે ચીજો મૂકવામાં આવેલી હોય છે અને તેમાં લોકોની અવરજવર પણ વધારે રહેતી હોય છે.
પવનનો ભાર એ પવનને કારણે બિલ્ડિંગ પર આડો લાગુ થતો ભાર હોય છે. આ ભાર ખાસ કરીને ઊંચા બિલ્ડિંગો, પુલો અને પવનના સંપર્કમાં આવતી મોટી સપાટી ધરાવતા અન્ય માળખાં માટે વિશેષ મહત્વપૂર્ણ છે.
પવનની ગતિ, દિશા તથા બિલ્ડિંગની ઊંચાઈ અને આકાર જેવા પરિબળો પર આધાર રાખીને પવનના ભારનો પ્રભાવ અલગ-અલગ હોય છે. આબોહવાની આત્યંતિક પરિસ્થિતિમાં ડોલન, ધ્રુજારી કે પછી બિલ્ડિંગ ધરાશાયી થઈ જવા જેવી સમસ્યાઓને ટાળવા માટે એન્જિનીયરોએ પવનના ભારને ધ્યાન પર લેવો જરૂરી છે.
હિમનો ભાર એ લંબરૂપ બળ હોય છે, જે માળખાં પર હિમ જમા થવાથી લાગુ થાય છે. આ પ્રકારનો ભાર જ્યાં ભારે હિમવર્ષા થતી હોય અને જ્યાં માળખાં પર હિમનું નોંધપાત્ર વજન પડતું હોય ત્યાં મહત્વપૂર્ણ છે.
છાપરા કે છત પર વધારે પડતો હિમ જવાથી વધારે વજન લાગુ ના થાય અને તે ધરાશાયી ના થઈ જાય તે માટે તેની રચના એ રીતે થવી જોઇએ કે તેના પરથી હિમ સરળતાથી સરકી જાય. છાપરાનો કોણ, હિમનો પ્રકાર અને બિલ્ડિંગનું સ્થળ જેવા પરિબળો માળખું હિમના કેટલા વજનને સહન કરી શકે તેમ છે, તે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ભૂકંપનો ભાર એ ભૂકંપ દરમિયાન ધરતી હલવાથી લાગુ થતાં બળ હોય છે. આ પ્રકારનો ભાર અણધાર્યો હોય છે અને તે ખૂબ જ વિનાશકારી હોય છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં આવેલા બિલ્ડિંગોની રચના આ પ્રકારના બળને સહન કરી શકે તે રીતે થયેલી હોવી જોઇએ, કારણ કે ભૂકંપ દરમિયાન બિલ્ડિંગ બંને બાજુ અને ઊપર-નીચે હલે છે.
માળખાંને વધુ ભૂકંપ-પ્રતિરોધી બનાવવા માટે એન્જિનીયરો સ્થિતિસ્થાપક મટીરિયલ, મજબૂત ફાઉન્ડેશન અને ભૂકંપના તરંગોમાંથી ઉત્પન્ન થતી ઊર્જાને અવશોષવા અને તેને મેનેજ કરવામાં મદદરૂપ થનારા શોક એબ્ઝોબર્બ્સનો ઉપયોગ કરે છે.
વિશેષ ભાર એ અચલ ભાર, જીવંત ભાર, હિમના ભાર કે ભૂકંપના ભાર જેવા સામાન્ય વર્ગીકરણોમાં વર્ગીકૃત થઈ શકતો નથી. તેમાં તાપમાનમાં આવતાં ફેરફારોને કારણે લાગુ થતાં થર્મલ ભાર, વાહનો કે મશીનરીના પ્રભાવ અને માટીના દબાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
વિશેષ ભાર ઘણીવાર ચોક્કસ પ્રોજેક્ટમાં લાગુ થતો હોય છે અને તેના માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા એન્જિનીયરિંગ ઉકેલોની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, ઔદ્યોગિક વિસ્તારની નજીક આવેલા બિલ્ડિંગોમાં વિસ્ફોટો કે પાસે આવેલી મશીનરીમાંથી પેદા થતાં કંપનોના પ્રભાવોને ધ્યાનમાં લેવા પડે છે.
ભારના આ મુખ્ય પ્રકારો ઉપરાંત, ભારવહન કરનારા માળખાંઓને પણ સમજવા જરૂરી છે. આ એવા માળખાં છે, જે બિલ્ડિંગનું વજન અને વિવિધ પ્રકારના ભારને ઊંચકે છે, જે તેને સલામત રીતે ફાઉન્ડેશન પર ટ્રાન્સફર કરે છે.
અચલ ભાર, જીવંત ભાર (લાદવામાં આવેલ ભાર), પવનનો ભાર, હિમનો ભાર, ભૂકંપનો ભાર અને વિશેષ ભાર સહિત બાંધકામમાં માળખાં પર વિવિધ પ્રકારના ભાર લાગુ થાય છે. ભારનો પ્રત્યેક પ્રકાર અલાયદી લાક્ષણિકતા ધરાવે છે તથા માળખાંની ડીઝાઇન અને સ્થિરતાને પ્રભાવિત કરે છે.
ફાઉન્ડેશનની દિવાલ પર લાગુ થતાં આ બળોમાં અચલ ભાર, જીવંત ભાર, પાર્શ્વીય માટીના દબાણ અને ક્યારેક પાણીના દબાણનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન સમગ્ર માળખાંને ટેકો પૂરો પાડી શકે અને બાહ્ય દબાણોને ખાળી શકે તેની ખાતરી કરવા માટે ભારના આ પ્રકારો અંગે કાળજીપૂર્વક વિચારણા કરવી જોઇએ.
ફૂટિંગ પ્રાથમિક રીતે અચલ ભાર સહન કરે છે અને ક્યારેક પાર્શ્વીય ભાર. તે આ પ્રકારના ભારને માળખાં પરથી જમીન પર ટ્રાન્સફર કરવાની જવાબદારી ધરાવે છે, જે સ્થિરતાની ખાતરી કરે છે તથા તે સેટલમેન્ટ અને માળખાંને ધરાશાયી થતાં અટકાવે છે.
જીવંત ભાર લાદવામાં આવેલા ભાર તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગની અંદર લોકો, ફર્નિચર અને વાહનોના ભાર જેવા અલગ-અલગ બળ હોય છે. અચલ ભાર એ દિવાલો, ફ્લોર અને છત જેવા માળખાકીય ઘટકોના વજનને કારણે લાગુ થતાં સ્થાયી બળો હોય છે. ભારના આ બંને પ્રકારો માળખાંની રચના અને સલામતીને નિર્ધારિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.