સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોપિચ્ડ રૂફના પ્રકારો અને તેના ફાયદા અંગેની સમજણ

ડ્રેનેજની ડીઝાઇનનો આધાર મુખ્યત્વે છતની ઢળતી પેટર્ન પર રહેલો હોય છે, જેના પર આધાર રાખીને આપણી પાસે શેલ્ટરના બે પેટા-વિભાગો છેઃ ફ્લેટ રૂફ (સપાટ છત) અને સ્લોપિંગ કે પિચ્ડ રૂફ (ઢળતી છત). આ લેખમાં આપણે પિચ્ડ રૂફ એટલે શું અને વિવિધ પ્રકારના પિચ્ડ રૂફ અંગે જાણકારી મેળવીશું.

Share:ઘર બાંધતી વખતે તમારે કેટલીક મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએઃ

 

  1. જો દિવાલો મજબૂત હશે, તો તે માળખાંને ટેકો આપશે
  2. હવાઉજાસ અને કુદરતી પ્રકાશ માટે પૂરતી બારીઓ રાખો અને સૌથી મહત્વનું, ઉપર એક સંરક્ષણાત્મક છત હોવી જોઇએ.
  3. ટકાઉ છત વગર તમારું ઘર બહારથી આવતાં પવનો, પાણી અને તડકાના સંપર્કમાં આવી જશે, જે તમારા ઘરની આવરદા ઘટાડી દે છે.

 

માનવ સભ્યતાના પ્રારંભથી જ છત એ ઘરના માળખાંનું એક મહત્વનું ઘટક રહ્યું છે. ઘરમાં વસતાં લોકોનું રક્ષણ કરવા ઉપરાંત, છતની ડીઝાઇન પાણીના નિકાલની કામગીરી પણ કાર્યક્ષમ રીતે કરવાનું શક્ય બનાવે છે. કોઈ ચોક્કસ માળખાં માટે પાણીનો નિકાલ કાર્યક્ષમ રીતે કરે એ બાબતને ધ્યાનમાં રાખીને ડીઝાઇનની પસંદગી કરવાનું અને તે મુજબ આગળ વધવાનું મહત્વનું બની જાય છે.

 

પિચ્ડ રૂફ એટલે શું?

કેટલીક છત તેના કેન્દ્રબિંદુથી ઝુકેલા કોણે નીચેની તરફ ઢળતી હોય છે, જે સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલ હોય છે. કેટલાક કિસ્સાઓમાં છતનો આવો ઢાળ કોઈ એક જ તરફ હોય છે. આ પ્રકારની છતને પિચ્ડ રૂફ્સ એટલે કે ઢળતી છત કહેવામાં આવે છે.

 

તમે કોઈ છતના ઢાળને માપીને તેની ‘પિચ’ની ગણતરી કરી શકો છો અને તેના આડા ગાળા દ્વારા તેની ઊભી લંબાઈને વિભાજિત પણ કરી શકો છો.

 

આ પ્રકારના શેલ્ટરો છતના અન્ય કોઈ પણ પ્રકારો કરતાં ઘણાં સસ્તાં પડે છે. પરંપરાગત રીતે લાકડાંમાંથી આવી છત બનાવવામાં આવતી હતી. જોકે, આધુનિક સમયમાં તેનું બાંધકામ કરવા માટે સ્ટ્રક્ચરલ કૉંક્રીટ, રીઇન્ફોર્સ્ડ સીમેન્ટ કૉંક્રીટ અને પ્રી-સ્ટ્રેસ્ડ કૉંક્રીટ જેવી સામગ્રીનો પણ ઉપયોગ થાય છે.

 

કેટલીક છતોમાં ફૉર્મવર્કની સપાટી તરીકે લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. પિચ્ડ રૂફ્સ મુખ્યત્વે વખારો, ફેક્ટરીના બિલ્ડિંગો અને વર્કશૉપ જેવા માળખાંઓ માટે પસંદ કરવામાં આવે છે. જે વિસ્તારોમાં અતિશય હિમવર્ષા અને વરસાદ પડતો હોય ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે, તેમાં પાણીનો અસરકારક રીતે નિકાલ માટેની જોગવાઈ હોય છે.પિચ્ડ રૂફના પ્રકારો

પર્યાવરણની સ્થિતિ, ઢળતી સપાટીની સંખ્યા, ઢાળ પોતે અને તેનો સુંદર દેખાવ જેવા પરિબળો પિચ્ડ રૂફ્સના પ્રકારોની વચ્ચે ભેદ પારખવામાં મદદરૂપ થાય છેઃ

 

1. મોનો-પિચ રૂફ 

આપણે પિચ્ડ રૂફ્સની યાદીમાં તેના સૌથી સરળ સ્વરૂપથી શરૂઆત કરીએ, જે છે મોનો-પિચ રૂફ. મોનો-પિચ રૂફમાં એક જ બાજુએ ઢળતી છત હોય છે. આ પ્રકારની છતનો દેખાવ સામાન્ય રીતે સમભુજ ત્રિકોણ જેવો હોય છે, જેનો એક છેડો કેન્દ્રીય કિનારને મળતો હોય છે અને બીજો છેડો ઉપરની તરફ લટકેલો રહે છે.

 

આ પ્રકારની છતને શેડ રૂફ, લીન-ટુ રૂફ, પેન્ટ રૂફ અને સ્કિલિયન રૂફ કહેવામાં આવે છે. મોનો-પિચ રૂફનું નિર્માણ કરવા માટે મૂળભૂત સામગ્રીની જરૂર પડે છે, જેમાં ઓછો સમય અને ખર્ચ લાગે છે અને તેમાં ખાસ ડીઝાઇનિંગ કરવાની પણ જરૂર પડતી નથી.

 

તેનો ઉપયોગ સામાન્ય રીતે ગેરેજ અને સ્ટોરેજ રૂમ માટે થાય છે.

 

2. ડબલ પિચ રૂફ 

આ પ્રકારમાં બે સપાટીઓ એકબીજાની વિરુદ્ધ દિશાઓમાં ઢળતી હોય છે. તે જાણે ચતુર્ભુજ ત્રિકોણ જેવો દેખાવ આપે છે. તેના આકર્ષક દેખાવ, પાણીનો અસરકારક રીતે નિકાલ કરવાની તેની ક્ષમતા અને બાંધકામની સરળ પ્રક્રિયાને કારણે ડબલ-પિચ રૂફ માળખાંનો ઉપયોગ સામાન્ય રીતે રહેણાક બિલ્ડિંગોમાં થાય છે.

 

3. કપલ રૂફ


 

પિચ્ડ રૂફનું સરળ સ્વરૂપ કપલ રૂફ એ ડબલ-પિચ રૂફને સમાન હોય છે. ઘરની આ પ્રકારની છતનું બાંધકામ સરળતાથી થઈ શકે છે અને તે ખર્ચાળ પણ હોતું નથી. આ પ્રકારની છતનું બાંધકામ કરવા માટે મુખ્ય સામગ્રી તરીકે લાકડાંનો ઉપયોગ થાય છે.

 

તે વજનમાં હલકાં અને ઊભા કરવામાં સરળ હોવાથી મોટાભાગે તેનું બાંધકામ શેડ અને ગેરેજો માટે કરવામાં આવે છે. જોકે, તે પાણીનો અસરકારક રીતે નિકાલ કરી શકતું હોવાથી તે રહેણાક માળખાંઓ માટે પણ ઉપયોગી છે.

 

4. કપલ ક્લોઝ રૂફ 

આ પ્રકારની છત કપલ રૂફ જેવી જ હોય છે. તેમાં ફક્ત એક જ તફાવત એ હોય છે કે, તે એક આડી બાંધણીના કૉમન રાફ્ટર્સને તેના પાયાની સાથે જોડતી હોય છે. આ બીમ તમામ વજન ઊંચકતું હોય છે, જે કપલ રૂફમાં અન્યથા બાજુની દિવાલો પર ટ્રાન્સફર થતો હોય છે.

આ પ્રકારની છત ટોચના ભાગે ત્રિકોણાકાર માળિયાની રચના કરીને સંગ્રહ માટેની વધારાની જગ્યા પૂરી પાડે છે. આથી વિશેષ, આ ડીઝાઇન સરળ છે અને સરળતાથી બનાવી શકાય છે.

 

5. સ્લેન્ટ રૂફ 

આ પ્રકારની છતની કિનારીઓ ઊભી હોવાને બદલે ઢળતી હોય છે. તેની પ્રત્યેક બાજુએ ઢાળિયા હોય છે, જેમાંથી નીચેનો ઢાળ ઉપરના ઢાળ કરતાં વધારે આકરો ઢોળાવ ધરાવતો હોય છે. સ્લેન્ટ રૂફ પણ ટોચના ભાગે માળિયું બનાવવા માટેની વધારાની જગ્યા પૂરી પાડે છે. વળી, તે બરફ ભેગો થવાની પ્રક્રિયાની ધીમી પાડી દે છે અને તે પાણીને તમારા ઘરની ગટર સિસ્ટમમાં વાળવા માટે વધુ યોગ્ય છે.

 

6. પુર્લિન રૂફ 

પુર્લિન્સ એ છતમાં આવેલા સ્ટ્રક્ચરલ મેમ્બર્સ હોય છે. લાકડાંની ફ્રેમની છતમાં 3 પ્રકારના પુર્લિન હોય છેઃ પુર્લિન પ્લેટ, પ્રિન્સિપલ પુર્લિન અને કૉમન પુર્લિન. સ્ટીલની ફ્રેમમાંથી બનાવવામાં આવેલી છતમાં રહેલા પુર્લિનને સામાન્ય રીતે રંગમાં આવે છે અથવા તેની ચીકાશયુક્ત બનાવવામાં આવે છે, જેથી કરીને પર્યાવરણના પ્રભાવોથી તેને બચાવી શકાય.

 

પુર્લિન રૂફની મદદથી તમે વિવિધ પ્રકારના આકાર અને ડીઝાઇન બનાવી શકો છો. તેના ટોચના ભાગે તમે તમારી પસંદગી મુજબની ડીઝાઇન બનાવી શકો છો.

 

7. કિંગ પોસ્ટ રૂફ 

કિંગ પોસ્ટ એ એક સેન્ટ્રલ, વર્ટિકલ સપોર્ટ પિલર હોય છે, જેનો ઉપયોગ પુલ, બિલ્ડિંગો અને એરક્રાફ્ટ્સની રચના કરતી વખતે કરવામાં આવે છે. ક્રોસબીમથી કિંગ પોસ્ટ ઊભા ઉઠીને ત્રિકોણાકાર છાપરાંની ટોચ સુધી જાય છે.

છાપરાંના પાયા પાસે આવેલ ટાઈ બીમને આ કિંગ પોસ્ટ ટેકો આપે છે, જે આ છાપરાંની ટોચને તેના પાયા સાથે જોડે છે. કિંગ પોસ્ટનું બાંધકામ કરતી વખતે તે છાપરાંની ટોચ સુધી પહોંચે તે પહેલાં જ તેના સેન્ટ્રલ પોસ્ટને કાપી નાંખવામાં આવે છે.

 

તેના બદલે ટાઈ બીમને સમાંતર જતો કૉલર બીમ કિંગ પોસ્ટને તેની જગ્યાએ જકડી રાખે છે.

 

કિંગ પોસ્ટ રૂફનો ઉપયોગ સાદા રૂફ ટ્રસ માટે થાય છે. તે અન્ય રીટેઇનિંગ સ્ટ્રક્ચરોની સરખામણીએ પ્રમાણમાં સસ્તાં હોય છે અને તેનું બાંધકામ પણ ખૂબ ઝડપથી થઈ જાય છે. આ માળખું બહુમુખી પણ છે અને તેમાં કોઈ પણ પ્રકારના ફેરફારોને સરળતાથી કરી શકાય છે.

 

8. કૉલર બીમ રૂફકૉલર ટાઈ એ રાફ્ટર્સની વચ્ચે ગોઠવવામાં આવેલો આડો સ્ટ્રક્ચરલ સપોર્ટ હોય છે અને તે માળખાંના તળિયેથી લગભગ મધ્ય સુધી ઊભા કરવામાં આવેલા હોય છે.

 

આ રાફ્ટર્સ ભારે વજન લાગુ થતાં અથવા તો છતના સ્પષ્ટ ગાળામાં વધારો થતાં વળવાની વૃત્તિ ધરાવે છે. તેમાં પૂરો પાડવામાં આવેલી કૉલર ટાઈઝ રાફ્ટરને ભારે વજન અથવા તો ઊંચા ગાળાઓ હેઠળ રાફ્ટરને ઝૂલતાં અટકાવે છે.

 

કૉલર બીમ રૂફ લાંબાગાળાની છતો માટે માળખાકીય રીતે સલામત માનવામાં આવે છે.

 

પિચ્ડ રૂફ્સ બનાવવાના ફાયદા કયા છે?1. સ્ટાઇલઃ આકાર અને કદ

 

પિચ્ડ રૂફ્સ છતની ડીઝાઇન, આકાર અને કદના સંદર્ભમાં વધુ અવકાશ પૂરો પાડે છે. આર્કિટેક્ટ મુક્તપણે જટિલ આકારો પસંદ કરી શકે છે અને ખચકાયા વગર પોતાની કલ્પનાને અભિવ્યક્ત કરી શકે છે. તેમાં ઉપયોગમાં લઈ શકાતી સામગ્રીઓના વિકલ્પો પણ ઘણાં મળી રહે છે, જેના કારણે આપણે આપણી પસંદગી મુજબ છતના વધુ દોષમુક્ત આકારો અને કદ બનાવી શકીએ છીએ.

 

2. વીજળીની બચત

 

પિચ્ડ રૂફ્સ માળખાં અને બહારના લેયરની વચ્ચે કુદરતી હવાઉજાસ પૂરો પાડે છે, જે વીજળીની બચત કરે છે અને તે બિલ્ડિંગના આવરણને કારણે વીજળીના વેડફાટને 25-30% સુધી ઘટાડે છે.

 

3. પર્યાવરણીય જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે

 

પિચ્ડ રૂફનું ત્રિકોણાકાર માળખું સ્થિર અને સલામત હોય છે. તેનું નિર્માણ અતિશય હિમવર્ષા, વરસાદ અને પવનની સામે ટકી રહેવા માટે કરવામાં આવ્યું છે, જે તેને પર્યાવરણીય પ્રભાવોની સામે ટકી રહેવા માટે વધુ સારો વિકલ્પ બનાવે છે.

વધુમાં, તમે સુરક્ષા અને ટકાઉપણાને વધારવા માટે દિવાલો અને છતને ઇન્સ્યુલેટ પણ કરી શકો છો.

 

4. ખર્ચની બચત કરનારી વધારાની જગ્યા

 

ઢાળ અને કપલ ક્લોઝ પિચ્ડ રૂફની મદદથી તમે વધારાનો કોઈ પણ ખર્ચ કર્યા વગર અને ફ્લોરને વિસ્તાર્યા વગર તમારા ઘરમાં વધારાની જગ્યાને માણી શકો છો.

 

5. વરસાદી પાણીનો ફરીથી ઉપયોગ

 

પિચ્ડ રૂફ્સ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું સરળ અને વધુ અનુકૂળ બનાવી દે છે. આ છતોમાં આવેલી બાહ્ય ડ્રેનેજ સિસ્ટમને કારણે વરસાદી પાણીની દિશા બદલવાનું અને તેમાં ફેરફાર કરવાનું સરળ બની જાય છે.પિચ્ડ રૂફ્સના પ્રકારોની માળખાગત, ખર્ચ અને સમયની બચત કરવાની અને સૌંદર્યલક્ષી વિશેષતાઓને કારણે કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે છે કે તે કોઈ પણ બિલ્ડિંગને બેજોડ સુરક્ષા પૂરી પાડે છે.

પિચ્ડ રૂફ શું છે અને તના પ્રકારો કયા છે, તે હવે તમે જાણી ગયાં હોવાથી તમે તમારા ઘર માટે યોગ્ય વિકલ્પને પસંદ કરી શકો છો, તેને મહત્તમ સુરક્ષા અને તેને અત્યંત સુંદર દેખાવ પૂરો પાડી શકો છો!સંબંધિત લેખો
अनुशंसित वीडियो
  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....