Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
કાર્પેટ ક્ષેત્ર અને બિલ્ટ-અપ ક્ષેત્ર વચ્ચેના તફાવત અંગે ચર્ચા કરતા પહેલા આ શબ્દોને વ્યાખ્યાયિત કરવા આવશ્યક છેઃ
આ સંપત્તિની દિવાલોની વચ્ચેનું ઉપયોગ કરી શકાય એવું ચોખ્ખું ક્ષેત્ર છે. તેમાં દિવાલોની જાડાઇ અને બાલ્કની, અગાશી અથવા અન્ય વિસ્તરણો જેવી વધારાની જગ્યાઓ સામેલ હોતી નથી. આ એવી જગ્યા છે, જ્યાં તમે કાર્પેટ (ગાલીચો) બિછાવી શકો છો, તેથી તેને આ નામ આપવામાં આવ્યું છે.
બિલ્ટ-અપ ક્ષેત્રમાં કાર્પેટ ક્ષેત્ર વત્તા દિવાલોની જાડાઇ અને બાલ્કની, અગાશી અથવા અન્ય વિસ્તરણો જેવી વધારાની જગ્યાઓ સામેલ હોય છે. સામાન્ય શબ્દોમાં આ એવું કુલ ક્ષેત્ર છે, જેના પર ભૌતિક રીતે નિર્માણ કરવામાં આવ્યું હોય છે.
કાર્પેટ ક્ષેત્ર અને બિલ્ટ-અપ ક્ષેત્રનાં અર્થની સમજથી સંપત્તિનાં મૂલ્યની આકારણી કરવામાં સહાય મળે છે.
1. માપણીનો અવકાશઃ
2. ઉપયોગઃ
3. કિંમત નિર્ધારણ પ્રભાવઃ
બિલ્ટ-અપ ક્ષેત્ર વિ. કાર્પેટ ક્ષેત્ર વચ્ચેનો તફાવત ઘણા કારણોસર મહત્ત્વપૂર્ણ હોય છેઃ
1. ખર્ચની ગણતરીઃ બિલ્ટ-અપ ક્ષેત્ર જાણવાથી સંપત્તિના ખર્ચની ચોક્કસપણે ગણતરી કરવામાં સહાય કરે છે, કારણ કે મોટા ભાગના રિઅલ એસ્ટેટના વ્યવહારોનું મૂલ્યનિર્ધારણ આ ક્ષેત્રને આધારે કરવામાં આવે છે. અમારા હોમ કન્સ્ટ્રક્શન કોસ્ટ કેલ્ક્યુલેટર ટુલનો અજમાવો.
2. જગ્યાનું આયોજનઃ કાર્પેટ ક્ષેત્ર જગ્યાનાં આયોજન અને ફર્નિચરની ગોઠવણી માટે વધુ સુસંગત હોય છે, જ્યારે બિલ્ટ-અપ ક્ષેત્ર માળખાકીય ઘટકો સહિત કુલ ક્ષેત્રનું અવલોકન આપે છે.
3. રોકાણ નિર્ણયોઃ કાર્પેટ ક્ષેત્ર અને બિલ્ટ-અપ ક્ષેત્ર વચ્ચેના તફાવતની સમજ ખરીદ નિર્ણયો અને રોકાણકારો તથા ખરીદદારો માટે ભવિષ્યનાં પુનઃવેચાણનાં મૂલ્યને પ્રભાવિત કરી શકે છે.
બિલ્ટ-અપ ક્ષેત્ર વિ. કાર્પેટ ક્ષેત્રનું ચોક્કસાઇથી મૂલ્યાંકન કરવા માટેઃ
1. કાર્પેટ ક્ષેત્રઃ કુલ ઉપયોગ કરી શકાય એવી જગ્યા મેળવવા માટે દરેક રૂમની લંબાઇ અને પહોંળાઇ માપો અને તેનો ગુણાકાર કરો.
2. બિલ્ટ-અપ ક્ષેત્રઃ દિવાલો, બાલ્કની અને અન્ય માળખાકીય વિશેષતાઓ દ્વારા રોકાયેલા ક્ષેત્રમાં કાર્પેટ ક્ષેત્રને ઉમેરો.
3. સુપર બિલ્ટ-અપ ક્ષેત્રઃ આમાં બિલ્ટ-અપ ક્ષેત્ર વત્તા લોબી, દાદર અને એલિવેટર્સ જેવા સામાન્ય ક્ષેત્રોના પ્રમાણસરના હિસ્સાનો સમાવેશ થાય છે.
આ ગણતરીઓ સુનિશ્ચિત કરે છે કે તમે સંપત્તિમાં ઉપલબ્ધ કુલ જગ્યાને સ્પષ્ટપણે સમજી શકો.
કાર્પેટ વિ. બિલ્ટ-અપ ક્ષેત્રો વચ્ચેના તફાવતની સમજ માહિતગાર નિર્ણયો લેવા માટે આવશ્યક છે. કાર્પેટ ક્ષેત્ર ઉપયોગ કરવા યોગ્ય જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે બિલ્ટ-અપ ક્ષેત્ર સંપત્તિની કુલ જગ્યાના વધુ સમગ્રલક્ષી દૃષ્ટિકોણ પૂરો પાડે છે. બંને માપદંડો સંપત્તિનાં મૂલ્યાંકન, ખર્ચની ગણતરી અને જગ્યાનાં આયોજનમાં મહત્ત્વપૂર્ણ હોય છે.
હા, બાલ્કની બિલ્ટ-અપ ક્ષેત્રમાં સામેલ હોય છે, પરંતુ કાર્પોટ ક્ષેત્રમાં નહીં.
રિઅલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) ધારા અનુસાર રેરા કાર્પેટ ક્ષેત્રને એપાર્ટમેન્ટની દિવાલોની અંદર ઉપયોગ કરી શકાય એવા ચોખ્ખા ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
કાર્પેટ ક્ષેત્રને બિલ્ટ-અપ ક્ષેત્રમાં રૂપાંતરિત કરવા માટે દિવાલોની જાડાઇ અને બાલ્કની જેવી વધારાની જગ્યાઓ કાર્પેટ ક્ષેત્રમાં ઉમેરો.
ના, બિલ્ટ-અપ ક્ષેત્રને સામાન્યપણે વિશિષ્ટ ફ્લોર અથવા યુનિટ ક્ષેત્રને સંદર્ભિત કરવામાં આવે છે અને જ્યાં સુધી નિર્દિષ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ફ્લોરમાં સામેલ કરવામાં આવતું નથી.
કુલ બિલ્ટ-અપ ક્ષેત્ર બધા બિલ્ટ-અપ ક્ષેત્રનો સરવાળો છે, જેમાં દરેક માળ, દિવાલો, બાલ્કની અને અન્ય વિસ્તરણો સામેલ હોય છે.