Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
પાઇલ ફાઉન્ડેશન એ આવશ્યક રીતે લાંબી, મજબૂત કૉલમો હોય છે, જે સ્ટીલ, કૉંક્રીટ કે ઇમારતી લાકડાં જેવા મટીરિયલમાંથી બનેલા હોય છે તથા માળખાંને સપોર્ટ પૂરો પાડવા માટે તેને જમીનમાં ઊંડે ઉતારવામાં આવે છે.
પાઇલ ફાઉન્ડેશનના પ્રકારોમાં બોર્ડ પાઇલિંગ, ડ્રિવન પાઇલિંગ, સ્ક્રૂ પાઇલિંગ, શીટ પાઇલિંગ અને માઇક્રો પાઇલિંગનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક અલગ-અલગ પ્રકારના માળખાંને સપોર્ટ પૂરો પાડવાની ભૂમિકા ભજવે છે.
આ પ્રકારના ફાઉન્ડેશનો ઊંડો સપોર્ટ પૂરો પાડે છે, ભારે વજનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, મુશ્કેલ માટીમાં પહોંચ ધરાવે છે, તેનાથી ઓછામાં ઓછું કંપન થાય છે તથા જમીનની વિવિધ પ્રકારની પરિસ્થિતિની સાથે તે અનુકૂલન સાધી શકે છે.
પાઇલ ફાઉન્ડેશન એ સ્ટીલ, કૉંક્રીટ કે ઇમારતી લાકડાં જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવેલી લાંબી, મજબૂત કૉલમો હોય છે, જેને માળખાંને સપોર્ટ પૂરો પાડવા માટે જમીનમાં ઊંડે ઉતારવામાં આવેલી હોય છે. જાણે કે એક બિલ્ડિંગને મજબૂત રીતે જકડી રાખવા માટે જમીનમાં એક વિશાળકાય ખીલી મારવામાં આવેલી હોય.
બાંધકામમાં પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે માટીના ટોચના લેયરો પોતાની જાતે માળખાંને સપોર્ટ પૂરો પાડી શકે એટલા મજબૂત ના હોય. તે કેવી રીતે કામ કરે છે, તેના પર આધાર રાખીને તેના અલગ-અલગ પ્રકારો છે, જેમ કે, વજનને સીધા તેની કિનારીઓ પર સપોર્ટ પૂરો પાડનારા પાઇલ્સ (એન્ડ-બેરિંગ પાઇલ્સ) અથવા તો જે તેની કિનારીઓ પર ઘર્ષણ પર નિર્ભર કરે છે (ફ્રિક્શન પાઇલ્સ). પાઇલ ફાઉન્ડેશન મોટા બિલ્ડિંગો માટે અથવા તો જ્યાં માટીની ગુણવત્તા ખરાબ હોય તેવા વિસ્તારોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, જે બાંધકામની સલામતી અને સ્થિરતાની ખાતરી કરે છે.
તો ચાલો, હવે પાઇલ ફાઉન્ડેશનના 5 મુખ્ય પ્રકારો વિશે વાત કરીએ, જે પ્રત્યેક બિલ્ડિંગની અલગ-અલગ જરૂરિયાતોને અને જમીનની અલગ-અલગ પરિસ્થિતિઓને અનુકૂળ આવે છેઃ
આ પદ્ધતિમાં છિદ્ર પાડવા માટે જમીનમાં શારકામ કરવામાં આવે છે, ત્યારબાદ આ છિદ્રમાં કૉંક્રીટ ભરી દેવામાં આવે છે અને પાઇલને તેની જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે. તે ખાસ કરીને શહેરી વિસ્તારો અને કોઈ બિલ્ડિંગના નજીકના વિસ્તાર માટે અનુકૂળ છે, કારણ કે તે ઇન્સ્ટોલેશન વખતે કંપનને શક્ય એટલું ઘટાડી દે છે.
વાઇબ્રેશનનો ઉપયોગ કરીને પાઇલને જમીનમાં દાખલ કરવામાં આવે છે કે ઠોકીને બેસાડવામાં આવે છે, જે બિન-સંયોગી માટીમાં, ઊંચું જળસ્તર ધરાવતા વિસ્તારોમાં કે પ્રદૂષકો ધરાવતી માટીમાં ફાઉન્ડેશન બનાવવા માટે આદર્શ ગણાય છે. ડ્રિવન પાઇલ્સને સાઇટ પર જ કામચલાઉ કે કાયમી કેસિંગ વડે બનાવી શકાય છે અથવા તો સ્ટીલ, ઇમારતી લાકડાં, લાકડાં, કૉંક્રીટ કે આ મટીરિયલના સંયોજનનો ઉપયોગ કરીને પ્રી-કાસ્ટ પાઇલ્સ તરીકે સાઇટ સિવાય અન્યત્ર બનાવી શકાય છે.
આ પદ્ધતિમાં ચક્રાકાર પોલી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પાઇપ શાફ્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેની સાથે એક કે તેનાથી વધારે પેચ જોડાયેલા હોય છે અને તેને જમીનમાં સજ્જડ રીતે ખોડી દેવામાં આવે છે, જેમ કે એક સ્ક્રૂને લાકડાંમાં બેસાડી દેવામાં આવે છે, તે જ રીતે. તે ઇન્સ્ટોલેશનમાંથી થતાં બગાડને શક્ય એટલો ઘટાડી દે છે અને તે વધુ ટકાઉ અને ઓછો ખર્ચાળ વિકલ્પ સાબિત થઈ શકે છે.
શ્રેણીબદ્ધ ઇન્ટરલૉકિંગ સ્ટીલ શીટ્સમાંથી બનેલ શીટ પાઇલ્સ મોટા ખોદકામ માટે જરૂરી કાયમી કે કામચલાઉ રીટેનિંગ વૉલનું નિર્માણ કરે છે. આ પદ્ધતિ માટીને કામચલાઉ રીતે જકડી રાખવા માટે ઘણી પરવડે તેવી છે, કારણ કે આ શીટ્સને કાઢીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.
મિનિ કે માઇક્રો પાઇલ્સ 100 મિમીથી 400 મિમી સુધીનો વ્યાસ ધરાવતા હોય છે. તેમની ખાસિયત જ્યાં પરંપરાગત પાઇલિંગ રિગ્સ સંચાલન કરી શકતી નથી તેવા પ્રતિબંધિત ઍક્સેસ ધરાવતી જગ્યાઓમાં તેમની ઉપયોગિતામાં રહેલી છે, જે તેને શહેરની બંધિયાર જગ્યાઓમાં કૉમર્શિયલ અને ઘરેલું વિકાસકાર્યો કરવા માટે અનુકૂળ બનાવે છે.
તો ચાલો, બાંધકામમાં પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાના મુખ્ય લાભને સમજીએ.
પાઇલ ફાઉન્ડેશન જમીનમાં ઊંડે માટીના મજબૂત સ્તર સુધી જાય છે, જે બિલ્ડિંગને વધુ સ્થિર અને સલામત બનાવે છે, ભલે પછી માટીનું ટોચનું સ્તર નબળુ કે વધારે પડતું ઢીલું હોઈ ભારે માળખાંને સપોર્ટ પૂરો પાડી શકે તેમ ના હોય.
પાઇલ ફાઉન્ડેશન ભીની માટીથી પણ આગળ મજબૂત પાયા સુધી જઈ શકે છે, જે નદી કે દરિયાકાંઠાના વિસ્તારોની જેમ માટીમાં અતિશય પાણી ધરાવતા વિસ્તારોમાં અચાનક ખસી જતાં નથી કે સેટલ થઈ જતાં નથી.
પાઇલના કેટલાક પ્રકારો, જેમ કે, બોર્ડ પાઇલ્સ જમીનમાં ખાસ કંપન પેદા કર્યા વગર ઇન્સ્ટોલ થઈ જાય છે, જેનો અર્થ એ છે કે, તે નુકસાનનું જોખમ પેદા કર્યા વગર વર્તમાન બિલ્ડિંગો અને માળખાં નજીક ઉપયોગમાં લેવા માટે સલામત હોય છે.
લગભગ દરેક પરિસ્થિતિ માટે પાઇલ હોય છે, પછી જગ્યા સાંકડી હોય, જમીન ખડકાળ હોય કે પછી માટીમાં ઘણું બધું પાણી હોય, જે તેને બાંધકામના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ માટે પસંદગીનો વિકલ્પ બનાવે છે.
સ્ક્રૂ પાઇલિંગ જેવી પદ્ધતિમાં કચરો ઓછો પેદા થાય છે અને તે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે, કારણ કે, તેમાં ખૂબ વધારે માત્રામાં માટી ખોદવાની જરૂર પડતી નથી. જે તેને વધુ અનુકૂળ વિકલ્પ બનાવી દે છે.
આપણે પાઇલ ફાઉન્ડેશનના ફાયદા જાણ્યાં, હવે તેમાં ઉપયોગમાં લેવાતા વિવિધ મટીરિયલ અને તેના વિશેષ ઉપયોગો વિશે જાણકારી મેળવીએ.
જેમાં તમારે અતિશય ભારે ઇમારતોને સપોર્ટ આપવાની જરૂર ના હોય અથવા તો તમે ઓછાં બજેટમાં કામ કરી રહ્યાં હો તેવા પ્રોજેક્ટ્સ માટે તે પર્ફેક્ટ છે. ઇમારતી લાકડું એ પાણી નજીકના પ્રોજેક્ટ માટે ખૂબ સારું ગણાય છે, જેમ કે ધક્કા કે ગોદી પરંતુ અહીં એ યાદ રાખવું મહત્વનું છે કે, લાકડાંમાં સડો લાગી શકે છે, આથી આ પાઇલ્સ ભૂગર્ભજળના સ્તરની ઉપર કે મીઠા પાણીમાં શ્રેષ્ઠ રીતે કામ કરે છે.
કૉંક્રીટને બિલ્ડિંગ મટીરિયલનો સુપરહીરો ગણવામાં આવે છે - જે ખૂબ જ શક્તિશાળી હોય છે અને લાંબા સમય સુધી ટકે છે. તેના બે પ્રકાર છેઃ પ્રીકાસ્ટ, જેને ફેક્ટરીમાં બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને સાઇટ પર લાવવામાં આવે છે, બીજો પ્રકાર છે - કાસ્ટ-ઇન-પ્લેસ, જેમાં સ્થળ પર જ જમીનમાં કરવામાં આવેલા છિદ્રમાં કૉંક્રીટને ભરવામાં આવે છે. કૉંક્રીટના પાઇલ્સ ઊંચા બિલ્ડિંગો કે મોટા પુલ માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે વધારે વજન સહન કરી શકે છે અને તેમાં કાટ લાગતો નથી કે સડો થતો નથી.
સ્ટીલ પાઇલ્સ ખૂબ જ મજબૂત હોય છે અને તેને કઠણ માટી કે ખડકાળ લેયરોમાંથી પસાર કરી શકાય છે. જ્યારે ઇમારત ખૂબ મોટી હોય કે જમીન ખૂબ જ કઠોર હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. વળી, જો તેને ક્યારેય પણ કાઢવામાં આવે તો, તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે અને તેને રીસાઇકલ કરી શકાય છે, જે એક ઇકો-ફ્રેન્ડલી બૉનસ છે.
મજબૂતાઈ અને કઠણ માટીમાંથી દાખલ કરવા માટે કમ્પોઝિટ પાઇલ્સનો નીચલો હિસ્સો સ્ટીલમાંથી બનેલો હોય છે, જેનો ઉપલો ભાગ ભાર વજન ઉપાડવા અને ખવાણનો પ્રતિરોધ કરવા માટે કૉંક્રીટમાંથી બનેલો હોય છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે એક જ મટીરિયલ જટિલ પ્રોજેક્ટ્સ માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ ના હોય ત્યારે એન્જિનીયરોએ બંને મટીરિયલની શક્તિને સંયોજિત કરવાની જરૂર પડે છે, જેમ કે, ટકાઉપણું અને ભારવહન.
બાંધકામમાં પાઇલ ફાઉન્ડેશનને સમજવાથી તેના વિવિધ ફાયદા અંગે ઊંડી જાણકારી પ્રાપ્ત થાય છે, ઘરના માલિકોને તેમના પ્રોજેક્ટ માટે સૌથી અનુકૂળ પ્રકારને પસંદ કરવાનું જ્ઞાન મળે છે. આ મહત્વનો નિર્ણય લેવાથી બાંધકામના પ્રોજેક્ટની સ્થિરતા, ટકાઉપણાં અને ખર્ચાની બચત થાય તેની ખાતરી કરે છે, જે આ ક્ષેત્રમાં ભવિષ્યમાં વિકાસ અને નવીનીકરણ કરવાનો મજબૂત પાયો નાંખે છે.
ફાઉન્ડેશનના બાંધકામમાં પાઇલ્સની સાઇઝ પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાત પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે પાઇલ્સ 30 સેમીથી માંડીને 120 સેમી વ્યાસના હોય છે, જેમાં મોટા વ્યાસના પાઇલ્સનો ઉપયોગ ભારે વજનના બાંધકામ માટે થાય છે.
પાઇલિંગ કન્સ્ટ્રક્શનની ઊંડાઈ સામાન્ય રીતે માટીની સ્થિતિ, ભારવહન કરવાની ક્ષમતાની જરૂરિયાત તથા જેને સપોર્ટ પૂરો પાડવાનો છે, તે માળખાં જેવા પરિબળો દ્વારા નક્કી થાય છે. તેની ઊંડાઈ થોડાં મીટરથી માંડીને 50 મીટર સુધીની હોઈ શકે છે.
પાઇલ્સની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર સામાન્ય રીતે પાઇલના વ્યાસ કરતાં ઓછામાં ઓછું ત્રણ ગણું રાખવાની ભલામણ કરવામાં આવે છે. આ અંતર પાઇલ્સ એકબીજાની સાથે માળખાકીય રીતે હસ્તક્ષેપ ના કરે તેની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે અને વજનને યોગ્ય રીતે વહેંચી નાંખે છે.
પાઇલની લંબાઈ માટીની સ્થિતિ અને ભારની જરૂરિયાતો મુજબ અલગ-અલગ હોઈ શકે છે. પાઇલની લંબાઈ સામાન્ય રીતે થોડાં મીટરથી માંડીને ઊંડા ફાઉન્ડેશન માટે 30 મીટર સુધીની હોય છે.
પાઇલ ફાઉન્ડેશનનો સિદ્ધાંત ઘર્ષણ કે એન્ડ બેરિંગ મારફતે માળખાંનાં વજનને વધુ ઊંડા, વધુ સક્ષમ માટી કે ખડકના સ્તર પર ટ્રાન્સફર કરવાનો છે. પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ બિલ્ડિંગના વજનને જમીનની નીચે આવેલા વધુ સક્ષમ સ્તર પર ટ્રાન્સફર કરીને નબળી કે દાબશીલ માટી પર બાંધવામાં આવેલા માળખાંને સપોર્ટ પૂરો પાડવા માટે થાય છે.