સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોફાઉન્ડેશન બનાવવા માટે માટીના પ્રકારો

કોઈ પણ માળખાંનું ફાઉન્ડેશન તે જે જમીન પર બનેલું હોય છે, એ જમીન જેટલું જ મજબૂત હોય છે. તમે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ માટે પાયો નાંખી રહ્યાં હો ત્યારે માટીના વિવિધ પ્રકારો અને તેના ગુણો સમજી લેવા જરૂરી છે. તો ચાલો, ફાઉન્ડેશન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી માટીના વિવિધ પ્રકારો અને તેમના વિશિષ્ટ લક્ષણોને સમજી લઇએ.

Share:


• માટીનો પ્રકાર બાંધકામના પ્રોજેક્ટની સ્થિરતાને સૌથી વધારે પ્રભાવિત કરે છે.

 

• રેતાળ અને ચીકણી ગોરાળુ માટી તેના પાણીના મેનેજમેન્ટ અને સ્થિરતાને કારણે બિલ્ડિંગના ફાઉન્ડેશન માટે ઉત્તમ ગણાય છે.

 

• ચીકણી માટી અને પીટ સોઇલ અતિશય મોંઘી અને પાણીને ખૂબ વધારે જાળવી રાખતી હોવાથી આદર્શ ગણાતી નથી.

 

• શ્રેષ્ઠ માટીને પસંદ કરવા માટે બાંધકામ શરૂ કરતાં પહેલાં સાઇટની તપાસ કરવાનું અને માટીનું ટેસ્ટિંગ કરવાનું ખૂબ જ મહત્વનું ગણાય છે.

 


વાત જ્યારે બાંધકામની થાય ત્યારે માટીના વિવિધ પ્રકારો વિશે વિચાર કરવો એ ડીઝાઇન અંગેના સૌથી મહત્વના નિર્ણયોમાંથી એક છે. તમામ પ્રકારના બાંધકામને માટીનો આધાર હોય છે, પછી તે ઘર હોય, એપાર્ટમેન્ટનું બિલ્ડિંગ હોય કે સ્ટેન્ડએલોન કોન્ડો હોય. આ બ્લૉગમાં તમને બાંધકામમાં વપરાતી માટીના વિવિધ પ્રકારો વિશે વધુ સારી સમજણ પ્રાપ્ત થશે, જેના પર આધાર રાખીને તમે કેવી માટીનો ઉપયોગ કરવો તે અંગે નિર્ણય લઈ શકશો.


ઘરના ફાઉન્ડેશન માટે કઈ માટી શ્રેષ્ઠ ગણાય છે?તમામ બાંધકામ મજબૂત અને સ્થિર માટી પર થવું જોઇએ. માટીની મજબૂતાઈનો આધાર તેની ભૌતિક લાક્ષણિકતાઓ પર રહેલો છે. જો બાંધકામ હેઠળની માટી પૂરતી મજબૂત ના હોય તો, તેના કારણે ફાઉન્ડેશનમાં તિરાડો પડી જઈ શકે છે, તે તૂટી જઈ શકે છે અને તેના પરિણામે બિલ્ડિંગ ધસી પડે છે.

 

અહીં નીચે બિલ્ડિંગના ફાઉન્ડેશન માટે માટીના વિવિધ પ્રકારો અને તેના ગુણો આપવામાં આવ્યાં છે, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશેઃ


1) રેતાળ માટી પર ફાઉન્ડેશનબાંધકામમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની માટીઓમાં રેતી/કાંકરા સૌથી મોટા કણો ધરાવે છે. તેના મોટા કણોને લીધે આ પ્રકારની માટી પાણીને જાળવી રાખતી નથી અને તેના પરથી પાણી ઝડપથી વહી જાય છે, જે બિલ્ડિંગ માટે ખૂબ જ લાભદાયી છે. કૉમ્પેક્ટ કરેલી રેતી/કાંકરા વધુ સ્થિરતા પૂરાં પાડે છે અને તેના પર ફાઉન્ડેશનનું નિર્માણ કરવાનું ઉત્તમ ગણાય છે.


2) ચીકણી માટી પર ફાઉન્ડેશનબિલ્ડિંગના ફાઉન્ડેશન માટેની સામગ્રી તરીકે ચીકણી માટી આદર્શ ગણાતી નથી. વિવિધ ઋતુઓમાં સંકોચાવા અને વિસ્તરણ પામવાના તેના ગુણને લીધે બિલ્ડિંગના ફાઉન્ડેશનમાં તિરાડો પડી જાય છે. પૂરતી સ્થિરતાની ખાતરી કરવા માટે ચીકણી માટીના ફાઉન્ડેશનો સામાન્ય રીતે ઘણાં ઊંડા હોય તે જરૂરી છે. ચીકણી માટીમાં રહેલા બારિક કણો પાણીને લાંબા સમય સુધી જાળવી રાખે છે. તેમાં આવતાં આત્યંતિક ફેરફારો ફાઉન્ડેશન પર નોંધપાત્ર માત્રામાં દબાણ પેદા કરે છે.


3) ચીકણી ગોરાળુ માટીનું ફાઉન્ડેશનચીકણી ગોરાળુ માટી એ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી માટીનો શ્રેષ્ઠ પ્રકાર છે. તેમાં રેતી, કાંપ અને ચીકણી માટીનું ઉત્તમ સંયોજન જોવા મળે છે. તેનાથી ફાઉન્ડેશન મજબૂત બને છે. ચીકણી ગોરાળુ માટી જ્યારે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે સંકોચાતી, વિસ્તરતી કે ખસતી નથી. ચીકણી ગોરાળુ માટીનો એક જ ગેરફાયદો એ છે કે આ પ્રકારની માટીના સંયોજનમાં વિઘટિત થયાં વગરની સામગ્રીઓ રહી જવાની સંભાવના રહેલી હોય છે, આથી તેને બાંધકામમાં ઉપયોગમાં લેતા પહેલાં ચાળવી પડે છે.


4) પીટ ફાઉન્ડેશનપીટ સોઇલ સામાન્ય રીતે દલદલ અને વેટલેન્ડ્સ જેવા વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં પ્રાથમિક રીતે જૈવિક પદાર્થો અને વનસ્પતિનો સમાવેશ થાય છે. તે ઘણી મોટી માત્રામાં પાણીને સંગ્રહી રાખે છે, જે તેને બાંધકામ માટે આદર્શ બનાવતી નથી. પીટ ફાઉન્ડેશનમાં તિરાડો પડી જવાનું જોખમ વધારે રહેલું હોય છે, તે આસપાસ ખસકે છે અને તેની ભારવહન કરવાની ક્ષમતા પણ ખૂબ ઓછી હોય છે. જો તમે આ પ્રકારના ફાઉન્ડેશન પર બિલ્ડિંગ બનાવો છો તો, તેને નુકસાન થવાનું ઘણું મોટું જોખમ રહેલું છે.


5) ખડકાળ માટી પર ફાઉન્ડેશન

ચૂનાના પથ્થર, કઠણ ચોક, રેતીયો પથ્થર વગેરે ખૂબ સારી ભારવહન ક્ષમતા ધરાવે છે, જે તેમને ફાઉન્ડેશન માટે આદર્શ સામગ્રી બનાવે છે. વાત જ્યારે પાણીથી થતાં નુકસાનની થતી હોય ત્યારે બેડરોક (તળખડક) વધુ સ્થિર અને પાણી-પ્રતિરોધી ગણાય છે. બેડરોક પર બાંધકામ કરતી વખતે યાદ રાખવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેને સારી રીતે સમતળ બનાવવામાં આવ્યો હોય તેની ખાતરી કરવી જોઇએ.


માટી અને ફાઉન્ડેશન માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઘણાં બધાં વિકલ્પો હોવાથી બાંધકામમાં માટીના વિવિધ પ્રકારો પર વિચારણા કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. દરેક બિલ્ડિંગનું ફાઉન્ડેશન મજબૂત, કાર્યક્ષમ અને સારી રીતે બંધાયેલું હોવું જોઇએ. તેમાં ઉપયોગમાં લેવાયેલી માટી તેના ગુણધર્મો પર આધાર રાખીને ફાઉન્ડેશન પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. સામાન્ય રીતે ખડકો, રેતી અને કાંકરા વધારે પ્રમાણમાં ધરાવતી માટી વધારે મજબૂત હોય છે અને બદલાતી ઋતુઓની સામે અડગપણે ટકી રહે છે. જે માટી પાણીના સંપર્કમાં આવતાં વધારે સંકોચાય કે વિસ્તરે નહીં તેને પસંદ કરો. જે માટીમાં જૈવિક પદાર્થો રહેલા હોય તે પાણીને જાળવી રાખવાનું વલણ ધરાવતી હોય છે, જેના કારણે ફાઉન્ડેશન ખસી જાય છે અને તેમાં તિરાડો પડી જાય છે. બાંધકામ માટે સારી માટી સામગ્રીના ખવાણને ટાળવા માટે સંતુલિત રસાયણો ધરાવતી હોવી જોઇએ.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, ફાઉન્ડેશનનું નિર્માણ કરવા માટે યોગ્ય પ્રકારની માટી પસંદ કરવી એ કોઈ પણ માળખાંની સ્થિરતા અને લાંબી આવરદાની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વનું પગલું છે. માટીના પ્રત્યેક મુખ્ય પ્રકારો તેની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે અને તેના આ ગુણોને સમજી લેવા એ એન્જિનીયર્સ અને બિલ્ડર્સ માટે ખૂબ જરૂરી છે. પછી તે મોંઘી ચીકણી માટી હોય, રેતાળ માટી હોય કે ગોરાળુ માટી હોય, સૂચિત નિર્ણય લેવા માટે સ્થળની યોગ્ય રીતે તપાસ કરવી અને માટીનું પરીક્ષણ કરવું એ બિલકુલ અનિવાર્ય બાબતો છે.સંબંધિત લેખો

ભલામણ કરેલ વિડિઓઝ
મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....