મોનોલિથિક લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ તમને તમારી કુશળતા દર્શાવવાની તથા લાંબા સમય સુધી ટકી રહેનારી પ્રતિષ્ઠા સ્થાપવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. જોકે, આ પ્રકારના પ્રોજેક્ટ પર હંમેશા થર્મલ ક્રેકિંગનું જોખમ તોળાયેલું રહે છે, જે આપણી મહામહેનતે મેળવી પ્રતિષ્ઠાને સુધારી ના શકાય તેવી હાનિ પહોંચાડે છે. ગરમીને કારણે પડી જતી તિરાડોને નિવારવા માટે હાલમાં જે પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, તેમાં ખૂબ વધારે સમય લાગે છે અને તેની પર સતત નજર રાખવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયા પર નિયંત્રણનો અભાવ હોવાથી તેનાથી ખૂબ જ વ્યગ્રતા અનુભવાય છે અને તેના પરિણામે વ્યાવસાયિક, કાયદાકીય અને પ્રતિષ્ઠા પર જોખમ પેદા થઈ જાય છે. અમારા તાપમાનને નિયંત્રણમાં રાખનારા કૉંક્રીટ દ્વારા અમે તમને આ સમસ્યાઓ ટાળવામાં મદદરૂપ થઈ શકીએ છીએ.