વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાંધકામમાં સેન્ટરિંગ વર્ક એટલે શું: એક સરળ માર્ગદર્શિકા

Share:


મુખ્ય વિગતો

 

  • સેન્ટરિંગ વર્ક એ એક કામચલાઉ માળખું છે, જે બિલ્ડિંગ કે માળખાકીય ઘટકોને ત્યાં સુધી ટેકો પૂરો પાડે છે, જ્યાં સુધી તે પોતાની જાતે ટકી રહે એટલા સક્ષમ ના બની જાય.

     

  • તે કમાન, મહેરાબ, ગુંબજ અને અન્ય મરોડદાર ઘટકોના બાંધકામ માટે મહત્વપૂર્ણ છે.

     

  • સેન્ટરિંગ કરવું એ માળખાંની સચોટતા અને સલામતીને જાળવી રાખવા માટે ખૂબ જ આવશ્યક છે.

     

  • સેન્ટરિંગ વર્કમાં સામાન્ય રીતે ઇમારતી લાકડું, સ્ટીલ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ઘટકો જેવા અલગ-અલગ મટીરિયલોનો ઉપયોગ થાય છે.



સેન્ટરિંગ વર્ક કે જેને બાંધકામમાં સેન્ટરિંગ વર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બાંધકામ દરમિયાન માળખાંને આકાર આપવા અને તેને ટેકો પૂરો પાડવા માટે મહત્વપૂર્ણ છે. તે એ વાતની ખાતરી કરે છે કે કૉંક્રીટ અને અન્ય મટીરિયલો જ્યાં સુધી પોતાને આપમેળે સપોર્ટ પૂરો પાડતા ના થઈ જાય ત્યાં સુધી તેનો આકાર જાળવી રાખે. આ સરળ માર્ગદર્શિકા તમને બાંધકામમાં સેન્ટરિંગ એટલે શું, તેના મહત્વ, તેના પ્રકારો તથા તે ફૉર્મવર્ક અને શટરિંગથી કેવી રીતે અલગ પડે છે, તે સમજવામાં મદદરૂપ થશે.

 

 


બાંધકામમાં સેન્ટરિંગ એટલે શું?



બાંધકામમાં સેન્ટરિંગ એ બાંધકામની પ્રક્રિયા દરમિયાન કૉંક્રીટને સપોર્ટ પૂરો પાડવા અને આકાર આપવા માટે ઉપયોગમાં લેવાતા કામચલાઉ માળખાં કે ફ્રેમવર્કને સંદર્ભિત કરે છે. આ પ્રક્રિયા કમાનો, ગુંબજ અને મહેરાબ જેવા સ્થાપત્યકીય ઘટકો જ્યાં સુધી આપમેળે પોતાને સપોર્ટ પૂરો પાડવા સક્ષમ ના બની જાય ત્યાં સુધી તેમના આકાર જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિલ્ડિંગ કેન્દ્રિત કાર્યના સંદર્ભમાં આ કામચલાઉ ફ્રેમવર્ક અંતિમ માળખાંની સલામતી અને સ્થિરતાની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


બાંધકામમાં સેન્ટરિંગનું મહત્વ

બાંધકામમાં સેન્ટરિંગ વર્કના મહત્વને ધ્યાન પર લેવું જોઇએ. યોગ્ય સેન્ટરિંગ વગર, માળખાકીય ઘટકો તેનો ઇચ્છિત આકાર જાળવી શકે નહીં, જેના પરિણામે આવા માળખાં ધરાશાયી થઈ શકે છે, ખર્ચ વધી જાય છે અને પ્રોજેક્ટ પાછો ઠેલાઈ જાય છે. યોગ્ય સેન્ટરિંગ એ વાતની ખાતરી કરે છે કે આવા સ્થાપત્યકીય ઘટકો સચોટ રીતે રચાય અને સ્થિર રહે, જેના પરિણામે પ્રોજેક્ટ સલામત અને સફળ રીતે પૂરો થઈ શકે છે.

 

 

બાંધકામમાં સેન્ટરિંગના પ્રકારો

પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો પર આધાર રાખીને બાંધકામમાં સેન્ટરિંગ વર્ક માટે અલગ-અલગ મટીરિયલ અને પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે. અહીં તેના પ્રાથમિક પ્રકારો આપવામાં આવ્યાં છેઃ

 

ટિમ્બર સેન્ટરિંગ

ટિમ્બર સેન્ટરિંગમાં કામચલાઉ માળખાંની રચના કરવા માટે લાકડાંનાં પાટિયા અને બીમનો ઉપયોગ કરવામાં આવે છે. તે સરળતાથી ઉપલબ્ધ થતાં હોવાથી, તેની સ્થિતિસ્થાપકતા અને પરવડે તેવા હોવાથી તે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. ટિમ્બર સેન્ટરિંગ એ કસ્ટમ આકાર અને કદની જરૂરિયાત ધરાવતા પ્રોજેક્ટ માટે આદર્શ ગણાય છે, કારણ કે અલગ-અલગ ડીઝાઇનમાં ફિટ બેસાડવા માટે લાકડાંમાં આવશ્યક ફેરફાર કરી શકાય છે.



સ્ટીલ સેન્ટરિંગ

સ્ટીલ સેન્ટરિંગમાં ઇમારતી લાકડાંને બદલે ધાતુના ફ્રેમવર્કનો ઉપયોગ થાય છે. તે વધારે ટકાઉ હોય છે અને તેને ઘણી બધી વખત ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, જે તેને મોટા પાયાના કે લાંબાગાળાના પ્રોજેક્ટ માટે પસંદગીનો વિકલ્પ બનાવે છે. સ્ટીલ સેન્ટરિંગ વધારે ભારવહન ક્ષમતા પૂરી પાડે છે અને માળખાંને આકાર આપવામાં વધારે સચોટતાની ખાતરી કરે છે.



ફરીથી ઉપયોગમાં લઈ શકાતું સેન્ટરિંગ

ફરીથી ઉપયોગમાં લઈ શકાતા સેન્ટરિંગમાં લાકડાં અને સ્ટીલ બંનેના ફાયદા મળે છે. તેની રચના તેને કાઢીને બાંધકામના અલગ-અલગ પ્રોજેક્ટ માટે ફરીથી ઉપયોગમાં લેવા માટે કરવામાં આવી છે, જે આ વિકલ્પને પરવડે તેવો અને સ્થાયી બનાવે છે. જે પ્રોજેક્ટમાં એકસમાન માળખાકીય ઘટકોને વારંવાર ઉપયોગમાં લેવામાં આવતાં હોય ખાસ કરીને તેમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાતું સેન્ટરિંગ લાભદાયી સાબિત થાય છે.


ફૉર્મવર્ક, શટરિંગ અને સેન્ટરિંગ વચ્ચેનો તફાવત

ફૉર્મવર્ક, શટરિંગ અને સેન્ટરિંગ વચ્ચેનો તફાવત સમજવો એ બાંધકામમાં સામેલ કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

  • ફૉર્મવર્ક એ એક વ્યાપક શબ્દ છે, જેમાં કૉંક્રીટને આકાર આપવા માટે ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના મોલ્ડ કે માળખાંનો સમાવેશ થાય છે.

     

  • શટરિંગનો અર્થ છે, કૉંક્રીટ જ્યાં સુધી સખત ના થઈ જાય ત્યાં સુધી તેને એક ચોક્કસ જગ્યાએ પકડી રાખવા માટે પેનલ કે બૉર્ડ વડે મોલ્ડ (બીબા)ની રચના કરવી.



  • સેન્ટરિંગ એ ગુંબજ કે મહેરાબ જેવા મરોડદાર કે કમાનદાર માળખાંની રચના કરવા માટેનું એક ફૉર્મવર્ક છે. આ કામચલાઉ સપોર્ટ કૉંક્રીટના ક્યોરિંગ દરમિયાન તેને ઇચ્છિત આકારમાં જકડી રાખે છે.


સેન્ટરિંગ વર્ક એ બાંધકામનું એક આવશ્યક ઘટક છે, ખાસ કરીને કમાન, ગુંબજ અને મહેરાબ જેવા જટિલ સ્થાપત્યકીય ઘટકોનો સમાવેશ કરતાં પ્રોજેક્ટ માટે. તેમને કામચલાઉ સપોર્ટ પૂરો પાડીને બિલ્ડિંગ સેન્ટરિંગ વર્ક એ વાતની ખાતરી કરે છે કે, આ માળખાં જ્યાં સુધી તે આપમેળે પોતાને સપોર્ટ કરવા સક્ષમ ના બની જાય ત્યાં સુધી તેના ઇચ્છિત આકારમાં જળવાઈ રહે. ઇમારતી લાકડું, સ્ટીલ કે ફરીથી ઉપયોગમાં લઈ શકાતા મટીરિયલનો ઉપયોગ કરો, સેન્ટરિંગ વર્ક એ કોઈ પણ બિલ્ડિંગ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. સેન્ટરિંગ વર્કનું નામ શું છે?

સેન્ટરિંગ વર્કને ઘણીવાર કામચલાઉ સ્ટ્રક્ચરલ સપોર્ટ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ જ્યાં સુધી કૉંક્રીટ કે ચણતર આપમેળે પોતાને સપોર્ટ પૂરો પાડવા માટે સક્ષમ ના થઈ જાય ત્યાં સુધી તેનો આકાર જાળવી રાખવા અને તેને પકડી રાખવા માટે થાય છે.

 

2. સેન્ટરિંગની પ્રક્રિયા કેવી હોય છે?

સેન્ટરિંગની પ્રક્રિયામાં બાંધકામ દરમિયાન કમાન કે ગુંબજ જેવા માળખાકીય ઘટકોને સપોર્ટ પૂરો પાડનારા કે આકાર આપનારા કામચલાઉ ફ્રેમવર્કની રચના કરવામાં આવે છે.

 

3. સેન્ટરિંગનો સિદ્ધાંત શું છે?

સેન્ટરિંગનો સિદ્ધાંત એટલે જ્યાં સુધી બાંધકામની સામગ્રી સખત ના થઈ જાય અને આપમેળે તેનું સ્વરૂપ જાળવી રાખવા સક્ષમ ના બની જાય ત્યાં સુધી આવા સ્થાપત્યકીય ઘટકોને સ્થિરતા અને આકાર પૂરાં પાડવા.

 

4. સેન્ટરિંગ શા માટે કરવામાં આવે છે?

જટિલ માળખાકીય ઘટકો બાંધકામની પ્રક્રિયા દરમિયાન તેમનો ઇચ્છિત આકાર અને માળખાકીય અખંડિતતાને જાળવી રાખે તેની ખાતરી કરવા માટે સેન્ટરિંગ કરવામાં આવે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....