સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોબાંધકામમાં ઉપયોગમાં લેવાતી ફાઉન્ડેશનની સામગ્રીઓ એટલે શું? ફાઉન્ડેશનની વિવિધ પ્રકારની સામગ્રીની માર્ગદર્શિકા

કોઈ પણ બાંધકામના પ્રોજેક્ટના સૌથી મહત્વના તત્વોમાંથી એક એવું ફાઉન્ડેશન બિલ્ડિંગની લાંબાગાળાની સ્થિરતા અને સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ફાઉન્ડેશન માટેની યોગ્ય સામગ્રીની પસંદગી કરવી એ કાળની થપાટો સામે ટકી રહે તેવા વિશ્વસનીય અને ટકાઉ ફાઉન્ડેશનની રચના કરવામાં લેવામાં આવેલું એક મહત્વનું પગલું છે.

Share:


જ્યારે તમે કોઈ બાંધકામનો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યાં હો ત્યારે, તે પછી નાનકડાં ઘરનો પ્રોજેક્ટ હોય કે ગગનચુંબી બહુમાળી ઇમારત હોય, મજબૂત અને વિશ્વસનીય ફાઉન્ડેશન મહત્વપૂર્ણ બની રહે છે. ફાઉન્ડેશન એક પાયા તરીકે કામ કરે છે, જે સમગ્ર માળખાંને સપોર્ટ પૂરો પાડે છે, તેનું વજન સહન કરીને તેને જમીન પર ટ્રાન્સફર કરે છે. બાંધકામના કોઈ પણ પ્રોજેક્ટની સ્થિરતા, ટકાઉપણા અને લાંબી આવરદાની ખાતરી કરવા માટે ફાઉન્ડેશન માટેની યોગ્ય સામગ્રીની પસંદ કરવી એ ખૂબ જ નિર્ણાયક બની રહે છે. આ માર્ગદર્શિકામાં અમે તમને તમારા આગામી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થવા માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની ફાઉન્ડેશનની સામગ્રીનો પરિચય કરાવીશું.ફાઉન્ડેશનની વિવિધ પ્રકારની સામગ્રીમજબૂત ફાઉન્ડેશન બનાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. તો ચાલો, ફાઉન્ડેશનની કેટલીક સર્વસામાન્ય સામગ્રીઓ વિશે જાણકારીએ મેળવીએ અને તેમની લાક્ષણિકતાઓ, ઉપયોગ અને ફાયદાને સમજીએ.

 

 

1. લાકડું

પ્રેશર-ટ્રીટેડ લમ્બર અથવા એન્જિનીયર્ડ વૂડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને લાકડાંનાં ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવે છે. તેને સામાન્ય રીતે નાના શેડ, કેબિન અને વજનમાં હલકાં માળખાં માટે પસંદ કરવામાં આવે છે. ફાઉન્ડેશનની સામગ્રી તરીકે લાકડાંનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો એ છે કે, તે અન્ય સામગ્રીઓની સરખામણીએ પ્રમાણમાં સસ્તું આવે છે.

 

ફાયદા

a) તેની વડે કામ કરવાનું અને બાંધકામ કરવાનું સરળ છે

b) પ્રમાણમાં સસ્તું છે

c) જ્યાં અન્ય ફાઉન્ડેશનો નિષ્ફળ થઈ જાય છે, તેવા હાઈ વૉટર ટેબલ્સ ધરાવતા વિસ્તારો માટે તે અનુકૂળ છે

 

 

2. પથ્થર

પથ્થરના ફાઉન્ડેશન કુદરતી કે કાપેલા પથ્થરના બ્લૉકમાંથી બનાવવામાં આવે છે. તે જૂના ઘરો અને બિલ્ડિંગો માટે ફાઉન્ડેશનો બનાવવા માટેની એક વિશિષ્ટ પદ્ધતિ હતી. પથ્થરના ફાઉન્ડેશનો ટકાઉ અને લાંબા સમય સુધી ટકનારા હોય છે પરંતુ તેની નિયમિત જાળવણી કરવી પડે છે અને સંભાળ રાખવી પડે છે.

 

ફાયદા

a) ટકાઉ અને લાંબા સમય સુધી ટકે છે

b) આગ-પ્રતિરોધી

c) તાપમાનમાં થતાં ફેરફારોની સામે ઉત્તમ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે

 

 

3. કૉંક્રીટ અને કૉંક્રીટના બ્લૉક્સ

કૉંક્રીટના ફાઉન્ડેશન એ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીના સર્વસામાન્ય પ્રકારોમાંથી એક છે. આ ફાઉન્ડેશનો પ્રાથમિક રીતે સીમેન્ટમાંથી બનાવવામાં આવેલા હોય છે અને ખૂબ સારી મજબૂતાઈ ધરાવે છે તથા નોંધપાત્ર વજનને ખમી પણ શકે છે. સીમેન્ટના ફાઉન્ડેશન તરીકે પણ ઓળખાતા આ ફાઉન્ડેશનનું બાંધકામ કરવા માટે સાઇટ પર અથવા તો બ્લૉકના પ્રી-કાસ્ટમાં કૉંક્રીટને રેડવામાં આવે છે. વધુમાં સિન્ડર બ્લૉક્સ તરીકે પણ ઓળખાતા કૉંક્રીટના બ્લૉક્સ એ કૉંક્રીટના ફાઉન્ડેશનો ભરવા માટેનો એક ઓછો ખર્ચાળ વિકલ્પ છે.

 

ફાયદા

a) મજબૂત અને ટકાઉ

b) આગ, ભેજ અને જીવાત સામે પ્રતિરોધી

c) ખૂબ ઓછી જાળવણીની જરૂર પડે છે

 

 

4. એગ્રીગેટ્સ

ગ્રેવલ (કાંકરા), તોડેલા પથ્થરો કે રીસાઇકલ કરેલ કૉંક્રીટ જેવા એગ્રીગેટ્સનો ઉપયોગ ફાઉન્ડેશનની સામગ્રી તરીકે થઈ શકે છે. આ સામગ્રી ફાઉન્ડેશન પરથી પાણીનો સરળતાથી નિકાલ કરી દેતી હોવાથી હાઈ વૉટર ટેબલ ધરાવતા વિસ્તારો માટે તે આદર્શ ગણાય છે અને માટીના ધોવાણને અટકાવે છે.

 

ફાયદા

a) ઓછું ખર્ચાળ

b) પાણીનો યોગ્ય રીતે નિકાલ કરે છે

c) પર્યાવરણને અનુકૂળ

 

 

5. ફ્લાય એશ

કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સની આડપેદાશ ફ્લાય એશનો ઉપયોગ સામાન્ય રીતે ફાઉન્ડેશનની સામગ્રી તરીકે થાય છે, કારણ કે, તે મજબૂત અને ટકાઉ હોય છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ કૉંક્રીટના મિશ્રણમાં સીમેન્ટની અવેજી તરીકે પણ થાય છે, જે તેને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ બનાવે છે.

 

ફાયદા

a) સીમેન્ટના ઉપયોગને ઘટાડે છે

b) પર્યાવરણને અનુકૂળ

c) સંકોચન અને તિરાડોને અટકાવે છે

 

 

6. રેતી

નીચું વૉટર ટેબલ ધરાવતા વિસ્તારોમાં ફાઉન્ડેશનની સામગ્રી તરીકે સામાન્ય રીતે રેતીનો ઉપયોગ થાય છે. ઘણીવાર તેનો ઉપયોગ ફાઉન્ડેશન અને માટીની વચ્ચેના બેડિંગ લેયર તરીકે થતો હોય છે.

 

ફાયદા

a) તેનો ઉપયોગ કરીને કામ કરવું અને કૉમ્પેક્શન કરવું સરળ છે

b) સ્થિર બેઝ પૂરો પાડે છે

c) પાણીનો યોગ્ય રીતે નિકાલ કરે છે

 

 

7. ઇંટો

ફાઉન્ડેશન તરીકે ઇંટો ટકાઉ અને લાંબી આવરદાના સંદર્ભમાં પથ્થરના ફાઉન્ડેશન જેવી જ હોય છે. જૂના ઘરો અને બિલ્ડિંગોમાં સામાન્ય રીતે તેનો જ ઉપયોગ થતો હતો.

 

ફાયદા

a) ટકાઉ અને લાંબા સમય સુધી ટકનાર

b) આગ-પ્રતિરોધી

c) તાપમાનમાં થતાં ફેરફારોની સામે ઉત્તમ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે

 

 

8. સ્ટીલ

સ્ટીલના ફાઉન્ડેશન બાંધકામ ઉદ્યોગમાં પ્રમાણમાં નવા છે. તે મજબૂત અને ટકાઉ હોવાથી કૉમર્શિયલ અને ઔદ્યોગિક બાંધકામો માટે લોકપ્રિય વિકલ્પ છે.

 

ફાયદા

a) મજબૂત અને ટકાઉ

b) આબોહવા અને જીવાતો સામે પ્રતિરોધ પૂરો પાડે છે

c) ખૂબ ઓછી જાળવણી કરવાની જરૂર પડે છે


બાંધકામમાં સારી ગુણવત્તાની ફાઉડેશનની સામગ્રી પસંદ કરવાનું મહત્વફાઉન્ડેશન માટે સારી ગુણવત્તાની સામગ્રી પસંદ કરવી એ ઘણાં બધાં કારણોસર બાંધકામમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. તમારે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાં શા માટે રોકાણ કરવું જોઇએ તેના માટેના કારણો આ મુજબ છેઃ

 

1. ટકાઉપણું અને લાંબી આવરદા

ફાઉન્ડેશન માટેની ઉચ્ચ-ગુણવત્તાની સામગ્રીની રચના કાળની થપાટો સામે ટકી રહેવા માટે કરવામાં આવી હોય છે. તે ખવાણ અને ધોવાણનો પ્રતિરોધ કરે છે, ફાઉન્ડેશન અને એકંદર માળખું લાંબા સમય સુધી ટકી રહે તેની ખાતરી કરે છે. હલકી ગુણવત્તાની સામગ્રી પસંદ કરવાથી બિલ્ડિંગ અકાળે જ ખરાબ થઈ જાય છે, જે બિલ્ડિંગની સ્થિરતા અને સુરક્ષા માટે જોખમ પેદા કરી શકે છે.

 

2. માળખાંની સ્થિરતા

ફાઉન્ડેશન એ કોઈ પણ બિલ્ડિંગની કરોડરજ્જુ હોય છે. સારી ગુણવત્તાની સામગ્રી પસંદ કરવાથી ફાઉન્ડેશન માળખાંનાં વજન અને લૉડને ખમી શકે તેની ખાતરી કરી શકાય છે. ખરાબ સામગ્રીનો ઉપયોગ કરવાથી ફાઉન્ડેશનનું સેટલિંગ થઈ જાય છે, તિરાડો પડી જાય છે કે પછી ફાઉન્ડેશન ખરાબ પણ થઈ શકે છે, જે બિલ્ડિંગની માળખાગત અખંડિતતાને જોખમમાં મૂકી દે છે.

 

3. પર્યાવરણીય પરિબળો સામે પ્રતિરોધ

ભેજ, તાપમાનમાં આવતાં ફેરફારો અને જીવાત જેવા પર્યાવરણીય પરિબળો સામે પ્રતિરોધ પૂરો પાડી શકાય તે રીતે સારી ગુણવત્તાની સામગ્રીની રચના કરવામાં આવી હોય છે. આ સામગ્રી પાણીથી થતાં નુકસાન, થીજવા અને પીગળવાની સાઇકલ, જીવાતો અને ઉધઈના ઉપદ્રવો સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે અને ખર્ચાળ સમારકામ અને સંભવિત જોખમોને નિવારે છે.

 

4. બિલ્ડિંગના નિયમોનું પાલન કરે છે

બિલ્ડિંગના નિયમો અને વિનિયમો બાંધકામની સામગ્રીના લઘુત્તમ ધોરણો નિર્ધારિત કરે છે. ફાઉન્ડેશન માટે સારી ગુણવત્તાની સામગ્રી પસંદ કરવાથી આ નિયમોનું પાલન કરવામાં આવે તેની ખાતરી થાય છે, જે સુરક્ષાને પ્રોત્સાહન આપવા તથા માળખાંને સંભવિતપણે ખરાબ થઈ જતાં અટકાવવા માટે હોય છે. બિલ્ડિંગના નિયમોનું પાલન નહીં કરવાથી કાયદાકીય સમસ્યાઓ પેદા થઈ શકે છે અને આવા બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવને જોખમ રહેલું હોય છે.

 

5. લાંબાગાળે મોટી બચત કરે છે

સારી ગુણવત્તાની સામગ્રીને ખરીદતી વખતે તમારે થોડી વધારે કિંમત ચૂકવવી પડી શકે છે પરંતુ લાંબાગાળે તે તમારા ઘણાં નાણાંની બચત કરે છે. ટકાઉ સામગ્રીમાં રોકાણ કરવાથી તમને વારંવાર સમારકામ કરાવવામાંથી અને જાળવણી કરવામાંથી મુક્તિ મળી જાય છે તથા તમારા બિલ્ડિંગની સમગ્ર આવરદા દરમિયાન તેની પાછળ થતો એકંદર ખર્ચ ઘટી જાય છે.અંતે ઉપસંહાર તરીકે એમ કહી શકાય કે, ફાઉન્ડેશન માટે સારી ગુણવત્તાની સામગ્રી પસંદ કરવી એ બાંધકામનું એક મહત્વનું પાસું છે. તે માળખાંની સ્થિરતા, ટકાઉપણું, બિલ્ડિંગના નિયમોનું પાલન કરવાને પ્રોત્સાહન આપે છે તથા લાંબાગાળે તમારા નાણાંની ખાસી બચત કરે છે. ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાં રોકાણ કરીને તમે તમારા બિલ્ડિંગની સુરક્ષા, લાંબી આવરદા અને સારા પર્ફોમન્સની ખાતરી કરી શકો છો, જે તેને તમારા બાંધકામના પ્રોજેક્ટની એકંદર સફળતામાં કરવામાં આવેલું એક ચતુરાઇપૂર્વકનું રોકાણ બનાવે છે.સંબંધિત લેખો

ભલામણ કરેલ વિડિઓઝ
મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....