વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાંધકામના વિવિધ પ્રકારો કયા છે?

બાંધકામ આપણી આસપાસના માહોલને ઘડવામાં આવશ્યક ભૂમિકા ભજવે છે. બાંધકામના વિવિધ પ્રકારોને સમજવા એ આર્કિટેક્ટથી માંડીને એન્જિનીયરો અને કોન્ટ્રાક્ટરો અને પ્રોપર્ટીના માલિકો સુધી બિલ્ડિંગ ઉદ્યોગમાં સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી છે. આ બ્લૉગમાં બિલ્ડિંગના બાંધકામના વિવિધ પ્રકારો વિશે જાણકારી પૂરી પાડવામાં આવી છે, તેની વિશેષતાઓ, મટીરિયલો, ક્ષમતા અને નબળાઈઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Share:


મુખ્ય વિગતો

 

  • બાંધકામના પ્રકારોને સમજવા એ સલામતી, બાંધકામના નિયમોના પાલન અને યોગ્ય મટીરિયલની પસંદગી કરવા માટે મહત્વપૂર્ણ છે.

     

  • બાંધકામના પ્રકાર 1માં કૉંક્રીટ અને સ્ટીલ જેવા આગ-પ્રતિરોધી મટીરિયલનો ઉપયોગ થાય છે, જે આગની સામે વધારે પ્રતિરોધ અને ટકાઉપણું પૂરું પાડે છે.

     

  • બાંધકામનો પ્રકાર 2 બિન-જ્વલનશીલ હોય છે, જેમાં પ્રકાર 1 જેવા જ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ થોડી ઓછી આકરી જરૂરિયાતોની સાથે, જે તેને પરવડે તેવો વિકલ્પ બનાવે છે.

     

  • બાંધકામના પ્રકાર 3માં બહારની બિન-જ્વલનશીલ દિવાલોને અંદરની જ્વલનશીલ દિવાલોની સાથે સંયોજિત કરીને ખર્ચ અને આગ-પ્રતિરોધકતાનું સંતુલન કરવામાં આવે છે.

     

  • બાંધકામના પ્રકાર 4 અથવા ભારે ટિમ્બરમાં લાકડાંનાં મોટા ઘટકોનો ઉપયોગ થાય છે, જે વધારે માળખાકીય મજબૂતાઈ અને કુદરતી આગ પ્રતિરોધકતા આપે છે.

     

  • બાંધકામનો પ્રકાર 5 લાકડાંની ફ્રેમથી બનેલો હોય છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે રહેણાક બિલ્ડિંગમાં થાય છે, જે તેના ઓછાં ખર્ચ અને બાંધકામની સરળતા માટે જાણીતું છે.



બિલ્ડિંગના માળખાંનાં વિવિધ પ્રકારોને સમજવા એ બાંધકામ ઉદ્યોગમાં રહેલી કોઈ પણ વ્યક્તિ માટે આવશ્યક છે. આ બ્લૉગમાં બાંધકામના પાંચ પ્રાથમિક પ્રકારો અને તેની વિશેષ વિગતો વિશે વાત કરવામાં આવી છે, જેમ કેઃ મટીરિયલ, ક્ષમતા, નબળાઈ અને ઉપયોગો. આ માર્ગદર્શિકામાં સલામતી અને અનુપાલનની ખાતરી કરવા તથા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ માટે બાંધકામની યોગ્ય પદ્ધતિને પસંદ કરવા માટે મૂલ્યવાન જાણકારી પૂરી પાડવામાં આવી છે.

 

 


બિલ્ડિંગના બાંધકામના 5 પ્રકારો

 

પ્રકાર 1: આગ-પ્રતિરોધક



  • મટીરિયલઃ આગ પ્રતિરોધી બાંધકામમાં બિન-જ્વલનશીલ મટીરિયલનો ઉપયોગ થાય છે, જેમ કે, કૉંક્રીટ અને સ્ટીલ. આ મટીરિયલો ઊંચા તાપમાનને સહન કરી શકતા હોઈ આ પ્રકારના બિલ્ડિંગના માળખાંને આગ-પ્રતિરોધી બનાવે છે.

     

  • ક્ષમતાઃ આગ સામે વધારે પ્રતિરોધ, ટકાઉપણું અને આગ દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થવાનું ઓછામાં ઓછું જોખમ.

     

  • નબળાઈઃ ભારે મટીરિયલને કારણે બાંધકામ પાછળ વધારે ખર્ચ થાય છે અને વધારે સમય લાગે છે.

     

  • આ પ્રકારનું બાંધકામ બહુમાળી ઇમારતો, હોસ્પિટલો અને મોટા કૉમર્શિયલ પ્રોજેક્ટોમાં સર્વસામાન્ય હોય છે.

     

પ્રકાર 2: બિન-જ્વલનશીલ 

  • મટીરિયલઃ આ પ્રકારમાં આગ-પ્રતિરોધી બાંધકામ જેવા જ બિન-જ્વલનશીલ મટીરિયલનો ઉપયોગ થાય છે પરંતુ તેના માટેની જરૂરિયાતો ઓછી આકરી હોય છે. તેમાં સામાન્ય રીતે સ્ટીલ અને કૉંક્રીટ જેવા મટીરિયલનો ઉપયોગ થાય છે.

     

  • ક્ષમતાઃ આગની સામે સારો પ્રતિરોધ, આગ-પ્રતિરોધકની સરખામણીએ ઓછું ખર્ચાળ અને તેનું બાંધકામ સરળતાથી થઈ શકે છે.

     

  • નબળાઈઃ તે લાકડાંની ફ્રેમ ધરાવતા બાંધકામની સરખામણીએ હજુ પણ ઘણું મોંઘું છે અને ઊંચા તાપમાને તેના મટીરિયલ નબળા પડી શકે છે.

     

  • બિલ્ડિંગનો આ પ્રકાર નવી શાળાઓ, કૉમર્શિયલ બિલ્ડિંગો અને ઔદ્યોગિક માળખાંઓ માટે અનુકૂળ છે.

 

પ્રકાર 3: સામાન્ય

  • મટીરિયલઃ સામાન્ય બાંધકામમાં બહારની દિવાલો માટે બિન-જ્વલનશીલ મટીરિયલને અંદરની દિવાલો માટેના જ્વલનશીલ મટીરિયલની સાથે જોડવામાં આવે છે. તેમાં ઘણીવાર બહાર માટે ઇંટોનો અને અંદરના ફ્રેમવર્ક માટે લાકડાંનો ઉપયોગ થાય છે.

     

  • ક્ષમતાઃ આગ-પ્રતિરોધકતા અને ખર્ચમાં બચતનું સંતુલન તથા ડીઝાઇનમાં વધુ સ્થિતિસ્થાપકતા.

     

  • નબળાઈઃ અંદરની લાકડાંની ફ્રેમિંગમાં સરળતાથી આગ લાગી શકે છે અને તેના માટે વધારાનું ફાયરપ્રૂફિંગ કરાવવું પડે છે.

     

  • આ પ્રકારનું બાંધકામ જૂની શાળાઓ, બિઝનેસ અને બાંધકામનું મિક્સ મટીરિયલ ધરાવતા રહેણાંક બિલ્ડિંગોમાં સામાન્ય છે.

 

પ્રકાર 4: ભારે ટિમ્બર



  • મટીરિયલઃ બીમ અને કૉલમ જેવા મોટા, નક્કર લાકડાંનાં ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારે ટિમ્બર તરીકે વર્ગીકૃત થવા માટે લાકડું કદની ચોક્કસ જરૂરિયાતોને પૂરું કરતું હોવું જોઇએ.

     

  • ક્ષમતાઃ માળખું વધારે મજબૂત હોય છે અને ટિમ્બરના ઘણાં મોટા હિસ્સાને કારણે આગની સામે કુદરતી પ્રતિરોધકતા.

     

  • નબળાઈઃ તેના માટે બાંધકામના કુશળ શ્રમિકોની જરૂર પડે છે. તેનું મટીરિયલ મર્યાદિત હોય છે અને તેની પાછળ ખર્ચ પણ વધારે થવાની સંભાવના છે.

     

  • બિલ્ડિંગના બાંધકામનો આ પ્રકાર ઘણીવાર જૂના ઔદ્યોગિક બિલ્ડિંગો, ચર્ચ અને આધુનિક ઇકો-ફ્રેન્ડલી ડીઝાઇનમાં જોવા મળે છે.

 

પ્રકાર 5: લાકડાંની ફ્રેમ ધરાવતું બાંધકામ



  • મટીરિયલઃ તેનું બાંધકામ પ્રાથમિક રીતે લાકડાં, સ્ટડ, પાટડા અને રાફ્ટર્સની મદદથી કરવામાં આવે છે. તે રહેણાંક બાંધકામનો ખૂબ જ કૉમન પ્રકાર છે.

     

  • ક્ષમતાઃ ઓછું ખર્ચાળ, બાંધકામ સરળતાથી થાય છે, ડીઝાઇનના સ્થિતિસ્થાપક વિકલ્પો અને તૈયાર ઉપલબ્ધ મટીરિયલ.

     

  • નબળાઈઃ તે આગ સામે ઓછો પ્રતિરોધ ધરાવે છે, તેમાં ઉધઈ લાગી જાય છે અને અન્ય પ્રકારોની સરખામણીએ તે ઓછું ટકાઉ છે.

     

  • આ પ્રકારના બાંધકામનો ઉપયોગ સિંગલ-ફેમિલીના ઘરો અને નાના એપાર્ટમેન્ટ બિલ્ડિંગોમાં થાય છે.

 

 

બિલ્ડિંગના બાંધકામના પ્રકારોનું મહત્વ શું છે?

બિલ્ડિંગના બાંધકામના વિવિધ પ્રકારોને સમજવા એ સલામતીની ખાતરી કરવા, બાંધકામના નિયમોનું પાલન કરવા તથા પ્રત્યેક પ્રોજેક્ટ માટે અનુકૂળ મટીરિયલ અને પદ્ધતિઓને પસંદ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાંધકામના વિવિધ પ્રકારોના અલગ-અલગ ફાયદા હોય છે, જે બિલ્ડિંગના કાર્યદેખાવ, તેની પાછળ થતાં ખર્ચ અને તેની લાંબી આવરદાને પ્રભાવિત કરે છે.

 

 

ઇન્ટરનેશનલ બિલ્ડિંગ કૉડ એટલે શું?

ઇન્ટરનેશનલ બિલ્ડિંગ કૉડ (આઇબીસી) એ બિલ્ડિંગ સલામત, વિશ્વસનીય અને સસ્ટેનેબલ હોય તેની ખાતરી કરવા માટે ઇન્ટરનેશનલ કૉડ કાઉન્સિલ દ્વારા વિકસાવવામાં આવેલા નિયમોનો સેટ છે. તે વિવિધ પ્રકારના બિલ્ડિંગો માટે બાંધકામ, મટીરિયલ અને ડીઝાઇન માટેની માર્ગદર્શિકા પૂરી પાડે છે. ઘણાં અધિકારક્ષેત્રોમાં આઇબીસીની માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે, જે તેને બાંધકામમાં સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ માટે આવશ્યક બનાવે છે.

 

 

નેશનલ બિલ્ડિંગ કૉડ (ભારત)

ભારતમાં નેશનલ બિલ્ડિંગ કૉડ (એનબીસી)નો હેતુ પણ આ જ છે, જે વિવિધ પ્રકારના બિલ્ડિંગોની સલામતી, સસ્ટેનેબિલિટી અને કાર્યક્ષમતાની ખાતરી કરવા માટે એક સ્ટાન્ડર્ડાઇઝ માર્ગદર્શિકા પૂરી પાડે છે. એનબીસીમાં માળખાની ડીઝાઇન, આગ સામે સલામતી, પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સહિતના વ્યાપક રેન્જના પાસાંને આવરી લેવામાં આવ્યાં છે. બિલ્ડિંગ સલામતીના આવશ્યક ધોરણોને પૂરાં કરે અને તે વિવિધ જોખમો પ્રત્યે સ્થિતિસ્થાપક હોય તેની ખાતરી કરવા માટે એનબીસીનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.



આગ-પ્રતિરોધી અને બિન-જ્વલનશીલથી માંડીને સામાન્ય, ભારે ટિમ્બર અને લાકડાંની ફ્રેમ ધરાવતા બાંધકામ સુધીના વિવિધ પ્રકારના બિલ્ડિંગના બાંધકામને સમજવું એ સલામત, ટકાઉ અને ઓછાં ખર્ચાળ માળખાંનું બાંધકામ કરવા માટે આવશ્યક છે. આ ઉપરાંત, ઇન્ટરનેશલ બિલ્ડિંગ કૉડ જેવી બાંધકામ સંબંધિત માર્ગદર્શિકાઓનું જ્ઞાન મેળવવાથી તમે બાંધકામમાં સામેલ સલામતીના આચરણને વધુ સારી રીતે સમજી શકો છો.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. ટાઇપ A અને ટાઇપ B બાંધકામની વચ્ચે શું તફાવત છે? 

ટાઇપ A બાંધકામમાં વધારે આગ-પ્રતિરોધકતા રેટિંગ ધરાવતા બિલ્ડિંગોનો સમાવેશ થાય છે, જેમ કે વધારે ઊંચા માળખાં અને તેમાં રહેનારા લોકોનો વધારે ભાર સહન કરનારા માળખાં. ટાઇપ B બાંધકામમાં આગ-પ્રતિરોધતા ઓછી હોય છે અને તે સામાન્ય રીતે નાના, ઓછાં મહત્વના બિલ્ડિંગોના પ્રકારો માટે ઉપયોગમાં લેવાય છે.

 

2. પરંપરાગત અને આધુનિક બાંધકામની પદ્ધતિ વચ્ચે શું તફાવત છે?

બાંધકામની પરંપરાગત પદ્ધતિ પરીક્ષણ કરવામાં આવેલી ટેકનિક તથા લાકડાં, ઇંટો અને પથ્થર જેવા મટીરિયલ પર નિર્ભર હોય છે. બાંધકામના આધુનિક પ્રકારોની પદ્ધતિઓમાં આધુનિક ટેકનોલોજીઓ તથા ખૂબ સારી કાર્યક્ષમતા અને કાર્યદેખાવ માટે સ્ટીલ અને કૉંક્રીટ જેવા નવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે.

 

3. ગ્રીન કન્સ્ટ્રક્શનની પદ્ધતિઓના ફાયદા કયા છે?

ગ્રીન કન્સ્ટ્રક્શનની પદ્ધતિ સસ્ટેનેબિલિટી, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ઊર્જા કાર્યક્ષમતાને વધારવા પર કેન્દ્રિત હોય છે. તેના લાભમાં સંચાલનનો ઓછો ખર્ચ તથા ઘરની અંદરની હવાની ગુણવત્તામાં સુધારાનો સમાવેશ થાય છે.

 

4. આગ-પ્રતિરોધકતાના રેટિંગને કેવી રીતે માપવામાં આવે છે?

આગ-પ્રતિરોધકતાના રેટિંગને બિલ્ડિંગનું ઘટક તેના મૂળ માળખાંને જાળવી રાખીને આગના સંપર્કમાં કેટલા સમય સુધી ટકી રહે છે, તેના પર આધાર રાખીને માપવામાં આવે છે. બિલ્ડિંગના આ માળખાંના પ્રકારો માટેનું રેટિંગ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ મારફતે નિર્ધારિત થાય છે અને ઘણીવાર કલાકમાં રજૂ થાય છે.

 


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....