વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



રૂફિંગ શીટ્સના યોગ્ય પ્રકારને પસંદ કરવાની માર્ગદર્શિકા

તમારા ઘર કે પ્રોજેક્ટ માટે આદર્શ રૂફિંગ સોલ્યુશન વિશે જાણકારી મેળવો. ટકાઉપણાથી માંડીને સુંદરતા સુધી રૂફિંગ શીટ્સના વિવિધ પ્રકારોની જાણકારી મેળવીને તમારા બાંધકામની સુરક્ષા અને સ્ટાઇલની ખાતરી કરો.

Share:


મુખ્ય વિગતો

 

  • મેટલ, પૉલીકાર્બોનેટ, ફાઇબર સીમેન્ટ અને પ્લાસ્ટિક સહિતની વિવિધ રૂફિંગ શીટ હોય છે, જે પ્રત્યેક અલગ-અલગ જરૂરિયાતો અને આબોહવા માટે અનુકૂળ હોય છે.

     

  • સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી મેટલ શીટ્સ લાંબા સમય સુધી ટકે છે અને આબોહવાની આકરી પરિસ્થિતિ માટે આદર્શ ગણાય છે.

     

  • પૉલીકાર્બોનેટ અને પ્લાસ્ટિકની શીટ વજનમાં હલકી હોય છે, તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે તથા તે પારદર્શક કે રંગીન વેરાઇટીઓમાં આવે છે, જે આંગણા અને ગ્રીનહાઉસ માટે પર્ફેક્ટ હોય છે.

     

  • ફાઇબર સીમેન્ટની શીટ્સને રીસાઇકલ કરેલા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જે તેને તેની મજબૂતાઈ સાથે બાંધછોડ કર્યા વગર પર્યાવરણ માટેનો અનુકૂળ વિકલ્પ બનાવે છે.

     

  • વિવિધ રંગો અને ટેક્સચરની રેન્જની સાથે તમે પરંપરાગતથી માંડીને આધુનિક સુધી તમારા ઘરની ડીઝાઇનને પૂરક હોય તેવી રૂફિંગ શીટ પસંદ કરી શકો છો.

     

  • વિવિધ પ્રકારની રૂફિંગ શીટ અલગ-અલગ કિંમતોમાં આવે છે. પૉલીકાર્બોનેટ અને પ્લાસ્ટિક સામાન્ય રીતે વધુ પરવડે તેવી હોય છે, જ્યારે મેટલની શીટ્સ વધારે ટકાઉ હોવાથી તેની પાછળ ખર્ચેલા પૈસા વસૂલ થઈ જાય છે.



રૂફિંગ શીટ્સના પ્રકારો

જ્યારે પણ તમે નવા બિલ્ડિંગને બાંધવાનું કે સમારકામ કરવાનું વિચારી રહ્યાં હો, ત્યારે યોગ્ય પ્રકારની રૂફિંગ શીટને પસંદ કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. રૂફિંગ શીટ્સ આબોહવાની સામે રક્ષણ પૂરું પાડે છે, બિલ્ડિંગની સુંદરતા વધારે છે અને ઊર્જા કાર્યક્ષમતામાં યોગદાન આપે છે. આજે, આપણે વિવિધ પ્રકારની રૂફિંગ શીટ્સ તથા તેના લાભ અને ઉપયોગો અંગે જાણકારી મેળવીશું. તમે ઘરના માલિક હો, કોન્ટ્રાક્ટર હો કે આર્કિટેક્ટ હો તેના વિકલ્પોને સમજવાથી તમને સૂચિત નિર્ણયો લેવામાં ઘણી મદદ મળી રહેશે.

 

 


રૂફિંગ શીટ્સના 6 પ્રકારો

તમે જ્યારે રૂફિંગ મટીરિયલ પસંદ કરી રહ્યાં હો ત્યારે તેના ઉપલબ્ધ વિવિધ પ્રકારોને સમજવાથી તમને તમારા પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં ઘણી મદદ મળી રહે છે. અહીં રૂફિંગ શીટ્સના છ સર્વસામાન્ય પ્રકારો અંગે જાણકારી આપીને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને ઉપયોગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

 

1. કોરુગેટેડ મેટલ શીટ્સ



કોરુગેટેડ મેટલ રૂફિંગ શીટ્સ ખૂબ જ ટકાઉ હોય છે અને આકરા તાપમાનને પણ સહન કરી શકે છે. તેનો આકાર લહેરદાર હોય છે, જેના લીધે તેની મજબૂતાઈ વધે છે અને તે ઘણાં દાયકાઓ સુધી ટકી રહે છે. આ પ્રકારની શીટ્સ જ્યાં મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહેનારા રૂફિંગ ઉપાયોની જરૂર હોય છે, તેવા ઔદ્યોગિક અને રહેણાંક મકાનો માટે આદર્શ ગણાય છે.

 

2. પૉલીકાર્બોનેટ રૂફિંગ શીટ્સ



પૉલીકાર્બોનેટ રૂફિંગ શીટ્સ વજનમાં હલકી હોય છે અને ખૂબ જ પ્રભાવશાળી પ્રતિરોધ પૂરો પાડે છે. આ ઉપરાંત, તે પારદર્શક કે અર્ધ-પારદર્શક પણ હોય છે, જેમાંથી કુદરતી પ્રકાશ પ્રવેશી શકે છે, તેની આ લાક્ષણિકતા તેને ગ્રીનહાઉસ, આંગણા અને કન્ઝર્વેટરીઓ માટે પર્ફેક્ટ બનાવે છે. આ શીટ્સ યુવી પ્રતિરોધી પણ હોય છે અને તે સારા ઇન્સ્યુલેશનના ગુણધર્મો પણ ધરાવે છે.

 

3. પ્લાસ્ટિક રૂફિંગ શીટ્સ



પ્લાસ્ટિકની રૂફિંગ શીટ્સ એક પરવડે તેવો વિકલ્પ છે, જે સ્થિરતા પૂરી પાડે છે અને ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થાય છે. તે વિવિધ રંગોમાં ઉપલબ્ધ થાય છે અને તે સ્લેટ કે ટાઇલ જેવા અન્ય મટીરિયલ જેવી જ દેખાય છે. પ્લાસ્ટિકની શીટ્સ વૉટરપ્રૂફ હોય છે અને તેને ઇન્સ્ટોલ કરવી પણ પ્રમાણમાં સરળ હોય છે, જે તેને શેડ અને કારપોર્ટ્સ જેવા નાના માળખાંઓ માટે ખૂબ જ અનુકૂળ બનાવે છે.

 

4. આસ્ફાલ્ટ રૂફિંગ શીટ્સ



આસ્ફાલ્ટ રૂફિંગ શીટ્સ કે શિંગલ્સ એ રહેણાક ઘરો માટેના સર્વસામાન્ય રૂફિંગ મટીરિયલોમાંથી એક છે. તે ફાઇબરગ્લાસમાંથી બનેલ હોય છે, જેની પર આસ્ફાલ્ટ અને ખનીજોના કણો લાગેલા હોય છે. આ સંયોજન આબોહવા પ્રત્યે સારો પ્રતિરોધ પૂરો પાડે છે અને તે વિવિધ રંગો તથા સ્ટાઇલમાં ઉપલબ્ધ હોય છે.

 

5. સ્લેટ રૂફિંગ શીટ્સ



સ્લેટ રૂફિંગ શીટ્સ કુદરતી સ્લેટ જેવી જ દેખાય છે પરંતુ તેની કિંમત અને વજન ઘણાં ઓછાં હોય છે. આ શીટ્સને સીન્થેટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને તે વધારે ટકાઉપણાની સાથે સુંદર દેખાવ પૂરો પાડે છે અને તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. જે લોકો સાચી સ્લેટનો વધારે ખર્ચો કર્યા વગર અને જાળવણીની કડાકૂટમાં પડ્યાં વગર ક્લાસિક દેખાવ મેળવવા માગતા હોય તેમના માટે આ પર્ફેક્ટ વિકલ્પ છે.

 

6. બિટ્યુમિમેન રૂફિંગ શીટ્સ



બિટ્યુમેન રૂફિંગ શીટ્સ મોડિફાઈ કરેલા બિટ્યુમેનમાંથી બનાવવામાં આવેલી હોય છે તથા ફાઇબરગ્લાસ કે પૉલીયેસ્ટર જેવી સામગ્રીથી મજબૂત બનાવવામાં આવી હોય છે. તે મજબૂત, વૉટરપ્રૂફ હોય છે અને તે ફાટી જતી નથી. તેની શ્રેષ્ઠ વૉટરપ્રૂફિંગ ક્ષમતાઓ અને લાંબી આવરદાને કારણે તે ફ્લેટ અથવા લૉ-પિચ્ડ રૂફ પર વપરાય છે, ખાસ કરીને કૉમર્શિયલ ઉપયોગોમાં.

 

 

વિવિધ પ્રકારના રૂફિંગ શીટ મટીરિયલને પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો

અનુકૂળ આવે તેવી રૂફિંગ શીટ્સને પસંદ કરવામાં ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં રાખવા પડે છે. તેને સમજવાથી તે તમારા પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ મટીરિયલને પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે, જે ટકાઉપણા, ઓછી કિંમત તથા આબોહવા અને સુંદરતાને લગતી તમારી ચોક્કસ જરૂરિયાતોની ખાતરી કરે છે.

 

1. ટકાઉપણું અને લાંબી આવરદા

અલગ-અલગ પ્રકારની રૂફિંગ શીટ્સની લાંબી આવરદા અલગ-અલગ પ્રકારની હોય છે. મેટલ અને પૉલીકાર્બોનેટની શીટ્સ તેના ટકાઉપણાં માટે જાણીતી છે અને તેની યોગ્ય જાળવણી કરવા પર તે ઘણાં દાયકાઓ સુધી ટકી શકે છે. રૂફની અપેક્ષિત આવરદા અને તેને બદલવાની જરૂર પડે તેના પહેલાં તે કેટલો સમય ટકવી જોઇએ તે અંગે વિચારો.

 

2. આબોહવા પ્રત્યે પ્રતિરોધ



તમારા ભૌગોલિક સ્થળ પર આધાર રાખીને આબોહવા પ્રત્યે પ્રતિરોધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારે વરસાદ, હિમવર્ષા કે ભારે પવનો જેવી આબોહવાની આકરી પરિસ્થિતિઓનો સામનો કરનારા વિસ્તારો માટે કોરુગેટેડ મેટલ જેવું મટીરિયલ પસંદ કરો, જે આ પ્રકારના તત્વોની સામે ટકી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રત્યેક મટીરિયલના આબોહવા પ્રત્યેના પ્રતિરોધનું મૂલ્યાંકન કરો, જેથી કરીને તે તમારા વિસ્તારમાં રહેલા પર્યાવરણીય તણાવોની સામે ટકી શકે તેમ હોય તેની ખાતરી થઈ શકે.

 

3. ઇન્સ્ટોલેશન અને જાળવણી

કેટલાક રૂફિંગ મટીરિયલોને ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા અને જાળવણી અન્ય મટીરિયલો કરતાં ખૂબ જ જટિલ હોય છે. ઉદાહરણ તરીકે, મેટલ શીટ્સને ઇન્સ્ટોલ કરવું ઘણું સરળ હોય છે પરંતુ તેની પર કાટ તો નથી લાગ્યો કે તેને કોઈ નુકસાન તો નથી થયું તેની નિયમિતપણે ચકાસણી કરવી પડે છે. તો બીજી તરફ, બિટ્યુમેન શીટ્સની પ્રમાણમાં ઓછી જાળવણી કરવી પડે છે પરંતુ તેની ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા જટિલ હોય છે. રૂફની જાળવણી કરવાની તમારી ક્ષમતા અને ઇન્સ્ટોલેશન પાછળ થતાં ખર્ચને ધ્યાનમાં રાખો.

 

4. ઊર્જા કાર્યક્ષમતા

ઊર્જા કાર્યક્ષમતાનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે. પૉલીકાર્બોનેટ જેવું મટીરિયલ અને અન્ય કેટલીક ધાતુઓ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે, જે ગરમ આબોહવામાં મકાનને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે અને એર કન્ડિશનિંગ પાછળ થતાં ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જો તમે ઊર્જા કાર્યક્ષમતાને પ્રાધાન્ય આપતાં હો તો ઇન્સ્યુલેશનના સારા ગુણધર્મો ધરાવતી અને પ્રકાશનું પરાવર્તન કરવાની ક્ષમતા ધરાવતી રૂફિંગ શીટને પસંદ કરો.

 

5. સુંદરતા



તમારા રૂફનો દેખાવ તમારા બિલ્ડિંગના એકંદર દેખાવને પ્રભાવિત કરી શકે છે. રૂફિંગ શીટ્સ વિવિધ રંગો અને સ્ટાઇલમાં આવે છે. કેટલીક રૂફિંગ શીટ્સ સ્લેટ કે ટાઇલ જેવા મટીરિયલ જેવી જ દેખાય છે, જે સ્ટાઇલ અને કાર્યક્ષમતા બંને પૂરાં પાડે છે. તમારા માટે કયા સૌંદર્યલક્ષી ગુણો મહત્વના છે અને તમારી બિલ્ડિંગની ડીઝાઇનની સાથે રૂફિંગ મટીરિયલ કેવી રીતે પૂરક બની રહે છે, તે અંગે વિચારો.

 

6. ખર્ચ

ખર્ચ એ હંમેશા ધ્યાનમાં લેવા જેવું નોંધપાત્ર પરિબળ છે. રીફિંગ મટીરિયલની કિંમત પ્લાસ્ટિક કે બિટ્યુમેન જેવા સસ્તા વિકલ્પોથી માંડીને હાઈ-એન્ડ મેટલ શીટ્સ કે સીન્થેટિક સ્લેટ જેવા ખર્ચાળ વિકલ્પો સુધી અલગ-અલગ હોય છે. સમયની સાથે શ્રેષ્ઠ મૂલ્ય પૂરું પાડે તેવા મટીરિયલને શોધવા માટે ટકાઉપણા અને જાળવણી જેવા અન્ય પરિબળોની સાથે તમારા બજેટને સંતુલિત કરો.



રૂફિંગ શીટ્સના વિવિધ પ્રકારો વિશે જાણકારી મેળવવાથી તમે તમારા બાંધકામની જરૂરિયાત માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે, તે સમજી શકો છો. રૂફિંગ શીટ્સ વિવિધ મટીરિયલ અને ડીઝાઇનમાં આવે છે, જે પ્રત્યેક આબોહવાની ચોક્કસ પરિસ્થિતિ અને આર્કિટેક્ચરલ સ્ટાઇલની સાથે અનુકૂળ હોય છે. આ માર્ગદર્શિકામાં 6 પ્રકારની રૂફિંગ શીટ્સને આવરી લઇને તેના વિશિષ્ટ લાભ અને ઉપયોગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તમે નવું ઘર બાંધી રહ્યાં હો કે તમારા વર્તમાન રૂફને અપડેટ કરી રહ્યાં હો, રૂફિંગ શીટ્સના વિવિધ પ્રકારોની જાણકારી મેળવવાથી નિર્ણય લેવાનું સરળ બની જાય છે. વધુ માહિતી માટે અલ્ટ્રાટૅક સીમેન્ટની મુલાકાત લો.

 




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. કઈ રૂફિંગ શીટ શ્રેષ્ઠ છે?

શ્રેષ્ઠ પ્રકારની રૂફિંગ શીટનો આધાર તમારી ચોક્કસ જરૂરિયાત પર રહેલો છે. જો તમે લાંબા સમય સુધી ટકનારી રૂફિંગ શીટ શોધી રહ્યાં હો તો મેટલ રૂફિંગ શીટ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે આકરી આબોહવામાં ટકી રહે છે અને તેની ખાસ જાળવણી પણ કરવી પડતી નથી. સારી ગુણવત્તાના મટીરિયલમાંથી બનાવવામાં આવેલ આર્કિટેક્ચરલ શિંગલ્સ સુંદરતાને પ્રાથમિકતા આપનારા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

2. રૂફિંગ શીટની આદર્શ જાડાઈ કેટલી હોવી જોઇએ?

રૂફિંગ શીટની આદર્શ જાડાઈ તેના મટીરિયલ અને તેણે પર્યાવરણની જે પરિસ્થિતિમાં ટકી રહેવાનું છે તેના પર આધાર રાખીને અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે, ટકાઉપણા અને વિવિધ પરિબળોની સામે યોગ્ય સુરક્ષાની ખાતરી કરવા માટે મેટલ રૂફિંગ શીટ્સની જાડાઈ 0.5 મિમીની હોવી જોઇએ.

 

3. ગરમ આબોહવામાં કઈ રૂફ શીટ વપરાય છે?

એલ્યુમિનિયમ જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવેલ રીફ્લેક્ટિવ રૂફિંગ શીટ્સ ગરમ આબોહવા માટે આદર્શ ગણાય છે. આ પ્રકારની રૂફિંગ શીટ્સ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે અને ગરમીને બિલ્ડિંગથી દૂર ફેંકીને અંદરના વાતાવરણને ઠંડુ રાખવામાં અને વાતાવરણને ઠંડુ રાખવા પાછળ થતાં ખર્ચને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

 

4. ધાબા માટે કઈ શીટ શ્રેષ્ઠ ગણાય છે?

પૉલીકાર્બોનેટ કે ફાઇબરગ્લાસની શીટ્સને ધાબા માટે શ્રેષ્ઠ રૂફિંગ શીટ ગણવામાં આવે છે. આ મટીરિયલમાંથી પ્રકાશ અંદર પ્રવેશી શકે છે, જેના કારણે અંદરનું વાતાવરણ હવાઉજાસવાળુ રહે છે. આ ઉપરાંત, તે ટકાઉ પણ હોય છે અને વિવિધ તત્વોના એક્સપોઝરને હેન્ડલ પણ કરી શકે છે, જે તેને ખુલ્લાં ધાબાના વિસ્તારો માટે પર્ફેક્ટ બનાવે છે.

 

5. વરસાદી વાતાવરણ માટે સામાન્ય રીતે કયું રૂફ વપરાય છે?

વરસાદી વાતાવરણમાં પાણીની સામે શ્રેષ્ઠ પ્રતિરોધ ધરાવનારી રૂફિંગ શીટ્સનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. તમે જ્યારે લીક થતાં રૂફને રીપેર કરાવી રહ્યાં હો ત્યારે તમારું માળખું શુષ્ક રહે અને તેને કોઈ નુકસાન ના પહોંચે તેની ખાતરી કરવી જરૂરી છે. કોરુગેટેડ ફાઇબરગ્લાસ કે કૉટેડ સ્ટીલ શીટ્સ લોકપ્રિય વિકલ્પો છે, કારણ કે, તે પાણીને જમા થવા દેતી નથી અને ગળતરની સામે રક્ષણ પૂરું પાડે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....