Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


બાથરૂમનું વૉટરપ્રૂફિંગ એટલે શું? બાથરૂમના ફ્લોર અને દિવાલોની સુરક્ષા કરવાની માર્ગદર્શિકા

સ્નાન કરવાથી માંડીને હાથ ધોવા સુધી પાણી એ આપણી દિનચર્યાનું એક અભિન્ન અંગ છે. જોકે, પાણી સાથે વધારે પડતાં સંસર્ગમાં રહેવાથી ઘણી બધી સમસ્યાઓ પેદા થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં બાથરૂમના વૉટરપ્રૂફિંગનું મહત્વ સમજાય છે, જે તમારા બાથરૂમને શુષ્ક, સલામત રાખવા અને તેની સારી રીતે જાળવણી કરવા માટે એક સુરક્ષાકવચ તરીકે કામ કરે છે.

Share:


આપણાં ઘરની કાળજી લેવામાં ઘરના દરેક ખૂણા પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે, જેમાંથી બાથરૂમ પણ બાકાત નથી. બાથરૂમનું વૉટરપ્રૂફિંગ કરવું એ તમારા બાથરૂમની લાંબી આવરદા અને ટકાઉપણાની ખાતરી કરવાનું એક મહત્વનું પાસું છે. તે પાણીની હાનિકારક અસરોથી તમારા બાથરૂમના માળખાં અને સપાટીની સુરક્ષા કરે છે, તેનાથી થતાં સંભવિત નુકસાન અને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓને અટકાવે છે. બાથરૂમ માટે વિવિધ પ્રકારના સીલન્ટ, મેમ્બ્રેન્સ અને વૉટરપ્રૂફિંગના રસાયણોનો ઉપયોગ કરવાથી પાણીના ગળતર અને ઝમણને અટકાવવાનું સરળ બની જાય છે.

 

તે તમારા બાથરૂમના માળખાં અને સુંદરતાનું તો રક્ષણ કરે છે પરંતુ તેની સાથે-સાથે તે સ્વચ્છ અને તંદુરસ્ત માહોલ પણ જાળવે છે. ભેજ-સંબંધિત નુકસાન ખર્ચાળ સમારકામ કરવા તરફ દોરી જાય છે અને તમારા બાથરૂમની એકંદર કાર્યક્ષમતા અને સુંદરતાને ઘટાડી દે છે. આથી જ, બાથરૂમના યોગ્ય રીતે વૉટરપ્રૂફિંગ કરવા પાછળ નાણાં ખર્ચવા એ પાણી સંબંધિત સમસ્યાઓને ટાળવા અને તમારા ઘરની સુંદરતાને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે.



બાથરૂમના ફ્લોરનું વૉટરપ્રૂફિંગ કરવાના સ્ટેપ્સ



બાથરૂમના ફ્લોરનું વૉટરપ્રૂફિંગ કરવું એ તમારા બાથરૂમને પાણીથી કોઈ નુકસાન ના થાય તેની ખાતરી કરવાનું એક મહત્વનું સ્ટેપ છે. અહીં નીચે જણાવેલા સ્ટેપ્સનું પાલન કરીને તમે તમારા બાથરૂમની લાંબી આવરદાની ખાતરી કરી શકો છો.

 

1. બાથરૂમને ઇન્સ્યુલેશન માટે તૈયાર કરો

બાથરૂમ કે સંડાસનું વૉટરપ્રૂફિંગ કરવાની મૂળભૂત પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં બાથરૂમને યોગ્ય રીતે તૈયાર કરવો જરૂરી છે. હાલમાં રહેલા ફ્લોરિંગને કાઢી નાંખો અને આગળના સ્ટેપ પર આગળ વધતાં પહેલાં સપાટી સ્વચ્છ અને શુષ્ક હોય તથા તેની પર કોઈ કાટમાળ કે દૂષણો ના હોય તેની ખાતરી કરો.

 

2. વૉટરપ્રૂફિંગ માટે યોગ્ય સામગ્રી પસંદ કરો

તમારા પ્રોજેક્ટની સફળતા માટે વૉટરપ્રૂફિંગની યોગ્ય સામગ્રી પસંદ કરવી એ ખૂબ જ મહત્વનું બની જાય છે. આ માટે માર્કેટમાં ઘણાં બધાં વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે, વૉટરપ્રફિંગ મેમ્બ્રેન, લિક્વિડ વૉટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ્સ અને સીમેન્ટિશિયસ કૉટિંગ્સ વગેરે. આ પ્રત્યેક સામગ્રીના તેના પોતાના ફાયદા અને તેને લગાવવાની અલાયદી પદ્ધતિ છે, આથી, તમારા બાથરૂમની જરૂરિયાત અને તમારી કુશળતાના સ્તરને અનુરૂપ હોય તેવા વૉટરપ્રૂફિંગ કૉટિંગને પસંદ કરવું જોઇએ.

 

3. પ્રાઇમર વડે સપાટીને તૈયાર કરો

વૉટરપ્રૂફિંગની સામગ્રી બાથરૂમના ફ્લોરની સાથે યોગ્ય રીતે ચોંટેલી રહે તે માટે પ્રાઇમર લગાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. પ્રાઇમર સપાટી અને વૉટરપ્રૂફિંગ લેયરની વચ્ચે એક જોડાણની રચના કરે છે, તેની અસરકારકતાને વધારી દે છે. પ્રાઇમર લગાવતી વખતે ઉત્પાદનકર્તાના સૂચનોનું પાલન કરો અને આગળ વધતાં પહેલાં તેને સંપૂર્ણપણે સુકાઈ જવા દો.

 

4. સાંધાઓને સીલબંધ કરવા



ફ્લોર અને દિવાલોની વચ્ચેના સાંધાઓ એવા અસુરક્ષિત બિંદુઓ હોય છે, જ્યાંથી પાણી સરળતાથી અંદર પ્રવેશી શકે છે. આ સાંધાઓને સારી રીતે સીલબંધ કરવા માટે તમારે વૉટરપ્રૂફ સીલન્ટ કે ટેપનો ઉપયોગ કરવો જોઇએ. ખૂણાઓ તથા ખાળ અને પાઇપની આસપાસના ભાગો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે, અહીંથી જ પાણીનું ગળતર થતું હોય છે.

 

'5. ટેસ્ટિંગ

બાથરૂમનું વૉટરપ્રૂફિંગ કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધાં પછી, તેની અસરકારકતાની ખાતરી કરવા માટે વૉટર ટેસ્ટ કરવો જરૂરી છે. બાથરૂમના ફ્લોર પર ખાસ્સી માત્રામાં પાણી ભરો અને તેને થોડો સમય આ જ સ્થિતિમાં રહેવા દો. ગળતર કે ઝમણના કોઈ ચિહ્નો દેખાય છે, તે ચકાસો. જો કોઈ સમસ્યા હોય તો, જ્યાં સમસ્યા છે, તે જગ્યાઓને ઓળખી કાઢો તથા ટાઇલ્સ કે અન્ય કોઈ ફ્લોર કવરિંગને ઇન્સ્ટોલ કરવા માટે આગળ વધતાં પહેલાં જરૂરી સમારકામ કરો.


બાથરૂમની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કેવી રીતે કરવું?



બાથરૂમની દિવાલોનું વૉટરપ્રૂફિંગ ફ્લોરના વૉટરપ્રૂફિંગ જેટલું જ મહત્વનું છે. શૉવર અને સ્નાનને કારણે આવતો ભેજ ખૂબ જ સરળતાથી દિવાલોમાં ઝામી શકે છે, જેના લીધે ફૂગનો વિકાસ થાય છે, રંગની પોપડીઓ ઉખડવા લાગે છે અને માળખાંને નુકસાન પહોંચે છે. તમારા બાથરૂમની દિવાલોને અસરકારક રીતે વૉટરપ્રૂફ કરવા માટે અહીં નીચે જણાવેલા સ્ટેપ્સનું પાલન કરોઃ

 

1. દિવાલનું વૉટરપ્રૂફિંગ કરવા માટે યોગ્ય સામગ્રીને પસંદ કરો

સફળ પરિણામ માટે દિવાલના વૉટરપ્રૂફિંગની યોગ્ય સામગ્રી પસંદ કરવી મહત્વપૂર્ણ છે. આ હેતુ માટે સામાન્ય રીતે વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન્સનો ઉપયોગ થાય છે, જે એક અવરોધની રચના કરે છે, જે પાણીને દિવાલોમાં પ્રવેશતા અટકાવે છે. તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી આ સામગ્રી તમારા બાથરૂમની દિવાલની સપાટીના ચોક્કસ પ્રકાર માટે અનુકૂળ હોય તેની ખાતરી કરો.

 

2. પ્રાઇમર વડે સપાટીને તૈયાર કરો



ફ્લોરની જેમ જ દિવાલના વૉટરપ્રૂફિંગ માટે પણ પ્રાઇમર લગાવવું જરૂરી છે. પ્રાઇમર દિવાલની સપાટીની સાથે વૉટરપ્રૂફિંગની સામગ્રી સારી રીતે ચોંટી જાય તેની ખાતરી કરે છે, જે તેની અસરકારકતા વધારી દે છે. દિવાલોને સારી રીતે સાફ કરી લો અને પ્રાઇમર લગાવતા પહેલાં દિવાલમાં રહેલી કોઈ પણ તિરાડો કે છિદ્રોને પૂરી દો.

 

3. વૉટરપ્રૂફ પેઇન્ટ લગાવો

વૉટરપ્રૂફ પેઇન્ટ એ સુરક્ષા માટે વધારાનું લેયર છે, જેને વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેનની ઉપર લગાવી શકાય છે. આ પેઇન્ટ પાણીની સામે ગૌણ અવરોધ તરીકે કામ કરે છે અને દિવાલોને વધારાની સુરક્ષા પૂરી પાડે છે. ખાસ બાથરૂમ માટે ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઉચ્ચ-ગુણવત્તાના વૉટરપ્રૂફ પેઇન્ટને પસંદ કરો.

 

4. ટેસ્ટિંગ

દિવાલો માટે બાથરૂમના વૉટરપ્રૂફિંગની પ્રક્રિયા પૂરી કરી લીધાં પછી સારી રીતે ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરો. દિવાલો પર પાણી છાંટો અને તેનાથી દિવાલોમાં પાણી ઝામતું તો નથી તેનું નિરીક્ષણ કરો. ખૂણા, ધાર અને ફિક્સચરની આસપાસના ભાગો પર ધ્યાન આપો, કારણ કે, સામાન્ય રીતે તે નબળા બિંદુઓ ગણાય છે. જો કોઈ ગળતર ધ્યાનમાં આવે તો જરૂરી સમારકામ કરો અને જ્યાં સુધી દિવાલ સંપૂર્ણપણે વૉટરપ્રૂફ ના થઈ જાય ત્યાં સુધી ફરીથી ટેસ્ટ કરો.




બાથરૂમનું વૉટરપ્રૂફિંગ એ એક મહત્વનું રોકાણ છે, જે ઘરના સ્વચ્છ માહોલને પ્રોત્સાહન આપે છે, તમારા બાથરૂમના માળખાં અને સપાટીની સુરક્ષા કરે છે તથા તમારા ઘરના એકંદર મૂલ્યને સાચવી રાખે છે. આ લેખમાં રેખાંકિત કરવામાં આવેલા સ્ટેપ્સનું પાલન કરીને વૉટરપ્રૂફિંગ કરવાના રસાયણો વડે બાથરૂમની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરી તમે પાણીથી થતાં નુકસાન સામે તમારા બાથરૂમને સારી રીતે સુરક્ષિત રાખી શકો છો, જે તમારા બાથરૂમને આરામદાયક અને કાર્યક્ષમ જગ્યા બનાવી દે છે. વૉટરપ્રૂફિંગ સિવાય તમે તમારા ઘર માટે સુમેળભર્યા માહોલની રચના કરવા બાથરૂમ અને સંડાસ માટેના વાસ્તુને પણ ધ્યાનમાં લઈ શકો છો.



વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. શું ટાઇલ લગાવતા પહેલા બાથરૂમને વૉટરપ્રૂફ કરવો જરૂરી છે?

હા, તમારો બાથરૂમ પાણીના ગળતર કે ઝમણને કારણે થતાં નુકસાન સામે સારી રીતે સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે ટાઇલ લગાવતા પહેલાં બાથરૂમને વૉટરપ્રૂફ કરવો જરૂરી બની જાય છે.

 

2. શું સમગ્ર બાથરૂમને વૉટરપ્રૂફ કરવો જોઇએ કે ફક્ત શૉવરને?

મહત્તમ સુરક્ષાની ખાતરી કરવા માટે શૉવર, ફ્લોર અને દિવાલો સહિત બાથરૂમના સમગ્ર વિસ્તારને વૉટરપ્રૂફ કરવાની ભલામણ કરવામાં આવે છે. બાથરૂમના સમગ્ર વિસ્તારનું વૉટરપ્રૂફિંગ કરવાથી બાથરૂમના માળખાંને નુકસાન પહોંચાડવા અને ફૂગના વિકાસ માટે જવાબદાર પાણીનું ગળતર થતું અટકાવે છે.

 

3. શું નળની આસપાસ વૉટરપ્રૂફ કરી શકાય?

હા, પાણીથી થતાં નુકસાન સામે રક્ષણ મેળવવા અને તમારા બાથરૂમની અખંડિતતાને જાળવવા નળની આસપાસ વૉટરપ્રૂફ કરવું મહત્વનું છે. નળની આસપાસના ભાગને સીલબંધ કરવાથી પાણી સપાટીની અંદર પ્રવેશે નહીં અને નુકસાન પહોંચાડી શકે નહીં તેની ખાતરી કરી શકાય છે.

 

4. શું આપણે બાથરૂમમાં હાલમાં રહેલા ટાઇલ્સને વૉટરપ્રૂફ કરી શકીએ?

હા, બાથરૂમમાં હાલમાં રહેલા ટાઇલ્સને વૉટરપ્રૂફ કરવાનું શક્ય છે. જોકે, વૉટરપ્રૂફિંગની સામગ્રી આ ટાઇલ્સની સપાટી પર યોગ્ય રીતે ચોંટેલી રહે તેની ખાતરી કરવા માટે આ ટાઇલ્સને યોગ્ય રીતે સાફ કરવા જોઇએ અને તેનું સમારકામ કરવું જોઇએ.

 

5. બાથરૂમનું વૉટરપ્રૂફિંગ કેટલું ટકે છે?

બાથરૂમના વૉટરપ્રૂફિંગની અસરકારકતાનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે, જેમ કે, તમે ઉપયોગમાં લીધેલી વૉટરપ્રૂફિંગની સામગ્રીના પ્રકારો, પાણી સાથે સંસર્ગનું સ્તર અને ઇન્સ્ટોલેશનની ગુણવત્તા. સામાન્ય રીતે, વૉટરપ્રૂફિંગ અવરોધની અખંડિતતાની ખાતરી કરવા માટે તેની નિયમિતપણે જાળવણી કરવામાં આવે અને નિરીક્ષણ કરવામાં આવે તો, તેની અસરકારકતા લગભગ 5-10 વર્ષ સુધી ટકી રહે છે.


संबंधित आलेख




अनुशंसित वीडियो



घर निर्माण के उपकरण


कॉस्ट कैलक्यूलेटर

प्रत्येक होम-बिल्डर अपने सपनों का घर बनाना चाहता है, लेकिन वह किसी तरह का ओवर-बजट नही करना चाहता है। कॉस्ट कैलकुलेटर का उपयोग करके, आपको इस चीज़ के बारे में बेहतर विचार मिलेगा कि आपको कहाँ और कितना खर्च करना है।

logo

EMI कैलक्यूलेटर

र बनाने के लिए धन की आवश्यकता को होम-लोन के द्वारा पूरा किया जा सकता है, लेकिन होम-बिल्डर अक्सर पूछते हैं कि उन्हें कितनी ईएमआई का भुगतान करना होगा। ईएमआई कैलकुलेटर की मदद से आप ईएमआई के बारे में अनुमान लगा सकते हैं जिससे आपको बजट को बेहतर तरीके से प्लान करने में मदद मिलेगी।

logo

स्टोर लोकेटर

एक होम बिल्डर के लिए, सही स्टोर ढूंढना महत्वपूर्ण है जहां कोई भी होम बिल्डिंग के बारे में सभी मूल्यवान जानकारी प्राप्त कर सके। स्टोर लोकेटर सुविधा का उपयोग करें और गृह निर्माण के बारे में अधिक जानकारी के लिए हमारे स्टोर पर जाएं।

logo

प्रोडक्ट प्रिडिक्टर

एक घर बनाने वाले के लिए घर के निर्माण के शुरुआती चरणों के दौरान सही उत्पादों का चयन करना महत्वपूर्ण है। प्रोडक्ट प्रेडिक्टर का उपयोग करके देखें कि आपके घर का निर्माण करते समय किन उत्पादों की आवश्यकता होगी।

logo

Loading....