વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



કોંક્રિટ ઊખડી જવાનાં કારણો ઓળખવા અને તેને કેવી રીતે રોકવું તે સમજવું

તમારું ઘર એ તમારી ઓળખ છે, અને ઊખડી જવાથી તિરાડો અને ખરી પડવાનું જોખમ વધી શકે છે, જે સમય જતા માળખાને નબળું પાડે છે. આ સમસ્યાનો વહેલો ઉકેલ લાવવો મહત્ત્વપૂર્ણ છે. આ બ્લોગમાં આપણે કોંક્રિટ ઊખડી જવાનાં કારણો, અસરો અને રોકવાના ઉકેલો તથા સમારકામ વિશે જાણીશું, જેથી તમારું ઘર સુરક્ષિત રહે.

Share:


મુખ્ય બાબતો

 

  • જ્યારે કોંક્રિટની સપાટી ઊખડે છે અથવા પોપડા થાય છે ત્યારે કોંક્રિટ ઊખડી જાય છે, જે ઘણી વખત ભેજના પ્રવેશ, રિઇન્ફોર્સમેન્ટ સળિયા સડી જવાથી, નબળી ગુણવત્તાની સામગ્રી અથવા અત્યંત હવામાનની સ્થિતિઓને લીધે થાય છે.

     

  • તે માળખાની મજબૂતી સાથે સમાધાન કરે છે, તેના સૌંદર્યમાં ઘટાડો થાય છે અને જો સમયસર ઉકેલ લાવવામાં ન આવે તો ખર્ચાળ સમારકામની આવશ્યકતા પડી શકે છે.

     

  • સમારકામમાં સપાટીના ઉપચારો જેવા કે એપોક્સી ફિલર્સ અને ઓવરેલથી લઈને ઊંડા ઉકેલો જેવા કે કટાઇ ગયેલા રિઇન્ફોર્સમેન્ટ અથવા નુકસાન પામેલા ભાગો બદલવા, અસરકારક પરિણામો માટે વ્યાવસાયિક નિષ્ણાતોની આવશ્યકતા પડે છે.

     

  • નિવારક પગલાં જેવા કે ઉચ્ચ ગુણવત્તાના સિમેન્ટનો ઉપયોગ કરવો, સપાટીઓને સીલ કરવી, યોગ્ય બાંધકામ પદ્ધત્તિઓ અપનાવવી, અને નિયમિત જાળવણી હાથ ધરવાથી ઊખડવાનું જોખમ નોંધપાત્ર ઘટી શકે છે અને લાંબા ગાળાની ટકાઉતા સુનિશ્ચિત થઈ શકે છે.



કોંક્રિટ ઊખડી જવાની સમસ્યા ગંભીર છે, જે તમારા ઘરના પાયાને નબળો બનાવી શકે છે, જેને લીધે તિરાડો, પોપડી ઊખડવી અને રિન્ફોર્સમેન્ટ ખુલ્લા પડી જાય છે. સામાન્ય કારણોમાં પાણી ઝમવું, રિઇન્ફોર્મેન્ટ કટાઇ જવા અને તાપમાનમાં અત્યંત ફેરફારો સામેલ છે, જે તમામ તમારા માળખાની અખંડિતતા અને તેના દેખાવને પ્રભાવિત કરી શકે છે.

તમારા ઘરની ટકાઉતા અને લાંબી આવરદા સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખતમાં જ કોંક્રિટ મિક્સ યોગ્ય પ્રાપ્ત કરવું મહત્ત્વપૂર્ણ છે. યોગ્ય મિક્સ તમારા પાયાની મજબૂતાઇ અને લવચિકતા સુનિશ્ચિત કરે છે, જે ઊખડી જવા જેવી સમસ્યાઓથી તેને સુરક્ષિત રાખે છે અને તમને ભવિષ્યમાં ખર્ચાળ સમારકામ ટાળવામાં સહાય કરે છે. બાંધકામ દરમિયાન યોગ્ય પસંદગીઓ કરવાથી સુરક્ષિત, ટકાઉ ઘર બનાવવામાં ઘણો ફરક પડી શકે છે.

 

 



કોંક્રિટ ઊખડી જવી શું હોય છે ?

કોંક્રિટ ઊખડી જવી એટલે કોંક્રિટની સપાટી પર પોપડા ઉખડવા, તૂતી જવી અથવા છોલાઇ જવું થાય છે, જેને લીધે આંતરિક સ્તરો અથવા રિઇન્ફોર્સમેન્ટ સળિયા ખુલ્લા પડે છે. આ ક્ષય ત્યારે થાય છે જ્યારે બાહ્ય પરિબળો, જેવા કે પાણી, તાપમાનમાં ફેરફાર અથવા કટાઇ ગયેલા રિઇન્ફોર્સમેન્ટ સમય જતા કોંક્રિટની અંખડિતતાને નબળી પાડે છે.

 

 

કોંક્રિટ ઊખડી જવાનાં કારણો

સમય જતા કોંક્રિટને નબળા પાડતા બાહ્ય પરિબળોને લીધે સામાન્યપણે કોંક્રિટ ઊખડી જાય છે. ક્યારેક સામાન્ય કારણોમાં સામેલ છેઃ

 

  • ભેજનો પ્રવેશઃ પાણી કોંક્રિટમાં જઈ શકે છે. ઠંડા હવામાનમાં આ પાણી જામી અને ફેલાઇ શકે છે, જે દબાણ સર્જે છે, જેને લીધે સપાટીમાં તિરાડો પડે છે અને પોપડી ઊખડે છે.

 

  • રિઇન્ફોર્સમેન્ટ સળિયા કટાઇ જવાઃ ઘણા કોંક્રિટનાં માળખાઓમાં તેમને મજબૂત બનાવવા માટે તેમની અંદર સ્ટીલના સળિયા નાખવામાં આવેલા હોય છે. જો આ સળિયા ભેજ કે રસાયણોને લીધે કટાઇ જાય તો તેઓ ફેલાય છે અને કોંક્રિટની સામે દબાણ કરે છે. આ દબાણને લીધે સપાટી તૂટવાને લીધે ઊખડી જવાની સમસ્યા થાય છે.

 



 

  • નબળી ગુણવત્તાની સામગ્રીઓઃ નીચી ગુણવત્તાના સિમેન્ટનો ઉપયોગ કરવાથી અથવા તેનો અયોગ્ય રીતે મિશ્ર કરવાને લીધે કોંક્રિટ નબળું પડી શકે છે, જેને લીધે પોપડા ઊખડી શકે છે અથવા તિરાડ પડી શકે છે.

 



 

  • પર્યાવરણીય તણાવઃ હવામાનની અત્યંત સ્થિતિઓ, ક્ષાર સાથે સંપર્ક (જે મીઠું પિગળાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે), અને તાપમાનમાં ફેરફાર કોંક્રિટમાં ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે.


કોંક્રિટ ઊખડવાની અસરો

કોંક્રિટ ઊખડવી એ સપાટીની સમસ્યા કરતા ઘણું વધારે છે, કારણ કે તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં ન આવે તો તેનું સમારકામ મોંઘું પડી શકે છે:

 

  • માળખાકીય અખંડિતતામાં સામાધાનઃ ઊખડવાની સમસ્યા કોંક્રિટની મજબૂતાઇ નબળી પાડે છે, જેને લીધે તેની ભાર વેઠવાની ક્ષમતા ઘટે છે. સમય જતા આને લીધે સુરક્ષાનાં ગંભીર જોખમો સર્જાઇ શકે છે, ખાસ કરીને દિવાલો, બીમ અને પાયા જેવા મહત્ત્વપૂર્ણ માળખાકીય ઘટકોમાં.

 

  • સૌંદર્ય સંબંધી નુકસાન: કોંક્રિટની સપાટીમાં તિરાડો, પોપડી ઊખડવી કે ખરી પડવાને લીધે તમારા ઘરનો દેખાવ નોંધપાત્ર ઘટી શકે છે, જેને લીધે તે જૂનું અને ખરાબ રીતે જાળવણી કરેલું દેખાય છે. આ તમારી સંપત્તિનું મૂલ્ય પણ ઘટાડી શકે છે.

 

  • મારકામના ખર્ચમાં વધારો: જો ઊખડવાની સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો નુકસાન વધુ કથળે છે, વધુ વિસ્તૃત્ત અને ખર્ચાળ સમારકામની આવશ્યકતા પડે છે. વહેલો હસ્તક્ષેપ તમારા ખર્ચને નોંધપાત્ર બચાવી શકે છે અને તેને વધુ કથળતું રોકી શકે છે.

 

 

ઊખડેલી કોંક્રિટનું સમારકામ કેવી રીતે કરવું

ઊખડેલી કોંક્રિટનાં સમારકામની પદ્ધત્તિ નુકસાનની હદ પર આધાર રાખે છે. તેથી આપણા ઊખડતા કોંક્રિટના પાયાને મજબૂત અને વધુ ટકાઉ બનાવવા માટેની કેટલીક પદ્ધત્તિઓ અહીં આપી છેઃ

 

1. સપાટીનું સમારકામ:

 

  • એપોક્સી ફિલર્સઃ આ તિરાડોને પૂરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને લીસી સપાટી પુનઃસ્થાપિત કરે છે, જેનાથી વધુ ભેજનો પ્રવેશ રોકાય છે.
 
  • ઓવરલે પ્રયોગઃ પોપડા અને તિરાડોને આવરવા માટે કોંક્રિટનું પાતળું સ્તર ક્ષતિગ્રસ્ત ભાગ પર લગાવવામાં આવે છે, જે દેખાવ અને ટાકઉતા સુધારે છે.

 

2. ઊંચા સમારકામ:

 

  • રિઇન્ફોર્સમેન્ટ રિપ્લેસમેન્ટઃ કટાઇ ગયેલા સ્ટીલના રિઇન્ફોર્સમેન્ટ સળિયા (રિબાર) દૂર કરવામાં આવે છે અને માળખાકીય મજબૂતાઇ પુનઃસ્થાપિત કરવા માટે તેને સ્થાને નવા લગાવવામાં આવે છે.
 
  • ભાગ રિપ્લેસમેન્ટઃ ગંભીરપણે નુકસાન પામેલા ભાગો કાપવામાં આવે છે અને નવા કોંક્રિટ લગાવવામાં આવે છે, જેથી સ્થિરતા સુનિશ્ચિત થાય.

 

લાંબા ગાળાનાં પરિણામો માટે, વ્યાવસાયિક નિપુણતા આવશ્યક છે, ખાસ કરીને ઊંડા સમારકામ માટે. નિષ્ણાતો ઊખડી જવાનાં મૂળ કારણોનો ઉકેલ લાવી શકે છે અને સુનિશ્ચિત કરી શકે છે કે સમારકામ ટકાઉ અને અસરકારક હોય, જેનાથી વધુ નુકસાનથી તમારા માળખાને બચાવી શકાય.

 

 

કોંક્રિટમાં ઊખડવાની સમસ્યા રોકવાના ઉપાયો

તમારા માળખાની ટકાઉતા અને સુરક્ષા જાળવવા માટે કોંક્રિટને ઊખડતી રોકવી મહત્ત્વપૂર્ણ છે. તમે કરી શકો એવા કેટલાક મુખ્ય ઉપાયો અહીં આપવામાં આવ્યા છે:

 

1. ઉચ્ચ ગુણવત્તાના સિમેન્ટનો ઉપયોગ કરો:

તમારા ઘરનાં પાયાની મજબૂતાઇ ઉપયોગમાં લીધેલી સામગ્રી પર ઘણી આધાર રાખે છે. આને લીધે તમારે સિમેન્ટની ગુણવત્તા પર ક્યારેય સમાધાન કરવું ન જોઇએ. ઉચ્ચ-ગુણવત્તાના સિમેન્ટને પસંદ કરવાથી ટકાઉ કોંક્રિટ મિક્સ બનાવવામાં સહાય મળે છે, જે તિરાડો અને હાનિ સામે પ્રતિરોધી હોય છે. વધુ સારા જોડવાના ગુણધર્મોની સાથે પ્રિમિયમ સિમેન્ટ પર્યાવરણીય પડકારોનો સામનો કરી શકે છે અને ઊખડવાનું જોખમ ઘટે છે, જે તમારા પાયાને સુરક્ષિત અને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.

 

2. સપાટીઓને સીલ કરો:

ભેજ અને હાનિકારક રસાયણોની સામે સુરક્ષાત્મક આવરણ બનાવવા માટે કોંક્રિટની સપાટી પર જળ-પ્રતિરોધી કોટિંગ અને સિલન્ટ લગાવો. આ કોટિંગ કોંક્રિટમાં પાણીને પ્રવેશતું રોકવામાં સહાય કરે છે, જે જામવા-પિગળવાનાં ચક્ર અથવા ભારે વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ હોય છે.

 

3. યોગ્ય ઇન્સ્યુલેશન સુનિશ્ચિત કરો:

મજબૂત અને ટકાઉ કોંક્રિટ માળખું પ્રાપ્ત કરવા માટે અનુભવી કોન્ટ્રાક્ટર્સ સાથે કાર્ય કરવું મહત્ત્વપૂર્ણ છે. યોગ્ય મિશ્રણ, રેડવાની અને ક્યોરિંગ પદ્ધત્તિઓ કોંક્રિટને ઊખાડી નાખતી હવા ભરાઇ જવાની કે અયોગ્ય સેટિંગ જેવી સમસ્યાઓને રોકવા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. કુશળ કોન્ટ્રાક્ટર્સ વિભિન્ન સ્થિતિઓ અને સામગ્રીઓને કેવી રીતે સંભાળવી એ સમજે છે, જે શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરે છે.

 

4. નિયમિત જાળવણી હાથ ધરો:

તમારી કોંક્રિટની સપાટીઓની નિયમિત તપાસો ઊખડવાની અથવા અન્ય હાનિના શરૂઆત સંકેતો ઓળખવામાં સહાય કરી શકે છે. નાની તિરાડો, રંગ ઊડી જવો, અથવા સપાટીઓ ઊખડી જતી હોવાની તપાસ કરો. સમારકામ અથવા જાળવણી મારફતે આ સમસ્યાઓનો ત્વરીત ઉકેલ લાવવાથી તેમને કથળતા રોકી શકાય છે અને લાંબા ગાળે તમારા નાણાં બચી શકે છે.

 

આ નિવારક ઉપાયોનો અમલ કરીને તમે નોંધપાત્ર રીતે કોંક્રિટ ઊખડવાનું જોખમ ઘટાડી શકો છો અને તમારા માળખાની આવરદા વધારી શકો છો, જે તેમની લાંબા સમય સુધી સુરક્ષા અને સુંદરતા જાળવાઇ રહેવાનું સુનિશ્ચિત કરે છે.



તમે તમારું એક જ વખત બનાવો છો, તેથી લાંબા ગાળાની સમસ્યાઓને ટાળવા માટે કોંક્રિટ ઊખડવાની સમસ્યાનો ઉકેલ લાવવો મહત્ત્વપૂર્ણ છે. ઉચ્ચ ગુણવત્તાના સિમેન્ટના ઉપયોગ જેવા સક્રિય પગલાં ભરવાથી અને યોગ્ય બાંધકામ ટેકનિક સુનિશ્ચિત કરવાથી કોંક્રિટની સ્થિતિ કથળતી રોકી શકાય છે. ઊખડવાના શરૂઆતના સંકેતો વખતે સમસ્યાનો ઉકેલ લાવીને તમે ખર્ચાળ સમારકામોને ટાળી શકો છો અને માળખાની અખંડિતતા અને તમારા ઘરની ટકાઉતા જાળવી શકો છો.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. કોંક્રિટ ઊખડવાનાં કારણો કયા છે ?

ઊખડવાની સમસ્યા સામાન્ય રીતે ત્યારે સર્જાય છે જ્યારે કોંક્રિટમાં ભેજ પ્રવેશે છે, જે તેને પહોંળી કરે છે અને તિરાડો પડે છે. અન્ય સામાન્ય કારણોમાં રિઇન્ફોર્સમેન્ટ સળિયા કટાઇ જવા, જામવા-પિગળવાનાં ચક્રો, નબળી ગુણવત્તાના કોંક્રિટ અથવા માળખાં પર વધુ પડતું વજન મૂકવાનો સમાવેશ થાય છે.

 

2. શું કોંક્રિટ ઊખડવી જોખમી છે ?

હા, તે હોઇ શકે છે. ઊખડવાને લીધે માળખું નબળું પડે છે અને તે સુરક્ષા સામે જોખમી છે, ખાસ કરીને જો કોંક્રિટના ટુકડાઓ પડવાનું શરૂ થાય અથવા માળખું તેની મજબૂતાઇ ગુમાવે.

 

3. શું કોંક્રિટ ઊખડી જવી ગંભીર સમસ્યા છે ?

તે નિર્ભર કરે છે. ક્યારેક, તે માત્ર કોસ્મેટિક સમસ્યા હોય છે, પરંતુ ઘણી વખત ઊખડી જવું એ ઊંડી સમસ્યાઓનો સંકેત આપે છે. તેને અવગણવાથી પછીથી મોટા અને ખર્ચાળ સમારકામ આવી શકે છે.

 

4. ડિલેમિનેશન અને ઊખડી જવા વચ્ચેનો તફાવત શું છે ?

ડિલેમિનેશનનો અર્થ કોંક્રિટ સ્તરોની અંદર આંતરિક વિભાજન થાય છે, જ્યારે કોંક્રિટ ઊખડી જાય તેમાં સપાટી પર જોઇ શકાય એવા પોપડા કે પડ ખરી પડે છે.

 

5. ઊખડેલી કોંક્રિટનાં સમારકામમાં કેટલો ખર્ચ આવે છે ?

તેનો ખર્ચ અલગ અલગ હોઇ શકે છે. નાની સપાટીઓનાં સમારકામ માટે મોટો ખર્ચ આવી ન પણ શકે, પરંતુ જો નુકસાન ઊંડું હોય તો તમારે વધુ ખર્ચાળ ઉપાયો કરવા પડી શકે છે.

 

6. શું કોંક્રિટ ઊખડી જવી સામાન્ય સમસ્યા છે ?

હા, તે ઘણી સામાન્ય છે, ખાસ કરીને કઠોર હવામાન ધરાવતા સ્થળોમાં અથવા જ્યારે કોંક્રિટને યોગ્ય રીતે બનાવવામાં ન આવી હોય કે લગાવવામાં ન આવી હોય ત્યારે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....