સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


વિવિધ પ્રકારના સીમેન્ટ અંગે સમજણ કેળવો: તેનો ઉપયોગો અને ગ્રેડ્સ

આ બ્લોગ તમને વિવિધ પ્રકારના સીમેન્ટને સમજવા માટે સર્વગ્રાહી માર્ગદર્શન પૂરું પાડે છે. તે સીમેન્ટના દરેક પ્રકારના ઉપયોગો અને વિવિધ કામગીરીને પણ આવરી લેવા ઉપરાંત, બજારમાં ઉપલબ્ધ વિવિધ ગ્રેડના સીમેન્ટ પર વિહંગાવલોકન પણ પૂરું પાડે છે.

Share:


સીમેન્ટ એ વિશ્વભરમાં બાંધકામના પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાતી આવશ્યક બાંધકામ સામગ્રી છે. તે જોડનારું ઘટક છે, જેને કૉંક્રીટ બનાવવા માટે રેતી, કપચી અને પાણી સાથે મિક્સ કરવામાં આવે છે, જે વિવિધ સ્ટ્રક્ચરને મજબૂતાઈ અને ટકાઉપણું પૂરું પાડે છે. બજારમાં વિવિધ પ્રકારના સીમેન્ટ ઉપલબ્ધ હોય છે, જે પ્રત્યેક વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જે તેમને કોઈ ચોક્કસ કામગીરી માટે અનુકૂળ બનાવે છે. આ બ્લૉગમાં, આપણે 15 અલગ-અલગ પ્રકારના સીમેન્ટ અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરીશું.



સીમેન્ટના પ્રકારો

 

1) સામાન્ય પોર્ટલેન્ડ સીમેન્ટ

વિશ્વભરમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સીમેન્ટ છે. તે વૈવિધ્યસભર સીમેન્ટ છે, જેનો વિવિધ પ્રકારની કામગીરીમાં ઉપયોગ થઈ શકે છે, જેમાં સામાન્ય કન્સ્ટ્રક્શનથી માંડીને પ્રીકાસ્ટ કૉંક્રીટ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ઓપીસી તેની મજબૂતાઈ, ટકાઉપણા, અને કાર્યક્ષમતા માટે જાણીતો છે, જેના પગલે તે વિવિધ પ્રકારની કન્સ્ટ્રક્શન કામગીરી માટે અનુકૂળ રહે છે. તે મકાનો, પુલ, રોડ તથા અન્ય સ્ટ્રક્ચરના બાંધકામમાં સામાન્ય રીતે વપરાય છે. ઓપીસી બહુમુખી છે અને તેનો ઉપયોગ એગ્રીગેટ્સથી માંડીને વિવિધ પ્રકારના કૉંક્રીટ મિક્સ બનાવવા જેવી કામગીરીમાં અન્ય સામગ્રી સાથે ઉપયોગમાં પણ લઈ શકાય છે.

 

2) પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ

પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ (પીપીસી) એક પ્રકારનો હાઈડ્રોલિક સીમેન્ટ છે, જેને પોર્ટલેન્ડ સીમેન્ટની પોઝોલેનિક સામગ્રી, જેવી કે, ફ્લાય એશ અથવા સિલિકા ફ્યુમ સાથે ભેળવીને બનાવાય છે. પોઝોલેનિક સામગ્રીથી સીમેન્ટનું ટકાઉપણું અને કાર્યક્ષમતા વધે છે, જેના પગલે તે બાંધકામની વિવિધ પ્રકારની કામગીરીને અનુકૂળ બને છે. પીપીસીનો ઉપયોગ સામાન્ય રીતે ઘરના બાંધકામ તથા માસ કૉંક્રીટ સ્ટ્રક્ચર્સ જેવા કે, બંધ અને પુલ માટે થાય છે, જ્યાં ટકાઉપણું એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ હોય છે.

 

3) રેપિડ હાર્ડનિંગ સીમેન્ટ

રેપિડ હાર્ડનિંગ સીમેન્ટ એ એક પ્રકારનો હાઈડ્રોલિક સીમેન્ટ છે, જેને ખાસ તો, ઝડપથી મજબૂતાઈ હાંસલ કરવા બનાવાયો છે. ઝડપથી કૉંક્રીટ બેસાડવો જરૂરી હોય તેવી પરિસ્થિતિઓમાં રેપિડ હાર્ડનિંગ સીમેન્ટનો ઉપયોગ કરાય છે, જેવી કે ફૂટપાથનું બાંધકામ, પ્રીકાસ્ટ કૉંક્રીટ પ્રોડક્ટ્સ અને રીપેરિંગનું કામકાજ. ઓપીસીની તુલનામાં તે ઝડપથી વધારે મજબૂતાઈ પૂરી પાડે છે, જેથી સ્ટ્રક્ચરને ઝડપથી ઉપયોગમાં લઈ શકાય છે.

 

4) એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સીમેન્ટ

એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સીમેન્ટ એ રેપિડ-હાર્ડનિંગ સીમેન્ટના જેવા જ પ્રકારનો હાઈડ્રોલિક સીમેન્ટ છે, પરંતુ તે તેના કરતાં પણ ઝડપથી મજબૂતાઈ મેળવી લે છે. તેને કેલ્શિયમ ક્લોરાઈડના ઊંચા પ્રમાણવાળા પોર્ટલેન્ડ સીમેન્ટ ક્લિન્કરને ગ્રાઈન્ડ કરીને બનાવાય છે. આ સંયોજન સેટિંગ માટેનો સમયગાળો ઘટાડી દે છે અને સીમેન્ટ વહેલીતકે મજબૂતાઈ મેળવી લે છે. એક્સ્ટ્રા રેપિડ-હાર્ડનિંગ સીમેન્ટનો ઉપયોગ એવા સંજોગોમાં કરાય છે, જ્યાં અત્યંત ઝડપથી સ્ટ્રેન્થ જરૂરી બને છે, જેમ કે, ઠંડા વાતાવરણના સંજોગોમાં અથવા ઈમરજન્સી રીપેરિંગના કામોમાં. તેનો ઉપયોગ સામાન્ય રીતે એરપોર્ટનો રનવે બનાવવા, ઈન્ડસ્ટ્રીયલ ફ્લોર તથા પ્રીકાસ્ટ કૉંક્રીટ પ્રોડક્ટ્સમાં થાય છે.

 

5) ક્વિક સેટિંગ સીમેન્ટ

ક્વિક સેટિંગ સીમેન્ટ એવા પ્રકારનો સીમેન્ટ છે, જેની રચના ઝડપથી સેટ થઈને સકત થઈ જવા માટે કરાયેલી છે. તે નિશ્ચિત સમયમર્યાદામાં પૂરાં કરવાના હોય તેવા પ્રોજેક્ટ્સ જેમ કે, પાણીની પાઈપ, ગટરલાઈન તથા ટનલના રીપેરિંગ વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. તેની સામગ્રીનું મિશ્રણ સીમેન્ટને અત્યંત ઝડપથી સેટ કરે છે, જેનાથી તે થોડી મિનિટોમાં જ તેના પ્રારંભિક તબક્કામાં પહોંચી જાય છે, જે કૉંક્રીટ સેટ કરવા જેટલું જ ઝડપી હોય છે.

 

4) લો હીટ સીમેન્ટ

લો હીટ સીમેન્ટ એ હાઈડ્રોલિક સીમેન્ટનો જ એક પ્રકાર છે, જેને ખાસ હાઈડ્રેશન પ્રોસેસ દરમિયાન ઓછી ગરમી ઉત્પન્ન કરવા ડીઝાઈન કરાય છે. ટ્રાઈકેલ્શિયમ એલ્યુમિનેટની માત્રાને 6% ઘટાડીને તેને બનાવાય છે. આના પરિણામે સ્ટ્રેન્થ ધીરે-ધીરે વધે છે અને હાઈડ્રેશનની ગરમી ઘટે છે, જેના કારણે તે ગરમીને લીધે તિરાડો પડી શકે તેવા કૉંક્રીટના વિશાળ સ્ટ્રક્ચરમાં ઉપયોગ માટે આદર્શ છે. લો-હીટ સીમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે બંધ, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ અને લાર્જ-માસ કૉંક્રીટ સ્ટ્રક્ચર્સના નિર્માણમાં થાય છે.

 

7) સલ્ફેટ રેઝિસ્ટિંગ સીમેન્ટ

સલ્ફેટ રેઝિસ્ટિંગ સીમેન્ટ એ એક પ્રકારનો હાઈડ્રોલિક સીમેન્ટ છે, જેની રચના માટી અને ભૂગર્ભજળમાં રહેલા સલ્ફેટ સોલ્ટની નુકસાનકારક અસરોના પ્રતિરોધક તરીકે કરાઈ છે. સલ્ફેટ-રેઝિસ્ટન્ટ સીમેન્ટનો સામાન્ય રીતે એવા સ્થળે પ્રોજેક્ટના બાંધકામમાં ઉપયોગ કરાય છે, જેની માટી અથવા ભૂગર્ભજળમાં સલ્ફેટ અતિશય માત્રામાં હોય છે, જેમ કે, દરિયાકિનારાના વિસ્તારો, ખાણો તથા કેનાલની લાઈનિંગ, રીટેઈનિંગ વૉલ વગેરે.



8) બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સીમેન્ટ

બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સીમેન્ટ, જેને સ્લેગ સીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનો હાઈડ્રોલિક સીમેન્ટ છે, જેનું નિર્માણ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગની સાથે પોર્ટલેન્ડ સીમેન્ટ ક્લિન્કરનું મિશ્રણ કરીને કરવામાં આવે છે. આ સ્લેગ લોખંડ-બનાવવાની પ્રક્રિયાની આડપેદાશ છે અને તેને પીસીને બારીક પાઉડર બનાવવામાં આવે છે, જેને ત્યારબાદ પોર્ટલેન્ડ સીમેન્ટ સાથે મિક્સ કરવામાં આવે છે. આ સંયોજનના પરિણામે એવો સીમેન્ટ બને છે, જે હાઈડ્રેશનની ગરમીને ઘટાડે છે, વધુ સારી કાર્યક્ષમતા આપે છે અને ટકાઉપણું સુધારે છે. બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સીમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે માસ કૉંક્રીટ પ્રોજેક્ટ્સ, જેવા કે બંધ અને પુલ ઉપરાંત બહુમાળી બિલ્ડીંગ અને ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરના બાંધકામમાં કરવામાં આવે છે.

 

9) હાઈ એલ્યુમિના સીમેન્ટ

હાઈ એલ્યુમિના સીમેન્ટ એ બોક્સાઈટ અને ચૂનાને એકસાથે પીગાળી અને પીસીને બનાવવામાં આવતો હાઈડ્રોલિક સીમેન્ટ છે. આના પરિણામસ્વરૂપ સીમેન્ટ એ મજબૂતાઈ અને ટકાઉપણાનું સર્વોત્તમ સ્તર પ્રદાન કરે છે. હાઈ એલ્યુમિના સીમેન્ટનો સામાન્ય રીતે રીફ્રેક્ટરી કૉંક્રીટના નિર્માણમાં ઉપયોગ થાય છે, જે ઊંચા તાપમાન અને વિપરીત રાસાયણિક વાતાવરણમાં પણ ટકી શકે છે. તેનો ઉપયોગ કેમિકલ પ્લાન્ટ્સ, ફર્નેસ તથા ભઠ્ઠીઓના બાંધકામમાં પણ કરાય છે, જ્યાં ઊંચા તાપમાન તથા કાટ લગાડતા રસાયણો સામે તેની પ્રતિરોધકતા તેને ઉત્તમ પસંદગી બનાવે છે.

 

10) વ્હાઇટ સીમેન્ટ

વ્હાઇટ સીમેન્ટ તેનું નામ સૂચવે છે તેમ ઊંચા પ્રમાણમાં સફેદી ધરાવે છે. વ્હાઇટ સીમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે સુશોભનાત્મક પ્રક્રિયાઓ, જેવી કે આર્કિટેક્ચરલ એલિમેન્ટ, પ્રીકાસ્ટ કૉંક્રીટ પ્રોડક્ટ્સ અને ટેરાઝો ફ્લોરિંગ માટે કરાય છે. તેનો ઉપયોગ વિવિધ રેન્જના કલર્ડ કૉંક્રીટ ફિનિશિસના ઉત્પાદન માટે પિગમેન્ટ્સના સંયોજનમાં પણ કરાય છે.

 

11) રંગીન સીમેન્ટ

રંગીન સીમેન્ટ કે જેને પિગ્મેન્ટ સીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પિગમેન્ટ્સ (5થી 10% પિગમેન્ટ્સ) સાથે મિક્સ કરવામાં આવતો હાઈડ્રોલિક સીમેન્ટનો એક પ્રકાર છે જેનાથી વિવિધ રંગો હાંસલ કરી શકાય છે. આ પિગમેન્ટ્સનો રંગીન સીમેન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે, જે સિન્થેટિક અથવા કુદરતી હોઈ શકે છે અને વિવિધ પ્રકારના શેડ્સમાં ઉપલબ્ધ હોય છે. રંગીન સીમેન્ટનો મુખ્યત્વે સુશોભનના હેતુસર ઉપયોગ કરાય છે, જેમ કે, કૉંક્રીટ કાઉન્ટરટોપ્સના બાંધકામ, ફ્લોરિંગ અને પેવિંગ. રંગીન સીમેન્ટનો ઉપયોગ કોઈ પ્રોજેક્ટનું સુશોભન મૂલ્ય વધારી શકે છે અને તેને અનોખો દેખાવ આપી શકે છે.

 

12) એર એન્ટરિંગ સીમેન્ટ

એર એન્ટરિંગ સીમેન્ટ એ હાઈડ્રોલિક સીમેન્ટ છે, જેમાં એર એન્ટરિંગ એજન્ટ, જેમ કે, રેઝિન્સ, ગ્લુ (ગુંદર) અને સોડિયમ સોલ્ટ હોય છે, જેનાથી માઈક્રોસ્કોપિગ એર બબલ્સનું કૉંક્રીટ મિક્સમાં નિર્માણ થાય છે. એર-એન્ટરિંગ સીમેન્ટ માટે ઓછી માત્રામાં પાણીની જરૂર પડે છે, જેથી સામાન્ય પોર્ટલેન્ડ સીમેન્ટ તથા અન્ય પ્રકારના સીમેન્ટની તુલનામાં ચોક્કસ સાતત્યતા હાંસલ કરી શકાય છે. તેનો સામાન્ય રીતે ભેજ પ્રતિરોધકતા ધરાવનારા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ જેમ કે, કૉંક્રીટના ફૂટપાથ, પુલ અને ઠંડા વાતારવણમાં આવેલા બિલ્ડીંગના નિર્માણ માટે ઉપયોગ કરાય છે.

 

13) એક્સપાન્સિવ સીમેન્ટ

એક્સપાન્સિવ સીમેન્ટ એ એક પ્રકારનો હાઈડ્રોલિક સીમેન્ટ છે, જેની ડીઝાઈન સેટ થયાં બાદ સહેજ વિસ્તરવા માટે કરાયેલી છે. એક્સપાન્સિવ સીમેન્ટનો સામાન્ય રીતે ટાઈટ ફિટ જરૂરી હોય તેવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં ઉપયોગ કરાય છે, જેમ કે, પ્રીકાસ્ટ કૉંક્રીટ યુનિટ્સ અને બ્રિજના બેરિંગ્સ. તેનો સામાન્ય રીતે ગ્રાઉટિંગ અને શોટક્રિએટ કામગીરી માટે પણ ઉપયોગ કરાય છે, જ્યાં વિસ્તરણથી ખાલી જગ્યા અને ગેપ પૂરવામાં મદદ મળે છે. એક્સપાન્સિવ સીમેન્ટનો તાપમાનમાં થતાં ફેરફારો અથવા સૂકવવાને કારણે કૉંક્રીટમાં થતાં સંકોચનની ભરપાઈ કરવા માટે પણ ઉપયોગ કરાય છે.

 

14) હાઈડ્રોગ્રાફિક સીમેન્ટ

હાઈડ્રોગ્રાફિક સીમેન્ટ એ પોર્ટલેન્ડ સીમેન્ટનો એક ખાસ પ્રકાર છે, જેની ડીઝાઈન પાણીની અંદર સેટ અને હાર્ડન માટે કરાય છે. પોર્ટલેન્ડ સીમેન્ટ ક્લિંકરનું સ્પેશિયલ એડિટિવ્સ સાથે મિશ્રણ કરીને નિર્માણ કરાય છે, જે તેને સૂકાવામાં અને પાણીની મોજૂદગીમાં પણ સેટ થવામાં મદદરૂપ થાય છે. હાઈડ્રોગ્રાફિક સીમેન્ટનો સામાન્ય રીતે મરિન અને પાણીની અંદરના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, બંધ, પુલ અને ભૂગર્ભ ટનલનું નિર્માણ કરવું. તેનો સ્વીમિંગ પૂલ, પાણીનો સંગ્રહ કરવાની ટાંકીઓ અને ગટરના પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાંધકામ માટે પણ ઉપયોગ કરાય છે.

 

15) પોર્ટલેન્ડ લાઈમસ્ટોન સીમેન્ટ

પોર્ટલેન્ડ લાઈમસ્ટોન સીમેન્ટ (પીએલસી) એ એવા પ્રકારનો બ્લેન્ડેડ સીમેન્ટ છે, જેનું નિર્માણ પોર્ટલેન્ડ સીમેન્ટ ક્લિન્કર અને 5થી 15% ચૂનાના ઈન્ટર-ગ્રાઈન્ડિંગ દ્વારા કરાય છે. પીએલસીના ગુણધર્મ ઓપીસી જેવા જ હોય છે, પરંતુ તે સામાન્ય રીતે નીચી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે અને હાઈડ્રેશન પ્રક્રિયા દરમિયાન ઓછી ગરમી ધરાવે છે. પીએલસી એ એવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે, જ્યાં સાતત્યતા હોવી જરૂરી હોય છે, જેમ કે, ગ્રીન બિલ્ડીંગ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર. તે ફૂટપાથ, ફાઉન્ડેશન અને પ્રીકાસ્ટ યુનિટ જેવી સામાન્ય-ઉદ્દેશની કૉંક્રીટ કામગીરીમાં પણ ઉપયોગ માટે અનુકૂળ છે.

 

વિવિધ ગ્રેડ્સના સીમેન્ટ



વિવિધ પ્રકારના સીમેન્ટ ઉપરાંત, બજારમાં વિવિધ ગ્રેડ્સના સીમેન્ટ પણ ઉપલબ્ધ રહે છે. ભારતમાં મોટાભાગે 33, 43 અને 53-ગ્રેડના સીમેન્ટ ઉપલબ્ધ રહે છે. આ ગ્રેડ્સનો સંદર્ભ 28 દિવસ ક્યુરિંગ બાદ સીમેન્ટની સર્વગ્રાહી તાકાતનો છે.

 

1) 33 ગ્રેડનો સીમેન્ટ

33 ગ્રેડના સીમેન્ટનો સામાન્ય બાંધકામ તથા પ્લાસ્ટરિંગ માટે ઉપયોગ કરાય છે. તેની સર્વગ્રાહી તાકાત 28 દિવસના ક્યુરિંગ બાદ 33 N/mm² જેટલી છે. આ પ્રકારનો સીમેન્ટ એવા બાંધકામના પ્રોજેક્ટ્સ માટે અનુકૂળ રહે છે, જ્યાં વધારે મજબૂતાઈની જરૂરિયાત મહત્વપૂર્ણ નથી હોતી. તે M20 ઉપરના કૉંક્રીટ મિક્સ માટે અનુકૂળ નથી.

 

2) 43 ગ્રેડનો સીમેન્ટ

43 ગ્રેડનો સીમેન્ટ ભારતમાં સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. તેની સર્વગ્રાહી ક્ષમતા 28 દિવસના ક્યુરિંગ પછી 43 N/mm² જેટલી છે. જ્યાં સાધારણથી ઉચ્ચ તાકાતની જરૂરિયાત રહેતી હોય તેવા બાંધકામના પ્રોજેક્ટ્સ માટે તે અનુકૂળ છે, જેમ કે સાદો કૉંક્રીટ અથવા પ્લાસ્ટરનું કામકાજ. તેનો ટાઈલ્સ, બ્લોક્સ, પાઈપ વગેરે જેવી ચીજોના પ્રીકાસ્ટ બનાવવા પણ ઉપયોગ કરાય છે. તેની સર્વગ્રાહી તાકાત 33-ગ્રેડના સીમેન્ટ કરતાં વધારે હોય છે અને મધ્યમ-સ્તરના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માટે તે અનુકૂળ છે. તે M30 સુધી કૉંક્રીટ મિક્સ માટે અનુકૂળ હોય છે.

 

3) 53 ગ્રેડનો સીમેન્ટ

53 ગ્રેડનો સીમેન્ટ એ ભારતમાં ઉપલબ્ધ સર્વોચ્ચ ગ્રેડનો સીમેન્ટ છે. તે 28 દિવસના ક્યુરિંગ બાદ 53 N/mm² જેટલી સર્વગ્રાહી ક્ષમતા ધરાવે છે. જ્યાં વધારે મજબૂતાઈની જરૂરિયાત રહેતી હોય તેવા બાંધકામના પ્રોજેક્ટ્સ માટે તે અનુકૂળ છે, જેમ કે બહુમાળી બિલ્ડીંગ, બંધ અને હેવી-ડ્યૂટી ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરનું નિર્માણ. તેની સર્વગ્રાહી તાકાત 33 અને 43-ગ્રેડના સીમેન્ટ કરતાં વધારે હોય છે અને મધ્યમ-સ્તરના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માટે તે અનુકૂળ છે. તે M25થી ઉપરના કૉંક્રીટ મિક્સ માટે અનુકૂળ હોય છે.

 

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, સીમેન્ટના ઊંચા ગ્રેડ હાઈડ્રેશનની ઊંચી ગરમી ધરાવતા હોય છે, જેના પરિણામે યોગ્ય રીતે સંચાલન ન કરાવા પર તિરાડો પડવા લાગે છે. આ કારણથી જે-તે ઈચ્છનીય કામગીરી માટે યોગ્ય ગ્રેડના સીમેન્ટનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે અને તેટલી જ મહત્વની બાબત ઉપયોગ તથા ક્યુરિંગ માટે ઉત્પાદકની સૂચનાઓને અનુસરવાની છે.





કોઈ પણ બાંધકામના પ્રોજેક્ટની સફળતા માટે યોગ્ય પ્રકારના સીમેન્ટની પસંદગી કરવી આવશ્યક છે. દરેક પ્રકારના સીમેન્ટ અનોખી લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે, જે તેને ચોક્કસ ઉપયોગો માટે અનુકૂળ બનાવે છે. વિવિધ પ્રકારના સીમેન્ટ તથા તેના ઉપયોગોને સમજીને, તમે તમારા આગામી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે કયા પ્રકારના સીમેન્ટનો ઉપયોગ કરો છો તેના વિશે સૂચિત નિર્ણય લઈ શકો છો.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....