વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



સીમેન્ટ અને કૉંક્રીટને સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમય અંગેની સમજણ

કૉંક્રીટ અને સીમેન્ટને સેટ થવાની પ્રક્રિયાના મહત્વના તબક્કાઓઃ સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમય અંગે જાણકારી મેળવો. બાંધકામના પ્રોજેક્ટમાં યોગ્ય મજબૂતાઈ, ટકાઉપણા અને ગુણવત્તા હાંસલ કરવામાં તેમના મહત્વને સમજો.

Share:


મુખ્ય વિગતો

 

  • ગુણવત્તા, કાર્યક્ષમ આયોજન અને માળખાંની અખંડિતતાની ખાતરી કરવા માટે સેટિંગમાં લાગતો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

     

  • જ્યારે સીમેન્ટમાં પાણીને ઉમેરવામાં આવે છે ત્યારે પેસ્ટ સખત બને છે પરંતુ તે ઉપયોગમાં લેવાને લાયક જળવાઈ રહે છે.

     

  • જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે પેસ્ટ સંપૂર્ણપણે ઘટ્ટ થઈ જાય છે અને તે ઓછામાં ઓછો ભાર સહન કરી શકે છે.

     

  • કૉંક્રીટ સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમયને પ્રભાવિત કરનારા મુખ્ય પરિબળોમાં પાણી/સીમેન્ટના ગુણોત્તર, એડમિક્સચર્સ અને તાપમાનનો સમાવેશ થાય છે.

     

  • મટીરિયલ બાંધકામની આવશ્યક મજબૂતાઈ અને ટકાઉપણાના ધોરણોને પૂરાં કરે તેની ખાતરી કરવા માટે વાઇકેટ એપેરેટસ ટેસ્ટ સીમેન્ટના સેટ થવાના પ્રારંભિક અને અંતિમ સમયને માપે છે.



કૉંક્રીટ અને સીમેન્ટ બાંધકામના મૂળભૂત મટીરિયલો છે, જે બિલ્ડિંગ, પુલ અને અન્ય આંતરમાળખાંની માળખાકીય અખંડિતતા અને ટકાઉપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીમેન્ટના સેટ થવાનો અંતિમ અને પ્રારંભિક સમય એ ખાસ કરીને તેના કાર્યદેખાવ અને ઉપયોગિતાને નિર્ધારિત કરવામાં નોંધપાત્ર ગણાય છે. આ શબ્દો સીમેન્ટની પેસ્ટ, કૉંક્રીટ કે મોર્ટાર સખત થવાની પ્રક્રિયામાં ચોક્કસ તબક્કાઓને સંદર્ભિત કરે છે અને બાંધકામના પ્રોજેક્ટમાં ગુણવત્તાની ખાતરી કરવા માટે તેને સમજવા ખૂબ જ આવશ્યક છે.

 

 


કૉંક્રીટ અને સીમેન્ટને સેટ થવામાં લાગતો સમય એટલે શું?



સેટિંગમાં લાગતો સમય એટલે કૉંક્રીટ કે સીમેન્ટને પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થવામાં લાગતો સમય. આ પ્રક્રિયામાં હાઇડ્રેશનનો સમાવેશ થાય છે, જે સીમેન્ટ અને પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રતિક્રિયા છે. હાઇડ્રેશન દરમિયાન સીમેન્ટ કેલ્શિયમ સિલિકેટ હાઇડ્રેટ (C-S-H) અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા ઘટકોની રચના કરવા માટે પાણીની સાથે પ્રતિક્રિયા કરે છે, જે મટીરિયલને મજબૂતાઈ અને સ્થિરતા આપે છે.

 

1. સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય

સીમેન્ટનો પ્રારંભિક સેટિંગ સમય એટલે જ્યાં સુધી સીમેન્ટ તેની પ્લાસ્ટિસિટી ગુમાવે નહીં ત્યાં સુધી સીમેન્ટમાં પાણી ઉમેરવામાં આવે છે. આ તબક્કા દરમિયાન મિશ્રણ સખત થાય છે પરંતુ તે કામ કરવાને લાયક રહે છે. આ સમય ઘણાં બધાં કારણોસર મહત્વપૂર્ણ છેઃ

 

  • કાર્યક્ષમતાઃ તે કાર્યક્ષમતા ગુમાવ્યાં વગર કૉંક્રીટને મિક્સ કરવા, તેનું પરિવહન કરવા અને તેને ગોઠવવામાં લાગતા સમયને વ્યાખ્યાયિત કરે છે, જે મોટા પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.

 

  • સપાટીની ફિનિશઃ સેટ થવામાં લાગતા પ્રારંભિક લાંબા સમય દરમિયાન તમે કૉંક્રીટની સપાટીને વધુ મુલાયમ બનાવી શકો છો અને તેનું સારી રીતે લેવલિંગ કરી શકો છો.

 

  • ફેરફારો અને સમારકામઃ સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય પૂરો થઈ જાય તે પહેલાં જરૂરી ફેરફારો અને સમારકામ કરી લેવા જોઇએ.

 

2. સેટ થવામાં લાગતો અંતિમ સમય

જ્યાં સુધી સીમેન્ટની પેસ્ટ સંપૂર્ણપણે ઘટ્ટ ના થઈ જાય અને કોઈ પણ પ્રકારની વિરુપતા વગર તે ઓછામાં ઓછું ભારવહન કરવા માટે સક્ષમ ના બની જાય ત્યાં સુધી તેમાં પાણી ઉમેરવું એ સીમેન્ટનો સેટ થવાનો અંતિમ સમય છે. તે આ કારણોસર મહત્વપૂર્ણ છેઃ

 

  • ફૉર્મવર્કને કાઢવું: ફૉર્મવર્ક કે મોલ્ડને ક્યારે સલામતીપૂર્વક કાઢી શકાય તે નિર્ધારિત કરવામાં તે મદદરૂપ થાય છે.

 

  • બાંધકામનું શિડ્યૂલ તૈયાર કરવું: કૉંક્રીટના સેટ થવાના અંતિમ સમયને જાણવાથી બાંધકામની ત્યારપછીની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મદદ મળી રહે છે.

 

  • પ્રારંભિક મજબૂતાઈનો વિકાસઃ તે સૂચવે છે કે ધાતુ ક્યારે મજબૂતાઈ હાંસલ કરવાનું શરૂ કરશે, જે ભારવહન કરનારા માળખાંઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સેટ થવામાં લાગતા સમયને જાણવો શા માટે જરૂરી છે?



સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક સમય અને અંતિમ સમયને જાણવો એ બાંધકામના પ્રોજેક્ટની ગુણવત્તા અને ટકાઉપણાની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ સમયનું અસરકારક રીતે આયોજન કરવાથી માળખાની અખંડિતતા અને કાર્યક્ષમતા વધે છે. સચોટ સમય બાંધકામની પ્રવૃત્તિઓનું શિડ્યૂલ નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે, તેને પૂરાં થવામાં લાગતો સમય ઘટાડે છે અને સંસાધનોની બચત કરે છે. યોગ્ય સમય માળખાંની લાંબાગાળાની મજબૂતાઈને પણ સુધારે છે તથા તિરાડો અને ઇમારત ધરાશાયી થવાના જોખમને ઘટાડે છે.

 

 

કૉંક્રીટને સેટ થવામાં લાગતા સમયને પ્રભાવિત કરનારા પરિબળો

કેટલાક પરિબળો સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમયને પ્રભાવિત કરે છેઃ

 

1. પાણી/સીમેન્ટનો ગુણોત્તર

પાણી-સીમેન્ટનો ગુણોત્તર કૉંક્રીટ અને સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમયમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો પાણી વધારે હોય તો સેટ થવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે, જ્યારે ઓછું પાણી હોય તો તે ઝડપથી સેટ થઈ જાય છે. યોગ્ય કાર્યદેખાવ માટે યોગ્ય ગુણોત્તર હાંસલ કરવો જરૂરી છે.

 

2. એડમિક્સચર્સ

રીટાર્ડર્સ અને એસ્કેલેટર્સ જેવા એડમિક્સચર્સ સેટ થવામાં લાગતા સમયમાં ફેરફાર કરે છે. રીટાર્ડર્સ સેટ થવાના સમયગાળાને લંબાવે છે, જ્યારે એસ્કેલેટર્સ તેને ટૂંકાવે છે, જે કાર્યક્ષમતા અને ક્યુરિંગને પ્રભાવિત કરે છે.

 

3. તાપમાન

આસપાસનું તાપમાન સેટ થવામાં લાગતા સમયને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. ઊંચું તાપમાન હાઇડ્રેશનને ઝડપી બનાવે છે, કૉંક્રીટને સેટ થવામાં લાગતા અંતિમ સમયને ટૂંકાવે છે, જ્યારે ઠંડુ તાપમાન હાઇડ્રેશનને ધીમું પાડે છે, જેના લીધે તે લંબાઈ જાય છે. તાપમાનનું યોગ્ય રીતે કરવામાં આવતું મેનેજમેન્ટ આદર્શ ક્યુરિંગ માટે મહત્વપૂર્ણ છે.

 

 

સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમયનું પરીક્ષણઃ વાઇકેટ એપેરેટસ ટેસ્ટ



વાઇકેટ એપેરેટસ ટેસ્ટ એ કૉંક્રીટ અને સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક સમય અને અંતિમ સમયને માપવા માટે ઉપયોગમાં લેવાતી સર્વસામાન્ય પદ્ધતિ છે. આ ટેસ્ટમાં એક વિશેષ ઉપકરણનો ઉપયોગ થાય છે, જેમાં તેના છેડે સોય ધરાવતો એક ઊભો સળિયો હોય છે. આ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે, તેની માહિતી અહીં આપવામાં આવી છેઃ

 

1. સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય

પ્રક્રિયાઃ વાઇકેટ નીડલને તૈયાર કરવામાં આવેલા સીમેન્ટના પેસ્ટમાં નીચે ઉતારવામાં આવે છે અને મોલ્ડમાં મૂકવામાં આવે છે.

 

માપઃ આ ટેસ્ટમાં મોલ્ડના તળિયેથી સોયને 5 મિમી સુધી અંદર ઘૂસવામાં લાગતા સમયને માપવામાં આવે છે. જો આ સોય ઝડપથી અંદર ઘૂસી જાય તો સીમેન્ટ હજુ પણ સેટ થવાના પ્રારંભિક તબક્કામાં છે અને તે હજુ સુધી નોંધપાત્ર રીતે સખત થવાનો શરૂ થયો નથી.

 

2. સેટ થવામાં લાગતો અંતિમ સમય

પ્રક્રિયાઃ સીમેન્ટ સેટ થઈ રહ્યો હોય છે ત્યારે સોયને ફરીથી પેસ્ટની અંદર ઉતારવામાં આવે છે.

 

માપઃ કૉંક્રીટ સેટ થવામાં લાગતા અંતિમ સમય માટે સોય પેસ્ટની અંદર ઊંડે સુધી ઘૂસવી જોઇએ નહીં, તે સપાટી પર થોડી જ છાપ છોડવી જોઇએ. તે સૂચવે છે કે સીમેન્ટ નોંધપાત્ર રીતે સખત થઈ ગયો છે અને કોઈ નોંધપાત્ર વિરુપતા વગર ઓછામાં ઓછું ભારવહન કરવા માટે સપોર્ટ પૂરો પાડી શકે તેમ છે.

 

વાઇકેટ એપેરેટસ એ વાતની ખરાઈ કરે છે કે સીમેન્ટના સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ એમ બંને સમય આવશ્યક ધોરણોને પૂરાં કરે છે, જે બાંધકામના પ્રોજેક્ટના અસરકારક આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


વિવિધ પ્રકારના સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમય માટેની સ્ટાન્ડર્ડ માર્ગદર્શિકા

 

અહીં વિવિધ પ્રકારના સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમય માટેની સ્ટાન્ડર્ડ માર્ગદર્શિકા આપવામાં આવી છેઃ

 

સીમેન્ટનો પ્રકારઃ

સેટિંગમાં લાગતો પ્રારંભિક સમય (મિનિટ)

સેટિંગમાં લાગતો અંતિમ સમય (મિનિટ)

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ 33

30

600

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ 43

30

600

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ 53

30

600

પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ

30

600

પોર્ટલેન્ડ સ્લેગ સીમેન્ટ

30

600

ઝડપથી સખત થઈ જતો સીમેન્ટ

30

600

સલ્ફેટને પ્રતિરોધ આપનાર સીમેન્ટ

30

600

હાઈ એલ્યુમિના સીમેન્ટ

30

600

મેસનરી સીમેન્ટ

90

1140

લૉ હીટ સીમેન્ટ

60

600

સુપર સલ્ફેટ સીમેન્ટ

30

600



કૉંક્રીટ અને સીમેન્ટને સેટ થવામાં લાગતા પ્રારંભિક અને અંતિમ સમયને સમજવો એ તમારા બાંધકામના પ્રોજેક્ટની મજબૂતાઈ, ટકાઉપણા અને એકંદર ગુણવત્તાની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહત્વના કૉન્સેપ્ટ્સને સમજીને તમે તમારા કામમાં લાગતા સમયને વધુ સારી રીતે મેનેજ કરી શકો છો, સામાન્ય રીતે થતી ભૂલોને ટાળી શકો છો તથા નક્કર, લાંબા સમય સુધી ટકનારા માળખાંને હાંસલ કરી શકો છો.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. સીમેન્ટને સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય કેટલો હોય છે?

સીમેન્ટ સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય સામાન્ય રીતે 30થી 60 મિનિટની વચ્ચે હોય છે. આ સમય સીમેન્ટના ચોક્કસ પ્રકાર (જેમ કે, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ, ઝડપથી સખત થઈ જતો સીમેન્ટ) તથા તાપમાન અને ભેજ જેવી પર્યાવરણની પરિસ્થિતિ પર આધાર રાખીને અલગ-અલગ હોય છે.

 

2. લૉ-હીટ સીમેન્ટને સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય કેટલો હોય છે?

લૉ-હીટ સીમેન્ટનો સેટ થવાનો પ્રારંભિક સમય સામાન્ય રીતે 60 મિનિટ હોય છે, જેની રચના તે ઓછામાં ઓછી ગરમી પેદા કરે અને થર્મલ તિરાડોને ઘટાડવા માટે થઈ છે.

 

3. આરએમસી કૉંક્રીટને સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય કેટલો હોય છે?

મિશ્રણની ડીઝાઇન, સીમેન્ટના પ્રકાર, એડમિક્સચર્સ અને તાપમાન જેવા પરિબળો પર આધાર રાખીને રેડી-મિક્સ કૉંક્રીટ (આરએમસી)ને સેટ થવામાં લાગતો પ્રારંભિક સમય સામાન્ય રીતે 30-60 મિનિટ હોય છે. કાર્યક્ષમ ગોઠવણ અને કાર્યક્ષમતા માટે તેને અનુકૂળ બનાવવામાં આવે છે.

 

4. સીમેન્ટ સેટ થવામાં સરેરાશ કેટલો સમય લાગે છે?

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ (ઓપીસી) તરીકે પણ ઓળખાતા સામાન્ય સીમેન્ટને સેટ થવામાં ઓછામાં ઓછાં 45 મિનિટનો પ્રારંભિક સમય લાગે છે અને આ સીમેન્ટને સેટ થવાનો અંતિમ સમય 375 મિનિટ છે. તે ફૉર્મવર્કને હેન્ડલ કરતાં કે તેને દૂર કરતા પહેલાં કાર્યક્ષમતા અને યોગ્ય ક્યુરિંગની ખાતરી કરે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....