વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાંધકામ માટે સર્વેમાં લેવલિંગ અંગેની સમજણ

Share:



બાંધકામના પ્રોજેક્ટની સચોટતા માટે સર્વેમાં લેવલિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, તે એ વાતની ખાતરી કરે છે કે, બિલ્ડિંગ માટે જમીન સમતળ હોય અને તેને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલી હોય, જે ભવિષ્યમાં સંભવિત સમસ્યાઓને ટાળવામાં મદદરૂપ થાય છે. અલગ-અલગ પ્રકારનું લેવલિંગ બાંધકામની સાઇટ પર ઊંચાઈના સચોટ તફાવતને નિર્ધારિત કરવામાં અલગ-અલગ હેતુઓને પાર પાડે છે.

 

 


લેવલિંગ કરવું એ સર્વેની એક મહત્વની પ્રક્રિયા છે, જે જમીનની ઊંચાઈને નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે. બાંધકામમાં તે એ વાતની ખાતરી કરે છે કે જમીન બિલ્ડિંગ બનાવવા માટે સમતળ અને સ્થિર છે. મજબૂત ફાઉન્ડેશન બનાવવા તથા અસમતળ ફ્લોર કે માળખાકીય સમસ્યાઓ જેવી સમસ્યાઓને અટકાવવા માટે આ પ્રક્રિયા ખૂબ જ આવશ્યક છે. આ બ્લૉગમાં સર્વેમાં લેવલિંગ એટલે શું, તેમાં ઉપયોગમાં લેવાતા સાધનો તથા બાંધકામના પ્રોજેક્ટ માટે સચોટ અને ભરોસેમંદ પરિણામોની ખાતરી કરવામાં સામેલ સ્ટેપ્સ જેવા મૂળભૂત કૉન્સેપ્ટને સમાવી લેવામાં આવ્યાં છે.

 

 

સર્વેમાં લેવલિંગનું મહત્વ શું છે?

બાંધકામનો પ્રોજેક્ટ સ્થિર અને સમતળ ફાઉન્ડેશન પર બન્યો હોય, તેની ખાતરી કરવા માટે સર્વેમાં લેવલિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સચોટ લેવલિંગ અસમતળ ફ્લોર, ખરાબ ડ્રેનેજ તથા અયોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલી સાઇટને કારણે ઉદ્ભવતી માળખાકીય સમસ્યાઓ જેવી સમસ્યાઓને ટાળવામાં મદદરૂપ થાય છે. સાતત્યપૂર્ણ ઊંચાઈને સ્થાપિત કરીને લેવલિંગ એ વાતની ખાતરી કરે છે કે, બાંધકામની સાઇટના તમામ હિસ્સાઓ યોગ્ય રીતે સંરેખિત થયેલા હોય, જે માળખાંની અખંડિતતા અને લાંબી આવરદા માટે ખૂબ જ આવશ્યક છે.

 

 

લેવલિંગના પ્રકારો કયા છે?

સર્વેમાં ઘણાં બધાં પ્રકારના લેવલિંગનો ઉપયોગ થતો હોય છે, જે પ્રત્યેક અલગ-અલગ હેતુ માટે અનુકૂળ હોય છેઃ

 

1. ડાયરેક્ટ લેવલિંગ



ડાયરેક્ટ લેવલિંગમાં બે બિંદુઓની વચ્ચે ઊંચાઈના તફાવતને માપવા માટે લેવલિંગ ઇન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ થાય છે, જેમ કે, સ્પિરિટ લેવલ કે થીયોડોલાઇટ. આ ઇન્સ્ટ્રૂમેન્ટને એક ટ્રાઇપોડ પર લગાવવામાં આવે છે અને વિવિધ જગ્યાઓએ ક્રમબદ્ધ રીતે તૈનાત કરવામાં આવેલા સ્ટાફ દ્વારા રીડિંગ લેવામાં આવે છે. આ પદ્ધતિ ઊંચાઈનું સચોટ માપ પૂરું પાડે છે અને સમતળ આધારની સ્થાપના કરવા માટે બાંધકામમાં તેને સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

 

2. ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ

ટ્રિગોનોમેટ્રિક લેવલિંગમાં ઊંચાઈના તફાવતને નિર્ધારિત કરવા માટે એન્ગ્યુલર મેઝરમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને અંતરની ગણતરી કરવામાં આવે છે. જાણમાં હોય તેવા સંદર્ભ બિંદુએથી કોણને માપીને અને અંતરની ગણતરી કરીને સર્વેયરો અલગ-અલગ બિંદુએથી ઊંચાઈને નિર્ધારિત કરી શકે છે. આ પદ્ધતિ મોટા પાયે સર્વે હાથ ધરવા માટે ઉપયોગી છે, જેમાં ડાયરેક્ટ મેઝરમેન્ટ લેવું વ્યવહારુ નથી.

 

3. બેરોમેટ્રિક લેવલિંગ



બેરોમેટ્રિક લેવલિંગ ઊંચાઈના તફાવતનો અંદાજ કાઢવા માટે વાતાવરણીય દબાણને માપવા પર નિર્ભર છે. અલગ-અલગ સ્થળોએ રહેલા હવાના દબાણની સરખામણી કરીને સર્વેયરો ઊંચાઈનો તફાવત કાઢી શકે છે. આ પદ્ધતિ અન્ય પ્રકારોની સરખામણીએ ખાસ સચોટ નથી પરંતુ જ્યાં અન્ય સાધનો ઉપલબ્ધ નથી તેવા અંતરિયાળ વિસ્તારોમાં તે ઉપયોગી સાબિત થઈ શકે છે.

 

4. સ્ટેડિયા લેવલિંગ



સ્ટેડિયા લેવલિંગમાં સ્ટેડિયા રોડ (સળિયા) અને થીયોડોલાઇટ કે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેડિયા રોડ પર ક્રમિક ચિહ્નો લાગેલા હોય છે અને આ ઇન્સ્ટ્રૂમેન્ટ ઊંચાઈના તફાવતની ગણતરી કરવા માટે આ ચિહ્નોની વચ્ચેના અંતરને માપે છે. આ પદ્ધતિ લાંબા અંતરોએ ઊંચાઈને ઝડપથી માપવા માટે ઉપયોગી છે તથા તેને સામાન્ય રીતે સર્વે હાથ ધરવા અને નકશો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

 

 

સર્વેમાં લેવલિંગના ફાયદા કયા છે?

સર્વેમાં લેવલિંગના ઘણાં ફાયદા છે, જે બાંધકામના પ્રોજેક્ટની સફળતા માટે ખૂબ જ આવશ્યક છેઃ

 

1) સચોટતાની ખાતરી કરે છે

લેવલિંગ જમીનની ઊંચાઈનું સચોટ માપ મેળવવામાં મદદરૂપ થાય છે, જે સ્થિર અને સમતળ ફાઉન્ડેશન નાંખવા માટે મહત્વપૂર્ણ છે. સચોટ લેવલિંગ માળખાકીય સમસ્યાઓ કે બાંધકામ દરમિયાન ખોટી ગોઠવણ જેવી ભૂલો થતી અટકાવે છે.

 

2) માળખાકીય સમસ્યાઓને અટકાવે છેઃ

બાંધકામની સાઇટ સમતળ છે તેની ખાતરી કરવાથી તિરાડો પડવી, ફ્લોર ઊંચાનીચા થઈ જવા કે ફાઉન્ડેશન ખરાબ થઈ જવા જેવી ભવિષ્યમાં થનારી માળખાકીય સમસ્યાઓના જોખમને ઘણાં અંશે ઘટાડી શકાય છે. સમતળ ફાઉન્ડેશન માળખાંની એકંદર અખંડિતતા અને લાંબી આવરદાને સપોર્ટ પૂરો પાડે છે.

 

3) સલામતી વધારે છે

યોગ્ય લેવલિંગ ખાતરી કરે છે કે બાંધકામની સાઇટ સ્થિર અને સલામત હોય, અકસ્માતો અને માળખું ખરાબ થઈ જવાના જોખમો ઓછાં હોય. તે કામ કરવાના સલામત માહોલની રચના કરવામાં મદદરૂપ થાય છે તથા એ વાતની ખાતરી કરે છે કે તે તૈયાર થયેલું માળખું સલામતીના ધોરણોને અનુરૂપ હોય.

 

4) ડ્રેનેજને સુધારે છે

લેવલિંગ જમીનના યોગ્ય ગ્રેડિંગની ખાતરી કરે છે, જે અસરકારક ડ્રેનેજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારી ડ્રેનેજ ફાઉન્ડેશનની આસપાસ પાણી જમા થતું અટકાવે છે, વળી, જો તેમ થાય તો ધોવાણ થઈ શકે છે, ફાઉન્ડેશન નબળું પડી શકે છે કે પાણી સંબંધિત અન્ય નુકસાન થઈ શકે છે.

 

5) ખર્ચ બચાવે છે

સચોટ લેવલિંગ બાંધકામ દરમિયાન અને બાંધકામ પછી સુધારાઓ કે ફેરફારોની જરૂરિયાત શક્ય એટલી ઘટાડીને ખર્ચો બચાવે છે. તે ફરીથી કરવી પડતી ખર્ચાળ કામગીરીઓને ટાળે છે અને એ વાતની ખાતરી કરે છે કે પ્રોજેક્ટ અનપેક્ષિત વિલંબ વગર સરળતાથી આગળ વધે.

 

6) યોગ્ય આયોજનને સપોર્ટ કરે છે

લેવલિંગ કરવાથી જરૂરી ડેટા પ્રાપ્ત થાય છે, જે બાંધકામના પ્રોજેક્ટના યોગ્ય આયોજન અને ડીઝાઇન કરવામાં મદદરૂપ થાય છે. તેની મદદથી એન્જિનીયરો અને આર્કિટેક્ટ સચોટ બ્લ્યુપ્રિન્ટ અને ડીઝાઇન તૈયાર કરી શકે છે, જેમાં સાઇટની સચોટ ટોપોગ્રાફીને ધ્યાન પર લેવામાં આવે છે.



સર્વેમાં લેવલિંગ એ એક મૂળભૂત પાસું છે, જે બાંધકામના પ્રોજેક્ટની સચોટતા અને સ્થિરતાની ખાતરી કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. લેવલિંગની વિવિધ ટેકનિકોને સમજીને અને લાગુ કરીને બાંધકામ કરનારી ટીમો સચોટ અને વિશ્વસનીય પરિણામો હાંસલ કરી શકે છે અને બાંધકામની એકંદર સફળતા અને સલામતીમાં યોગદાન આપી શકે છે.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. લેવલિંગ એટલે શું અને તેના પ્રકારો કયા છે?

લેવલિંગ એ બાંધકામ માટે સપાટ અને સ્થિર ફાઉન્ડેશનની ખાતરી કરવા માટે જમીન પર વિવિધ બિંદુઓની વચ્ચે ઊંચાઈના તફાવતને નિર્ધારિત કરવા માટેની પ્રક્રિયા છે. લેવલિંગના મુખ્ય પ્રકારોમાં ડાયરેક્ટ લેવલિંગ (લેવલ ઇન્સ્ટ્રૂમેન્ટ અને સ્ટાફનો ઉપયોગ કરીને), ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ (એન્ગ્યુલર મેઝરમેન્ટનો ઉપયોગ કરીને), બેરોમેટ્રિક લેવલિંગ (વાતાવરણીય દબાણનો ઉપયોગ કરીને) અને સ્ટેડિયા લેવલિંગ (સ્ટેડિયા રોડ અને થીયોડોલાઇટનો ઉપયોગ કરીને)નો સમાવેશ થાય છે.

 

2. બાંધકામમાં લેવલિંગ શા માટે મહત્વનું છે?

બાંધકામમાં લેવલિંગ મહત્વનું છે, કારણ કે, તે એ વાતની ખાતરી કરે છે કે ફાઉન્ડેશન સ્થિર અને સમતળ હોય, જે અસમતળ ફ્લોર, તિરાડો અને બિલ્ડિંગ ધરાશાયી થઈ જવા જેવી માળખાકીય સમસ્યાઓને અટકાવે. યોગ્ય લેવલિંગ અસરકારક ડ્રેનેજને સપોર્ટ પૂરો પાડે છે, સલામતી વધારે છે અને બાંધકામની પ્રક્રિયાની સચોટતાની ખાતરી કરી ખર્ચાળ સુધારા-વધારા કે ફેરફારોને ઘટાડે છે.

 

3. લેવલિંગની મુખ્ય કામગીરી શું છે?

લેવલિંગની મુખ્ય કામગીરી સાતત્યપૂર્ણ અને સમતળ આધારની ખાતરી કરવા માટે બાંધકામની સાઇટ પર અલગ-અલગ બિંદુઓની ઊંચાઈને નિર્ધારિત કરવાની છે. આ પ્રક્રિયા ફાઉન્ડેશન માટે જમીનના યોગ્ય લેવલને સ્થાપિત કરવામાં, રોડની સીધી ગોઠવણ કરવામાં અને બાંધકામના અન્ય ઘટકોમાં મદદરૂપ થાય છે, જે તેની પર બંધાનારા માળખાંની સ્થિરતા, સલામતી અને લાંબી આવરદાની ખાતરી કરે છે.

 

4. લેવલિંગનો મુખ્ય સિદ્ધાંત શું છે?

લેવલિંગનો મુખ્ય સિદ્ધાંત સંદર્ભ માટેની સપાટીને સ્થાપવા માટે જમીન પરના બિંદુઓની વચ્ચે ઊંચાઈનો તફાવત માપવાનો છે. તેમાં સચોટ માપ લેવા માટે લેવલ્સ અને રોડ જેવા ઇન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે એ વાતની ખાતરી કરે છે કે બાંધકામની સાઇટ પરના બિંદુઓ સ્થિર અને સમતળ ફાઉન્ડેશન માટે યોગ્ય ઊંચાઈ ધરાવતા હોય.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....