Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
એમ10 કૉંક્રીટનો ઉપયોગ જ્યાં ખાસ વધારે મજબૂતાઈની જરૂરત ના હોય તેવા વજનમાં હલકા બાંધકામમાં થાય છે.
એમ10 કૉંક્રીટ મિશ્રણના ગુણોત્તરમાં સામાન્ય રીતે 1 ભાગ સીમેન્ટ, 3 ભાગ રેતી અને 6 ભાગ કાંકરા હોય છે.
યોગ્ય ગુણોત્તર અને મિશ્રણની પ્રક્રિયાને સમજી લેવાથી કૉંક્રીટના ટકાઉપણા અને મજબૂતાઈની ખાતરી કરી શકાય છે.
એમ10 કૉંક્રીટનો ઉપયોગ જેમાં ખાસ વધારે મજબૂતાઈની જરૂર નથી તેવા પ્રોજેક્ટ માટે થાય છે. ક્યોરિંગના 28 દિવસ બાદ તેની દાબક ક્ષમતા 10 એમપીએ (મેગાપાસ્કલ્સ) થઈ જાય છે, જે કૉંક્રીટના અન્ય ગ્રેડની સરખામણીએ પ્રમાણમાં ઓછી છે. એમ10 ગુણોત્તરના કૉંક્રીટનો ઉપયોગ ઘણીવાર પાથવે, ફ્લોરિંગ અને કૉંક્રીટના બ્લૉક જેવા બિન-માળખાકીય ઘટકો માટે કરવામાં આવે છે, જ્યાં પ્રાથમિક હેતુ ભારવહન કરવાનો હોતો નથી.
એમ10 કૉંક્રીટના ઘટકોમાં સામેલ છેઃ
1. સીમેન્ટઃ મિશ્રણને એકસાથે જોડી રાખનારા બાઇન્ડર તરીકે કામ કરે છે.
2. રેતીઃ મિશ્રણને જથ્થો પૂરો પાડે છે અને કૉંક્રીટની કાર્યક્ષમતાને વધારે છે.
3. બરછટ કાંકરાઃ કાંકરા કે તોડેલા પથ્થર મિશ્રણમાં મજબૂતાઈ અને સ્થિરતા પૂરી પાડે છે.
4. પાણીઃ હાઇડ્રેશન તથા કૉંક્રીટને સખત બનાવનાર રાસાયણિક પ્રતિક્રિયા માટે આવશ્યક છે.
સ્ટાન્ડર્ડ એમ10 કૉંક્રીટનો ગુણોત્તર 1:3:6 છે, જેનો અર્થ થયો કે તેમાં 1 ભાગ સીમેન્ટ, 3 ભાગ રેતી અને 6 ભાગ કાંકરા હોય છે. આ ગુણોત્તર એ વાતની ખાતરી કરે છે કે તેની કામગીરી માટે સંતુલિત અને કાર્યક્ષમ મિશ્રણ પ્રાપ્ત થાય.
એમ10 કૉંક્રીટના ગુણોત્તરનું પ્રમાણમાપ નક્કી કરવા માટે નીચેના સ્ટેપને અનુસરોઃ
1. મટીરિયલને માપોઃ સીમેન્ટની પ્રત્યેક થેલી માટે 3 ભાગ રેતી અને 6 ભાગ કાંકરાનો ઉપયોગ કરો.
2. શુષ્ક ઘટકોને મિક્સ કરોઃ જ્યાં સુધી એકસમાન રંગ ના દેખાય ત્યાં સુધી સીમેન્ટ, રેતી અને કાંકરાને સારી રીતે મિક્સ કરી લો.
3. શુષ્ક મિશ્રણમાં પાણી ઉમેરો, જે સામાન્ય રીતે સીમેન્ટના વજનના લગભગ 50% હોય છે અને જ્યાં સુધી કૉંક્રીટ સુસંગત ના બની જાય ત્યાં સુધી તેને મિક્સ કરતાં રહો.
4. સુસંગતતાને ટેસ્ટ કરોઃ આ મિશ્રણ સરળતાથી કામ કરી શકાય તેવું પરંતુ ખૂબ વધારે ભીનું પણ ના હોવું જોઇએ. જ્યારે તે કૉમ્પેક્ટ થઈ જાય ત્યારે તેનો આકાર જળવાઈ રહેવો જોઇએ.
એમ10 કૉંક્રીટ માટે યોગ્ય મજબૂતાઈ અને ટકાઉપણાને હાંસલ કરવા યોગ્ય પ્રમાણમાપ અને સારી રીતે મિશ્રણ થયેલું હોય તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એમ10 ગ્રેડનો કૉંક્રીટ સામાન્ય રીતે આ કામગીરીઓમાં ઉપયોગમાં લેવાય છેઃ
સબફ્લોરિંગઃ ફ્લોરિંગના મટીરિયલ માટે સ્થિર આધાર પૂરો પાડે છે.
પેવમેન્ટ્સઃ જ્યાં ખાસ વધારે ભાર પડવાની અપેક્ષા નથી તેવા પાથવે અને આંગણા માટે તે આદર્શ છે.
ફિલિંગ અને લેવલિંગઃ તેનો ઉપયોગ ખાલી જગ્યાને ભરવા માટેના મટીરિયલ તરીકે અથવા તો કૉંક્રીટના મજબૂત લેયરને લગાવતા પહેલાં જમીનને સમતળ બનાવવા માટે થાય છે.
ભારવહન નહીં કરનારી દિવાલોઃ માળખાંનો ખાસ ભારવહન નહીં કરનારી દિવાલોના બાંધકામ માટે તે અનુકૂળ છે.
તેની બહુમુખીતા એમ10 કૉંકીટને બાંધકામના વિવિધ પ્રોજેક્ટ માટે પસંદગીનો વિકલ્પ બનાવે છે.
એમ10 કૉંક્રીટના ગુણોત્તર અને તેના યોગ્ય ઉપયોગને સમજવો એ બાંધકામમાં ઇચ્છિત પરિણામો મેળવવા માટે ખૂબ જ આવશ્યક છે. 1:3:6ના સ્ટાન્ડર્ડ મિશ્રણની સાથે એમ10 ગુણોત્તરનો કૉંક્રીટ લાઇટ-ડ્યુટી પ્રોજેક્ટ માટે આદર્શ ગણાય છે. યોગ્ય મિશ્રણ અને પ્રમાણમાપને નિર્ધારિત કરવાની પ્રક્રિયાને અનુસરીને તમારો કૉંક્રીટ ટકાઉ અને તેના ઇચ્છિત ઉપયોગ માટે વ્યવહારુ છે, તેની ખાતરી કરી શકાય છે.
એમ10 કૉંક્રીટ માટે તમારે એક ક્યુબિક મીટર કૉંક્રીટ દીઠ સીમેન્ટની અંદાજે આઠ થેલીઓની જરૂર પડશે.
ઇચ્છિત કાર્યક્ષમતા પર આધાર રાખીને એક ક્યુબિક મીટર કૉંક્રીટ માટે સામાન્ય રીતે 160થી 180 લિટર પાણીની માત્રાની જરૂર પડે છે.
એમ10 કૉંક્રીટ મિશ્રણનો સ્ટાન્ડર્ડ ગુણોત્તર 1:3:6 છે, જેનો અર્થ છે, તેમાં 1 ભાગ સીમેન્ટ, ત્રણ ભાગ રેતી અને 6 ભાગ કાંકરા હોય છે.
સાત દિવસો પછી એમ10 કૉંક્રીટની દાબક ક્ષમતા લગભગ 7 એમપીએ હોય છે, જે 28 દિવસ બાદ તેની 10 એમપીએની સંપૂર્ણ મજબૂતાઈ હાંસલ કરી લે છે.