Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સના પ્રકારો

કૉંક્રીટના બે સૌથી મોટા ગુણ છે, તેનું સખતપણું અને ઊંચું દાબકબળ. બાંધકામની પ્રક્રિયા દરમિયાન કૉંક્રીટનો ઉપયોગ શા માટે આટલો લોકપ્રિય રીતે થાય છે, તેના બે મુખ્ય કારણો તેના આ ગુણો છે.

Share:


જોકે, તેના ફાયદાઓની સાથે કેટલાક ગેરફાયદા પણ છે. કૉંક્રીટના કિસ્સામાં એ વાત હકીકત છે કે તે કોઈ નરમ પદાર્થ નથી, તેને તોડ્યાં વગર વાળી કે ખેંચી શકાતું નથી. તેની આ ક્ષમતા ફાયદારૂપ અને ગેરફાયદારૂપ બંને છે.

 

જોકે, નરમ નહીં હોવાની કૉંક્રીટની આ લાક્ષણિકતાને કારણે તે બિનઉપયોગી થઈ જતો નથી. કૉંક્રીટ સંકોચાઈ અને વિસ્તરી શકે છે, જેના કારણે બિલ્ડિંગ અલગ-અલગ દિશામાં હલનચલન શકે છે. તેમ છતાં, આ હલનચલનને સ્મૂધ બનાવવા માટે તેને કોઈ ચીજની જરૂર પડે છે, જે એ વાતની ખાતરી કરે છે કે કૉંક્રીટ તૂટી ના જાય કે તેમાં તિરાડ ના પડે.

 

આ સ્થિતિમાં કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ ઉપયોગમાં આવે છે.



કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ એટલે શું?

તાપમાનમાં ફેરફાર થવાથી કૉંક્રીટ સંકોચાય અને વિસ્તરે છે, જે બદલામાં સામગ્રીની માત્રામાં ફેરફાર લાવે છે. માત્રામાં આ પ્રકારનો ફેરફાર થવાથી તિરાડો પડી જાય છે અથવા તો તે તૂટી જાય છે.

 

આથી, તેને નિવારવા માટે કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સનો ઉપયોગ તિરાડોને નિવારવા માટેના સાધન તરીકે થાય છે. જો કૉંક્રીટના કદ અને લંબાઈ ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો કન્સ્ટ્રક્શન જોઇન્ટનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ટૂંકાં કૉંક્રીટ મેમ્બરો માટે જોઇન્ટ્સની જરૂર પડતી નથી.

 

કારણ કે ટૂંકી લંબાઈના કૉંક્રીટનું વિસ્તરણ થવાથી તેનું અંતિમબિંદુ નજીક રહે છે અને તેમાં તિરાડ પડવાની શક્યતા તદ્દન નહીવત્ થઈ જાય છે. જો કૉંક્રીટ મેમ્બર નિશ્ચિત મર્યાદાને વટાવી જાય તો આમ થવાની શક્યતા પણ વધી જાય છે.

 

જો તમે એમ વિચારતા હો કે કન્સ્ટ્રક્શન જોઇન્ટનો ઉપયોગ શેના માટે થાય છે, તો તેનો ઉપયોગ બિલ્ડિંગના અનેકવિધ તત્વોની રચના અને નિર્માણ કરવા માટે થાય છે. મોટાભાગને તેને તિરાડોને નિવારવા કૉંક્રીટના સ્લેબ અને પેવમેન્ટ્સમાં નિયમિત અંતરાલે મૂકવામાં આવે છે.

 

આટલું જાણ્યાં બાદ ચાલો હવે કૉંક્રીટના કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સના વિવિધ પ્રકારો વિશે જાણકારી મેળવીએઃ


બાંધકામમાં જોઇન્ટ્સના પ્રકારો

પ્રોજેક્ટની જરૂરિયાત પર આધાર રાખીને બાંધકામમાં વિવિધ પ્રકારના જોઇન્ટ્સને ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે વધુ સારા પ્રતિકાર અને સુરક્ષા માટે કૉંક્રીટના ચોક્કસ સ્લેબમાં વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સને મૂકી શકાય છે.

 

અહીં કૉંક્રીટના વિવિધ પ્રકારના જોઇન્ટ્સ આપવામાં આવ્યાં છે, જેને તમે ઇન્સ્ટોલ કરી શકો છોઃ

 

1. કૉંક્રીટ કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ



સામાન્ય રીતે કોઈ ઇન્ડિવિડ્યૂઅલ પ્લેસમેન્ટની હદને જાણવા માટે કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની રચના સ્લેબની બંને સાઇડે ડિસપ્લેસમેન્ટને શક્ય બનાવવા માટે કરવામાં આવી હોય છે તથા તે બાહ્ય વજન દ્વારા પેદા થયેલા ફ્લેક્સુલરલ સ્ટ્રેસિસને સ્લેબમાં ટ્રાન્સફર પણ કરી દે છે.

 

સામાન્ય રીતે આ જોઇન્ટ્સની રચના પહેલેથી જ ફિક્સ જોઇન્ટ લેઆઉન્ટ અનુસાર કરવામાં આવે છે.

 

2. એક્સપાન્શન જોઇન્ટ્સ



કૉંક્રીટની માત્રામાં ફેરફાર થતો હોય તેવી સ્થિતિમાં તણાવને દૂર કરવા માટે જોઇન્ટ્સની જરૂર પડે છે. આવા કિસ્સાઓમાં બિલ્ડિંગના વિવિધ હિસ્સાઓની વચ્ચે અંતરાલની રચના કરવા માટે એક્સપાન્શન જોઇન્ટ્સ મૂકવામાં આવે છે.

 

45 મી.થી વધારે લાંબા બિલ્ડિંગમાં સામાન્ય રીતે એકથી વધારે એક્સપાન્શન જોઇન્ટ પૂરાં પાડવામાં આવે છે. ભારતમાં 30 મી.ના સી/સી સ્પેસિંગની ભલામણ કરવામાં આવે છે.

 

3. કોન્ટ્રાક્શન જોઇન્ટ્સ



કૉંક્રીટ કોન્ટ્રાક્શન જોઇન્ટ્સ એ કૉંક્રીટના સ્લેબમાં આરી જેવા અથવા તો ટૂલ આકારના ખાંચા હોય છે, જેને ઉપયોગમાં લેવા પાછળનો ઇરાદો નબળા સ્પોટની રચના કરવાનો હોય છે, જેને સામાન્ય રીતે સીધી રેખામાં બનાવવામાં આવે છે. તે પેવમેન્ટ્સમાં ઉપયોગમાં લેવાતો જોઇન્ટનો સર્વસામાન્ય પ્રકાર છે.

 

સ્લેબમાં તે પરિમાણ સંબંધિત ફેરફારો કરીને તિરાડોવાળી જગ્યાઓને સુધારે છે. અનિયંત્રિત તિરાડો પડવાથી સપાટી ખરબચડી થઈ જાય છે, તેમાંથી પાણી અંદર પ્રવેશે છે અને સપાટી પર તણાવ પણ પેદા થાય છે. તેને ટાળવા માટે સ્લેબમાં કોન્ટ્રાક્શન જોઇન્ટ્સ મૂકવામાં આવે છે.

 

4. આઇસોલેશન જોઇન્ટ્સ



તેનું નામ તેના ગુણોને સાર્થક કરે છેઃ તેનો ઉપયોગ કૉંક્રીટના સ્લેબને કોઈ ચીજથી બિલકુલ અલગ પાડવા માટે થાય છે. પછી તે દિવાલ હોય, કૉલમ કે ડ્રેઇન પાઇપ હોય, કૉંક્રીટ આઇસોલેશન જોઇન્ટ્સ તમામ ચીજોમાંથી સ્લેબને અલગ પાડવા માટે ઉપયોગી છે.

 

આ જોઇન્ટ્સને સ્લેબને ભરતા પહેલા દિવાલ, સ્ટેન્ડપાઇપ કે કૉલમની નજીક અગાઉ નિર્ધારિત કરવામાં આવેલી જોઇન્ટની સામગ્રીને મૂકીને ઇનસ્ટોલ કરવામાં આવે છે.

 

5. સુશોભનાત્મક કૉંક્રીટ જોઇન્ટ્સ



આ જોઇન્સ્ટ્સને ઇન્સ્ટોલ કરતી વખતે યોગ્ય આયોજન અને અમલીકરણની જરૂર પડે છે. જોઇન્ટ્સ સ્લેબની સપાટીમાં 1/4 ભાગ જેટલાં જ પ્રવેશી શકતા હોય છે. સ્લેબની સ્થિરતા પણ જાળવવી પડતી હોવાથી સુશોભનાત્મક સ્ટેમ્પિંગ તેનાથી વધારે ઊંડું જઈ શકતું નથી.

 

તમારે ફક્ત સ્ટેમ્પ કરેલી ડીઝાઇનની પેટર્નની પાસેથી કાપવાનું રહે છે, જેથી કરીને તિરાડોને નિયંત્રિત કરી શકાય અને જોઇન્ટ્સ દેખાતા બંધ થઈ જાય છે.

 

આપણે કૉંક્રીટમાં જોઇન્ટ્સ મૂકવાની શા માટે જરૂર પડે છે?



કૉંક્રીટની સપાટી તૂટવાને આરે આવી ગઈ હોય તેવી સ્થિતિમાં નબળા હિસ્સાઓમાં પડેલી તિરાડો પર સૌથી પહેલા દબાણ આવે છે. બિલ્ડિંગ જોઇન્ટ્સ અથવા તો કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સનો ઉપયોગ કરવાથી જોઇન્ટ્સ પરથી દબાણને ટ્રાન્સફર કરીને સપાટીઓને તૂટતી અટકાવવાની જવાબદારીમાંથી કૉંક્રીટને મુક્ત કરી શકાય છે.

 

કૉંક્રીટ જોઇન્ટ્સ આડી હલનચલનને શક્ય બનાવે છે, જ્યારે તે ઊભી અને ચક્રીય હલનચલનને અટકાવીને કૉંક્રીટના બાંધકામને અકાળે ખરાબ થઈ જતું સફળતાપૂર્વક નિવારે છે.

 

આ સિવાય આ પણ વાંચોઃ કૉંક્રીટમાં પડતી તિરાડોના પ્રકારો



કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ તેમજ બાંધકામમાં કેવા પ્રકારના જોઇન્ટ્સનો ઉપયોગ થાય છે, તે જાણો તથા યોગ્ય આયોજન કરવાથી તિરાડો ફક્ત તમે જ્યાં ઇચ્છો ત્યાં જ પડે તેની ખાતરી કરો, જે તમારા કૉંક્રીટના માળખાંને લાંબી આવરદા આપે છે.

 

કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સની રચના કરવા અને તેને નિર્દિષ્ટ કરવા માટે સ્ટ્રક્ચરલ એન્જિનીયરને કામે રાખવાની સલાહ આપવામાં આવે છે.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ


  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....