Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
શોરિંગનું બાંધકામ એ ખોદકામ કરતી વખતે અને બિલ્ડિંગમાં ફેરફાર કરતી વખતે માળખાંની સ્થિરતા અને સલામતીની ખાતરી કરવા માટે ખૂબ જ આવશ્યક ગણાય છે.
શોરિંગના બાંધકામની પદ્ધતિઓના 12 મુખ્ય પ્રકારો છે, જે પ્રત્યેક પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતોને અનુકૂળ હોય છે.
યોગ્ય પ્રકારના શોરિંગનું બાંધકામ પસંદ કરવાથી તે બાંધકામના પ્રોજેક્ટની કાર્યક્ષમતા અને સલામતી પર નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે.
અલગ-અલગ પ્રકારની શોરિંગની ટેકનિકની વિશિષ્ટ કામગીરીને સમજવાથી તે બાંધકામના પ્રોજેક્ટના વધુ સારા આયોજન અને અમલીકરણમાં મદદરૂપ થઈ શકે છે.
શોરિંગનું બાંધકામ એ એક કામચલાઉ સપોર્ટ સિસ્ટમ છે, જેનો ઉપયોગ માળખાંને ધરાશાયી થતું અટકાવવા કે અસ્થિરતાને રોકવા માટે બાંધકામના પ્રોજેક્ટમાં થાય છે. તમે જ્યારે મોટા પાયા પરના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હો ત્યારે સલામતી જાળવવા માટે તે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ખોદકામ કરતી વખતે અથવા તો વર્તમાન માળખાંમાં ફેરફારો કરવામાં આવી રહ્યાં હોય ત્યારે. દિવાલો, કૉલમો કે ટ્રેન્ચને સપોર્ટ પૂરો પાડીને બાંધકામમાં શોરિંગ સિસ્ટમ એ વાતની ખાતરી કરે છે કે બાંધકામની પ્રક્રિયા સરળતાથી અને સુરક્ષિત રીતે આગળ વધે.
બાંધકામમાં 12 મૂળભત પ્રકારનું શોરિંગ થાય છેઃ
એચ અને આઈ-બીમ શોરિંગના બાંધકામમાં ખોદકામવાળી જગ્યાને સપોર્ટ પૂરો પાડવા માટે જમીનની અંદર ઉતારવામાં આવેલા સ્ટીલના બીમનો ઉપયોગ થાય છે. આ બીમને ઘણીવાર ઊભા ગોઠવવામાં આવે છે અને જ્યાં જગ્યા મર્યાદિત હોય તેવા ગીચ શહેરી માહોલમાં ઊંડા ખોદકામ માટે તે આદર્શ ગણાય છે. આ બીમને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, જે તેને અનેકવિધ પ્રોજેક્ટ માટે આર્થિક રીતે પરવડે તેવો વિકલ્પ બનાવે છે.
સીકેન્ટ પાઇલ શોરિંગ એ બાંધકામની એક પદ્ધતિ છે, જેમાં સળંગ દિવાલ બનાવવા માટે કૉંક્રીટના ઇન્ટરલૉકિંગ પાઇલને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ ટેકનિક જ્યાં પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાં ખૂબ જ અસરકારક છે, કારણ કે તે ભૂગર્ભજળને અંદર પ્રવેશતું અટકાવે છે. તે સામાન્ય રીતે ઊંડા ખોદકામ માટે ઉપયોગમાં લેવાય છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, જ્યાં જગ્યાના અભાવને કારણે ઊભું ખોદકામ કરવું પડે છે.
આ પ્રકારના શોરિંગ બાંધકામમાં પાઇલ્સને એકબીજાની નજીક ગોઠવવામાં આવે છે પરંતુ તેમની વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે. આ પદ્ધતિ ખોદકામ દરમિયાન માટીને ટેકો પૂરો પાડવા માટે અનુકૂળ છે અને જ્યાં જમીનની સ્થિતિ સ્થિર હોય તેવા પ્રોજેક્ટ્સમાં તેનો ઉપયોગ થાય છે. આ પાઇલ વચ્ચેની જગ્યામાંથી ભૂગર્ભજળ પસાર થઈ શકે છે, જે તેને પાણી ભરાતું હોય તેવી જગ્યાઓ માટે ખાસ અનુકૂળ બનાવતું નથી.
શીટ પાઇલ્સ લાંબી, પાતળી સ્ટીલની શીટ હોય છે, જેને અવરોધ ઊભો કરવા માટે જમીનમાં ઉતારવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણીવાર વૉટરફ્રન્ટ શોરિંગના બાંધકામમાં અથવા તો જ્યાં માટીને જાળવી રાખવી જરૂરી હોય ત્યાં થાય છે. શીટ પાઇલ્સ બહુમુખી છે અને તેને ઝડપથી ઇન્સ્ટોલ પણ કરી શકાય છે, જેના લીધે તે શોરિંગના કામચલાઉ ઉકેલો માટે લોકપ્રિય વિકલ્પ બની ગયો છે.
ડાયાફ્રામ વૉલ્સ કૉંક્રીટ વડે મજબૂત બનાવવામાં આવેલી દિવાલો હોય છે, જેને જમીનમાં ઊંડે બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ કાયમી રીટેઇનિંગ દિવાલો તરીકે અથવા તો ટનલ કે ભોંયરા જેવા મોટા માળખાં માટે ફાઉન્ડેશનના ભાગરૂપે થાય છે. ડાયાફ્રામ વૉલ ખૂબ જ ટકાઉ હોય છે અને નોંધપાત્ર ભારને સપોર્ટ પૂરો પાડી શકે છે, જેના લીધે તે મોટા પાયાના આંતરમાળખાકીય પ્રોજેક્ટ માટે આદર્શ બની જાય છે.
રેન્કિંગ કન્સ્ટ્રક્શન શોરિંગમાં એન્ગલ્ડ સપોર્ટ્સ કે રેકર્સનો સમાવેશ થાય છે, જે માળખાં અને જમીનની સામે મજબૂતાઈ આપે છે. બાંધકામમાં શોરિંગના આ પ્રકારનો ઉપયોગ ત્યારે થાય છે, જ્યારે નમી રહેલી કે જેની પર ધરાશાયી થવાનું જોખમ રહેલું છે, તેવી દિવાલોને સપોર્ટ પૂરો પાડવાની જરૂર પડે છે. રેન્કિંગ શોરિંગ જેની અખંડિતતા જોખમાઈ હોય તેવા માળખાંને સ્થિરતા પૂરી પાડે છે.
હાઇડ્રોલિક શોરિંગના બાંધકામમાં ટ્રેન્ચ વૉલની સામે ધાતુની પ્લેટોને દબાવવા માટે હાઇડ્રોલિક પિસ્ટન્સનો ઉપયોગ થાય છે, જે માળખાંને ધસી પડતું અટકાવે છે. આ સિસ્ટમને ખૂબ સારી રીતે એડજેસ્ટ કરી શકાય છે અને તે ઝડપથી ઇન્સ્ટોલ થઈ જાય છે, જે તેને ટ્રેન્ચિંગની કામગીરી માટે આદર્શ બનાવે છે. આ ઉપરાંત, હાઇડ્રોલિક શોરિંગને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે તે પુનરાવર્તિત કામગીરી માટે પરવડે તેવો ઉકેલ છે.
સોઇલ નેઇલ શોરિંગના બાંધકામમાં જમીનમાં ઉતારવામાં આવેલા અને કૉંક્રીટના બ્લૉક કે શોટક્રેટ ફેસિંગ વડે જકડી રાખવામાં આવેલા સ્ટીલના સળિયા (નેઇલ્સ) વડે માટીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. આ ટેકનિક ઢોળાવો અને રીટેઇનિંગ દિવાલોને સ્થિર બનાવે છે. ઊભા ઢોળાવ અથવા તો ઢીલી માટીની પરિસ્થિતિ ધરાવતા વિસ્તારોમાં તે ખાસ ઉપયોગી છે.
ટિમ્બર શોરિંગ બાંધકામ એ બાંધકામની સૌથી જૂની પદ્ધતિઓમાંથી એક છે, જેમાં ટ્રેન્ચ અને માળખાંને સપોર્ટ પૂરો પાડવા માટે લાકડાંનાં બીમ અને પ્લેન્ક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના શોરિંગ આધુનિક બાંધકામમાં ઓછાં વપરાય છે પરંતુ હજુ પણ નાના પ્રોજેક્ટ અથવા તો જેમાં પરંપરાગ પદ્ધતિને પ્રાધાન્ય આપવામાં આવે છે, તેમાં તેનો ઉપયોગ થાય છે. ટિમ્બર શોરિંગ ખૂબ જ સરળતાથી કસ્ટમાઇઝ કરી શકાય છે પરંતુ તે ધાતુ કે કૉંક્રીટના વિકલ્પોની સરખામણીએ ઓછું ટકાઉ હોય છે.
ડેડ શોરિંગમાં માળખાંને ધરાશાયી થતું અટકાવવા માટે સીધા ભારની નીચે ઊભા સપોર્ટ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિલ્ડિંગના સમારકામ કે ફેરફાર દરમિયાન થાય છે, ખાસ કરીને જ્યારે દિવાલને તોડવામાં આવી રહી હોય કે બદલવામાં આવી રહી હોય. ડેડ શોરિંગ એ વાતની ખાતરી કરે છે કે જ્યારે કામ ચાલી રહ્યું હોય ત્યારે માળખું સ્થિરપણે જળવાઈ રહે.
ફ્લાઇંગ શોરિંગનો ઉપયોગ સમાતંર દિવાલોને સપોર્ટ પૂરો પાડવા માટે થાય છે, જ્યાં તેમની વચ્ચેની જગ્યામાં ખલેલ પહોંચાડી શકાય તેમ ના હોય. દિવાલોની વચ્ચે ઊભા સપોર્ટ ગોઠવવામાં આવે છે, જે તેની નીચે આવેલી જમીનમાં હસ્તક્ષેપ કર્યા વગર સ્થિરતા પૂરી પાડનારા સેતુની રચના કરે છે. આ ટેકનિકનો ઉપયોગ ઘણીવાર ગીચ શહેરી વિસ્તારોમાં થાય છે.
ન્યુમેટિક શોરિંગ ટ્રેન્ચની દિવાલોને સ્થિર રાખવા માટે હવાના દબાણનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને ઝડપથી લાગુ કરી શકાય છે તથા તેનો ઉપયોગ સામાન્ય રીતે ઢીલી કે રેતાળ માટીવાળા વિસ્તારોમાં કરી શકાય છે, જ્યાં અન્ય અલગ-અલગ પ્રકારોનું શોરિંગ બેઅસર સાબિત થયેલું હોય. બાંધકામમાં આ પ્રકારનું શોરિંગ વજનમાં હલકું હોય છે અને તેને સરળતાથી એડજેસ્ટ કરી શકાય છે, જે તેને ટ્રેન્ચિંગની વિવિધ જરૂરિયાતો માટે સ્થિતિસ્થાપક ઉકેલ બનાવે છે.
શોરિંગનું બાંધકામ એ બાંધકામના પ્રોજેક્ટનું એક મહત્વનું પાસું છે, જે બાંધકામના વિવિધ તબક્કાઓ દરમિયાન માળખાકીય નિષ્ફળતાઓને અટકાવવા માટે જરૂરી સપોર્ટ પૂરો પાડે છે. અહીં ચર્ચવામાં આવેલા બાંધકામના 12 પ્રકારના શોરિંગમાંથી પ્રત્યેક શોરિંગ શહેરમાં ઊંડા ખોદકામથી માંડીને પરંપરાગત ટિમ્બર સપોર્ટ સિસ્ટમ સુધીની ચોક્કસ કામગીરી ધરાવે છે. શોરિંગની પ્રત્યેક પદ્ધતિના યોગ્ય ઉપયોગોને સમજવાથી તે બાંધકામના પ્રોજેક્ટમાં સલામતી, કાર્યક્ષમતા અને ખર્ચાની બચતની ખાતરી કરે છે.
બાંધકામમાં શોરિંગનો પ્રાથમિક હેતુ બિલ્ડિંગના પ્રોજેક્ટ દરમિયાન માળખાંઓને કે ખોદકામમાં કામચલાઉ સપોર્ટ પૂરો પાડવાનો હોય છે, જે માળખાંની સ્થિરતાની ખાતરી કરે છે અને તેને ધસી પડતું અટકાવે છે.
બાંધકામમાં શોરિંગ સિસ્ટમ મહત્વની છે, કારણ કે તે સાઇટની સલામતી અને અખંડિતતાને જાળવે છે, ખાસ કરીને ખોદકામ દરમિયાન અથવા તો વર્તમાન માળખાંમાં ફેરફાર કરવામાં આવી રહ્યો હોય ત્યારે.
બાંધકામમાં શ્રેષ્ઠ પ્રકારના શોરિંગનો આધાર પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો પર રહેલો છે, જેમાં માટીની સ્થિતિ, ખોદકામની ઊંડાઈ અને પર્યાવરણ સંબંધિત પરિબળોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે સીકેન્ટ પાઇલ શોરિંગ જે વિસ્તારમાં પાણી ભરાયેલું હોય તેના માટે આદર્શ ગણાય છે, જ્યારે એચ અને આઈ-બીમ શોરિંગ શહેરોમાં થતાં ઊંડા ખોદકામ માટે ઉત્તમ ગણાય છે.
શોરિંગનું બાંધકામ વિવિધ પ્રકારના મટીરિયલમાંથી થઈ શકે છે, જેમ કે, સ્ટીલ, કૉંક્રીટ, ઇમારતું લાકડું કે પછી હવાના દબાણનો ઉપયોગ કરનારી ન્યુમેટિક સિસ્ટમ. મટીરિયલની પસંદગીનો આધાર પ્રોજેક્ટની જરૂરિયાત અને કયા પ્રકારના શોરિંગની જરૂર છે, તેના પર રહેલો છે.