Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
સ્ટેપ્ડ ફૂટિંગ્સ ઢોળાવવાળી કે અસમતળ જમીન પર સ્થિરતા પૂરી પાડવા માટે આદર્શ છે.
તે અસમતળ સેટલમેન્ટને નિવારી માળખાંને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે.
સ્ટેપ્ડ ફૂટિંગ્સ બિલ્ડિંગના ભારને જમીનના વિવિધ સ્તર પર એકસમાન રીતે વહેંચી દે છે.
આ ફૂટિંગ્સ જમીનને મોટા પાયે સમતળ બનાવવાની પદ્ધતિની સરખામણીએ પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે.
તેના બાંધકામની પ્રક્રિયામાં સાઇટના મૂલ્યાંકન, કાળજીપૂર્વકના આયોજન, ખોદકામ, મજબૂતીકરણ અને ક્યુરિંગનો સમાવેશ થાય છે.
સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશનનો ઉપયોગ રહેણાકથી માંડીને કૉમર્શિયલ બિલ્ડિંગ સુધી બાંધકામના વિવિધ પ્રોજેક્ટ્સમાં થાય છે.
કૉંક્રીટનું યોગ્ય ક્યુરિંગ કરવું એ સ્ટેપ્ડ ફૂટિંગની મજબૂતાઈ અને ટકાઉપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સ્ટેપ્ડ ફૂટિંગ્સ એ વિશેષ પ્રકારના ફાઉન્ડેશન છે, જેની રચના જમીનના સ્તરે રહેલી અસમાનતાઓની સાથે કામ પાર પાડવા માટે થઈ છે. તેનું બાંધકામ સ્ટેપ્સમાં કરવામાં આવે છે, જેની મદદથી અસમતળ કે ઢોળાવવાળી જમીન પર એક સ્થિર પાયાનું બાંધકામ કરી શકાય છે. સ્ટેપ્ડ ફૂટિંગની રચના પડકારજનક પરિદ્રશ્યોમાં બાંધવામાં આવેલા બિલ્ડિંગ્સની માળખાકીય અખંડિતતાની ખાતરી કરવા માટે ખૂબ જ આવશ્યક છે.
સ્ટેપ્ડ ફૂટિંગની વિગતો ઘણાં બધાં કારણોસર બાંધકામમાં મહત્વપૂર્ણ છે. તે એ વાતની ખાતરી કરે છે કે ફાઉન્ડેશન યોગ્ય રીતે ગોઠવાયેલું હોય અને સમતળ હોય, જે માળખાને નુકસાન પહોંચાડી શકતા અસમતળ સેટલમેન્ટને અટકાવે છે. સ્ટેપ્ડ ફૂટિંગનું વિગતવાર આયોજન અસમતળ જમીન પર ભારને એકસમાન રીતે વહેંચવામાં મદદરૂપ થાય છે, જે બિલ્ડિંગની સ્થિરતાને જાળવે છે.
સ્ટેપ્ડ ફૂટિંગ્સ ઢોળાવવાળી કે અસમતળ જમીન પર સ્થિર ફાઉન્ડેશન પૂરું પાડે છે, જે એ વાતની ખાતરી કરે છે કે, બિલ્ડિંગ સમતળ અને સુરક્ષિત રહે. જો બિલ્ડિંગને સીધું ઢોળાવ પર બનાવવામાં આવ્યું હોય તો તેનાથી થઈ શકતી શિફ્ટિંગ કે સેટલિંગ જેવી સમસ્યાઓને તે ટાળે છે.
વ્યાપક ખોદકામ કે ફિલિંગ જેવી જમીનને સમતળ બનાવવાની અન્ય પદ્ધતિઓની સરખામણીએ સ્ટેપ્ડ ફૂટિંગ્સ પાછળ ઓછો ખર્ચ થાય છે. તેમાં મટીરિયલ ઓછું વપરાય છે અને શ્રમની પણ ઓછી જરૂર પડે છે, જે તેને બિલ્ડરો માટે પરવડે તેવો વિકલ્પ બનાવે છે.
જમીનના ઢોળાવનું અનુસરણ કરીને સ્ટેપ્ડ ફૂટિંગ્સ બિલ્ડિંગના વજનને ફાઉન્ડેશનની ઉપર સમાન રીતે વહેંચવામાં મદદરૂપ થાય છે. તેનાથી માળખાંને નુકસાન પહોંચવાનું જોખમ ઘટી જાય છે, જેમ કે, તિરાડો પડી જવી કે અસમતળ સેટલિંગ થવું, આ સમસ્યાઓ જો ભારનું સમાન રીતે વિતરણ ના થયું હોય તો, થઈ શકે છે.
સ્ટેપ્ડ ફૂટિંગ્સનો ઉપયોગ વિવિધ પ્રકારના બાંધકામના પ્રોજેક્ટમાં થઈ શકે છે, નાના રહેણાક ઘરોથી માંડીને મોટા કૉમર્શિયલ બિલ્ડિંગો સુધી. તે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ખૂબ જ ઉપયોગી છે, જ્યાં સપાટ જમીન ખૂબ જ મર્યાદિત હોય છે.
સ્થળની માટીના પ્રકાર અને તેની ભારવહન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરીને શરૂઆત કરો. બાંધકામને પ્રભાવિત કરી શકે તેવા કોઈ પડકારોને ઓળખો.
સ્ટેપ્ડ ફૂટિંગના મજબૂતીકરણના નિર્દેશો અને પરિમાણોને રેખાંકિત કરનારા ડીઝાઇનના વિગતવાર પ્લાનને તૈયાર કરો. આ પ્લાનમાં બાંધકામના સ્થાનિક નિયમો અને એન્જિનીયરિંગના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હોય તેની ખાતરી કરો.
ડીઝાઇન પ્રમાણે સ્થળનું ખોદકામ કરો, લેઆઉટને ચિહ્નિત કરો અને આડા સ્ટેપ્સ કે ધાબાની રચના કરો. ફૉર્મવર્કનું ઇન્સ્ટોલેશન તૈયાર કરવા માટે ખોદકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તેની ખાતરી કરો.
કૉંક્રીટના સ્ટેપ્સને સચોટ રીતે આકાર આપવા માટે ફૉર્મવર્કને ઇન્સ્ટોલ કરો. મજબૂત મટીરિયલનો ઉપયોગ કરો અને ફૉર્મવર્કને સારી રીતે ગોઠવો. તેને સરળતાથી કાઢી શકાય તે માટે રીલીઝ એજન્ટને લગાવો.
સ્ટેપ્ડ ફૂટિંગની ડીઝાઇનના નિર્દેશો પ્રમાણે ફૉર્મવર્કની અંદર રીઇન્ફોર્સમેન્ટ સળિયાને ગોઠવો. સ્પેસર્સની મદદથી યોગ્ય જગ્યા અને કવરેજની ખાતરી કરો તથા એક સળંગ માળખાંની રચના કરવા માટે ઇન્ટરસેક્શન્સને બાંધો.
કૉંક્રીટને મિક્સ કરીને ફૉર્મવર્કની અંદર રેડો, સૌથી નીચા સ્ટેપથી શરૂ કરીને ઉપરની તરફ આવો. કૉંક્રીટને કૉમ્પેક્ટ કરવા માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરો, પ્રત્યેક સ્ટેપને સમાન રીતે ભરો અને સમતળ બનાવો.
કૉંક્રીટ શુષ્ક ના થઈ જાય અને તેની મજબૂતાઈ જળવાઈ રહે તે માટે ક્યુરિંગ દરમિયાન કૉંક્રીટમાં ભેજ જાળવી રાખો. તેની પર ભીનું કંતાન ઢાંકી દો અને તેને ઓછામાં ઓછા સાત દિવસ સુધી ક્યોર થવા દો. તેનાથી કૉંક્રીટ સખત થઈ જાય છે અને મજબૂતાઈ મેળવી લે છે.
ક્યુરિંગ થઈ ગયાં પછી ફૉર્મવર્કને કાઢી નાંખો, ફૂટિંગમાં કોઈ ખામી તો નથી તે ચકાસો અને જરૂર લાગે તો રીપેર કરો. ફૂટિંગ્સ નિર્દેશો અને અન્ય જરૂરિયાતોને પૂરી કરે છે કે નહીં તેની ખાતરી કરવા માટે અંતિમ નિરીક્ષણ કરો.
સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશન્સ અસમતળ જમીન પર બનેલા માળખાંની સ્થિરતા અને અખંડિતતાની ખાતરી કરવા માટે ખૂબ જ જરૂરી છે. સ્ટેપ્ડ ફૂટિંગ્સના મહત્વ, લાભ અને તેની બાંધકામની પ્રક્રિયાને સમજી લેવાથી બિલ્ડરો બિલ્ડિંગના ટકાઉપણાને લાંબા સમય સુધી સપોર્ટ પૂરો પાડનારું નક્કર ફાઉન્ડેશન બનાવી શકે છે.
બિલ્ડિંગના નિયમો અને એન્જિનીયરિંગના નિર્દેશો પર આધાર રાખીને સ્ટેપ ફૂટિંગ્સની મહત્તમ ઊંચાઈ અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે પ્રત્યેક સ્ટેપ ઓછામાં ઓછો 600 મિમીની ઊંચાઈનો હોવો જોઇએ, જેથી બાંધકામની સ્થિરતા અને સરળતાની ખાતરી થઈ શકે.
સ્ટેપ ફૂટિંગ્સ જમીની સ્તરે રહેલી વિવિધતાઓને સમાવીને અસમતળ જમીન પર સ્થિર આધાર પૂરો પાડે છે. તે માળખાંનાં ભારને સમાન રીતે વહેંચવામાં મદદરૂપ થઈને નુકસાન થતું અટકાવે છે.
સ્ટેપ્ડ સ્પ્રેડ ફૂટિંગ્સની રચના મોટા વિસ્તારમાં ભારને એકસમાન રીતે વહેંચવા માટે થયેલી હોય છે, જે સ્થિરતાને વધારે છે. આ રચના ઓછી ભારવહન ક્ષમતા ધરાવતી માટી માટે લાભદાયી છે, જે ભારને વધુ અસરકારક રીતે વિતરિત કરે છે.
સ્ટેપ ફૂટિંગ્સનો ઉપયોગ અસમતળ જમીન પર બાંધકામ કરવા માટે અને જ્યાં માટીની સ્થિતિ નોંધપાત્ર રીતે અલગ-અલગ પ્રકારની હોય ત્યાં કરવામાં આવે છે. તે માળખાંનાં ભારને સપોર્ટ પૂરો પાડીને સ્થિર અને ટકાઉ ફાઉન્ડેશનની ખાતરી કરે છે.