વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ઘરનિર્માણમાં છુપા ખર્ચ શું હોય છે ?

તમે ઘરનિર્માણ કરવાની માત્ર એક વખત જ તક ધરાવો છો, તેથી દરેક વિગતોની યોજના સાવચેતીપૂર્વક યોજના બનાવો તે મહત્ત્વપૂર્ણ છે. છુપા ખર્ચ તમારા બજેટને અનપેક્ષિત રીતે વધારી શકે છે, પરંતુ તેમને ટાળી શકાય છે. આ માર્ગદર્શિકામાં અમે તમને સામાન્ય છુપા ખર્ચ અને વ્યવહારુ ટિપ્સ આપીશું, જે તમને સ્માર્ટ રીતે અને સમજદારીપૂર્વક ખર્ચ કરવામાં સહાય કરીશું.

Share:


મુખ્ય બાબતો

 

  • અસમાન જમીનને સમતળ કરવી, જમીનની નબળી ગુણવત્તાનો ઉકેલ લાવવો અને ડ્રેનેજ સિસ્ટમ ઇન્સ્ટોલેશન્સ જેવા ખર્ચ તમારા બજેટને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.

     

  • નબળું આયોજન અપૂરતા કે ઉતરતી કક્ષાની સામગ્રીઓને લીધે સામગ્રીના બગાડ, પરિવહનનાં પડકારો અને અનપેક્ષિત ખર્ચનું કારણ બની શકે છે.

     

  • ઝોનિંગ માટે ફી, પર્યાવરણીય મંજૂરીઓ અને સુરક્ષા પ્રમાણપત્રની સાથે સાથે બિન-અનુપાલન માટે દંડો સામાન્ય છુપા ખર્ચ છે.

     

  • વીજળી, પાણી અને સિવેજ જોડાણ, ખાસ કરીને અંતરિયાળ ક્ષેત્રોમાં, આંતરમાળખાકીય અપગ્રેડ્સ અને હંગામી સેટઅપ્સ સહિતના ઊંચા ખર્ચમાં પરિણમી શકે છે.

     

  • સંપૂર્ણ સંશોધન, સામગ્રીના ઉપયોગની દેખરેખ અને વિશ્વસનીય વ્યાવસાયિકો સાથે કાર્ય કરવાથી છુપા ખર્ચને ઘટાડવામાં અને તમારા બજેટને ટ્રેક પર રાખવામાં સહાય મળી શકે છે.



તમારા ઘરનું નિર્માણ કરવું એ એક મોટી વચનબદ્ધત્તા છે, જે અનપેક્ષિત ખર્ચ સહિત પડકારો સાથે આવે છે. ઘરનિર્માણના આ છુપા ખર્ચ તમારા બજેટને નોંધપાત્ર રીતે અસર કરે છે. ઘરનિર્માણ કરતી વખતે આ ખર્ચની અવગણના કરવાથી ઘરનિર્માણના પછીના તબક્કે અનાવશ્યક સમસ્યાઓ આવી શકે છે, જ્યાં તમારે અપૂરતા ભંડોળને લીધે બાંધકામને અટકાવી રાખવું પડી શકે છે.

તમારું ઘર તમારી ઓળખ છે અને તમારે તેને પહેલી વારમાં જ યોગ્ય બનાવવાની જરૂર છે. આનો અર્થ એ થાય છે કે તમે છુપા ખર્ચથી જાગૃત્ત હોવા જોઇએ અને તે તમારા ઘરનિર્માણના એકંદર ખર્ચમાં ઝડપથી વધારો કરી શકે છે. આ ખર્ચને સમજવા ચાવીરૂપ છે, જેથી તમારા ઘરનિર્માણની સફરના દરેક તબક્કે અનપેક્ષિત ઘટનાઓને ટળી શકો છો અને માહિતગાર નિર્ણયો લઈ શકો છો.

 

 


ઘરનિર્માણ કરવાના સામાન્ય છુપા ખર્ચ

મકાનનું નિર્માણ કરવું એ દિવાલો અને છતનાં બાંધકામથી સુધી સિમિત નથી. ઘણા છુપા ખર્ચ પ્રક્રિયા દરમિયાન આવી શકે છે. કેટલાક સામાન્ય ખર્ચ અહીં વિગતવાર જણાવવામાં આવ્યા છેઃ

 

 

1) જમીનની તૈયારી અને સાઇટનો વિકાસ



બાંધકામ શરૂ થાય તેના પહેલા જમીન તૈયાર કરવામાં નોંધપાત્ર ખર્ચ થાય છે. આ તબક્કે છુપા ખર્ચ તમારા બજેટમાં અનપેક્ષિત રીતે ઉમેરો કરી શકે છે.

 

છુપા ખર્ચઃ

 

  • અસમાન જમીનઃ સાઇટ સાફ કરવી, અસમાન જમીનને સમતળ કરવી અને જમીન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવો વગેરે ખર્ચાળ હોઇ શકે છે.

     

  • માટીની નબળી ગુણવત્તાઃ અસ્થિર જમીન, જેવી કે પથરાળ અથવા ભેજયુક્ત જમીન, માટે વધારાના ઉપચાર જેવા કે માટી ભરવી કે કોમ્પેક્ટિંગની આવશ્યકતા પડી શકે છે, જે તમારા બજેટને અસર કરી શકે છે.

     

  • ડ્રેનેજ સિસ્ટમ્સઃ અસમાન ઢોળાવ અથવા નબળા જળ સંચાલન માટે રિટેઇનિંગ દિવાલો કે ડ્રેઇન્સમાં વધારાનાં રોકાણની આવશ્યકતા પડે છે.

     

 

2) બાંધકામ સામગ્રી અને પુરવઠા



ઘરનું નિર્માણ કરતી વખતે તમે સામગ્રીઓની પસંદગી પર ક્યારેય સમાધાન કરી શકો નહીં, ખાસ કરીને સારી ગુણવત્તાના સિમેન્ટ માટે. આ એવો ખર્ચ છે, જેને તમારે સ્ટીલ અને ઇંટો જેવી સામગ્રીઓને સાથે સાથે ધ્યાનમાં લેવાનો હોય છે. આના સિવાય કેટલાક છુપા ખર્ચને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

 

છુપા ખર્ચઃ

 

  • પરિવહનના ખર્ચઃ તમારા પ્લોટનું સ્થળ બદલી શકાતું નથી. જો તમે એવા પ્લોટની પસંદગી કરો કે જે પહોંચક્ષમ ન હોય તો આ સ્થળો સુધી સામગ્રીઓ અને પુરવઠાની ડિલિવરી કરવાથી આ ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. તમે એક વખત રહેવા જતા રહો ત્યાર પછી આ તમારા પોતાના અને તમારા પરિવાર માટે સમસ્યા પણ સર્જી શકે છે, કારણ કે તમે પસંદ કરો તે પ્લોટ માર્ગ સુધી પહોંચક્ષમ હોય અને શાળાઓ, બજારો, હોસ્પિટલો વગેરેની નજીકમાં હોય.

     

  • ઉતરતી કક્ષાની સામગ્રીઃ તમે તમારું ઘર માત્ર એક વખત બનાવો છો અને તમે પસંદ કરો તે સામગ્રીઓ સીધી તેની ટકાઉતાને અસર કરે છે. ઘરનું નિર્માણ કરતી વખતે સામગ્રી પર સામાધાન કરવું એ પછીથી ખર્ચાળ સમારકામ અને મોંઘી જાળવણીનું કારણ બની શકે છે.

     

  • અપૂરતી સામગ્રીઓઃ અયોગ્ય આયોજન ઘરનું નિર્માણ કરવામાં અપૂરતી સામગ્રીઓમાં પરિણમી શકે છે. તેથી દરેક સામગ્રીના ખર્ચને ગણતરીમાં લોવો જોઇએ.

     

  • સામગ્રીનો બગાડઃ તેનાથી વિપરિત, અયોગ્ય આયોજનનાં પરિણામસ્વરૂપે ઘરનિર્માણ માટે સામગ્રી અપૂરતી હોઇ શકે છે. તેથી દરેક સામગ્રીના ખર્ચનો હિસાબ રાખવો જરૂરી છે.

 

 

3) પરવાનગીઓ અને તપાસ

 

કાનૂની મંજૂરીઓ મેળવવી અને તપાસો હાથ ધરવી ફરજિયાત છે, પરંતુ ઘણી વખત તેને ઓછી આંકવામાં આવે છે. પ્લોટ ખરીદવો એ અત્યંત ખર્ચાળ છે, અને તેને ખરીદતા પહેલા તેના કાનૂની દરજ્જાની તપાસ કરવી પણ આવશ્યક છે.

 

છુપા ખર્ચઃ

 

  • પરવાનગીની ફીઃ ઝોનિંગ મંજૂરીઓ, પર્યાવરણીય મંજૂરીઓ અને માળખાકીય સુરક્ષાનાં પ્રમાણપત્રો સંબંધિત ફી સાથે આવે છે. આ ખર્ચ સ્થળ અને પ્રોજેક્ટની જટીલતાને આધારે અલગ અલગ હોય છે.

     

  • બિનઅનુપાલન માટે દંડઃ ફરજિયાત પરવાનગીઓ ચૂકી જવી અથવા તેની ઉપેક્ષા કરવાને લીધે ભારે ભરખમ દંડ અથવા પેનલ્ટી લાદવામાં આવી શકે છે અને અનાવશ્યક નાણાકીય તણાવમાં ઉમેરો થાય છે.

     

  • વધારાની તપાસઃ બિલ્ડિંગ સંહિતાઓનાં અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે સામયિક સરકાર દ્વારા ફરજિયાત કરેલી તપાસોમાં વધારાની ફી સામેલ હોઇ શકે છે, જે આરંભિક બજેટમાં સામેલ હોતા નથી.

     

     

4) યુટિલિટી જોડાણો



તમારા પ્લોટ માટે વીજળી, પાણી અને સિવેજ જોડાણો મેળવવા આવશ્યક છે, પરંતુ તે ખર્ચાળ હોઇ શકે છે. આ ઘણી વખત બાંધકામની પ્રક્રિયાનો ધ્યાનમાં લીધેલો ભાગ હોય છે, જ્યારે તે એવા ખર્ચ સાથે આવે છે, જે ઝડપથી વધી શકે છે, ખાસ કરીને ઓછા વિકસિત ક્ષેત્રોમાં.

 

છુપા ખર્ચઃ

 

  • માળખાકીય વિકાસઃ જો તમારો પ્લોટ અંતરિયાળ ક્ષેત્રમાં હોય તો વીજળી, પાણી અથવા સિવેજ માટે યુટિલિટીની લાઇનો ખર્ચાળ હોઇ શકે છે.

     

  • સેપ્ટિક સિસ્ટમ્સ અથવા બોરવેલઃ જો મ્યુનિસિપલ યુટિલિટીઝ ઉપલબ્ધ ન હોય તો તમારે વેસ્ટ મેનેજમેન્ટ માટે સેપ્ટિક ટેંક અથવા પાણી માટે બોરવેલમાં રોકાણ કરવાની જરૂર પડી શકે છે, જે નોંધપાત્ર ખર્ચ વધારી શકે છે.

     

  • જોડાણ ફીઃ યુટિલિટી પ્રદાતાઓ ઘણી વખત તમારી સંપત્તિને તેમના નેટવર્ક સાથે જોડવા માટે ફી વસૂલે છે, જે શરૂઆતમાં સ્પષ્ટ ન પણ હોઇ શકે.

     

  • પ્રવર્તમાન સિસ્ટમ્સમાં અપગ્રેડ્સઃ કેટલાક કિસ્સાઓમાં પ્રવર્તમાન યુટિલિટી સિસ્ટમ્સ તમારી જરૂરિયાતોને પહોંચી વળી ન પણ શકે, જેના માટે ખર્ચાળ અપગ્રેડ્સ અથવા રિપ્લેસમેન્ટ્સની જરૂર પડી શકે છે.

     

  • હંગામી યુટિલિટી સેટઅપઃ બાંધકામ દરમિયાન તમારે હંગામી યુટિલિટી જોડાણોની આવશ્યકતા પડી શકે છે, જે તેના પોતાના ઇન્સ્ટોલેશન અને વપરાશ શુલ્ક સાથે આવે છે.

 

 

નવા ઘરનું નિર્માણ કરતી વખતે છુપા ખર્ચ ઘટાડવા માટેની ટિપ્સ



ઘરનિર્માણ દરમિયાન અપેક્ષિત ખર્ચને ટાળવા માટે વિચારપૂર્વક યોજના બનાવવાની આવશ્યકતા હોય છે. અહીં કેટલીક વ્યવહારું ટિપ્સ આપવામાં આવી છેઃ

 

1) સંપૂર્ણ સંશોધન અને પૂર્વ-આયોજન

 

તમે જેટલું સંશોધન અને યોજના વહેલી કરશો તેટલું નિર્માણ કરતી વખતે અનપેક્ષિત ઘટનાઓનો સામનો ઓછો કરવો પડશે. તમે શરૂ કરો તે પહેલા જમીનના કુલ ખર્ચ, યુટિલિટિઝ અને સામગ્રીઓનો કુલ ખર્ચ સમજો.

 

  • તમામ સામેલ ખર્ચની વિગતવાર તપાસયાદી બનાવો, જેમાં પરવાનગી, યુટિલિટી જોડાણો અને સાઇટની તૈયારી સહિતના છુપા ખર્ચ સામેલ હોય છે.

     

  • પછીથી કોઇ અનપેક્ષિત ઘટનાઓ ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે સાઇટ સર્વે અને કાનૂની તપાસોમાં રોકાણ કરો.

 

 

2) પરવાનગીઓ અને દસ્તાવેજીકરણ પર નજર રાખો

 

જો યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો કાનૂની અને નિયમનકારી સમસ્યાઓ મોટા વિલંબો અને દંડનું કારણ બની શકે છે. સુનિશ્ચિત કરો કે તમે તમારું બાંધકામ શરૂ કરો તે પહેલા તમે આવશ્યક તમામ પરવાનગીઓ ધરાવતા હોય.

 

  • કોઇ પણ પ્લોટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તમામ દસ્તાવેજો, જેવા કે મધર ડીડ, સેલ્સ ડીડ અને બોજા પ્રમાણપત્રની ખરાઇ કરો.

     

  • પછીથી અનપેક્ષિત ઘટનાઓને ટાળવા માટે તમારા આરંભિક બજેટમાં પરવાનગીની ફી અને વધારાની ચકાસણીના ખર્ચને સામેલ છે.

 

 

3) યુટિલિટી જોડાણોની એડવાન્સમાં યોજના કરો

 

તમારી સંપત્તિ સાથે જોડાયેલી યુટિલિટીઝ પ્રાપ્ત કરવાની ક્રિયા સમય માગી લેતી અને ખર્ચાળ હોઇ શકે છે. આ જોડાણોનું અગાઉથી આયોજન કરવાથી તે તમને અચાનક આવતા ખર્ચથી બચાવે છે.

 

  • સુનિશ્ચિત કરો કે તમારો પ્લોટ પાયારૂપ યુટિલિટીઝનો એક્સેસ ધરાવે છે અથવા સેપ્ટિક ટેન્ક અને બોરવેલ જેવા વિકલ્પો માટે જોગવાઇઓ કરો.

     

  • જમીન ખરીદતા પહેલા યુટિલિટી જોડાણની ફી અને માળખાકીય સુવિધાના વિકાસના ખર્ચને ધ્યાનમાં રાખો.

 

 

4) સામગ્રીનો ઉપયોગ અને બગાડ પર દેખરેખ રાખો

 

સામગ્રીના બગાડ અને નબળા આયોજનને લીધે બાંધકામના ખર્ચ ઝડપથી વધી શકે છે. વધુ પડતી ખરીદી કરવાનું ટાળવા અથવા સામગ્રીઓ ખૂટી ન જાય તે માટે સુવ્યવસ્થિત રહો અને ઉપયોગમાં લીધેલી સામગ્રી પર દેખરેખ રાખો.

 

  • સામગ્રીની તમામ ખરીદીનો ટ્રેક રાખો અને ઇન્વેન્ટરી પર દેખરેખ રાખવા માટે બાંધકામ સંચાલન એપનો ઉપયોગ કરો.

     

  • વધુ પડતા સ્ટોકને ટાળવા અને બગાડને ઘટાડવા માટે તબક્કાવાર સામગ્રીનો ઓર્ડર કરો.

 

 

5) વિશ્વસનીય વ્યાવસાયિકો સાથે કાર્ય કરો

 

અનુભવી કોન્ટ્રાક્ટર્સ, આર્કિટેક્ટ્સ અને સલાહકારોને નિયુક્ત કરવાથી છુપા ખર્ચ કરી શકે એવી ભૂલોને રોકવામાં સહાય મળી શકે છે. બજેટની અંદર રહેવાનું મહત્ત્વ સમજતા હોય એવા વ્યાવસાયિકો સાથે કાર્ય કરો.

 

  • સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા કોન્ટ્રાક્ટર્સ પસંદ કરો અને નિર્ણય લેતા પહેલા ઘણા ક્વોટ્સ મેળવો.

     

  • તમારી ટીમ સાથે સ્પષ્ટપણે તમારા બજેટની ચર્ચા કરો અને સુનિશ્ચિત કરો કે તે તમારી નાણાકીય મર્યાદાઓ સમજે.

 

 

6) આકસ્મિક ભંડોળનું સર્જન કરો

 

ભલે તમે ગમે તેટલી સારી યોજના બનાવો, અનપેક્ષિત ખર્ચ આવે જ છે. આકસ્મિક ભંડોળ રાખવાથી તે તમારા બજેટને પ્રભાવિત કર્યા વિના આ ખર્ચને આવરવા માટે સહાય કરશે.

 

  • તમારા એકંદર બાંધકામ બજેટનો 101-5% હિસ્સો અનપેક્ષિત ખર્ચ માટે આકસ્મિક ભંડોળ તરીકે બાજુ પર રાખો.

     

  • બિનઆવશ્યક ફેરફાર અથવા અપગ્રેડ્સ માટે આકસ્મિક ભંડોળમાં ઘટાડો કરવાનું ટાળો.

 

 

7) તમારા બજેટ અને પ્રગતિની નિયમિત રીતે સમીક્ષા કરો

 

બાંધકામ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ખર્ચનો ટ્રેક રાખો અને જો આવશ્યક લાગે તો સમાયોજિત કરો. દરેક બાબતો ટ્રેક પર તે સુનિશ્ચિત કરવા માટે તમારા બજેટની નિયમિતપણે સમીક્ષા કરો.

 

  • બજેટની સમીક્ષા કરવા માટે અને પ્રગતિની ચર્ચા કરવા માટે તમારા બાંધકામની ટીમ સાથે સાપ્તાહિત બેઠકો રાખો.

     

  • જો અનપેક્ષિત ખર્ચ ઊભા થાય તો તમારા બજેટને સમાયોજિત કરો અને સંભવિત વધુ પડતા ખર્ચ અંગે સક્રિય રહો.



તમારું ખર તમારી ઓળખ છે અને તેનું નિર્માણ કરવું પડકારજનક હોવાની સાથે સાથે લાભદાયક પણ છે. ઘરનિર્માણના છુપા ખર્ચને જાણવાથી તમને વધુ સારી રીતે યોજના બનાવવામાં અને નાણાકીય તણાવ ટાળવામાં સહાય મળે છે. જમીનની તૈયારીથી લઈને યુટિલિટી જોડાણોની તૈયારી સુધી દરેક તબક્કો ખર્ચ સાથે આવે છે અને તે વધી શકે છે. જો કે, સાવચેતીપૂર્વક આયોજન, વિશ્વસનીય કોન્ટ્રાક્ટર્સ અને ગુણવત્તાયુક્ત સામગ્રીની સાથે તમે આ ખર્ચને અસરકારક રીતે સંચાલિત કરી શકાય છે.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. ઘરનિર્માણમાં સૌથી મોટા ખર્ચ કયા હોય છે ?

સૌથી મોટા ખર્ચ ઘણી વખત બાંધકામમાં જ આવે છે, જેમાં સિમેન્ટ અને સ્ટીલ જેવી સામગ્રીઓ સામેલ છે. શ્રમખર્ચ પણ બજેટનો નોંધપાત્ર હિસ્સો હોય છે.

 

2. ઘરનિર્માણ માટે કઈ પરવાનગીઓ આવશ્યક છે ?

તમારે સામાન્યપણે નિર્માણની પરવાનગીઓ, ઝોનિંગ મંજૂરીઓ અને સુરક્ષા મંજૂરીઓની આવશ્યકતા હોય છે. આવશ્યકતાઓ સ્થળ પ્રમાણે બદલાય છે, તેથી તમારા સ્થાનિક સત્તાધિકારીઓ પાસે તેની તપાસ કરો.

 

3. છુપા ખર્ચ શું હોય છે ?

છુપા ખર્ચમાં જમીનની તૈયારી, યુટિલિટી જોડાણો, કસ્ટમાઇઝેશન, પરવાનગીઓ અને લેન્ડસ્કેપિંગ સામેલ છે. આ કુલ બજેટમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

 

4. બાંધકામ દરમિયાન હું અનપેક્ષિત ખર્ચને કેવી રીતે ઘટાડી શકું ?

સંપૂર્ણ રીતે યોજના બનાવો, ગુણવત્તાયુક્ત સામગ્રી પસંદ કરો અને અનુભવી કોન્ટ્રાક્ટર્સને નિયુક્ત કરો. અનપેક્ષિત ખર્ચ માટે આકસ્મિક ભંડોળ ફાળવો.

 

5. બાંધકામમાં અનપેક્ષિત ખર્ચ શું હોય છે ?

અનપેક્ષિત ખર્ચમાં અસ્થિર જમીનને તૈયાર કરવાનો, વધઘટ થતી સામગ્રીની કિંમતો અને વધારાની તપાસો સામેલ છે. આવા ખર્ચ માટે તૈયાર રહેવાથી તે તમારા બજેટને વધી જતા રોકી શકો છો.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....