Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ગ્રિલેજ ફાઉન્ડેશન નબળી માટીમાં ભારે વજનને વિતરિત કરવામાં સહાય કરે છે, જે માળખાને સ્થિરતા પૂરી પાડે છે.
ગ્રિલેજ ફાઉન્ડેશનના બે પ્રાથમિક પ્રકારો સ્ટીલ અને ટીમ્બર છે, દરેક અલગ અલગ ભાર અને ટકાઉતાની આવશ્યકતાઓ માટે યોગ્ય છે.
ઇન્સ્ટોલેશનની પ્રક્રિયામાં સાઇટની તૈયારી, ખોદકામ, ગ્રિલ મૂકવી, સમતળ કરવું અને બીમોને સુરક્ષિત કરવાનો સમાવેશ થાય છે.
ગ્રિલેજ ફાઉન્ડેશન્સની અસરકારકતા અને આવરદા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય આયોજન, ડિઝાઇન અને બાંધકામ મહત્ત્વપૂર્ણ હોય છે.
ગ્રિલેજ ફાઉન્ડેશન ઔદ્યોગિક અને બહુમાળી ઇમારતો માટે આદર્શ હોય છે, જ્યાં માટીની સ્થિતિ પરંપરાગત પાયા માટે યોગ્ય હોતી નથી.
ગ્રિલેજ ફાઉન્ડેશન એક પ્રકારનો પાયો છે, જેનો ઉપયોગ ભારને મોટા ક્ષેત્રમાં વિતરિત કરવા માટે કરવામાં આવે છે, એમાં પણ ખાસ કરીને જ્યારે નબળી અથવા દબાઇ જતી માટી પર નિર્માણ કાર્ય કરવામાં આવતું હોય ત્યારે. આ પદ્ધત્તિમાં એક મજબૂત આધાર બનાવવા માટે, સામાન્યપણે સ્ટીલ અથવા સુદૃઢ કોંક્રિટથી બનેલા ગ્રિડ પેટર્નમાં બીમ્સ અથવા ગ્રિલ્સની શૃંખલા મૂકવામાં આવે છે. ગ્રિલેજ ફૂટિંગ્સ ભારે વજનને ટેકો આપવા માટે આદર્શ હોય છે અને તે સામાન્યપણે ઔદ્યોગિક અને બહુમાળી ઇમારતોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ બ્લોગમાં આપણે ગ્રિલેજ ફાઉન્ડેશનનો ઉપયોગ કરતી વખતે બાંધકામ પ્રક્રિયા, લાભ અને મહત્ત્વપૂર્ણ વિચારવા જેવી બાબતો પર ચર્ચા કરીશું.
ગ્રિલેજ ફાઉન્ડેશન બાંધકામની એવી પદ્ધત્તિ છે, જે નબળી માટી પર ભારે વજનને ટેકો આપવા માટે ડિઝાઇન કરેલી હોય છે. આમાં એક મોટા ક્ષેત્રમાં માળખાનાં વજનને ફેલાવવા માટે ગ્રિડ પેટર્નમાં બીમ્સ અથવા ગ્રિલ્સ સ્થાપવાનું સામેલ હોય છે. આ વધુ પડતા દબાણને રોકવામાં મદદ કરે છે અને ઇમારતની સ્થિરતા સુનિશ્ચિત કરે છે. ગ્રિલેજ ફુટિંગ પ્રણાલી ભારને અસરકારક રીતે વિતરિત કરે છે, જે તેને એવા ક્ષેત્રો માટે યોગ્ય બનાવે છે, જ્યાં પરંપરાગત પાયાઓ શક્ય હોતા નથી.
1) સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશનઃ સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશનમાં એકબીજાથી લંબરૂપ સ્તરોમાં સ્ટીલના બીમનો ઉપયોગ કરવામાં આવે છે. તળિયાનું સ્તર સામાન્યપણે ભારે બીમ્સનું બનેલું હોય છે, જ્યારે ઉપલું સ્તર હળવા બીમ્સ ધરાવે છે. આ પ્રકાર ભારે વજન માટે આદર્શ છે અને તેનો મોટે ભાગે એવી જગ્યા પર ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં માટીની સપાટીની નજીક પર્યાપ્ત ભાર વહન ક્ષમતા હોય છે, પરંતુ ઊંડા સ્તરો પર હોતી નથી. સ્ટીલ ગ્રિલેજ તેની મજબૂતાઇ, ટકાઉતા અને લઘુત્તમ વિચલનની સાથે ભારે વજનને સંભાળવાની ક્ષમતા માટે જાણિતી છે.
2) ટીમ્બર ગ્રિલેજ ફાઉન્ડેશનઃ ટીમ્બર ગ્રિલેજ ફાઉન્ડેશનમાં એક સમાન ગ્રિડ પેટર્નમાં ગોઠવેલા ઉપચાર કરેલા ટીમ્બર બીમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ હંગામી માળખાઓ અથવા એવા પ્રદેશો, જ્યાં ટીમ્બર સરળતાથી ઉપલબ્ધ અને પરવડી શકે એવા હોય ત્યાં વધુ સામાન્ય હોય છે. ટીમ્બર ગ્રિલેજ સ્ટીલ કરતા હળવા હોય છે, જેથી તેમને સંભાળવા અને લગાવવા સરળ હોય છે. જો કે, તેઓ ઓછા ટકાઉ હોય છે અને સમય જતા ક્ષય થવાની શક્યતાને લીધે તેઓ ખૂબ ભારે વજન અથવા કાયમી માળખાઓ માટે યોગ્ય હોતા નથી.
સ્થિરતા અને ટાકઉતા સુનિશ્ચિત કરવા માટે ગ્રિલેજ ફાઉન્ડેશન સ્થાપવાની પ્રક્રિયામાં કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં સામેલ હોય છેઃ
1) સાઇટની તૈયારીઃ સાઇટ પરથી કોઇ પણ કાટમાળ, વનસ્પતિ, અથવા ઢીલી માટી સાફ કરવામાં આવે છે. ત્યાર પછી પાયા માટે સપાટ સપાટી બનાવવા માટે જમીનને સમતળ કરવામાં આવે છે.
2) ખોદકામ: ડિઝાઇનને આધારે આવશ્યક ઊંડાઇ સુધી છીછરું ખોદકામ હાથ ધરવામાં આવે છે. ઊંડાઇ જમીનની સ્થિતિ અને ભાર વહન કરવાની આવશ્યકતાઓ પર આધાર રાખશે.
3) ગ્રિલ્સ સ્થાપવીઃ
એ) સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશન્સ માટે સ્ટીલના બીમ્સ તળીયે હળવા બીમથી શરૂ કરીને ટોચ પર હળવા બીમ સુધી એકબીજાને લંબરૂપ સ્તરોમાં મૂકવામાં આવે છે.
બી) ટીમ્બર ગ્રિલેજ ફાઉન્ડેશન્સ માટે ઉપચાર કરેલા ટીમ્બર બીમને એ સુનિશ્ચિત કરીને સમાન ગ્રિડ પેટર્નમાં મૂકવામાં આવે છે કે તેમને સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે અને યોગ્ય રીતે સંરેખિત છે.
4) સંરેખણ અને સમતળ કરવું: બીમને એકસમાન ભાર વિતરણ સુનિશ્ચિત કરવા માટે સંરેખિત અને સમતળ કરવામાં આવે છે. આ પગલું કોઇ અસમાન ગોઠવણ અથવા ઝોકને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ છે.
5) એન્કરિંગઃ કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને ભૂકંપ અથવા માટી ખસી જવાનું જોખમ ધરાવતા ક્ષેત્રોમાં વધારાની સ્થિરતા પૂરી પાડવા માટે બીમ્સને જમીન સાથે એન્કર કરવામાં આવી શકે છે.
6) ગુણવત્તા તપાસઃ આગામી બાંધકામ તબક્કા પર જતા પહેલા તમામ બીમ્સ યોગ્ય રીતે સ્થાપવામાં, સંરેખિત કરવામાં અને સુરક્ષિત કરવામાં આવ્યા હોવાનું સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવે છે.
ગ્રિલેજ ફાઉન્ડેશનનાં બાંધકામની પ્રક્રિયા વ્યાપક હોય છે, જેમાં આયોજનથી લઈને સમગ્ર નિર્માણ પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સામેલ હોય છે. અહીં તબક્કાઓનું વિભાજન આપવામાં આવ્યું છેઃ
1) ડિઝાઇન અને આયોજનઃ એન્જિનીયર્સ માળખાની ભારની જરૂરિયાત, જમીનની સ્થિતિ અને પર્યાવરણીય પરિબળોને આધારે પાયાની ડિઝાઇન કરે છે. આવશ્યક સામગ્રીઓના પ્રકાર અને કદને નિર્દિષ્ટ કરીને વિગતવાર યોજનાઓ તૈયાર કરવામાં આવે છે.
2) ખોદકામ અને તૈયારીઃ ડિઝાઇનની મંજૂરી પછી સાઇટ પર આવશ્યક ઊંડાઇ સુધી ખોદકામ કરવામાં આવે છે. સ્થિરતા વધારવા અને પાણીના નિકાલ માટે માટીને સખત કરવામાં આવે છે અને રેતી અથવા કાંકરી ઉમેરવામાં આવી શકે છે.
3) ગ્રિલ્સ મૂકવીઃ
એ) સ્ટીલ ગ્રિલેજ માટે સ્ટીલના બીમ્સ ડિઝાઇન પ્રમાણે મૂકવામાં આવે છે, જેમાં સૌથી પહેલા ભારે બીમ્સ તળીયાનાં સ્તરે મૂકવામાં આવે છે, ત્યાર પછી હળવા બીમ્સનું સ્તર લંબરૂપ ગોઠવવામાં આવે છે.
બી) ટીમ્બર ગ્રિલેજ માટે, ઉપચાર કરેલા ટીમ્બરના બીમ સમાન પેટર્નમાં ગોઠવવામાં આવે છે. ગ્રિડ પેટર્ન જાળવવાનું સુનિશ્ચિત કરવા માટે દરેક બીમ સાવચેતીપૂર્વક મૂકવામાં આવે છે.
4) મજબૂતીકરણ (જો આવશ્યક લાગે તો): વધારાનું મજબૂતીકરણ (રિઇન્ફોર્સમેન્ટ) સામગ્રીઓ, જેવી કે સ્ટીલના સળિયા પાયાની મજબૂતાઇ વધારવા માટે ઉમેરવામાં આવી શકે છે. આપગલું સ્ટીલ ગ્રિલેજમાં વધુ સામાન્ય છે, જ્યાં વધુ ભારની અપેક્ષા હોય છે.
5) કોંક્રિટ રેડવી (જો લાગુ થાય તો): જ્યાં કોંક્રિટના ગ્રિલેજ ફાઉન્ડેશનનું બાંધકામ થતું હોય એવા કિસ્સાઓમાં, કોંક્રિટ સખત પાયાનું સર્જન કરવા માટે ગોઠવેલી ગ્રિલ્સ પર કોંક્રિટ રેડવામાં આવે છે. કોંક્રિટ જામવા અને સખત થવા દેવામાં આવે છે, જે આગળનાં બાંધકામ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
6) આખરી તપાસ અને પરીક્ષણઃ પાયો સ્થાપવામાં આવે ત્યાર પછી સંરેખણ, સ્તર અને માળખાકીય અખંડતાની તપાસ કરવા માટે આખરી તપાસ હાથ ધરવામાં આવે છે. પાયો સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો પૂરા કરે છે તે સુનિશ્ચિત કરવા માટે કોઇ આવશ્યક સમાયોજન કરવામાં આવે છે.
7) સમાપનઃ તમામ તપાસ સંતોષકારક પૂર્ણ થાય ત્યાર પછી પાયો માળખાને ટેકો આપવા માટે તૈયાર થાય છે, જે ગ્રિલેજ ફાઉન્ડેશનનાં બાંધકામની પ્રક્રિયાનાં સમાપનને ચિહ્નિત કરે છે.
ગ્રિલેજ ફાઉન્ડેશન્સ ગ્રિડ પેટર્નમાં ગોઠવવામાં આવેલા સ્ટીલ કે ટીમ્બર બીમ્સનો ઉપયોગ કરીને નબળી માટી પર ભારને વિતરિત કરવા માટે અસરકારક ઉકેલ ઓફર કરે છે. સ્થાપના અને બાંધકામ પ્રક્રિયાઓ, અલગ અલગ છે છતાં પણ, વિભિન્ન પ્રકારનાં માળખાઓને ટેકો આપવા માટે સક્ષમ સ્થિર આધારનું સર્જન કરવા માટે એક સાથે કાર્ય કરે છે. આ પગલાંની સમજ પાયાની મજબૂતાઇ અને ટકાઉતા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.
જ્યારે સીધા ભારે વજન વહન ન કરી શકે એવી નબળી અથવા દબાઇ જાય એવી જમીન પર બાંધકામ કરવામાં આવે ત્યારે ગ્રિલેજ ફાઉન્ડેશન પૂરું પાડવામાં આવે છે. આ ફાઉન્ડેશનનો પ્રકાર ઇમારતના વજનને મોટા ક્ષેત્રમાં વિતરિત કરવામાં સહાય કરે છે, જે વધુ પડતા દબાણનાં જોખમને ઘટાડે છે. આ ખાસ કરીને ઔદ્યોગિક ઇમારતો, પુલ અથવા મશીનરી ફાઉન્ડેશન્સ જેવા વ્યાપક આધાર અને વધારાના ટેકાની આવશ્યકતા હોય એવા માળખાઓ માટે ઉપયોગી હોય છે.
ગ્રિલેજ ફાઉન્ડેશનને છીછરા ફાઉન્ડેશન તરીકે વર્ગીકૃત્ત કરવામાં આવે છે. તેને ઊંડા ખોદકામની આવશ્યકતા વિના વ્યાપક ક્ષેત્રમાં માળખાનાં ભારનાં પ્રસરણ માટે જમીનની સપાટીની નજીક બનાવવામાં આવે છે. છીછરા ફાઉન્ડેશન્સ સામાન્યપણે વધુ ખર્ચ-અસરકારક અને બનાવવામાં ઝડપી હોય છે, જે તેમને ઊંડા ફાઉન્ડેશન્સ બિનજરૂરી અથવા અવ્યવહારું હોય એવા પ્રોજેક્ટ્સ માટે આદર્શ બનાવે છે.
ગ્રિલેજ ફાઉન્ડેશન્સ નબળી જમીન અથવા જ્યાં ભારને વ્યાપક ક્ષેત્રમાં સમાન રીતે વિતરિત કરવાની આવશ્યકતા હોય એવા ક્ષેત્રો માટે યોગ્ય હોય છે. તેમનો ઉપયોગ સામાન્યપણે ઔદ્યોગિક ઇમારતો, પુલ અને ભારે મશીનરી ધરાવતા માળખામાં કરવામાં આવે છે. મર્યાદિત જગ્યા પર અથવા જ્યાં ઊંડું ખોદકામ શક્ય ન હોય એવી જગ્યાઓ પર બાંધકામ કરવામાં આવે ત્યારે આ પ્રકારનાં ફાઉન્ડેશનને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે.
ગ્રિલેજ ફૂટિંગમાં મહત્તમ શીઅર ફોર્સ સામાન્યપણે એવા બિંદુઓની નજીક સર્જાય છે, જ્યાં બીમ્સ છેદતા હોય છે અથવા ટેકા પર હોય છે. આ ક્ષેત્ર સૌથી વધુ ભાર સંકેન્દ્રિત હોય છે, જેનાથી ડિઝાઇનમાં તેમને મહત્ત્વપૂર્ણ બિંદુઓ બનાવે છે. શીઅર ફોર્સને અસરકારક રીતે સંચાલિત કરવા માટે અને પાયાની સ્થિરતા અને ટકાઉપણાં સુનિશ્ચિત કરવા માટે યોગ્ય સંરેખણ અને મજબૂતીકરણ (રિઇન્ફોર્મેન્ટ) મહત્ત્વપૂર્ણ હોય છે.