વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



વધુ સારા ઘરનું નિર્માણ: ઇંટોના પ્રકારો માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા 

ઇંટો તમારા ઘરને વર્ષો સુધી જોડી રાખે છે. આ બ્લોગમાં, અમે તમને તમારા ઘરને સમય જતાં ટકી રહે તે માટે શ્રેષ્ઠ વિકલ્પો જણાવીશું. 

Share:


ભઠ્ઠીમાં માટી પકવીને બનાવવામાં આવતી પરંપરાગત ઇંટોથી માંડીને ઇંટોના ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો સુધી આજે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની ઇંટો અંગે અમે અહીં ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી છે. તમે કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ હો કે પછી તમારી આસપાસ જોવા મળતી બાંધકામની સામગ્રી અંગે જિજ્ઞાસા ધરાવતા હો, તમને આ બ્લૉગમાં ઇંટોની અથથી ઇતિ સુધીની માહિતી જાણવા મળી રહેશે.

 

 



ઇંટો શું છે?

ઇંટો ઘરના બાંધકામમાં સૌથી વધુ વપરાતી સામગ્રીમાંની એક છે. તે માટી, રેતી, ચૂનો અથવા કોંક્રિટમાંથી બનાવવામાં આવે છે. ઇંટોની ટકાઉપણું, કઠિનતા અને અગ્નિ પ્રતિકાર જેવા ગુણો તમારા ઘરની મજબૂતીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

 

હેતુના આધારે, ઈંટની જાડાઈ અને તેનું કદ અલગ હોઈ શકે છે. ભારતમાં ઈંટનું સ્ટાન્ડર્ડ કદ લગભગ 190 mm × 90 mm × 90 mm છે, પરંતુ માળખાકીય જરૂરિયાત મુજબ અલગ કદ પણ ઉપલબ્ધ છે. 

 

ખબર નથી કે તમે કેવા પ્રકારનું માળખું બનાવી રહ્યા છો? યોગ્ય રસ્તે ચાલવા માટે બાંધકામમાં દીવાલોના પ્રકાર વિશેની અમારી માર્ગદર્શિકા જુઓ. 

 

 

ઇંટોના વિવિધ પ્રકારો

અહીં ઇંટોના કેટલાક વિવિધ પ્રકારો આપ્યા છે: 



1. સૂરજના તાપમાં સૂકવેલી ઈંટ



આ ઇંટોના સૌથી જૂના પ્રકારોમાંની એક છે, જે પરાળ સાથે ભીની માટી ભેળવીને સૂર્યપ્રકાશમાં સૂકવીને બનાવવામાં આવે છે. તે સસ્તી છે પણ ઓછી ટકાઉ છે અને મોટે ભાગે કામચલાઉ અથવા ગ્રામીણ બાંધકામો માટે વપરાય છે. 

 

 

2. પકવેલી માટીની ઈંટ



ભઠ્ઠામાં શેકેલી માટીની ઇંટોનો રહેણાંક બાંધકામમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. માટીને ઊંચા તાપમાને શેકીને બનાવેલી આ ઇંટો મજબૂત, એકસરખી અને ગરમી તથા દબાણ સામે પ્રતિરોધક હોય છે. તે લોડ-બેરિંગ દીવાલો અને સામાન્ય બાંધકામ માટે શ્રેષ્ઠ છે. 

 

 

3. ફ્લાય એશ ઇંટો



ફ્લાય એશ, સિમેન્ટ અને પાણીમાંથી બનેલી આ ઇંટો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે. તે વજનમાં હલકી, સસ્તી છે અને ઓછું વજન હોવાને કારણે બહુમાળી ઇમારતો માટે આદર્શ છે. આ ઇંટો પાણીના પ્રવેશ અને તિરાડો સામે પણ સારો પ્રતિકાર આપે છે. 

 

 

4. કોંક્રિટ ઇંટો



તે સિમેન્ટ, રેતી અને પાણીને ભેળવીને અને પછી મિશ્રણને બીબામાં રેડીને બનાવવામાં આવે છે. તે મજબૂત, ટકાઉ અને અગ્નિ તથા હવામાન સામે પ્રતિરોધક છે. આ ઇંટોનો ઉપયોગ લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સ અને પેવિંગ બ્લોક્સ તરીકે થાય છે. 

 

 

5. એન્જિનિયરિંગ ઇંટો 



આ સ્ટ્રક્ચરલ કામમાં ઉપયોગ માટે બનાવવામાં આવે છે. તે સારી ગુણવત્તાવાળી માટીમાંથી બનાવવામાં આવે છે જેને ઊંચા તાપમાને શેકવામાં આવે છે, જે તેને મજબૂત, ઘટ્ટ અને પાણી તથા રસાયણો સામે પ્રતિરોધક બનાવે છે. આ પ્રકારની ઇંટોનો ઉપયોગ સામાન્ય રીતે એવા વિસ્તારોમાં થાય છે જ્યાં ભારે વજન આવતું હોય અથવા પાણી સામે રક્ષણ જરૂરી હોય. 

 

 

6. કેલ્શિયમ સિલિકેટ ઇંટો 



તે રેતી અને ચૂનામાંથી બનાવવામાં આવે છે અને તેની મજબૂતી, ટકાઉપણું અને અગ્નિ પ્રતિકાર માટે જાણીતી છે. કેલ્શિયમ સિલિકેટ ઇંટો વજનમાં હલકી હોય છે અને સારા ઇન્સ્યુલેશન ગુણો ધરાવે છે, જે તેને બહુમાળી ઇમારતો અથવા ગરમી સામે રક્ષણ જરૂરી હોય તેવા વિસ્તારો માટે યોગ્ય બનાવે છે. 

 

 

7. ઇકો ઇંટો



આ પ્રકારની ઇંટો પ્લાસ્ટિકની બોટલો, કાગળ અને અન્ય કચરા જેવી રિસાયકલ કરેલી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તે પર્યાવરણને અનુકૂળ છે અને તેના ટકાઉપણાને કારણે લોકપ્રિય થઈ રહી છે. તે સામાન્ય રીતે નોન-સ્ટ્રક્ચરલ હેતુઓ જેમ કે બગીચાની દીવાલો, લેન્ડસ્કેપિંગ અથવા ડેકોરેશન માટે વપરાય છે.


ગુણવત્તાના આધારે ઇંટોના પ્રકાર કયા છે? 

ઇંટોને તેમની મજબૂતી, ટકાઉપણું અને દેખાવના આધારે અલગ-અલગ ગ્રેડમાં વહેંચવામાં આવે છે. મુખ્યત્વે, ઇંટોને ફર્સ્ટ-ક્લાસ, સેકન્ડ-ક્લાસ, થર્ડ-ક્લાસ અને ફોર્થ-ક્લાસમાં વહેંચવામાં આવે છે. 

 

1. ફર્સ્ટ-ક્લાસ ઇંટો ઉચ્ચ ગુણવત્તાની, આકારમાં એકસરખી હોય છે અને મહત્વના માળખાકીય કામ માટે વપરાય છે. 

2. સેકન્ડ-ક્લાસ ઇંટો થોડી ખરબચડી હોય છે અને તેનો ઉપયોગ ત્યાં થાય છે જ્યાં ફિનિશિંગ બહુ મહત્વનું નથી. 

3. થર્ડ-ક્લાસ ઇંટો સસ્તી, ઓછી ટકાઉ હોય છે અને કામચલાઉ બાંધકામો માટે શ્રેષ્ઠ છે. 

4. ફોર્થ-ક્લાસ ઇંટો તૂટેલી અથવા વધુ પડતી શેકેલી હોય છે, જેનો ઉપયોગ રસ્તાના પાયામાં અથવા ભરાણ માટેની સામગ્રી તરીકે થાય છે. 

 

 

વિવિધ પ્રકારની ઇંટોના ઉપયોગો 

બાંધકામમાં વિવિધ પ્રકારની ઇંટો અલગ-અલગ હેતુઓ પૂરા પાડે છે. દરેક પ્રકારનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવાથી તમને શ્રેષ્ઠ પરિણામ મળે છે. 

 

1. માટીની ઇંટો સારા ઇન્સ્યુલેશન અને ક્લાસિક દેખાવને કારણે રહેણાંક દીવાલો માટે વપરાય છે. 

2. ફ્લાય એશ ઇંટો પર્યાવરણને અનુકૂળ અને વજનમાં હલકી હોય છે, જે બહુમાળી ઇમારતો માટે આદર્શ છે. 

3. કોંક્રિટની ઇંટો વધુ સારી મજબૂતી આપે છે અને લોડ-બેરિંગ દીવાલો અથવા ઔદ્યોગિક વિસ્તારોમાં વપરાય છે. 

4. એન્જિનિયરિંગ ઇંટો, તેની ઉચ્ચ મજબૂતી અને પાણીના પ્રતિકાર સાથે, બેઝમેન્ટ અથવા ભેજવાળા વિસ્તારો માટે શ્રેષ્ઠ છે. 

 

 

ઇંટોની સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી 

ઇંટોની સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી તે જાણવાથી વિલંબ અને વધારાનો ખર્ચ ટાળવામાં મદદ મળે છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો: 

 

ઇંટોની સંખ્યા = (દીવાલનું ક્ષેત્રફળ / ઈંટનું ક્ષેત્રફળ) × એડજસ્ટમેન્ટ ફેક્ટર 

 

1. પ્રથમ, સ્ક્વેર ફૂટ અથવા મીટરમાં દીવાલના ક્ષેત્રફળની ગણતરી કરો. 

2. પછી, એક ઈંટનું કદ શોધો (સ્ટાન્ડર્ડ કદ 190 mm × 90 mm × 90 mm અથવા 7.5 in × 3.5 in × 3.5 in છે). 

3. તૂટફૂટ અને બગાડના કિસ્સામાં લગભગ 5-10% વધારાની ઇંટો ઉમેરો. 

 

ઉદાહરણ તરીકે, 10 ft × 10 ft દીવાલ માટે, ઈંટના કદ અને ચણતરના સાંધાના આધારે તમારે આશરે 500–550 ઇંટોની જરૂર પડશે. આ સરળ ગણતરી તમને યોગ્ય જથ્થો ઓર્ડર કરવામાં અને પ્રોજેક્ટમાં વિલંબ ટાળવામાં મદદ કરે છે. 

 

તમારા પ્રોજેક્ટ માટે બજેટ બનાવવામાં મદદ જોઈએ છે? ઈંટના પ્રકાર, જથ્થા અને સ્થાનના આધારે અંદાજ મેળવવા માટે અમારા કોસ્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 

 

 

ઇંટોને કેવી રીતે ઓળખવી? 

ઇંટોને તેમના કદ, રંગ, ટેક્સચર અને તેને ટકોરા મારતી વખતે આવતા અવાજ દ્વારા ઓળખી શકાય છે. ઇંટોને ઓળખવામાં તમારી મદદ માટે અહીં કેટલાક સ્ટેપ્સ આપ્યા છે: 

 

1. કદ 

જો તમે ઈંટનું કદ શું હોય છે તે વિચારી રહ્યા હોવ, તો જાણો કે તે વિવિધ કદમાં આવે છે, પરંતુ સૌથી સામાન્ય કદ 8.5 ઇંચ x 4.25 ઇંચ x 2.75 ઇંચ (215 mm x 102.5 mm x 65 mm) છે. તમે ઈંટને માપીને તેનું કદ નક્કી કરી શકો છો.

 

2. રંગ 

ઇંટો લાલ, કથ્થઈ, ગ્રે અને ક્રીમ સહિત વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. રંગ ઈંટ બનાવવા માટે વપરાતી સામગ્રી, શેકવાની પ્રક્રિયા અને ઉત્પાદનમાં વપરાતા એડિટિવ્સ પર આધારિત છે. 

 

3. ટેક્સચર 

ઇંટોના ઉપયોગના આધારે અલગ-અલગ ટેક્સચર હોઈ શકે છે. લોડ-બેરિંગ દીવાલો માટે વપરાતી ઇંટોની સપાટી સુંવાળી અને ધાર તીક્ષ્ણ હોય છે, જ્યારે ડેકોરેશન માટે વપરાતી ઇંટોનું ટેક્સચર ખરબચડું અથવા પેટર્નવાળું હોઈ શકે છે. 

 

4. અવાજ 

ટકોરા મારતી વખતે, ઉચ્ચ ગુણવત્તાવાળી ઈંટમાંથી સ્પષ્ટ રણકાર જેવો અવાજ આવવો જોઈએ. જો અવાજ થપકારા જેવો આવે, તો તે ઓછી ગુણવત્તાની અથવા નુકસાન પામેલી હોઈ શકે છે. 


ઇંટોના ગુણધર્મો શું છે?

 

1. કઠિનતા 

જો ઈંટ બહારના હવામાન અથવા ભારે ઉપયોગ (જેમ કે પેવમેન્ટ અથવા બહારની દીવાલો) નો સામનો કરવાની હોય, તો તે ઘસારો અને નુકસાન સામે ટકી શકે તેવી હોવી જોઈએ. ઈંટ જેટલી કઠણ, તેટલી વધુ લાંબી ચાલે છે. 

 

2. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 

શું તમે લોડ-બેરિંગ દીવાલ અથવા થાંભલો બનાવવાનું વિચારી રહ્યા છો? તો તમારે એવી ઇંટોની જરૂર પડશે જે વજન સહન કરી શકે. વધુ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સ્ટ્રક્ચરને સુરક્ષિત અને સ્થિર રાખે છે. 

 

3. શોષણ શક્તિ 

શું તમે વધારે વરસાદ કે ભેજવાળા વિસ્તારમાં બાંધકામ કરી રહ્યા છો? ઓછું પાણી શોષતી ઇંટો વધુ સારી રહે છે, કારણ કે તેમાં તિરાડો પડવાની, શેવાળ ઉગવાની અથવા સમય જતાં નબળી પડવાની શક્યતા ઓછી હોય છે. 

 

4. થર્મલ કન્ડક્ટિવિટી 

ઈંટની ગરમી વહન કરવાની ક્ષમતા ઇન્સ્યુલેશન માટે મહત્વની છે. બહારની દીવાલો અને વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ વિસ્તારો માટે, ઓછી થર્મલ કન્ડક્ટિવિટી ધરાવતી ઇંટો ઘરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે, જે ઉનાળામાં તેને ઠંડુ અને શિયાળામાં ગરમ રાખે છે. 

 

5. ક્ષાર જામવો 

પેલી સફેદ પતરીઓ તમે ક્યારેક જોતા હશો? તે એફ્લોરેસન્સ છે, જે વધારાના ક્ષારની નિશાની છે. તેનું વધુ પડતું પ્રમાણ સપાટીને નુકસાન પહોંચાડી શકે છે અને ઈંટની ટકાઉપણું ઘટાડી શકે છે, ખાસ કરીને દેખાય તેવા અથવા ભેજવાળા વિસ્તારોમાં. 

 

6. આલ્કલી પ્રતિકાર 

જે વિસ્તારોમાં ઇંટો સતત સિમેન્ટ, પ્લાસ્ટર અથવા આલ્કલાઇન માટી (જેમ કે પાયા અથવા દીવાલના સાંધા) ના સંપર્કમાં રહેવાની હોય, ત્યાં આલ્કલી પ્રતિકાર મહત્વનો બની જાય છે. સારી ઈંટ આ સામગ્રીના સંપર્કમાં આવતા નબળી પડતી નથી, તૂટતી નથી કે પ્રતિક્રિયા આપતી નથી. 



ઇંટો તમારા ઘરના નિર્માણ માટેના પાયાના પથ્થર છે 

ઇંટો ભલે નાની હોય, પણ તમારું ઘર કેટલું સુરક્ષિત અને મજબૂત છે તેમાં તે મોટી ભૂમિકા ભજવે છે. ગ્રામીણ બાંધકામો માટે સૂર્યપ્રકાશમાં સૂકવેલી ઇંટોથી લઈને ઘરના બાંધકામ માટે ભઠ્ઠામાં શેકેલી માટીની ઇંટો સુધી, પસંદ કરવા માટે ઘણું બધું છે. 

 

ઇંટોનું પરીક્ષણ કરવાથી ઘર બનાવનારાઓને એ જાણવામાં મદદ મળે છે કે શું તે મજબૂત, સુરક્ષિત અને કામ માટે યોગ્ય છે. ઈંટ કેટલું પાણી શોષે છે થી લઈને તે કેટલું વજન ઉપાડી શકે છે તે સુધી, દરેક ટેસ્ટ ઉપયોગી માહિતી આપે છે. આ તપાસ પછીથી આવતી સમસ્યાઓ ટાળવામાં મદદ કરે છે. તમે આ વીડિયોમાં ટેસ્ટિંગ પદ્ધતિઓ વિશે વધુ જાણી શકો છો. 



વારંવાર પૂછાતા પ્રશ્નો 

 

1. કયા પ્રકારની ઈંટ સૌથી મજબૂત હોય છે? 

ફર્સ્ટ-ક્લાસ માટીની ઇંટો અને એન્જિનિયરિંગ ઇંટો સૌથી મજબૂત હોય છે. તે ઉચ્ચ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ઓછું પાણી શોષવાની ક્ષમતા આપે છે, જે સ્ટ્રક્ચરલ ઉપયોગ માટે શ્રેષ્ઠ છે. 

 

2. ટોચની 5 ઇંટો કઈ છે? 

ટોચની પાંચ ઇંટોમાં માટીની ઇંટો, ફ્લાય એશ ઇંટો, કોંક્રિટની ઇંટો, એન્જિનિયરિંગ ઇંટો અને ફાયર બ્રિક્સ (અગ્નિરોધક ઈંટો) નો સમાવેશ થાય છે, જે મજબૂતી અને ટકાઉપણું મુજબ અલગ-અલગ ઉપયોગ માટે યોગ્ય હોય છે. 

 

3. ઘર બનાવવા માટે કયા પ્રકારની ઈંટ શ્રેષ્ઠ છે? 

ફર્સ્ટ-ક્લાસ માટીની ઇંટો ઘર બનાવવા માટે આદર્શ છે કારણ કે તેની મજબૂતી, એકસરખો આકાર અને સારું ફિનિશિંગ હોય છે. તે દીવાલો અને પાયા બંને માટે ભરોસાપાત્ર છે. 

 

4. મોડ્યુલર ઇંટો શું છે? 

મોડ્યુલર ઇંટો સ્ટાન્ડર્ડ સાઈઝની ઇંટો છે જે બાંધકામમાં એકરૂપતા અને સરળતા માટે બનાવવામાં આવી છે. તે મોર્ટારના વપરાશને ઘટાડવામાં અને ચણતર કામ ઝડપી બનાવવામાં મદદ કરે છે. 

 

5. કઈ ઇંટોમાં પ્લાસ્ટર કરવાની જરૂર પડતી નથી? 

વાયર-કટ અથવા એક્સપોઝ્ડ ઇંટોમાં ઘણીવાર પ્લાસ્ટર કરવાની જરૂર પડતી નથી. તેમની સપાટી સુંવાળી અને ફિનિશિંગવાળી હોય છે જે દેખાવમાં આકર્ષક લાગે છે. 


સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....