વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ખોદકામ

 

 

ખોદકામ એટલે શું?

ખોદકામ એ બાંધકામ પ્રક્રિયાનો પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. તેમાં, કોઈપણ સ્ટ્રક્ચરનો પાયા નાખવા માટે, સાધનો, ઉપકરણો અથવા વિસ્ફોટકોની મદદથી માટી, ખડક કે અન્ય મટીરીયલને દૂર કરવામાં આવે છે. ઇમારતોના પાયા, જળાશયો અને રાજમાર્ગો ને બનાવવા દરમિયાન ખોદકામ કરવામાં આવે છે.

Excavation in construction | UltraTech Cement

બાંધકામમાં ખોદકામના 10 પ્રકારો નીચે મુજબ છે:

  • ઉપરી જમીન દૂર કરવી (ટોપ સોઇલ રિમૂવલ): માટીનું ઉપરનું સ્તર કાઢીને બાંધકામ માટે સમતલ સ્થળ તૈયાર કરવું.

  • પથ્થરો દૂર કરવા (રોક રિમૂવલ): પાયાના વિસ્તારમાં અવરોધ ઉભું કરતા મોટા ખડકો અને પથ્થરો દૂર કરવા

     

  • ફૂટિંગ ખોદકામ (એક્સકેવેશન): પાયાને ટેકો આપવા અને જમીન બેસી જતી અટકાવવા માટે ફૂટિંગ ગોઠવવા માટે ખાડાઓ ખોદવાની પ્રક્રિયા.

     

  • માટી દૂર કરવી (અર્થ રિમૂવલ): પાયા, પાળા અથવા ખાડા માટે જગ્યા બનાવવા માટે ઉપરની માટી નીચે ખોદકામ કરવું.

  • કટ અને ફિલ: ઊંચાણવાળા વિસ્તારોમાંથી માટીને દૂર કરીને અને તેને નીચાણવાળા વિસ્તારોમાં ભરીને જમીનને સમતળ કરવાની પ્રક્રિયા.

  • ટ્રેન્ચિંગ: પાઇપ અથવા કેબલ જેવી યુટિલિટી લાઇનો નાખવા માટે સાંકડી, ઊંડી ખાઈઓ ખોદવી.

     

  • કાદવ દૂર કરવો: બાંધકામ માટે મજબૂત પાયો પૂરો પાડવા માટે કાદવવાળી અથવા અસ્થિર માટી દૂર કરવી.

     

  • બેઝમેન્ટમાં ખોદકામ: બેઝમેન્ટ કે અન્ય ભૂગર્ભના માળખાંના નિર્માણ માટે જમીનની સપાટી નીચે લાવવા કરવામાં આવતું ખોદકામ.

     

  • માટી માટે ખોદકામ: બાંધકામ સ્થળને ભરવા અથવા સમતળ કરવા માટે અન્ય સ્થળેથી માટી લાવવી.

  • ડ્રેજિંગ: બોટ માટે સ્પષ્ટ માર્ગ સુનિશ્ચિત કરવા અને જળમાર્ગોની જાળવણી હેતુસર જળાશયોમાંથી કાંપ દૂર કરવાની પ્રક્રિયા.

 

 

નવું ઘર બનાવતી વખતે પાયા ખોદકામનું કામ કેવી રીતે કરવામાં આવે છે?

  1. સ્થળની તૈયારી: જમીનને વનસ્પતિ, કાટમાળ અને કોઈપણ સ્ટ્રક્ચર ને કાઢી નાખવામાં આવે છે.

  2. સ્થળનું સર્વેક્ષણ: મિલકતની સીમાઓ, માટીની સ્થિતિ અને ભૂગર્ભ સુવિધાઓ નક્કી કરવી.

  3. લેઆઉટ માર્કિંગ: પાયાના પરિમાણોને ચિહ્નિત કરવા માટે ખીલા અને દોરીનો ઉપયોગ કરવો.

  4. ડિગીંગ: પાયા માટે જરૂરી ઊંડાઈ સુધી જમીન ખોદીને માટી દૂર કરવી. આ કાર્યમાં ઘણીવાર એક્સેવેટર જેવી ભારે મશીનરીનો ઉપયોગ થાય છે.

     

  5. ગ્રેડિંગ: યોગ્ય ડ્રેનેજ અને પાયાના ટેકા માટે ખોદકામ કરેલા વિસ્તારને સમતળ કરવો.

  6. પાયાની સુવિધાઓનું સ્થાપન (યુટીલીટી ઈન્સ્ટોલેશન): પાણી, ગટર અને ઇલેક્ટ્રિકલ લાઇન માટે ખોદકામ કરવું.

     

  7. માટી દૂર કરવી (સોઇલ રિમૂવલ): ખોદકામ કરેલી માટીને નક્કી કરેલ વિસ્તારમાં સુધી પહોંચાડવી અથવા તેને રિસાયકલ કરવી.


ઘરબાંધકામ કરનારોએ શું જાણવું જોઈએ

people with home

ઘર બાંધકામ વિશે વધુ વાંચો



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....