વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



તમે પ્લાસ્ટરિંગના ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરશો?

તમારા મકાનની દિવાલો અને સીલિંગ માટે પ્લાસ્ટરના પર્ફેક્ટ મિશ્રણને હાંસલ કરવાના રહસ્યને જાણો. દર વખતે સ્મૂધ, ટકાઉ ફિનિશની બાંયધરી આપે તેવા પ્લાસ્ટરિંગના યોગ્ય ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરવી તેની જાણકારી મેળવો.

Share:


મુખ્ય વિગતો

 

  • પ્લાસ્ટરિંગનો ગુણોત્તર પ્લાસ્ટરની ગુણવત્તા, કાર્યક્ષમતા અને મજબૂતાઈને પ્રભાવિત કરે છે.

     

  • દિવાલના પ્લાસ્ટરિંગ માટેનો સામાન્ય ગુણોત્તર 1 ભાગ સીમેન્ટ અને 4 ભાગ રેતી (1:4) છે.

     

  • પ્લાસ્ટરિંગ માટે જરૂરી મટીરિયલમાં સીમેન્ટ, રેતી, પાણી અને વૈકલ્પિક રીતે ચૂના કે જીપ્સમનો સમાવેશ થાય છે.

     

  • પ્લાસ્ટરની જાડાઈ અને વિસ્તાર એ આવશ્યક મિશ્રણની માત્રાની ગણતરી કરવામાં મહત્વના પરિબળો ગણાય છે.

     

  • 12 મિમીની જાડાઈ ધરાવતા 1:4 પ્લાસ્ટરના દર 100 ચોરસ ફૂટ માટે તમારે લગભગ 220 કિગ્રા સીમેન્ટની જરૂર પડે છે.

     

  • પ્લાસ્ટરના મિશ્રણમાં યોગ્ય સાતત્યતા હાંસલ કરવા માટે પાણીને ધીમે-ધીમે ઉમેરવામાં આવે છે.

  •  



દિવાલો અને સીલિંગના ફિનિશિંગમાં પ્લાસ્ટરિંગ એ મહત્વનું પગલું છે, જે રંગકામ અને વૉલપેપર લગાવવા માટે તૈયાર હોય તેવી સ્મૂધ, ટકાઉ સપાટી પૂરી પાડે છે. પરંતુ પ્લાસ્ટરનું પર્ફેક્ટ મિશ્રણ તૈયાર કરવું એ એક વિજ્ઞાન છે - તેમાં વપરાતી સામગ્રીનો યોગ્ય ગુણોત્તર હોવો ખૂબ જરૂરી છે. આ ગુણોત્તર પ્લાસ્ટરની ગુણવત્તા, કાર્યક્ષમતા અને મજબૂતાઈને નિર્ધારિત કરે છે. આ લેખમાં આપણે પ્લાસ્ટરના ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરવી, તે સમજીને તમારા આગામી પ્રોજેક્ટમાં શક્ય એટલી શ્રેષ્ઠ ફિનિશ પ્રાપ્ત થાય તેની ખાતરી કરીશું. તમે એક અનુભવી પ્રોફેશનલ હો કે ડીઆઇવાય એન્થુઝિયેસ્ટ હો, સફળતાપૂર્વક પ્લાસ્ટરિંગ કરવા માટે આ ગુણોત્તરને સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

 


પ્લાસ્ટરિંગનો ગુણોત્તર એટલે શું?



પ્લાસ્ટરિંગનો ગુણોત્તર એ પ્લાસ્ટર બનાવવા માટે ભેગા કરીને મિશ્રિત કરવામાં આવતાં વિવિધ મટીરિયલના પ્રમાણને સંદર્ભિત કરે છે. આ મિશ્રણમાં રહેલી સર્વસામાન્ય સામગ્રીઓમાં સીમેન્ટ, રેતી અને જરૂરી પ્લાસ્ટરના પ્રકાર પર આધાર રાખીને ક્યારેક ચૂના કે જીપ્સમનો સમાવેશ થાય છે.

 

સીલિંગના પ્લાસ્ટર માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો ગુણોત્તર 1 ભાગ સીમેન્ટ અને 4 ભાગ રેતી છે, જેને 1:4 તરીકે ઓળખવામાં આવે છે. બહારનું પ્લાસ્ટર કરવા માટે થોડાં અલગ ગુણોત્તરની ભલામણ કરવામાં આવે છે, જે 1:6 (1 ભાગ સીમેન્ટ અને 6 ભાગ રેતી) હોય છે, કારણ કે તે બહારની પરિસ્થિતિમાં પ્લાસ્ટરને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. ગુણોત્તરને એડજેસ્ટ કરવાથી પ્લાસ્ટરની કઠણતા, ટકાઉપણું અને તેના સેટ થવામાં લાગતો સમય પ્રભાવિત થઈ શકે છે.

 

 

પ્લાસ્ટરિંગ કરવામાં કયા મટીરિયલની જરૂર પડે છે?



પ્લાસ્ટરિંગ કરવા માટે તમારે અહીં નીચે જણાવેલા મટીરિયલની જરૂર પડી શકે છેઃ

 

1. સીમેન્ટ

તે પ્લાસ્ટરમાં બાઇન્ડર તરીકે કામ કરે છે. આવરી લેવામાં આવનારા વિસ્તાર અને જાડાઈ પર આધાર રાખીને પ્લાસ્ટરમાં વપરાતા સીમેન્ટની માત્રા અલગ-અલગ હોય છે.

 

2. રેતી

તે મિશ્રણમાં જથ્થો અને મજબૂતાઈ ઉમેરે છે. પ્લાસ્ટર સંકોચાઈ ના જાય અને તેમાં તિરાડો ના પડી જાય તે માટે ચોખ્ખી અને બરછટ રેતીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

 

3. પાણી

સીમેન્ટ અને રેતીને મિક્સ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે, જે પ્લાસ્ટરને મેનેજેબલ અને કાર્યક્ષમ બનાવે છે.

 

4. ચૂનો

તે વૈકલ્પિક છે પરંતુ તે પ્લાસ્ટરની કાર્યક્ષમતા અને સંયોજકતા સુધારે છે.

 

5. જીપ્સમ

તે પણ વૈકલ્પિક છે, જે તે સેટિંગમા લાગતા સમયને સુધારે છે અને પ્લાસ્ટર એકવાર સુકાઈ જાય તે પછી તેની કઠણતાને વધારે છે.

 

આ પ્રત્યેક મટીરિયલ પ્લાસ્ટરના કાર્યદેખાવ અને ફિનિશમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ મટીરિયલની સાચી ઓળખ અને પ્રમાણમાપ એ વાતની ખાતરી કરે છે કે તમારા પ્રોજેક્ટ માટે પ્લાસ્ટરિંગની માત્રાની ગણતરી સચોટ છે.

 

 

પ્લાસ્ટરિંગ માટે સીમેન્ટ અને રેતીના ગુણોત્તરની ગણતરી કરવી

પ્લાસ્ટરિંગ માટે સીમેન્ટ-રેતીના ગુણોત્તરની ગણતરી કરવા તમારે સૌપ્રથમ તો પ્લાસ્ટરના લેયરની જાડાઈ અને તમે જે વિસ્તારને આવરી લેવા માંગો છો, તેને નક્કી કરવા પડે છે. અહીં નીચે તેના સરળ સ્ટેપ્સ આપવામાં આવ્યાં છેઃ

 

1. વિસ્તારને માપો

જ્યાં પ્લાસ્ટર કરવાનો છે, તે કુલ વિસ્તારની ગણતરી કરો (ચોરસ મીટર અથવા ચોરસ ફૂટમાં).

 

2. જાડાઈ નક્કી કરો

પ્લાસ્ટર માટેની ચોક્કસ જાડાઈ 12 મિમીથી 15 મિમીની વચ્ચે હોય છે.

 

3. ગુણોત્તર પસંદ કરો

સીલિંગ માટે સીલિંગના પ્લાસ્ટરિંગનો ગુણોત્તર સામાન્ય રીતે 1:4 (સીમેન્ટ અને રેતી) હોય છે, જ્યારે બહારના પ્લાસ્ટરિંગનો ગુણોત્તર 1:6 હોય છે.

 

4. માત્રાની ગણતરી

આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરોઃ

આવશ્યક પ્લાસ્ટરની માત્રાને નિર્ધારિત કરવા માટે, માત્રા = વિસ્તાર X જાડાઈ

ત્યારબાદ, તમારા પસંદ કરવામાં આવેલા ગુણોત્તર પર આધાર રાખીને પ્રત્યેક ઘટકની માત્રા શોધવા માટે ગુણોત્તરના ભાગોના સરવાળા વડે કુલ જથ્થાને ભાગો. ઉદહારણ તરીકે, જો ગુણોત્તર 1:4 હોય તો, સરવાળો 5 થશે. હવે હિસ્સા દિઠ કેટલી માત્રાની જરૂર પડશે તે શોધવા માટે કુલ જથ્થાને 5 વડે ભાગો.

 

આ સ્ટેપ્સનું પાલન કરીને તમે તમારા પ્લાસ્ટરિંગની માત્રાની ગણતરી સચોટ રીતે થાય અને મટીરિયલની યોગ્ય માત્રા ઉપયોગમાં લેવાય તેની ખાતરી કરી શકો છો.

 

 

પ્લાસ્ટરના મિશ્રણના અલગ-અલગ ગુણોત્તરોમાં સીમેન્ટ, રેતી અને પાણીની માત્રાઓ



પ્લાસ્ટરના મિશ્રણના ઇચ્છિત ગુણોત્તર અને આવરી લેવાના વિસ્તાર પર આધાર રાખીને સીમેન્ટ, રેતી અને પાણીની માત્રા અલગ-અલગ હોઈ શકે છે. અહીં સીમેન્ટ-પ્લાસ્ટરના સર્વસામાન્ય ગુણોત્તરો માટેની માર્ગદર્શિકા આપવામાં આવી છેઃ

 

1. 1:4નો ગુણોત્તર (સીમેન્ટઃરેતી): અંદરની દિવાલો અને સીલિંગ માટે આદર્શ ગણાય છે. સીમેન્ટના દર 1 ભાગ માટે તમારે 4 ભાગ રેતીની જરૂર પડશે.

 

2. 1:6નો ગુણોત્તર (સીમેન્ટઃરેતી): ઓછી મજબૂતાઈની જરૂર હોય તેવા કામ માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે, ઓછા ભેજગ્રસ્ત વિસ્તારોમાં અંદરની દિવાલોનું પ્લાસ્ટરિંગ.

પાણીને કોઈ નિશ્ચિત ગુણોત્તરમાં મિક્સ કરવામાં આવતું નથી પરંતુ જ્યાં સુધી ઇચ્છિત સાતત્યતા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ધીમે-ધીમે ઉમેરવામાં આવે છે. એવું મિશ્રણ બનાવવું જોઇએ જે ખૂબ વધારે કઠણ અને ખૂબ વધારે પાતળુ ના હોય.

ઉદાહરણ તરીકે, 12 મિમીની જાડાઈના 1:4ના ગુણોત્તરના પ્લાસ્ટરની સાથે 100 ચોરસ ફૂટના વિસ્તારને આવરી લેવા માટે તમારે જરૂર પડશેઃ

 

સીમેન્ટઃ અંદાજે 220 કિગ્રા

રેતીઃ લગભગ 0.98 ક્યુબિક મીટર

પાણીઃ અલગ-અલગ માત્રા, મિશ્રણની સાતત્યતાની જરૂરિયાત પર આધાર રાખીને એડજેસ્ટ કરવામાં આવે છે.



પ્લાસ્ટરિંગના ગુણોત્તર અને પ્રત્યેક મટીરિયલની ગુણવત્તાની ગણતરી કેવી રીતે કરવી તેની સમજણ તમારા પ્લાસ્ટરિંગના પ્રોજેક્ટ્સમાં શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માર્ગદર્શિકાનું પાલન કરીને તમે સફળ, ટકાઉ અને પ્રોફેશનલ દેખાતી પ્લાસ્ટર ફિનિશની ખાતરી કરી શકો છો, પછી તે અંદરની દિવાલ હોય, સીલિંગ હોય કે સ્મૂધ ફિનિશની જરૂર હોય તેવી અન્ય કોઈ સપાટી હોય.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. પ્લાસ્ટરને કેવી રીતે મિક્સ કરવામાં આવે છે?

સીમેન્ટ, રેતી અને પાણીને યોગ્ય પ્રમાણમાં સંયોજિત કરીને પ્લાસ્ટરને મિક્સ કરવામાં આવે છે. સૌપ્રથમ સૂકી સામગ્રીને સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ ધીમે-ધીમે પાણી ઉમેરવામાં આવે છે. જ્યાં સુધી આ મિશ્રણ સ્મૂધ, કાર્યક્ષમ સાતત્યતા પર ના પહોંચી જાય ત્યાં સુધી તેને બરોબર હલાવવામાં આવે છે, જેથી કરીને એ વાતની ખાતરી થઈ શકે કે તે ખૂબ વધારે કઠણ કે ખૂબ વધારે પાતળુ ના થઈ જાય.

 

2. સીમેન્ટ-પ્લાસ્ટરના ગુણોત્તર માટે સ્ટાન્ડર્ડ મિશ્રણ કયું છે?

સીમેન્ટ-પ્લાસ્ટરનો સ્ટાન્ડર્ડ ગુણોત્તર સામાન્ય રીતે અંદરની દિવાલો અને સીલિંગ માટે 1 ભાગ સીમેન્ટ અને 4 ભાગ રેતી (1:4) હોય છે. બહારની પરિસ્થિતિની સામે પ્લાસ્ટર સારી રીતે ટકી રહે તે માટે બહારના પ્લાસ્ટરિંગ માટે 1:6 (1 ભાગ સીમેન્ટ, 6 ભાગ રેતી)નો ગુણોત્તર ઉપયોગમાં લેવામાં આવે છે.

 

3. સીલિંગના પ્લાસ્ટરિંગ માટેનો આદર્શ ગુણોત્તર કયો છે?

સીલિંગના પ્લાસ્ટરિંગનો આદર્શ ગુણોત્તર 1 ભાગ સીમેન્ટ અને 4 ભાગ રેતી (1:4) છે. તે સીલિંગને અનુકૂળ હોય તેવી સ્મૂધ અને ટકાઉ ફિનિશની ખાતરી કરે છે, જેના માટે વધુ સારી કાર્યક્ષમતા અને સંલગ્નતા માટે વધુ બારીક મિશ્રણની જરૂર પડે છે.

 

4. 100 ચો. ફૂટમાં પ્લાસ્ટરિંગ કરવા માટે કેટલા સીમેન્ટની જરૂર પડે છે?

12 મિમીની જાડાઈ અને 1:4ના ગુણોત્તરની સાથે 100 ચો. ફૂટમાં પ્લાસ્ટરિંગ કરવા માટે લગભગ 220 કિગ્રા સીમેન્ટની જરૂર પડે છે. વિસ્તાર અને મિશ્રણની સાતત્યતા પર આધાર રાખીને ચોક્કસ માત્રા થોડી અલગ-અલગ હોઈ શકે છે.

 

5. એક જ આવરણના પ્લાસ્ટર માટે પ્લાસ્ટરિંગનો ગુણોત્તર કેટલો હોય છે?

એક જ આવરણના પ્લાસ્ટર માટે સામાન્ય રીતે 1:4ના ગુણોત્તર (1 ભાગ સીમેન્ટ, 4 ભાગ રેતી)ને ઉપયોગમાં લેવાય છે. આ ગુણોત્તર ફક્ત એક જ લેયરના પ્લાસ્ટરની જરૂર હોય તેવી સપાટીઓ માટે પૂરતી મજબૂતાઈ અને ટકાઉપણું પૂરું પાડે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....