વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાંધકામમાં બ્રેસિંગના પ્રકારો અંગેની સમજણ

Share:


મુખ્ય વિગતો

 

  • માળખાંમાં બ્રેસિંગ એ માળખાંની સ્થિરતા અને મજબૂતાઈને વધારવા માટે મહત્વપૂર્ણ છે.

     

  • પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો પર આધાર રાખીને વિવિધ પ્રકારની બ્રેસિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે.

     

  • બ્રેસિંગની સ્ટાન્ડર્ડ પદ્ધતિઓમાં K બ્રેસિંગ, X બ્રેસિંગ, શીયર વૉલ્સ, કૉર વૉલ્સ અને મોમેન્ટ વૉલ્સનો સમાવેશ થાય છે.




બાંધકામમાં બ્રેસિંગ અંગેની સમજણ

બાંધકામમાં બ્રેસિંગ માળખાંને સ્થિર બનાવવા તથા વિવિધ ભાર હેઠળ તેને વિરુપ કે ધરાશાયી થઈ જતાં અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા રીઇન્ફોર્સમેન્ટને સંદર્ભિત કરે છે. માળખું તેનો આકાર જાળવી રાખે અને તેની પર લાદવામાં આવેલા તણાવોને તે સહન કરી શકે તે માટે તેમાં વધારાના ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, સ્ટીલ કે લાકડું. બ્રેસિંગ સ્ટીલ અને કૉંક્રીટના માળખાંમાં આવશ્યક છે, જે પાર્શ્વીય સપોર્ટ પૂરો પાડે છે અને એકંદર સલામતીની ખાતરી કરે છે.



બ્રેસિંગ સિસ્ટમના પ્રકારો કયા છે?

બાંધકામમાં માળખાંની રચના અને હેતુ પર આધાર રાખીને વિવિધ પ્રકારની બ્રેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રત્યેક પ્રકારની વિશિષ્ટ કામગીરી અને લાભ છે.

 

હોરિઝોન્ટલ બ્રેસિંગ

હોરિઝોન્ટલ બ્રેસિંગ પાર્શ્વીય બળોને સપાટી પર વહેંચી નાંખે છે, જેમ કે, બિલ્ડિંગનો ફ્લોર કે છત. તે પવનના ભાર અને અન્ય આડા બળોને ખાળવામાં મદદરૂપ થઈ માળખું સ્થિર રહે તેની ખાતરી કરે છે.

 

વર્ટિકલ બ્રેસિંગ

વર્ટિકલ બ્રેસિંગ ઊભી સપાટીઓમાં પાર્શ્વીય બળોને પ્રતિરોધ પૂરો પાડે છે, જેમ કે બિલ્ડિંગની દિવાલો કે કૉલમો. તે ઊંચા માળખાંઓની ઊભી ગોઠવણ અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે.



ડાયેગ્નોલ બ્રેસિંગ

ડાયેગ્નોલ બ્રેસિંગ એ બાંધકામમાં બ્રેસિંગના સર્વસામાન્ય પ્રકારોમાંથી એક છે. તેમાં ફ્રેમ પર બ્રેસિસને ત્રાંસા ગોઠવવામાં આવે છે, જે શીયર બળોનો પ્રતિરોધ કરવામાં અને પાર્શ્વીય બળોની સામે વધારાની સ્થિરતા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે.



બાંધકામમાં બ્રેસિંગના જાણીતા પ્રકારો કયા છે?

સ્ટીલના માળખાં અને બાંધકામના અન્ય ફ્રેમવર્કમાં બ્રેસિંગના કેટલાક લોકપ્રિય પ્રકારોને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, કારણ કે તે ખૂબ જ વ્યવહારુ અને વિશ્વસનીય છે.

 

K બ્રેસિંગ

K બ્રેસિંગ માળખાંની ફ્રેમની અંદર "K" જેવા આકારના બ્રેસિસની રચના કરે છે. આ પદ્ધતિ પાર્શ્વીય બળોની સામે ઉત્તમ પ્રતિરોધ પૂરો પાડે છે અને ઘણીવાર સ્ટીલના ઊંચા માળખાંઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.



X બ્રેસિંગ

X બ્રેસિંગ એ બ્રેસિંગની વધુ એક અસરકારક પદ્ધતિ છે, જેમાં બ્રેસિસ ‘X’ જેવા આકારમાં એકબીજાને છેદે છે. આ બ્રેસિંગ પાર્શ્વીય અને ઊભા ભારનો પ્રતિરોધ કરવામાં ખૂબ જ કાર્યક્ષમ છે.



શીયર વૉલ્સ

શીયલ વૉલ એ ઊભા ઘટકો હોય છે, જે પાર્શ્વીય બળોને ખાળે છે. તે માળખાંનો અભિન્ન હિસ્સો છે તથા તે પવન અને ભૂકંપના બળોનો નોંધપાત્ર રીતે પ્રતિરોધ કરે છે.

 

કૉર વૉલ્સ

કૉર વૉલ્સ એ બિલ્ડિંગની મધ્યમાં આવેલ કૉંક્રીટની મજબૂત દિવાલ હોય છે. તે વધારાની મજબૂતાઈ અને કઠોરતા પૂરી પાડે છે, ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં.

 

મોમેન્ટ વૉલ્સ

મોમેન્ટ વૉલની રચના પાર્શ્વીય બળોને કારણે માળખું વળી જવાની ક્ષણોનો પ્રતિરોધ કરવા માટે કરવામાં આવે છે. માળખું ભારની વિવિધ પરિસ્થિતિઓ હેઠળ સ્થિર જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે તે ખૂબ જ આવશ્યક છે.

 

 

બાંધકામમાં બ્રેસિંગના લાભ કયા છે?

બાંધકામમાં બ્રેસિંગનો ઉપયોગ કરવાથી ઘણાં લાભ પ્રાપ્ત થાય છેઃ

 

  • સ્થિરતાઃ બ્રેસિંગ બિલ્ડિંગના માળખાંની અખંડિતતા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, તેને ભાર હેઠળ ધરાશાયી થઈ જતાં કે વિરુપ થઈ જતાં અટકાવે છે.

  • સલામતીઃ માળખાંને મજબૂત બનાવીને બ્રેસિંગ બિલ્ડિંગની એકંદર સલામતીને વધારે છે, તેને ભૂકંપ જેવી કુદરતી હોનારતો પ્રત્યે વધુ પ્રતિરોધી બનાવે છે.

  • ખર્ચની બચત કરે છેઃ યોગ્ય બ્રેસિંગ વ્યાપક સમારકામ અને જાળવણી કરવાની જરૂરિયાતોને ઘટાડી આખરે લાંબાગાળે ખર્ચની બચત કરે છે.



બ્રેસિંગ એ બાંધકામનું મૂળભૂત પાસું છે, જે માળખાંને આવશ્યક સપોર્ટ અને સ્થિરતા પૂરાં પાડે છે. K બ્રેસિંગ, X બ્રેસિંગ, શીયર વૉલ્સ, કૉર વૉલ્સ અને મોમેન્ટ વૉલ્સ જેવી વિવિધ પ્રકારની બ્રેસિંગ સિસ્ટમને સમજીને એન્જિનીયરો અને બિલ્ડરો સલામત અને વધુ પ્રતિરોધી બિલ્ડિંગોની રચના કરી શકે છે.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. બાંધકામમાં વપરાતા બ્રેસિસ શું હોય છે?

બ્રેસિસ માળખાંને વધારાની સ્થિરતા અને સપોર્ટ પૂરાં પાડીને વિવિધ ભાર હેઠળ તેમને ધરાશાયી થતાં કે વિરુપ થઈ જતાં અટકાવે છે.

 

2. પીઇબીમાં બ્રેસિંગ સિસ્ટમ એટલે શું?

પ્રી-એન્જિનીયર્ડ બિલ્ડિંગ્સ (પીઇબી)માં બ્રેસિંગ સિસ્ટમ ફ્રેમને સ્થિર રાખે છે અને એ વાતની ખાતરી કરે છે કે બિલ્ડિંગ પવન અને ભૂકંપ જેવા પર્યાવરણીય ભારની સામે ટકી રહે.

 

3. બ્રેસિંગનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ?

પાર્શ્વીય બળોનો પ્રતિરોધ કરવા માટે જે માળખાંને વધારાના સપોર્ટની જરૂર હોય તેમાં બ્રેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, બહુમાળી ઇમારતો, પુલ અને ટાવરો.

 

4. બ્રેસિંગનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

બ્રેસિંગ બિલ્ડિંગની માળખાકીય અખંડિતતાને વધારે છે, તે બાહ્ય બળોની સામે ટકી શકે તથા તેનો આકાર અને ગોઠવણને જાળવી શકે, તેની ખાતરી કરે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....