વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



આંતરિક અને બાહ્ય દિવાલો માટે પ્લાસ્ટરની જાડાઇ શું છે ?

Share:


મુખ્ય બાબતો

 

  • આંતરિક પ્લાસ્ટરની જાડાઇ સામાન્યપણે 10 અને 15 મીમીની વચ્ચે હોય છે, જે દિવાલના પ્રકાર અને સપાટીની તૈયારી પર આધાર રાખે છે.
 
  • પર્યાવરણીય ઘટકોની સામે પર્પાય્ત સુરક્ષા માટે બાહ્ય પ્લાસ્ટરની જાડાઇ સામાન્યપણે 15-25 મીમીની શ્રેણીમાં હોય છે.
 
  • બાહ્ય દિવાલમાં પ્લાસ્ટરનો ગુણોત્તર પ્લાસ્ટરની મજબૂતાઇ અને ટકાઉતા નિર્ધારિત કરવા માટેનું મુખ્ય પરિબળ છે.
 
  • માળખાની અખંડિતતા અને દિવાલના દેખા માટે દિવાલનાં એકસમાન પ્લાસ્ટરની જાડાઇ જાળવવી મહત્ત્વપૂર્ણ છે.


પ્લાસ્ટરની જાડાઇ બાંધકામની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેમાં દિવાલો અને છતો પર સુરક્ષાત્મક અને સુશોભનાત્મક આવરણ લાવવાનું સામેલ હોય છે. પ્લાસ્ટરની જાડાઇ સપાટીના દેખાવ અને ટકાઉતા બંને માટે મહત્ત્વપૂર્ણ હોય છે. આ બ્લોગ આંતરિક અને બાહ્ય દિવાલો માટે ભલામણ કરેલી પ્લાસ્ટરની જાડાઇ, સામેલ પ્રક્રિયા અને તેને પ્રભાવિત કરતા પરિબળો વિશે જણાવે છે.

 

 


આંતરિક દિવાલનું પ્લાસ્ટર

 

આંતરિક દિવાલનાં પ્લાસ્ટર માટે પ્લાસ્ટરની જાડાઇ શું હોય છે ?

આંતરિક દિવાલો માટે પ્લાસ્ટરની જાડાઇ સામાન્યપણે 10થી 15મીમીની શ્રેણીમાં હોય છે. આ જાડાઇ સબસ્ટ્રેટના પ્રકાર, દિવાલની સ્થિતિ અને પ્રોજેક્ટની વિશિષ્ટ ભલામણોને આધારે અલગ અલગ હોઇ શકે છે.

 

  • સિંગલ કોટ પ્લાસ્ટરઃ લીસી, સમતળ સપાટી માટે સામાન્યપણે 10 મીમીની જાડાઇ પર્યાપ્ત હોય છે.
 
  • ડબલ-કોટ પ્લાસ્ટરઃ જ્યારે દિવાલની સપાટી અસમાન હોય અથવા વધારાની મજબૂતાઇની આવશ્યકતા હોય ત્યારે લગભગ 15 મીમીની કુલ જાડાઇ ધરાવતા બે કોટ લગાવવાની ભલામણ કરવામાં આવે છે.

 

પ્લાસ્ટરની પ્રક્રિયા

આંતરિક દિવાલની જાડાઇ માટે પ્લાસ્ટરની પ્રક્રિયામાં કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં સામેલ હોય છેઃ

 

  • સપાટીની તૈયારીઃ ધૂળ દૂર કરવા અને વધુ સારા એડ્હેસન માટે દિવાલની સપાટી સ્વચ્છ અને ભીની હોવી જોઇએ.
 
  • પ્રથમ કોટ (સ્ક્રેચ કોટ) લગાવવોઃ સપાટી પર 10 મીમી જાડો કોટ લગાવવામાં આવે છે અને સૂકાવા માટે છોડી દેવામાં આવે છે.
 
  • બીજો કોટ લગાવવો (ફિનિશ કોટ): પ્રથમ કોટ પર જો આવશ્યક લાગે તો લગભગ 5 મીમીનો બીજો કોટ લગાવવામાં આવે છે. ઇચ્છિત ફિનિશ પ્રાપ્ત કરવા માટે આ કોટ લીસો અને સમતળ કરવામાં આવે છે.
 
  • જામવા દેવું (ક્યોરિંગ): યોગ્ય રીતે જામી જાય અને તિરાડો રોકવા માટે પ્લાસ્ટરની સપાટીને થોડા દિવસો સુધી ભીની રાખવામાં આવે છે.

 

આંતરિક દિવાલનાં પ્લાસ્ટરની જાડાઇને અસર કરતા પરિબળો



કેટલાક પરિબળો આંતરિક પ્લાસ્ટર માટે પ્લાસ્ટરની જાડાઇને પ્રભાવિત કરી શકે છેઃ

 

  • દિવાલની સામગ્રીઃ ઈંટ, કોંક્રિટ અથવા બ્લોકની દિવાલો માટે વિભિન્ન જાડાઇની આવશ્યકતા હોય છે, જે તેની સપાટીના ટેક્સચર અને શોષવાના ગુણધર્મો પર આધાર રાખે છે.
 
  • સપાટીની સમતલતાઃ લીસી, સમતળ ફિનિશ સર્જવા માટે અસમાન સપાટીઓ માટે જાડા પ્લાસ્ટરની આવશ્યકતા હોય છે.
 
  • પ્લાસ્ટર કરવાનો ઉદ્દેશઃ સુશોભનાત્મક ફિનિશ અથવા સાઉન્ડપ્રુફ કરવા માટે આંતરિક દિવાલનાં પ્લાસ્ટરની જાડાઇમાં ફેરફાર કરવાની આવશ્યકતા હોઇ શકે છે.

 

 

બાહ્ય દિવાલમાં પ્લાસ્ટર



બાહ્ય દિવાલ માટે પ્લાસ્ટરની જાડાઇ શું છે ?

બાહ્ય દિવાલમાં પ્લાસ્ટર માટે સામાન્યપણે 15થી 25 મીમીની શ્રેણીમાં જાડા કોટની આવશ્યકતા હોય છે, અને આઇએસ કોડ અનુસાર પ્લાસ્ટરની જાડાઇ સામાન્યપણે આ માપનું માર્ગદર્શન આપે છે. વધારાની જાડાઇ ઇમારતને વરસાદ, પવન અને આંતરિક તાપમાન જેવા હવામાનના ઘટકોથી સુરક્ષિત રાખવામાં સહાય કરે છે.

 

  • લગભગ 12-15 મીમીનો બેઝ કોટ શરૂઆતમાં લગાવવામાં આવે છે.
 
  • ત્યાર પછી 8-10 મીમીનો -ફિનિશ કોટ ઉમેરવામાં આવે છે, જે 20-25 મીમીની કુલ જાડાઇ આપે છે.

 

પ્લાસ્ટર કરવાની પ્રક્રિયા

આંતરિક પ્લાસ્ટર માટેની પ્રક્રિયામાં નીચેની બાબતો સામેલ છેઃ

 

  • સપાટીની તૈયારીઃ દિવાલની સપાટીને સાફ કરો અને જો આવશ્યક લાગે તો બોન્ડિંગ એજન્ટ લગાવો.
 
  • બેઝ કોટ લગાવવોઃ 12-15 મીમી જાડાઇનો બેઝ કોટ લગાવવામાં આવે છે અને તેને સહેજ સૂકાવા દેવામાં આવે છે.
 
  • ફિનિશ કોટ લગાવવોઃ 8-10 મીમી જાડાઇનો ફિનિશ કોટ બેઝ કોટ પર લગાવવામાં આવે છે, લીસો કરવામાં આવે છે અને આવશ્યક પ્રમાણે ટેક્સચર આપવામાં આવે છે.
 
  • જામવા દેવું (ક્યોરિંગ): આંતરિક પ્લાસ્ટરની જેમ બાહ્ય પ્લાસ્ટરને ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી ભીની રાખીને ક્યોર કરવાની આવશ્યકતા હોય છે, જેથી યોગ્ય સેટિંગ અને ટકાઉતા સુનિશ્ચિત થાય.

 

બાહ્ય દિવાલનાં પ્લાસ્ટરની જાડાઇને અસર કરતા પરિબળો

બાહ્ય દિવાલની જાડાઇ નીચેના પરિબળો દ્વારા પ્રભાવિત થાય છેઃ

 

  • આબોહવાઃ કઠોર હવામાન સ્થિતિઓ ધરાવતા ક્ષેત્રોને વધુ સારી સુરક્ષા માટે જાડા પ્લાસ્ટરની આવશ્યકતા હોય છે.
 
  • દિવાલની સામગ્રીઃ બાહ્ય દિવાલોમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીના પ્રકાર, જેવા કે ઇંટ, કોંક્રિટ અથવા પથ્થર દિવાલનાં પ્લાસ્ટરની આવશ્યક જાડાઇને અસર કરે છે.
 
  • બાહ્ય દિવાલમાં પ્લાસ્ટરનો ગુણોત્તરઃ પ્લાસ્ટર મિક્સમાં સિમેન્ટથી રેતીનો ગુણોત્તર બાહ્ય પ્લાસ્ટરની મજબૂતાઇ અને ટકાઉતા નિર્ધારિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 
  • માળખાકીય આવશ્યકતાઓઃ ભૂકંપગ્રસ્ત ક્ષેત્રોમાં ઇમારતોમાં વધારાની મજબૂતાઇ માટે બાહ્ય દિવાલની જાડાઇ પર વધારાનું પ્લાસ્ટર કરવાની આવશ્યકતા પડી શકે છે.

 

 

વધુ સારા પ્લાસ્ટર ફિનિશ માટેની ટિપ્સ



લીસું અને ટકાઉ પ્લાસ્ટર ફિનિશ હાંસલ કરવા માટે વિગતો અને યોગ્ય ટેકનિક તરફ ધ્યાન આપવાની આવશ્યકતા હોય છે. અહીં વધુ સારા પ્લાસ્ટર ફિનિશને સુનિશ્ચિત કરવા માટેની કેટલીક ટિપ્સ આપી છેઃ

 

  • સપાટીની તૈયારીઃ એડ્હેસન વધારવા માટે પ્લાસ્ટર લગાવતા પહેલા દિવાલને હંમેશાં સાફ અને ભીની કરો.
 
  • સુસંગત મિશ્ર કરવું: ગઠ્ઠા ન થાય અને એકસમાન ટેક્સચર હાંસલ કરવા માટે સુસંગત પાણીથી પ્લાસ્ટરના ગુણોત્તરનો ઉપયોગ કરો.
 
  • યોગ્ય રીતે જામવા દેવું (ક્યોરિંગ): તિરાડો રોકવા અને પ્લાસ્ટરની મજબૂતાઇ વધારવા માટે પૂરતું જામવા દો.
 
  • ગુણવત્તાયુક્ત સામગ્રીઓનો ઉપયોગ કરોઃ ઉચ્ચ ગુણવત્તાની પ્લાસ્ટરની સામગ્રીઓ વધુ સારી ફિનિશ અને ટકાઉતા સુનિશ્ચિત કરે છે.


 

અંતે, આંતરિક અને બાહ્ય એમ બંને દિવાલો માટે પ્લાસ્ટરની જાડાઇ ઇમારતની ટકાઉતા, દેખાવ અને એકંદર અખંડિતતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંતરિક પ્લાસ્ટર સામાન્યપણે 10-15 મીમીની શ્રેણીમાં હોય છે, જ્યારે બાહ્ય પ્લાસ્ટર માટે 15-25 મીમી જાડા પ્લાસ્ટરની આવશ્યકતા હોય છે, જેથી પર્યાવરણીય પરિબળોની સામે સુરક્ષા પ્રાપ્ત થાય. આઇએસ કોડ અનુસાર દિવાલની પ્લાસ્ટરની જાડાઇને અસર કરતી પ્રક્રિયા અને પરિબળો સમજીને વ્યક્તિ લીસી અને ટકાઉ ફિનિશ સુનિશ્ચિત કરી શકે છે.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. શું પ્લાસ્ટરની જાડાઇ દિવાલની એકંદર ટકાઉતાને અસર કરી શકે છે ?

હા, પ્લાસ્ટરની જાડાઇ દિવાલની ટકાઉતાને નોંધપાત્ર અસર કરે છે. જાડું પ્લાસ્ટર ખાસ કરીને બાહ્ય દિવાલો પર પર્યાવરણના પરિબળો અને ઘસારાની સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે.

 

2. પ્લાસ્ટરની એકસમાન જાડાઇ જાળવવી શા માટે મહત્ત્વપૂર્ણ છે ?

એકસમાન પ્લાસ્ટરની જાડાઇ જાળવવી માળખાકીય અંખડિતતા અને લીસી ફિનિશ સુનિશ્ચિત કરે છે. અસમાન પ્લાસ્ટરિંગને લીધે તિરાડો, નબળી જગ્યા અને કદરૂપો દેખાવ આપી શકે છે.

 

3. પ્લાસ્ટરની પ્રમાણભૂત જાડાઇ કેટલી હોય છે ?

પ્રમાણભૂત જાડાઇ બદલાય છેઃ આંતરિક દિવાલો માટે તે સામાન્યપણે 10-15 મીમી હોય છે, જ્યારે બાહ્ય દિવાલ માટે તે 15-25 મીમી હોય છે.

 

4. લગાવ્યા પછી શું પ્લાસ્ટરની જાડાઇ સમાયોજિત કરી શકાય છે ?

લગાવ્યા પછી પ્લાસ્ટરની જાડાઇને સમાયોજિત કરવી પડકારરૂપ છે અને તેનાથી તિરાડો કે નબળાઇ આવી શકે છે. આરંભિક ઉપયોગ દરમિયાન યોગ્ય જાડાઇ સુનિશ્ચિત કરવી જરૂરી હોય છે.

 

5. પ્લાસ્ટરમાં કયા પ્રકારની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ?

સામાન્ય સામગ્રીઓમાં સિમેન્ટ, ચૂનો, જિપ્સમ અને રેતી સામેલ હોય છે. પસંદગી દિવાલના પ્રકાર અને ઇચ્છિત ફિનિશ પર આધાર રાખે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....