વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ઘરના બાંધકામમાં કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તર વિશેની બધી જ માહિતી

ઘરના બાંધકામ માટે કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તરની આવશ્યક જાણકારી મેળવો. તમારા બાંધકામના પ્રોજેક્ટમાં મજબૂતાઈ અને ટકાઉપણાની ખાતરી કરવા માટે સીમેન્ટના મિશ્રણ અને કૉંક્રીટ મિશ્રણના યોગ્ય પ્રમાણને કેવી રીતે પસંદ કરવું તે જાણો.

Share:


મુખ્ય વિગતો

 

  • તમારા માળખાંની મજબૂતાઈ, ટકાઉપણા અને ફિનિશને નિર્ધારિત કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

     

  • કૉંક્રીટના મિશ્રણમાં સીમેન્ટ, રેતી, કાંકરા અને પાણીનો સમાવેશ થાય છે. તેનું યોગ્ય પ્રમાણ શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરે છે.

     

  • તેના વિવિધ પ્રકારો ફાઉન્ડેશનથી માંડીને સુશોભનના ઘટકો સુધી બાંધકામની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે.

     

  • તેના ઉદાહરણોમાં રેગ્યુલર ફ્લોર માટે 1:2:4 (સીમેન્ટઃરેતીઃકાંકરા) તથા રીઇન્ફોર્સમેન્ટ કૉંક્રીટના માળખાંઓ માટે 1:1.5:3નો સમાવેશ થાય છે.

     

  • પ્રોજેક્ટ પર આધાર રાખીને પાણીની માત્રાને એડજેસ્ટ કરવાથી કૉંક્રીટની કાર્યક્ષમતા અને મજબૂતાઈને બદલી શકાય છે.

     

  • પ્રોફેશનલની સલાહ લેવાથી તેઓ તમારા પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાત માટે કૉંક્રીટના પ્રમાણના શ્રેષ્ઠ મિશ્રણ અંગે માર્ગદર્શન આપી શકશે.

  •  

  • ઉચ્ચ-ગુણવત્તાના સીમેન્ટ અને એગ્રીગેટ્સ કૉંક્રીટના સફળ મિશ્રણ અને લાંબાગાળા માટે ટકી રહેનારા માળખાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.



કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તરને સમજો

તમે જ્યારે પણ ઘર બાંધી રહ્યાં હો ત્યારે માળખાંનાં ટકાઉપણા અને મજબૂતાઈ માટે કૉંક્રીટનો ગુણોત્તર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કૉંક્રીટના મિશ્રણનો ગુણોત્તર સીમેન્ટ, રીતે, કાંકરા અને પાણી જેવા સામગ્રીઓના ચોક્કસ મિશ્રણને સંદર્ભિત કરે છે, જે કૉંક્રીટની અંતિમ લાક્ષણિકતાને નિર્ધારિત કરે છે. કૉંક્રીટના અલગ-અલગ પ્રકારના ગુણોત્તરનો ઉપયોગ બાંધકામના અલગ-અલગ હિસ્સાઓ માટે થાય છે, જેમ કે, ફાઉન્ડેશન, બીમ અને ફ્લોર. આ માર્ગદર્શિકામાં પ્રમાણોને સરળતાથી સમજાવવામાં આવ્યાં છે અને ઘરના બાંધકામના વિવિધ પ્રોજેક્ટ માટે સીમેન્ટના શ્રેષ્ઠ મિશ્રણને કેવી રીતે હાંસલ કરવું તે પણ સમજાવવામાં આવ્યું છે. તમે ડ્રાઇવવે બનાવી રહ્યાં હો કે બગીચામાં પગથી બનાવી રહ્યાં હો, કૉંક્રીટના પ્રમાણના યોગ્ય મિશ્રણને સમજવું એ સફળતાપૂર્વક નિર્માણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આપણે તેની મૂળભૂત બાબતોને સમજીશું અને એ વાતની ખાતરી કરીશું કે તમે તમારી જરૂરિયાતો માટે આત્મવિશ્વાસપૂર્વક યોગ્ય મિશ્રણને પસંદ કરી શકો.

 

 


કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તરના પ્રકારો



કૉંક્રીટના મિશ્રણનો ગુણોત્તરના વિવિધ પ્રકારોને સમજવા એ તમારા બાંધકામની ચોક્કસ જરૂરિયાતો માટે યોગ્ય મિશ્રણને પસંદ કરવા માટે ખૂબ જરૂરી છે. તેનો પ્રત્યેક પ્રકાર વિવિધ હેતુઓને સિદ્ધ કરે છે અને તેની સામગ્રીનું પ્રમાણ પણ અલગ-અલગ હોય છે, જે બિલ્ડિંગની વિવિધ જરૂરિયાતો માટે અનુકૂળ હોય તેવા વિશિષ્ટ લાભ પૂરાં પાડે છે.

 

1. નોમિનલ મિક્સ કૉંક્રીટ

નોમિનલ મિક્સ કૉંક્રીટ એ એક મૂળભૂત મિશ્રણ છે, જેનો ઉપયોગ વધુ સરળ, ખાસ માગ નહીં ધરાવતા બાંધકામના પ્રોજેક્ટ માટે થાય છે. 1:2:4 અથવા 1:3:6 (સીમેન્ટઃરેતીઃકાંકરા) જેવા સર્વસામાન્ય ગુણોત્તરનો ઉપયોગ નાના ફ્લોર કે વૉકવે જેવા બિન-માળખાકીય ઘટકો માટે થાય છે. આ મિશ્રણ સ્ટાન્ડર્ડ મજબૂતાઈની ખાતરી કરે છે અને જેમાં વધારે ટકાઉપણાની પ્રાથમિકતા નથી હોતી તેવી બાંધકામની જનરલ જરૂરિયાતો માટે તે પર્ફેક્ટ છે.

 

2. સ્ટાન્ડર્ડ મિક્સ કૉંક્રીટ

સ્ટાન્ડર્ડ મિક્સ કૉંક્રીટ એવા કૉંક્રીટના મિશ્રણોને સંદર્ભિત કરે છે, જેના પ્રમાણો ચોક્કસ મજબૂતાઈ અને ટકાઉપણું હાંસલ કરવા માટે રચવામાં આવેલા કૉડ્સ અને સ્ટાન્ડર્ડ્સ દ્વારા વ્યાખ્યાયિત થયેલા હોય છે. 1:1.5:3 કે 1:2:4 જેવા ગુણોત્તર બીમ, પિલર અને વિવિધ પ્રકારના સ્લેબ જેવા માળખાકીય ઘટકોના બાંધકામ માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં નોંધપાત્ર વજનને ટેકો પૂરો પાડવા અને તણાવોને સહન કરવા માટે મિશ્રણમાં વધારે સચોટતા રાખવાની જરૂર પડે છે.

 

3. ડીઝાઇન મિક્સ કૉંક્રીટ

ડીઝાઇન મિક્સ કૉંક્રીટને વધારે મજબૂતાઈની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ રીતે બનાવવામાં આવે છે, જેમાં પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો પર આધાર રાખીને ચોક્કસ સામગ્રી અને તેની માત્રાઓની ગણતરી કરવામાં આવે છે. આ મિશ્રણની રચના વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે, ઘણીવાર સોફ્ટવૅર અને ગણતરીઓની મદદથી, જેથી કરીને વધારે ટકાઉપણું, ઊંચી દાબક ક્ષમતા અને ચોક્કસ કાર્યક્ષમતા જેવા ઇચ્છિત ગુણધર્મોને હાંસલ કરી શકાય. તેનો ઉપયોગ બહુમાળી બિલ્ડિંગો કે વધારે ભારવહન કરનારા માળખાંઓ જેવા જટિલ બાંધકામો માટે કરવામાં આવે છે.

 

 

કૉંક્રીટના વિવિધ ગ્રેડ માટે કૉંક્રીટના પ્રમાણનું મિશ્રણ



તમારા બાંધકામના પ્રોજેક્ટની ઇચ્છિત મજબૂતાઈ અને ટકાઉપણાને હાંસલ કરવા માટે કૉંક્રીટના મિશ્રણનો યોગ્ય ગુણોત્તર પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અહીં નીચે સરળતાથી સમજી શકાય એવું કોષ્ટક આપવામાં આવ્યું છે, જે કૉંક્રીટના વિવિધ ગ્રેડ માટે કૉંક્રીટના પ્રમાણના મિશ્રણને રેખાંકિત કરે છે. આ ગ્રેડ્સ સીમેન્ટ, રેતી, કાંકરા અને પાણીના યોગ્ય મિશ્રણને નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે, જેથી કરીને મજબૂતાઈની ચોક્કસ જરૂરિયાતને પૂરી કરી શકાય.

 

કૉંક્રીટનો ગ્રેડ

મિશ્રણનો ગુણોત્તર (સીમેન્ટઃ રેતીઃ કાંકરા)

ઉપયોગો

એમ5

01:05:10

બિન-માળખાકીય ઉપયોગો જેમ કે રસ્તાઓ

એમ7.5

01:04:08

સ્થિર ભાર હેઠળ દિવાલના ફાઉન્ડેશનો

એમ10

1 : 3: 6

એક માળનાં બિલ્ડિંગ માટેના ફાઉન્ડેશનો

એમ15

01:02:04

ડ્રાઇવવે, ફ્લોર, ઇન્ટર્નલ ફ્લોરિંગ

એમ20

1: 1.5 : 3

રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ વર્ક્સ, સ્લેબ્સ

એમ25

1 : 1: 2

ભારે ભારવહન કરનારા માળખાં

 

  • એમ5થી એમ7.5 ગ્રેડ્સઃ ખાસ ભારવહન નહીં કરનારા માળખાંઓ માટે આદર્શ છે, જેમ કે, બગીચાના રસ્તા અને ફેન્સ પોસ્ટ ફૂટિંગ્સ. આ મિશ્રણો બિલ્ડિંગને સપોર્ટ પૂરો પાડવા માટે તો અનુકૂળ નથી પરંતુ નાના ડીઆઇવાય પ્રોજેક્ટ્સ માટે ખૂબ સારા છે.

 

  • એમ10થી એમ15 ગ્રેડ્સઃ આ પ્રકારના ગ્રેડ્સ સામાન્ય રીતે મધ્યમ વજનને ટેકો પૂરો પાડી શકે તેવા ઘટકો માટે રહેણાક બાંધકામમાં થાય છે. તે ફાઉન્ડેશન અને આંતરિક ફ્લોરનું બાંધકામ કરવા માટે પર્ફેક્ટ છે.

     

  • એમ20થી એમ25 ગ્રેડ્સઃ આ વધારે મજબૂતાઈ ધરાવતો કૉંક્રીટ ભારે ભારવહન કરનારા કૉલમ અને બીમને સપોર્ટ પૂરો પાડનારા નોંધપાત્ર માળખાકીય ઉપયોગો માટે અનુકૂળ છે.


કૉંક્રીટનું પ્રમાણમાપ કાઢવાની પદ્ધતિઓ

કૉંક્રીટનું પ્રમાણમાપ કાઢવાની યોગ્ય પદ્ધતિ પસંદ કરવી એ કૉંક્રીટના મિશ્રણનો ઇચ્છિત ગુણોત્તર હાંસલ કરવા અને આ મિશ્રણ તમારા બાંધકામની ચોક્કસ જરૂરિયાતોને અનુકૂળ હોય તેની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૉંક્રીટના મિશ્રણોમાં સીમેન્ટ, રેતી, કાંકરા અને પાણીના પ્રમાણને નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ સ્ટાન્ડર્ડ પદ્ધતિઓની સીધીસાદી સમજૂતી અહીં નીચે આપવામાં આવી છે.

 

1. આર્બિટ્રેરી પદ્ધતિ

આર્બિટ્રેરી પદ્ધતિ એ એક સીધો અભિગમ છે, જેનો ઘણીવાર ઉપયોગ નાના પાયાના પ્રોજેક્ટ્સ માટે અથવા તો જેમાં ખાસ સચોટતાની જરૂર ના હોય તેવા પ્રોજેક્ટ્સમાં થાય છે. આ પદ્ધતિમાં મિશ્રણના પ્રમાણમાપને નિર્ધારિત કરવા માટે નિશ્ચિત નિયમો અને ભૂતકાળના અનુભવનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સીમેન્ટ, રીતે અને કાંકરા માટે એક સ્ટાન્ડર્ડ આર્બિટ્રેરી ગુણોત્તર 1:2:4નો હોઈ શકે છે. આ પદ્ધતિ ઝડપી અને સરળ છે પરંતુ તે મજબૂતાઈ અને ટકાઉપણા માટે હંમેશા વિશ્વસનીય પરિણામો આપતી નથી.

 

2. ફાઇનનેસ મોડ્યુલસ પદ્ધતિ

ફાઇનનેસ મોડ્યુલસ પદ્ધતિમાં શ્રેષ્ઠ મિશ્રણને નિર્ધારિત કરવા માટે એગ્રીગેટના કણોના કદ પર ધ્યાન આપવામાં આવે છે. આ પદ્ધતિમાં મિશ્રણમાં ઉપયોગમાં લેવાતી રેતીના ફાઇનનેસ મોડ્યુલસ (એફએમ)ની ગણતરી કરવામાં આવે છે. ઇચ્છિત સુસંગતતા અને કાર્યક્ષમતા હાંસલ કરવા માટે આ સંખ્યા પર આધાર રાખીને રેતી અને કાંકરાના પ્રમાણને એડજેસ્ટ કરવામાં આવે છે. આ ફાઇનનેસ મોડ્યુલસ એક ઇન્ડેક્સ નંબર છે, જે રેતીમાં રહેલા કણોના સરેરાશ કદને દર્શાવે છે. એફએમ જેટલો વધારે હશે એગ્રીગેટ એટલો જ વધારે બરછટ હશે. આ પદ્ધતિ કૉંક્રીટના મિશ્રણનું વધુ સચોટ પ્રમાણ હાંસલ કરવામાં મદદરૂપ થાય છે, જે કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણાને વધારે છે.

 

3. મહત્તમ ઘનતાની પદ્ધતિ

મહત્તમ ઘનતાની પદ્ધતિનો ઉદ્દેશ્ય શક્ય એટલી વધારે ઘનતા પૂરો પાડનારા કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તરની રચના કરવાનો છે, જે ખાસ કરીને વધારે મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે. આ પદ્ધતિમાં કૉંક્રીટમાં રહેતી ખાલી જગ્યાને શક્ય એટલી ઘટાડવા માટે અલગ-અલગ કદના એગ્રીગેટ્સના ગુણોત્તરને એડજેસ્ટ કરીને તેની ઘનતાને વધારવામાં આવે છે. વિવિધ કદના રેતી અને કાંકરાની કાળજીપૂર્વક ગણતરી કરીને અને તેનું સંયોજન કરીને આ પદ્ધતિ કૉંક્રીટની ગુણવત્તા અને ભારવહન કરવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે સુધારી શકે છે.

 

 

કૉંક્રીટ સીમેન્ટના મિશ્રણના લાભ



યોગ્ય રીતે મિશ્રિત કરવામાં આવેલા સીમેન્ટ કૉંક્રીટને સમજવાથી એ જાણવામાં મદદ મળે છે કે ઘરના નિર્માણ માટે શા માટે તે જરૂરી છે. તેના મુખ્ય લાભ અહીં નીચે જણાવવામાં આવ્યાં છેઃ

 

1. મજબૂતાઈ અને ટકાઉપણું: કૉંક્રીટ મિશ્રણનો સાચો ગુણોત્તર માળખાંની ઊંચી સ્થિરતા અને લાંબી આવરદાની ખાતરી કરે છે, જેની મદદથી તે પર્યાવરણના તણાવો અને ભારને સહન કરી શકે છે.

 

2. પરવડે તેવું: યોગ્ય પ્રમાણનો ઉપયોગ કરવાથી બગાડ શક્ય એટલો ઘટે છે તથા સમારકામ કે વહેલા રીપ્લેસમેન્ટની જરૂરિયાત વગર કૉંક્રીટ અપેક્ષા મુજબ કામ કરે તેની ખાતરી કરીને બાંધકામનો એકંદર ખર્ચ ઘટાડે છે.

 

3. બહુમુખીતાઃ કૉંક્રીટના મિશ્રણના પ્રમાણમાં ફેરફાર કરીને સીમેન્ટ કૉંક્રીટને ફાઉન્ડેશનથી માંડીને સુશોભનના ઘટકો સુધી બાંધકામની જરૂરિયાતની વ્યાપક રેન્જને અનુકૂળ બનાવી શકાય છે.

 

4. ઊર્જાની બચતઃ યોગ્ય રીતે મિક્સ કરવામાં આવેલો કૉંક્રીટ શ્રેષ્ઠ થર્મલ માસ પૂરો પાડીને ઘરની અંદરના તાપમાનનું નિયમન કરવામાં અને ઊર્જા પાછળ થતાં ખર્ચને ઘટાડવામાં મદદ મળી રહે છે.

 

5. ઓછી જાળવણીઃ જ્યારે તેને યોગ્ય રીતે મિશ્રિત કરવામાં આવે અને લગાવવામાં આવે ત્યારે સીમેન્ટ કૉંક્રીટની સપાટીની ખાસ જાળવણી કરવી પડતી નથી અને તે સમયાંતરે આબોહવાની અસરો અને ઘસારાની સામે ટકી રહે છે.



કૉંક્રીટના મિશ્રણનો ગુણોત્તર એ બાંધકામનું મૂળભૂત પાસું છે, જે બિલ્ડિંગની મજબૂતાઈ, ટકાઉપણા અને તેની પાછળ થતાં ખર્ચને પ્રભાવિત કરે છે. કૉંક્રીટના મિશ્રણના યોગ્ય પ્રમાણમાપ, સીમેન્ટના મિશ્રણ અને કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તરના વિવિધ પ્રકારોને સમજવાથી અને તેનો ઉપયોગ કરવાથી તે બાંધકામના પ્રોજેક્ટની ગુણવત્તાને પ્રભાવિત કરી શકે છે. જે લોકો તેમના બાંધકામના પ્રયાસોમાં શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માગતા હોય તેમને અલ્ટ્રાટૅક સીમેન્ટ વિશ્વસનીય ઉત્પાદનો અને નિષ્ણાત માર્ગદર્શન પૂરાં પાડે છે, જેથી કરીને તમે બાંધકામની વિવિધ જરૂરિયાતો માટે કૉંક્રીટના ચઢિયાતા મિશ્રણને હાંસલ કરી શકો.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. કૉંક્રીટ માટેના 1 2 3 મિશ્રણ શું હોય છે?

1 2 3 કૉંક્રીટ મિશ્રણનો ગુણોત્તર સર્વસામાન્ય હેતુ માટેના કૉંક્રીટ માટે ઉપયોગમાં લેવાતા સરળ મિશ્રણને સંદર્ભિત કરે છે, જેમાં 1 ભાગ સીમેન્ટ, બે ભાગ રેતી અને ત્રણ ભાગ કાંકરાનો સમાવેશ થાય છે. આ મિશ્રણ મજબૂતાઈ, કાર્યક્ષમતા અને ટકાઉપણાનું સંતુલન પૂરું પાડે છે, જે તેને ડ્રાઇવવે, સાઇડવૉક્સ અને અન્ય રહેણાક પ્રોજેક્ટ્સ માટે અનુકૂળ બનાવે છે.

 

2. કૉંક્રીટને મિક્સ કરવા માટે દરિયાના પાણીનો ઉપયોગ થઈ શકે?

કૉંક્રીટના મિશ્રણમાં દરિયાના પાણીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે, તેમાં રહેલા ક્ષારથી સ્ટીલના રીઇન્ફોર્સમેન્ટને કાટ લાગી શકે છે અને કૉંક્રીટની આવરદા ઘટી જાય છે. જોકે, જેમાં સ્ટીલનો ઉપયોગ ના થયો હોય તેવી ચોક્કસ કામગીરીઓ માટે ઉપયોગમાં લેવાયેલા નોન-રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટમાં ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ ઘણીવાર દરિયાના પાણીનો ઉપયોગ કરવા અંગે વિચારણા કરવામાં આવે છે.

 

3. કૉંક્રીટ માટેનો આદર્શ ગુણોત્તર શું છે?

કૉંક્રીટના મિશ્રણના આદર્શ ગુણોત્તરનો આધાર મજબૂતાઈ અને ટકાઉપણા માટેની પ્રોજેક્ટની જરૂરિયાતો પર રહેલો છે. ફાઉન્ડેશન અને બીમ જેવી ઘરના નિર્માણની મોટાભાગની કામગીરીઓ માટે મિશ્રણનો એક ચોક્કસ ગુણોત્તર 1:1.5:3 (સીમેન્ટઃરેતીઃકાંકરા) છે, જે મજબૂતાઈ અને કાર્યક્ષમતાનું યોગ્ય સંતુલન પૂરું પાડે છે.

 

4. સૌથી મજબૂત કૉંક્રીટ મિશ્રણ કયું છે?

મોટાભાગના ભારવહન કરનારા માળખાંઓ માટે સૌથી મજબૂત કૉંક્રીટ મિશ્રણ સામાન્ય રીતે ડીઝાઇન મિક્સ હોય છે, જેમાં સીમેન્ટની માત્રા વધારે હોય છે અને તેનો ગુણોત્તર 1:1.5:2 (સીમેન્ટઃરેતીઃકાંકરા)થી નજીકનો હોય છે. ઘણીવાર મિશ્રણના આ પ્રકારનો ઉપયોગ ફાઉન્ડેશન, કૉલમ અને પુલોનું નિર્માણ કરવા માટે થાય છે, જેમાં વધારે મજબૂતાઈ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય કછે.

 

5. કૉંક્રીટના મિશ્રણની લક્ષિત સરેરાશ મજબૂતાઈ કેટલી હોય છે?

કૉંક્રીટના મિશ્રણની લક્ષિત સરેરાશ મજબૂતાઈ ઇચ્છિત મજબૂતાઈ હોય છે, જેને એન્જિનીયરો કૉંક્રીટ ક્યુરિંગ પછી મજબૂતાઈની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરે તેની ખાતરી કરવા માટે ઇચ્છતા હોય છે. તેની ગણતરી મટીરિયલના ગુણો અને નિર્માણની પરિસ્થિતિઓમાં વિવિધતાને સામેલ કરવા માટે લાક્ષણિક મજબૂતાઈમાં માર્જિનને ઉમેરીને કરવામાં આવે છે, જે કૉંક્રીટ મજબૂતાઈના ચોક્કસ ગ્રેડને નિરંતરપણે હાંસલ કરે કે તેનાથી આગળ વઘી જાય તેની ખાતરી કરે છે.


સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....