વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તર શું છે ?

Share:


મુખ્ય બાબતો

 

  • એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તર બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતું એક સરળ મિશ્રણ છે, જ્યાં નીચી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પર્યાપ્ત હોય છે.
 
  • એમ5 કોંક્રિટ માટે મિક્સ ગુણોત્તરમાં સામાન્યપણે ઓછા સિમેન્ટ સાથે વધુ રેતી અને કપચી સામેલ હોય છે.
 
  • આ કોંક્રિટ મિક્સ માટે એમ5 ગુણોત્તરનો ઉપયોગ મુખ્યત્ત્વે લેવલિંગ અને બેડિંગ જેવા બિન-માળખાકીય વપરાશો માટે થાય છે.


કોંક્રિટ તેની મજબૂતાઇ, ટાકઉતા અને બહુમુખી ગુણને લીધે સૌધી વધુ ઉપયોગમાં લેવામાં આવતી બાંધકામ સામગ્રીઓ પૈકીની એક છે. જ્યારે કોંક્રિટની વાત કરવામાં આવે ત્યારે “મિક્સ ગુણોત્તર”ને સિમેન્ટ, રેતી, કપચી અને પાણી જેવા પ્રાથમિક ઘટકોનાં સમપ્રમાણ તરીકે સંદર્ભિત કરવામાં આવે છે, જે કોંક્રિટનો વિશિષ્ટ પ્રકાર બનાવે છે. એમ5 કોંક્રિટ મિક્સનો ગુણોત્તર પ્રાથમિક રીતે ઓછા શક્તિશાળી બાંધકામો માટે થાય છે.

 

 


એમ5 કોંક્રિટ ગુણોત્તર શું છે ?

એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તર વિશિષ્ટ સમપ્રમાણમાં સિમેન્ટ, રેતી, કપચી અને પાણીનું મિશ્રણ છે. તે પ્રાથમિક રીતે એવા બિન-માળખાકીય ઘટકો માટેનાં બાંધકામમાં ઉપયોગ થાય છે, જેના માટે ઊંચી શક્તિની આવશ્યકતા હોતી નથી. એમ5માં “એમ”નો અર્થ “મિક્સ” અને સંખ્યા થાય છે, જે જામવાના 28 દિવસ પછી કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થને સૂચવે છે.



એમ5 કોંક્રિટ મિક્સના ઘટકો

પ્રાથમિક ઘટકો

 

1. સિમેન્ટઃ મિશ્રણને એક સાથે રાખતા બંધન કારક એજન્ટ તરીકે કાર્ય કરે છે.

2. રેતી: ઝીણી કપચી મોટી કપચી વચ્ચેની જગ્યાઓ પૂરે છે અને એકંદર મજબૂતાઇમાં યોગદાન આપે છે.



3. કપચી: કાકરી અથવા કચડેલા પથ્થર જેવી કકરી સામગ્રી કોંક્રિટમાં જથ્થો અને મજબૂતાઇ ઉમેરે છે.

4. પાણી: લુગદી બનાવવા માટે સિમેન્ટ સાથે પ્રતિક્રિયા કરે છે, જે બધી સામગ્રીઓને એક સાથે જોડે છે.

 

સામાન્ય એમ5 મિક્સ ગુણોત્તર 1:5:10 (સિમેન્ટ:રેતી:કપચી) છે, જેનો અર્થ,

 

  • એક ભાગ સિમેન્ટ
 
  • પાંચ ભાગ રેતી
 
  • દસ ભાગ કપચી થાય છે

 

એમ5 કોંક્રિટ મિશ્રણ ગુણોત્તરને માપવામાં ચોક્કસાઇ મહત્ત્વપૂર્ણ છે. ખોટા સમપ્રમાણને લીધે કોંક્રિટ નબળી પડે છે, જે આવશ્યક મજબૂતાઇની વિશિષ્ટતાઓ પૂરી કરતી નથી, જેને લીધે માળખાની ટકાઉતા અને સુરક્ષાને અસર થાય છે.


 

મિશ્ર કરવું અને એમ5 મિક્સ ગુણોત્તર તૈયાર કરવા માટે તબક્કાવાર માર્ગદર્શિકા

એમ5 મિક્સ ગુણોત્તર સાથે યોગ્ય સુસંગતતા અને મજબૂતાઇ હાંસલ કરવા માટે સાવચેતીપૂર્વક મિશ્ર કરવું આવશ્યક હોય છે. 

 

1. સામગ્રીઓને ચોક્કસાઇપૂર્વક વાંચોઃ સિમેન્ટ, રેતી અને કપચીનું સમપ્રમાણ યોગ્ય હોવાનું સુનિશ્ચિત કરવા માટે માપવાનાં પાત્રનો ઉપયોગ કરો.

2. સુષ્ક સામગ્રીઓને મિશ્ર કરોઃ સિમેન્ટ, રેતી અને કપચીને એક પાત્રમાં અથવા મિક્સિંગ પ્લેટફોર્મ પર ભેગા કરો.

3. ક્રમશઃ પાણી ઉમેરોઃ સુષ્ક મિશ્રણમાં ધીમે ધીમે પાણી ઉમેરો, જેથી તે એકસમાન રીતે વિતરિત થાય છે.

4. સારી રીતે મિશ્ર કરોઃ તમામ ઘટકો સારી રીતે મિશ્ર થાય તે સુનિશ્ચિત કરો, જેથી એકસમાન મિશ્રણ બને.

5. સુસંગતતા તપાસોઃ મિશ્રણ લીસું અને પર્યાપ્ત સુષ્ક હોવું જોઇએ. યોગ્ય સુસંગતતા પ્રાપ્ત કરવા માટે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો.



મિશ્ર કરવા માટેની ટિપ્સઃ

 

  • એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તર ખૂબ પાતળું ન થાય તે ટાળવા માટે હંમેશાં પાણી ધીમે ધીમે ઉમેરો.
 
  • ગઠ્ઠા બનતા રોકવા અને એકસમાન મિશ્રણ સુનિશ્ચિત કરવા માટે સામગ્રીઓને બરાબર મિશ્ર કરો.
 
  • કોંક્રિટને નબળું પાડી શકે એવા દૂષણને ટાળવા માટે તાજા પાણી અને કપચીનો ઉપયોગ કરો.

 

 

એમ5 કોંક્રિટ ગુણોત્તરની મજબૂતાઇ અને ટકાઉતા

એમ5 કોંક્રિટ મિક્સ તેની નીચી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે જાણિતી છે, જે તેના ઉપયોગને ભાર વહન નહીં કરતા વપરાશો સુધી મર્યાદિત કરે છે. આ તેને પાયાના અથવા પ્રારંભિક કાર્ય માટે આદર્શ બનાવે છે, જ્યાં ઊંચી શક્તિની આવશ્યકતા હોતી નથી. તે ઊંચા ગ્રેડની કોંક્રિટની મજબૂતાઇ ધરાવી ન શકે, છતાં પણ તે ફિલિંગ અથવા લેવલિંગ જેવા હેતુપૂર્વકના ઉપયોગો માટે પર્યાપ્ત ટકાઉતા પૂરી પાડે છે.

 

 

એમ5 કોંક્રિટ મિક્સના ઉપયોગ

તેની નીચે મજબૂતાઇને લીધે એમ5 કોંક્રિટ મર્યાદિત ઉપયોગો ધરાવે છે.

 

  • પાયાના સ્લેબ માટે ફૂટિંગઃ અન્ય બાંધકામનાં સ્તરો માટે સ્થિર, સ્તરનો આધાર પૂરો પાડવો.
 
  • પેવમેન્ટ અને વોકવેઃ ભારે ટ્રાફિક અથવા વજનનો અનુભવ ધરાવતા ન હોય એવા ક્ષેત્રોનું બાંધકામ કરવું.
 
  • લેવલિંગ કોર્સિસઃ તેમને ઉચ્ચ ગ્રેડની કોંક્રિટ અથવા ફિનિશિંગ સ્તરો લગાવતા પહેલા લેવલિંગ સ્તર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

 

 

એમ5 કોંક્રિટની ગુણવત્તાને અસર કરતા પરિબળો

એમ5 કોંક્રિટની ગુણવત્તા કેટલાક પરિબળો દ્વારા પ્રભાવિત થઈ શકે છેઃ

 

  • ખોટો એમ5 મિક્સ ગુણોત્તરઃ સિમેન્ટ, રેતી અને કપચીનાં અયોગ્ય સમપ્રમાણ મિશ્રણને નબળું પાડી શકે છે.
 
  • નબળી ગુણવત્તાની સામગ્રીઓઃ નીચી ગુણવત્તાના સિમેન્ટ, રેતી અથવા કપચી મજબૂતાઇને નબળી પાડી શકે છે.
 
  • અયોગ્ય રીતે મિશ્ર કરવું: બરાબર મિશ્ર નહીં કરવાને લીધે કોંક્રિટમાં નબળા સ્પોટ પડી શકે છે.

 

કોંક્રિટના એમ5 ગુણોત્તરમાં ટાળવા જેવી સામાન્ય ભૂલો

 

  • વધુ પડતા પાણીનો ઉપયોગ કરવાથી કોંક્રિટ નબળું પડી શકે છે અને તેની ટકાઉતા ઘટે છે.
 
  • યોગ્ય રીતે મિશ્ર ન કરવું: આને લીધે સામગ્રીઓનું અસમાન વિતરણ થાય છે અને મજબૂતાઇ સાથે સમાધાન થાય છે.
 
  • અચોક્કસ માપઃ તેનાં પરિણામ સ્વરૂપે એવું મિશ્રણ બને છે, જે મજબૂતાઇના ધોરણો પૂરા કરતું નથી.


 

એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તરનો ઉપયોગ પ્રાથમિક ધોરણે બિન-માળખાકીય ઉપયોગો માટે થાય છે, જ્યાં ઊંચી માળખાકીય મજબૂતાઇની આવશ્યકતા હોતી નથી. કોંક્રિટ તેના હેતુપૂર્વકના ઉપયોગ માટે અપેક્ષા પ્રમાણે કાર્ય કરે છે તે સુનિશ્ચિત કરવા માટે ઘટકો અને યોગ્ય મિશ્ર ગુણોત્તરને સમજ આવશ્યક છે. મિશ્ર કરવાની યોગ્ય પદ્ધત્તિઓ અને સામાન્ય ભૂલોને ટાળવાથી ઇચ્છિત સુસંગતતા અને મજબૂતાઇ હાંસલ કરવામાં સહાય થાય છે, જે એમ5 કોંક્રિટને પાયારૂપ બાંધકામની જરૂરિયાતો માટે વિશ્વસનીય પસંદગી બનાવે છે.





વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. શું એમ5 કોંક્રિટનો ગુણોત્તર માળખાકીય કાર્ય માટે યોગ્ય છે ?

પોતાની નીચી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થને લીધે એમ5 કોંક્રિટ માળખાકીય કાર્ય માટે અયોગ્ય છે. તેનો ઉપયોગ લેવલિંગ અને પાયાનાં કાર્યો જેવા બિન-માળખાકીય ઉપયોગો માટે સૌથી સારો હોય છે.

 

2. એમ5 ગ્રેડ કોંક્રિટનો દર શું છે ?

એમ5-ગ્રેડ કોંક્રિટનો દર સ્થળ, ઉપયોગમાં લીધેલી સામગ્રીઓ અને શ્રમના ખર્ચને આધારે અલગ અલગ હોય છે. જો કે, તેની નીચી મજબૂતાઇ અને થોડી સામગ્રીઓની આવશ્યકતાને લીધે તે સામાન્યપણે ઊંચા ગ્રેડનાં કોંક્રિટ કરતા ઓછા ખર્ચાળ હોય છે.

 

3. એમ5 કોંક્રિટની ઘનતા શું હોય છે ?

એમ5 કોંક્રિટની ઘનતા સામાન્યપણે 2200થી 2500 કિગ્રા/મી3 સુધી હોય છે, જે ઉપયોગમાં લીધેલી કપચી અને મિશ્ર કરવાની પ્રક્રિયા પર આધાર રાખે છે.

 

4. એમ5, એણ10, એમ15, એમ20, એમ25 શું છે ?

આ કોંક્રિટના વિભિન્ન ગ્રેડ્સ છે, જે 28 દિવસ સુધી જામ્યા પછી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ દર્શાવે છે. એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તરમાં સૌથી ઓછી મજબૂતાઇ હોય છે, જ્યારે પ્રત્યેક પછીના ગ્રેડ ઊંચી મજબૂતાઇ ધરાવે છે અને તેનો ઉપયોગ વધુ માગ ધરાવતા વપરાશો માટે કરવામાં આવે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....