Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
એમ7.5 કૉંક્રીટ એ પાતળા કૉંક્રીટનો એક પ્રકાર છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોજેક્ટના જે હિસ્સાઓમાં ખાસ વધારે મજબૂતાઈની જરૂર ના હોય ત્યાં થાય છે.
તે સીમેન્ટ, રેતી અને પથ્થરો (કાંકરા)નું મિશ્રણ હોય છે.
એમ7.5 કૉંક્રીટના ગુણોત્તરનો ઉપયોગ ઘણીવાર ફ્લોર, લેવલિંગ અને તળિયાના લેયર માટે થાય છે.
આ ગુણોત્તર જાણવાથી એ વાતની ખાતરી કરવામાં મદદ મળે છે કે કૉંક્રીટ યોગ્ય રીતે કામ કરે.
1 ક્યુબિક મીટર માટે એમ7.5 કૉંક્રીટના ગુણોત્તરની ગણતરી કરવી એ મોટા પ્રોજેક્ટમાં મિશ્રણને સાતત્યપૂર્ણ જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એમ7.5 કૉંક્રીટનો ગુણોત્તર એ જ્યારે મજબૂતાઈની ખાસ જરૂરિયાત ના હોય ત્યારે બાંધકામમાં ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો પાતળો કૉંક્રીટ છે. એમ7.5માં ‘એમ’ મિશ્રણને દર્શાવે છે અને 7.5 28 દિવસ પછી કૉંક્રીટની મજબૂતાઈને દર્શાવે છે, જેને N/mm²માં માપવામાં આવે છે. આ ગુણોત્તરનો ઉપયોગ ઘણીવાર ફ્લોર પાથરવા, જમીનને સમતળ બનાવવા કે જ્યાં કૉંક્રીટને વધારે ભારવહન કરવાની જરૂર નથી ત્યાં પાયાનું લેવલ બનાવવા જેવી કામગીરી માટે કરવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો એમ7.5 કૉંક્રીટનો ગુણોત્તર તમારે કેટલી માત્રામાં સીમેન્ટ, રેતી અને પથ્થરો (કાંકરા)ને મિશ્રિત કરવાની જરૂર છે, તે દર્શાવે છે. આ મિશ્રણને યોગ્ય રીતે તૈયાર કરવું એ કૉંક્રીટ પૂરતો મજબૂત હોય અને તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે. તમે જ્યારે મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હો ત્યારે 1 ક્યુબિક મીટર માટે એમ7.5 કૉંક્રીટના ગુણોત્તરની ગણતરી કરવી એ ખાસ મહત્વનું બની જાય છે, જેથી કરીને મિશ્રણ સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાનું હોય તેની ખાતરી કરી શકાય.
એમ7.5 કૉંક્રીટ મિશ્રણને ત્રણ મુખ્ય ઘટકોથી બનાવવામાં આવે છેઃ સીમેન્ટ, રેતી અને કાંકરા. અહીં આ પ્રત્યેક ઘટકની કામગીરી આપવામાં આવી છેઃ
1. સીમેન્ટ એક પ્રકારના ગુંદર જેવો પદાર્થ છે, જે બધી સામગ્રીને એકસાથે જોડે છે અને કૉંક્રીટને તેની ઇચ્છિત મજબૂતાઈ આપે છે.
2. રેતી મોટા પથ્થરો (કાંકરા)ની વચ્ચે રહેલી જગ્યાને ભરી દે છે અને કૉંક્રીટને મુલાયમ અને કામ કરવા માટે સરળ બનાવી દે છે.
3. તોડેલા પથ્થર કે કાંકરા જેવા એગ્રીગેટ્સ કૉંક્રીટને દળદાર બનાવે છે અને મજબૂતાઈ આપે છે.
એમ7.5 મિશ્રણના ગુણોત્તરમાં સામાન્ય રીતે 1 ભાગ સીમેન્ટ, 4 ભાગ રેતી અને 8 ભાગ એગ્રીગેટ્સ હોય છે. 1 ક્યુબિક મીટર માટે યોગ્ય મિશ્રણ પ્રાપ્ત કરવા માટે તમારે આ માત્રાને વધારવી પડે છે. તે એ વાતની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે કે કૉંક્રીટનું મિશ્રણ એકસમાન હોય અને તમારા પ્રોજેક્ટની જરૂરિયાતને પૂરી કરે છે, ખાસ કરીને બિન-માળખાકીય ઉપયોગો માટે.
એમ7.5 કૉંક્રીટ એ એક પ્રકારનો પાતળો કૉંક્રીટ છે, જેનો ઉપયોગ જ્યાં વધારે મજબૂતાઈની જરૂર નથી પરંતુ મજબૂત, સ્થિર પાયો વધારે મહત્વપૂર્ણ છે, તેવા કામો માટે થાય છે. તેનો ઉપયોગ સર્વસામાન્ય રીતે આ જગ્યાઓએ થાય છેઃ
1. પેવિંગ અને ફ્લોરિંગ
એમ7.5 ગુણોત્તર પેવમેન્ટ અને ફ્લોર પર નક્કર પાયાનું લેયર બનાવવા માટે ખૂબ જ સારો ગણાય છે. તે ખૂબ વધારે મજબૂતાઈની જરૂરિયાત વગર ઉપલા લેયરને સપોર્ટ પૂરો પાડે છે.
2. લેવલિંગ
તમે ફાઉન્ડેશન જેવું બાંધકામ કરો તે પહેલાં તે જમીનને સમતળ બનાવવા માટે પણ આ મિશ્રણ સારું ગણાય છે. તે સમતળ સપાટી બનાવવામાં પણ મદદરૂપ થાય છે, જે વધુ બાંધકામ કરવા માટે તૈયાર હોય છે.
3. બિન-માળખાકીય ઘટકો
એમ7.5 કૉંક્રીટ દિવાલો બનાવવા કે પછી જેણે ખૂબ વધારે ભારવહન કરવાની જરૂર નથી તેવા હિસ્સાઓ બનાવવા માટે સારું કામ કરે છે.
4. કામચલાઉ માળખાં
તે ખૂબ વધારે મજબૂત નહીં હોવાથી એમ7.5 ગુણોત્તર લાંબા સમય માટે જેની જરૂર નથી તેવા કામચલાઉ માળખાં કે ફૉર્મવર્ક માટે પણ સારો ગણાય છે.
મોટા પ્રોજેક્ટમાં 1 ક્યુબિક મીટર માટે એમ7.5 કૉંક્રીટનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ તે જાણવું મહત્વપૂર્ણ છે, જેથી કરીને કૉંક્રીટની સમગ્ર બેચ એકસમાન ગુણવત્તા અને મજબૂતાઈની હોય તેની ખાતરી કરી શકાય.
એમ7.5 કૉંક્રીટને એવી પરિસ્થિતિ માટે બનાવવામાં આવે છે, જ્યાં તમારે વધારે મજબૂતાઈની જરૂર નથી. તેની દાબક ક્ષમતા 7.5 N/mm² છે, જેનો અર્થ એ થયો કે તે બીમ કે ભારવહન કરનારી દિવાલો જેવા મજબૂત હિસ્સાઓ બનાવવા માટે યોગ્ય નથી. પરંતુ તે ફ્લોર, જમીનને સમતળ બનાવવી અને અન્ય બિન-માળખાકીય હિસ્સાઓ જેવી ચીજો માટે સારી રીતે કામ કરે છે.
એમ7.5 કૉંક્રીટ ટકાઉ છે અને તે સામાન્ય અપક્ષય અને ઘસારા જેવી સામાન્ય પરિસ્થિતિઓને સહન કરી શકે છે. જોકે, જ્યાં આત્યંતિક હવામાન કે ભારે વજન હોય તેવા વિસ્તારો માટે તે શ્રેષ્ઠ વિકલ્પ નથી.
એમ7.5 કૉંક્રીટમાંથી સૌથી વધારે લાભ લેવા માટે તેને યોગ્ય રીતે ક્યોર કરવો અને તેની સારી રીતે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે એ વાતની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે કે તે તેના ઇચ્છિત ઉપયોગમાં શક્ય એટલા લાંબા સમય સુધી ટકી રહે.
સામાન્ય રીતે 1:4:8નો એમ7.5 કૉંક્રીટ ગુણોત્તર પેવિંગ, ફ્લોરિંગ અને લેવલિંગ જેવા બિન-માળખાકીય પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ છે. તે મધ્યમ મજબૂતાઈ અને ટકાઉપણું પૂરું પાડતો હોવાથી તે ભારવહન કરનારા માળખાં માટે અનુકૂળ નથી. આ ગુણોત્તરને સમજવાથી તમારો કૉંક્રીટ પ્રોજેક્ટની જરૂરિયાતને પૂરી કરે અને સ્થિર ફાઉન્ડેશન પૂરું પાડે તેની ખાતરી કરી શકાય છે. 1 ક્યુબિક મીટર માટે એમ7.5 કૉંક્રીટના ગુણોત્તરની ગણતરી કરવી એ મોટા પ્રોજેક્ટમાં મિશ્રણની સાતત્યતા અને ગુણવત્તાને જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એમ7.5 મિશ્રણ ગુણોત્તર સામાન્ય રીતે 1:4:8 છે, જેનો અર્થ એ છે કે તેમાં 1 ભાગ સીમેન્ટ, 4 ભાગ રેતી અને 8 ભાગ બરછટ કાંકરા હોય છે.
એમ7.5 કૉંક્રીટના ગુણોત્તરનો ઉપયોગ બિન-માળખાકીય કામગીરીઓ માટે થાય છે, જેમ કે પેવિંગ, ફ્લોરિંગ, લેવલિંગ અને ભારવહન નહીં કરનારા ઘટકોનું બાંધકામ.
કૉંક્રીટનો સૌથી મજબૂત ગુણોત્તર સામાન્ય રીતે એમ40 હોય છે, જેના મિશ્રણનો ગુણોત્તર એ વાતની ખાતરી કરે છે કે, તે માળખાકીય કામગીરી માટે અનુકૂળ ઊંચી દાબક ક્ષમતા ધરાવતો હોય.
એમ5 એ કૉંક્રીટનો સૌથી નબળો ગુણોત્તર છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કામચલાઉ કામો કે મહત્વના ના હોય તેવા માળખાંઓમાં થાય છે, જ્યાં લઘુત્તમ મજબૂતાઈની જરૂર પડે છે.