Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


કૉંક્રીટ અને સીમેન્ટની વચ્ચેનો તફાવત સમજો

ઘણીવાર કૉંક્રીટ અને સીમેન્ટ શબ્દપ્રયોગ એકબીજા માટે કરવામાં આવતો હોય છે પરંતુ વાસ્તવમાં તે બે અલગ-અલગ સામગ્રીઓ છે, જે વિશિષ્ટ પ્રકારના ગુણો અને હેતુઓ ધરાવે છે. આ બ્લૉગમાં આપણે કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો તફાવત સમજીશું, તેમની લાક્ષણિકતાઓ અને બાંધકામના પ્રોજેક્ટમાં તેમની ભૂમિકાઓ વિશે જાણકારી મેળવીશું.

Share:


વાત જ્યારે બાંધકામની થતી હોય ત્યારે લોકો ઘણીવાર ‘કૉંક્રીટ’ અને ‘સીમેન્ટ’ની સાથે ભેળસેળ કરી દેતાં હોય છે પરંતુ તે એક જ નથી. સીમેન્ટ એક એવો ગુંદર છે, જે ચીજોને એકબીજાની સાથે જોડે છે, જે ચૂનો, માટી, છીપલા અને રેતીમાંથી બને છે. તો બીજી તરફ કૉંક્રીટ એ એક મજબૂત સામગ્રી છે, જેને રેતી, કાંકરા અને પાણીની સાથે સીમેન્ટને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમની વચ્ચે આ મૂળભૂત તફાવત છે. તો ચાલો, કૉંક્રીટ અને સીમેન્ટની વચ્ચેના તફાવતોને જાણીએ, જેથી કરીને તમે આ બંને શબ્દોને વધુ સારી રીતે સમજી શકો.



સીમેન્ટ એટલે શું?



કૉંક્રીટ અને સીમેન્ટની વચ્ચેના તફાવતને સમજવા માટે સૌપ્રથમ તો સીમેન્ટ એટલે શું તે સમજવું જરૂરી છે. સીમેન્ટ એ બાંધકામની એક મહત્વની સામગ્રી છે, જે તેના જોડાણના ગુણોને લીધે જાણીતી છે. તે પથ્થરો, ઇંટો અને ટાઇલ જેવા બાંધકામના વિવિધ ઘટકોને એકબીજાની સાથે ચોંટાડે છે. પ્રાથમિક રીતે તે ચૂનો (કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે), સિલિકા (રેતી કે માટી જેવા પદાર્થોથી સમૃદ્ધ હોય છે), બૉક્સાઇટ, આયર્ન ઑર જેવા એલ્યુમિનિયમના સ્રોતો તથા ક્યારેક છીપલા, ચોક, ચીકણી માટી અને ભૂસી જેવા વધારાના તત્વો સહિત પીસીને બારીક કરવામાં આવેલી કાચી સામગ્રીઓ ધરાવે છે.

 

તેની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સીમેન્ટના પ્લાન્ટમાં આ સામગ્રી પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને તેમને ઊંચા તાપમાને પકવવામાં આવે છે, જેના પરિણામે એક નક્કર સામગ્રી પ્રાપ્ત થાય છે. આ નક્કર પદાર્થને કૉમર્શિયલ વિતરણ માટે વધુ પીસીને બારીક પાઉડર બનાવવામાં આવે છે. તેને જ્યારે પાણી સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે સીમેન્ટમાં રાસાયણિક પ્રતિક્રિયા થાય છે, જેના પરિણામે પેસ્ટની રચના થાય છે, જે આખરે નક્કર બનીને વિવિધ પ્રકારની બાંધકામની સામગ્રીને એકબીજાની સાથે અસરકારક રીતે ચોંટાડી દે છે.

 

આપણે જ્યારે કૉંક્રીટ અને સીમેન્ટની વચ્ચેનો તફાવત સમજી રહ્યાં હોઇએ ત્યારે આપણે માળખાંને મજબૂતાઈ અને ટકાઉ બનાવવા સહિતના સીમેન્ટના વિવિધ લાભને સમજવા જોઇએ. બાંધકામની વિવિધ કામગીરીઓમાં તે અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે તથા આગ અને આત્યંતિક તાપમાનોની સામે તે પ્રતિરોધ ધરાવે છે, જે તેને બિલ્ડિંગ, રોડ, પુલો અને આપણાં આધુનિક વિશ્વની કરોડરજ્જુ સમાન બીજા અગણિત માળખાંઓનું બાંધકામ કરવા માટે તેને અનિવાર્ય બનાવી દે છે.

 

 

કૉંક્રીટ એટલે શું?



સીમેન્ટની ઉપયોગિતાની કૂંચી પાણી સાથે પ્રતિક્રિયા કરવાની તેની ક્ષમતામાં રહેલી છે. તેને જ્યારે પાણી સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે તે એક પેસ્ટની રચના કરે છે, જે અન્ય સામગ્રીઓને એકબીજાની સાથે જોડે છે. સમય જતાં આ પેસ્ટ કઠણ થઈ જાય છે અને એક નક્કર પદાર્થમાં ફેરવાઈ જાય છે, જે રેતી અને કાંકરા જેવા એગ્રીગેટ્સને એકબીજાની સાથે ચોંટાડીને કૉંક્રીટ તરીકે જાણીતા કૉમ્પોઝિટમાં ફેરવી દે છે.

 

આપણે જ્યારે કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો તફાવત સમજી રહ્યાં હોઇએ ત્યારે કૉંક્રીટ એ સીમેન્ટ, રેતી, કાંકરા અને પાણીના મિશ્રણમાંથી બનાવવામાં આવેલી એક કૉમ્પોઝિટ સામગ્રી છે, તે સમજી લેવું જરૂરી છે. તે તેની મજબૂતાઈ, ટકાઉપણા અને તેના અનેકવિધ ઉપયોગોને કારણે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી બાંધકામની સામગ્રી છે. કૉંક્રીટના અનેકવિધ ફાયદા છે, જેમાં માળખાંનું ભારવહન કરવાની તેની ક્ષમતા, આગ સામે પ્રતિરોધ, ઓછી જાળવણી અને લાંબી આવરદાનો સમાવેશ થાય છે.

 

રોડ અને સમુદ્રી બાંધકામ, બિલ્ડિંગો, આંતરમાળખું, સુશોભનાત્મક તત્વો અને પરિવહનમાં તે અનેકવિધ રીતે ઉપયોગી છે.


સીમેન્ટ વિરુદ્ધ કૉંક્રીટ

 

1. સંરચના

કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો મુખ્ય તફાવત તેમની સંરચનામાં રહેલો છે. સીમેન્ટ એ કૉંક્રીટનું મુખ્ય ઘટક છે અને તેને ચૂનો, માટી, છીપલા અને સિલિકા રેતીનું સંયોજન કરીને બનાવવામાં આવે છે. આ સામગ્રીને બારીક પીસવામાં આવે છે અને તેમાંથી પાઉડર બનાવવા માટે તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. તો બીજી તરફ, કૉંક્રીટ એ સીમેન્ટ, એગ્રીગેટ્સ (રેતી અને કાંકરા) અને પાણીનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલી કૉમ્પોઝિટ સામગ્રી છે. કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો આ મુખ્ય તફાવત છે.

 

2. કામગીરી

આ સામગ્રીઓની કામગીરી કરવાની મિકેનિઝમ પણ કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો મુખ્ય તફાવત છે. પેસ્ટની રચના કરવા માટે સીમેન્ટને પાણીની સાથે મિક્સ કરવામાં આવે છે, જે એક બાઇન્ડર તરીકે કામ કરીને એગ્રીગેટ્સને એકબીજાની સાથે જકડી રાખે છે. સીમેન્ટ અને પાણી વચ્ચે થતી પ્રતિક્રિયાને હાઇડ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે આ પેસ્ટ કઠણ થઈ જાય છે અને એક નક્કર માળખાંની રચના કરે છે. સમય જતાં કૉંક્રીટનું આ મિશ્રણ કઠણ અને ટકાઉ બની જાય છે.

 

3. ઉપયોગો

કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો અન્ય એક તફાવત તેના ઉપયોગો છે. પ્રાથમિક રીતે સીમેન્ટનો ઉપયોગ કૉંક્રીટનું ઉત્પાદન કરવા માટે થાય છે, જે બાંધકામ ઉદ્યોગમાં અનેકવિધ ઉપયોગો ધરાવે છે. સામાન્ય રીતે કૉંક્રીટનો ઉપયોગ ફાઉન્ડેશનો, દિવાલો, ફ્લોર, રોડ, પુલો અને અન્ય માળખાંઓનું બાંધકામ કરવા માટે થાય છે. સીમેન્ટનો ઉપયોગ ઇંટો, પથ્થરો અને ટાઇલ્સ માટે બોન્ડિંગ એજન્ટ તરીકે મોર્ટારના ઉત્પાદનમાં થાય છે. તેનો ઉપયોગ માટીને એક જગ્યાએ સ્થિર કરવા અને બાંધકામના સમારકામ માટે પણ થઈ શકે છે.

 

4. પ્રકારો

આખરે કૉંક્રીટ અને સીમેન્ટ વચ્ચેનો તફાવત તેમના પ્રકારોમાં પણ રહેલો છે. સીમેન્ટના પ્રકારોમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પોર્ટલેન્ડ સીમેન્ટ, બ્લેન્ડેડ સીમેન્ટ, આર્કિટેક્ચરલ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા વ્હાઇટ સીમેન્ટ તથા ડેમ અને ફાઉન્ડેશન માટેના લૉ હીટ સીમેન્ટનો સમાવેશ થાય છે. જ્યારે કૉંક્રીટના પ્રકારોમાં લાઇમ કૉંક્રીટ, સીમેન્ટ કૉંક્રીટ અને રીએન્ફોર્સ્ડ સીમેન્ટ કૉંક્રીટનો સમાવેશ થાય છે. આ પ્રકારોની સામગ્રીઓ અને હેતુઓ અલગ-અલગ હોય છે.



આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, સીમેન્ટ અને કૉંક્રીટ અલગ-અલગ હોવા છતાં એકબીજાની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી બાંધકામની સામગ્રીઓ છે. સીમેન્ટ વિવિધ સામગ્રીઓને એકબીજાની સાથે જોડે છે, જ્યારે કૉંક્રીટ એ સીમેન્ટ, એગ્રીગેટ્સ અને પાણીનું સંયોજન છે. કૉંક્રીટ અનેકવિધ રીતે ઉપયોગી છે, જેનો ઉપયોગ ફાઉન્ડેશનો, દિવાલો, રોડ વગેરેમાં થાય છે. સીમેન્ટના પ્રકારોમાં પોર્ટલેન્ડ, બ્લેન્ડેડ, વ્હાઇટ, ઝડપથી કઠણ થઈ જનારા સીમેન્ટ અને લૉ હીટ સીમેન્ટનો સમાવેશ થાય છે. કૉંક્રીટ અને સીમેન્ટની વચ્ચેનો આ તફાવત સમજવાથી તમને ભવિષ્યમાં બાંધકામ સંબંધિત કોઈ નિર્ણય લેવાનું સરળ થઈ પડશે.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ



મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....