સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોમાઇક્રો કૉંક્રીટઃ કામગીરી અને ફાયદા


માઇક્રો કૉંક્રીટ ફ્લોરથી માંડીને સીલિંગ સુધી અને દિવાલથી દિવાલ સુધી બધી જ ચીજોને સુશોભિત કરવાની અને તેને સુંદરતાને વધારવાની ક્ષમતા ધરાવે છે. તે તમારા ઘરમાં અને ઘરની બહારના પરિવેશને સુંદર બનાવવાની કૂંચી છે.

 

આ લેખ દ્વારા તમે માઇક્રો કૉંક્રીટનું અથથી ઇતિ જાણી શકશો, જેમ કે, તેના ઉપયોગો તેમજ જ્યાં-જ્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં-ત્યાં એક પર્ફેક્ટ, પૉલિશ્ડ અને મૌલિક દેખાવ હાંસલ કરવામાં મદદરૂપ થવા તેના દ્વારા પૂરાં પાડવામાં આવતાં ફાયદા.

Share:
માઇક્રો કૉંક્રીટ એટલે શું?માઇક્રો કૉંક્રીટ એ સીમેન્ટ-આધારિત સામગ્રીનું પાતળું સ્તર હોય છે, જેને આપણી ઇચ્છા મુજબની અને સુશોભનાત્મક ફિનિશ મેળવવા માટે વિવિધ પ્રકારની સપાટીઓ પર લગાવી શકાય છે. તેને મુખ્યત્વે માંડ 2 મિમીથી 3 મિમીની રેન્જની જાડાઈ ધરાવતા પાતળા લેયરોમાં લગાવવામાં આવે છે.

 

માઇક્રો કૉંક્રીટ સીમેન્ટ, પાણી-આધારિત રાળ, એડિટિવ્સ, મિનરલ પિગમેન્ટ્સ અને પૉલીમર્સ વડે બનેલો હોય છે તથા તેને આડી અને ઊભી બંને સપાટીઓ પર લગાવી શકાય છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ ઘરને નવા જેવું બનાવવા તથા રીસોર્ટ્સ, રેસ્ટોરેન્ટ્સ, હોટલ, ફેક્ટરીઓ, ઔદ્યોગિક ઇમારતો અને સ્વિમિંગ પૂલ જેવી કૉમર્શિયલ પ્રોપર્ટીઓ માટે પણ થઈ શકે છે.

 

અલ્ટ્રાટૅક માઇક્રો કૉંક્રીટના વ્યાપક ઉપયોગોને કારણે તે ઘરને અંદરથી તેમજ બહારથી ક્લાસિક કે સમકાલીન દેખાવ આપવા માંગતા લોકો માટે એક બહુમુખી અને આદર્શ વિકલ્પ બની ગયો છે. જ્યારે માઇક્રો સીમેન્ટના મિશ્રણને લગાવવામાં આવે છે, ત્યારે તે એક સંરક્ષણાત્મક આવરણ તરીકે કામ કરે છે તથા તે જે કોઈ પણ સપાટીનો હિસ્સો બને તે સપાટીના ટકાઉપણાની ખાતરી કરે છે.

 

માઇક્રો કૉંક્રીટ શા માટે ઘણાં બધાં લોકો માટે પસંદગીનો વિકલ્પ છે?1) તેના અનેકવિધ ઉપયોગો છે

માઇક્રો કૉંક્રીટના ઉપયોગો અને કામગીરીઓ રસોડાના ફ્લોરથી માંડીને સ્વિમિંગ પૂલ સુધી વિસ્તરેલી છે. તે ખૂબ જ ટકાઉ અને વિશ્વસનીય વિકલ્પ છે, જેનો ઉપયોગ દરેક સપાટી પર સાતત્યપૂર્ણ અને ખામીરહિત ફિનિશ મેળવવા માટે અનેકવિધ સપાટીઓ પર થઈ શકે છે.

 

2) તે એક પ્રી-પૅકેજ્ડ મિક્સ છે

માઇક્રો કૉંક્રીટનો ઉપયોગ કરવાના અનેકવિધ ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે, તે એક પ્રી-પૅકેજ્ડ મિક્સ છે. એટલે કે સામાન્ય કૉંક્રીટથી વિપરિત માઇક્રો કૉંક્રીટ માટે કોઈ પ્રોફેશનલ મિક્સિંગ ઉપકરણો કે સાધનોનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. કોઈ પણ વ્યક્તિ (એવી પણ વ્યક્તિ કે જેમની પાસે કૉંક્રીટને લગાવવાનું મર્યાદિત કૌશલ્ય છે) માઇક્રો કૉંક્રીટને લગાવી શકે છે તથા તેનો ઉપયોગ કરીને એક સ્મૂધ અને સુંદર દેખાવ હાંસલ કરી શકે છે.

 

3) તેના માટે પાણી ખૂબ ઓછી માત્રામાં જોઇએ છે

માઇક્રો કૉંક્રીટના અનેકવિધ લાભ છે. તેને વિવિધ પ્રકારની સપાટીઓ પર લગાવી શકાય છે અને તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ પરિબળો ખૂબ જ લાભદાયી હોવા છતાં આ ઉત્પાદનને ઘણાં બધાં લોકોની પસંદગી બનાવનારો લાભ તો કોઈ બીજો જ છે.

તેનો મુખ્ય લાભ તો એ છે કે તેમાં પરંપરાગત કૉંક્રીટની સરખામણીએ ઘણું ઓછું પાણી વપરાય છે. પાણીના વપરાશની જરૂરિયાત ઘટી જવાથી તેને ખૂબ ઓછા ખર્ચે લગાવી શકાય છે, જે તેમ છતાં કૉંક્રીટમાં તિરાડો ભરવા કે જરીપુરાણા થઈ ગયેલા કૉંક્રીટના માળખાંઓનું સમારકામ કરવા ઉત્તમ પરિણામો આપશે.

 

4) તે ઝડપથી સુકાઈ જાય છે

માઇક્રો કૉંક્રીટનો વધારાનો એક ફાયદો એ છે કે તે ઝડપથી સૂકાઈ જાય છે અને જે સપાટી પર માઇક્રો કૉંક્રીટને લગાવવામાં આવ્યો હોય તેને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ઉપયોગમાં લઈ શકાય છે. માઇક્રો કૉંક્રીટના ઝડપથી સૂકાઈ જવાના આ લાભને કારણે તેને જે સપાટી પર લગાવવામાં આવ્યો હોય તેને એક જ દિવસની અંદર સંપૂર્ણપણે ઉપયોગમાં લઈ શકાય છે.

 

માઇક્રો કૉંક્રીટને કેવી રીતે લગાવવો?1. સપાટી તૈયાર કરવી

જ્યારે સપાટી સૂકાયેલી હોય અને કોઈ પણ પ્રકારની ચીકાશ કે કચરાંથી મુક્ત હોય ત્યારે જ માઇક્રો કૉંક્રીટને લગાવી શકાય છે. આથી જ, તેને કોઈ પણ સપાટી (પછી તે કૉંક્રીટની સપાટી હોય કે સ્ટીલની) પર લગાવતા પહેલાં જે-તે સપાટી ચોખ્ખી હોય તેની ખાતરી કરવી જરૂરી છે. જેની પર કાટી લાગી જતો હોય તેવી ધાતુની સપાટીઓ પર પણ માઇક્રો કૉંક્રીટને લગાવતા પહેલાં તેને સાફ કરવી અને તેની પર કૉટિંગ કરવું જરૂરી બની જાય છે.

 

2. મિશ્રણ કરવું

પરંપરાગત કૉંક્રીટ કરતાં માઇક્રો કૉંક્રીટનું મિશ્રણ કરવું અત્યંત સરળ હોવાથી તે એક આદર્શ વિકલ્પ ગણાય છે. જરૂરી માત્રા પર આધાર રાખીને તેના મિશ્રણને કાં તો હાથથી અથવા તો મિશ્રણ માટેના વાસણ વડે મિશ્રિત કરી શકાય છે.

માઇક્રો કૉંક્રીટને પાણીની ઓછી જરૂરિયાત પડે છે, તે બાબતને ધ્યાનમાં રાખીને તેનું મિશ્રણ તૈયાર કરતી વખતે પાણી અને માઇક્રો કૉંક્રીટનો ગુણોત્તર 1:8 રાખવો જરૂરી છે. એકવાર પાણી અને માઇક્રો કૉંક્રીટને બરોબર ભેગા કરી લેવામાં આવે તે પછી તેને ધીમે-ધીમે અને સતત હલાવો, જેથી તેને ઉપયોગમાં લઈ શકાય તેવું મિશ્રણ તૈયાર થઈ શકે.

 

3. રેડવું

સપાટી કોઈ પણ પ્રકારની હોય પણ એકવાર માઇક્રો કૉંક્રીટનું મિશ્રણ તૈયાર થઈ જાય તે પછી તેને વહેલીતકે રેડી દેવો જરૂરી છે. તેનો ઉપયોગ વહેલીતકે એટલા માટે કરી લેવો જરૂરી છે, કારણ કે લાંબા સમય સુધી તેને મૂકી રાખવાથી સૂકાઈ જવાની શક્યતા રહેલી છે. તેને ઉપયોગમાં લેતી વખતે યોગ્ય સાતત્યતા અને પ્રવાહ પ્રાપ્ત થાય તે માટે તેને ઝડપથી રેડી લેવો જોઇએ. એકવાર મિશ્રણને રેડી દેવામાં આવે તે પછી આ મિશ્રણને સૂકાવા મૂકતા પહેલાં તેને મુલાયમ બનાવવા માટે સંબંધિત સાધનોનો ઉપયોગ કરી શકાય છે.

 

 

માઇક્રો કૉંક્રીટના ફાયદા કયા-કયા છે?

 

  1. માઇક્રો કૉંક્રીટને મિશ્રિત કરવા માટે ભારે મશીનરીની જરૂર પડતી નથી, કારણ કે તે પ્રવાહિત થઈ શકે તેવું મટીરિયલ ધરાવે છે અને તેને કૉમ્પેક્શન (ઘનીકરણ) કરવાની જરૂર પડતી નથી.

  2. તે ઓછી ભેદ્યતા પણ ધરાવે છે અને તેને અંદર અને બહારના વિસ્તારો એમ બંને જગ્યાઓએ લગાવી શકાય છે.

  3. તેમાં સહેજપણ ક્લોરાઇડ હોતું નથી, જે તેને ખૂબ જ ટકાઉ બનાવે છે.

  4. માઇક્રો કૉંક્રીટની સપાટીઓ પર તિરાડો પડતી નથી, કારણ કે તે સંકોચાતો નથી.

  5. માઇક્રો કૉંક્રીટ પરવડે તેવો વિકલ્પ પણ છે, કારણ કે તે પરંપરાગત કૉંક્રીટ કરતાં ઘણાં સસ્તો આવે છે.

  6. આ કૉંક્રીટને મિક્સ કરવા કે પાથરવા માટે તમે કુશળ કારીગર હો તે જરૂરી નથી, કારણ કે તે પ્રી-પૅક્ડ મિક્સના સ્વરૂપમાં આવે છે, જે માણસ દ્વારા ભૂલ થવાની શક્યતાને દૂર કરી નાંખે છે.

  7. તેણે પાણીની જરૂરિયાત ઘટાડી દીધી છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પાણી અને સીમેન્ટના 1:8ના નિશ્ચિત ગુણોત્તરનું પાલન કરવું જોઇએ.

 

આ સિવાય પણ વાંચોઃ ફ્લોર સ્ક્રીડિંગની માર્ગદર્શિકા


વારંવાર પૂછાયેલા પ્રશ્નો

1.  માઇક્રો કૉંક્રીટને કઈ સપાટીઓ પર લગાવી શકાય?

 

માઇક્રો કૉંક્રીટને ઘરની બહાર અને અંદર આડી અને ઊભી એમ બંને પ્રકારની સપાટીઓ પર લગાવી શકાય છે. તે સુશોભન કરવા માટેનું ખૂબ જ બહુમુખી કૉટિંગ છે, જેને તમે રસોડા, સીડીઓ, બાથરૂમ અને સ્વિમિંગ પૂલમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. પણ અહીં એ બાબત ધ્યાનમાં રાખો કે લાકડાંની સપાટી પર તેનો ઉપયોગ કરી શકતો નથી.

 

2. શું માઇક્રો કૉંક્રીટ વૉટરપ્રૂફ છે?

 

ના, માઇક્રો કૉંક્રીટ વૉટરપ્રૂફ નથી પણ તે પાણી-પ્રતિરોધી (વૉટર રેઝિસ્ટેન્ટ) છે. તેને જ્યારે સીલેન્ટની સાથે લગાવવામાં આવે ત્યારે તે વૉટર રેઝિસ્ટેન્ટ બની જાય છે. આ સીલેન્ટ માઇક્રો કૉંક્રીટના પાણી પ્રતિરોધી હોવાના ગુણોને વધારી દે છે, જેના કારણે તે પાણી પ્રતિરોધી અને ખૂબ જ ટકાઉ બની જાય છે.

 

3. માઇક્રો કૉંક્રીટના લેયરની આદર્શ જાડાઈ કેટલી હોવી જોઇએ?

 

માઇક્રો કૉંક્રીટ સુશોભન કરવા માટેનું કૉટિંગ હોવાથી સામાન્ય રીતે તેનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. આથી, માઇક્રો કૉંક્રીટના સ્તરની આદર્શ જાડાઈ 2 મિમીથી 3 મિમી જેટલી હોવી જોઇએ.અંતે એમ કહી શકાય કે, માઇક્રો કૉંક્રીટ તેની બહુમુખીતા, ટકાઉપણા અને ડીઝાઇનની સ્થિતિસ્થાપકતાને કારણે એક અદભૂત સામગ્રી છે. તમે તમારા ફ્લોર, દિવાલો કે ફર્નિચરમાં સુંદર અને આધુનિક પરિમાણને ઉમેરવા માંગતા હો કે પછી એક વિશિષ્ટ અને કલાત્મક ડીઝાઇન બનાવવા માંગતા હો, માઇક્રો કૉંક્રીટ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. આથી, જો તમે એવું કોઈ મીટિરયલ શોધી રહ્યાં હો, જે કાર્યાત્મક અને સ્ટાઇલિશ બંને હોય, તો તમારા આગામી ડીઝાઇન પ્રોજેક્ટ માટે માઇક્રો કૉંક્રીટને ઉપયોગમાં લેવા અંગે ચોક્કસપણે વિચારજો.સંબંધિત લેખો
ભલામણ કરેલ વિડિઓઝ

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....