સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોતમારા ઘરમાં હકારાત્મક ઊર્જાને વધારવા પૂજા રૂમ માટે વાસ્તુના 6 સૂચનો

વાસ્તુશાસ્ત્ર એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો સંદર્ભ 'સ્થાપત્યના વિજ્ઞાન'થી છે. તેમાં તમામ પ્રકારના સ્થાપત્ય અને સ્થાન, વ્યવસ્થા, લેઆઉટ, માપ વગેરે જેવા ડીઝાઈનના આઇડિયાનો સમાવેશ થાય છે. કોઈ ઘરનું વાસ્તુ તેની અંદર હકારાત્મક ઊર્જા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

Share:
વાસ્તુના નિષ્ણાતો અનુસાર પૂજા રૂમનું વાસ્તુ

 

પૂજા માટે વાસ્તુ વધુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તે આખા ઘરના વાસ્તુ અને આભામંડળને નિર્ધારિત કરે છે. વાસ્તુના નિષ્ણાતો ઘરના પૂજા રૂમ પર સૌથી વધુ ભાર મૂકે છે, કારણ કે તે હકારાત્મક ઊર્જા અને વાઈબ્રેશનનું કેન્દ્ર હોય છે અને આ કારણથી જ પૂજા રૂમ માટેનું વાસ્તુ તમારા ઘરનું નિર્માણ કરતી વેળાએ ધ્યાનમાં રાખવા માટેની સૌથી મહત્વપૂર્ણ બાબત છે.
 

પૂજા રૂમના વાસ્તુનું મહત્વ

 

 પૂજા રૂમ ઘરમાં હકારાત્મક અને પવિત્ર ઊર્જાના કેન્દ્રબિંદુ તરીકે વર્તે છે, કારણ કે તે તમારા ઘરમાં દેવી-દેવતાઓની મોજૂદગીને લીધે દૈવી ઊર્જાનું સંચાલન કરે છે. દેવી-દેવતાઓ માટે જ ખાસ અલગ જગ્યા, એટલે કે પૂજા રૂમની ફાળવણી કરવી તમારા ઘર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પછી ભલેને તે જગ્યા નાની હોય કે મોટી અને યોગ્ય વાસ્તુ જ તમારા ઘરમાં શાંતિ, હકારાત્મક ઊર્જા લાવવામાં અને કયા પ્રકારની ઊર્જા વહેતી રહેશે તે નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

પૂજા રૂમ માત્ર ઘરમાં સારા તરંગોને જ ફરતા રાખવામાં મદદરૂપ નથી થતો પરંતુ તે દૈવી ઊર્જા સાથે તમને જોડવામાં પણ મદદરૂપ થાય છે. વાસ્તુ એ નકારાત્મક ઊર્જાને નાબૂદ કરીને તમારા ઘરમાં ખુશીઓ અને હકારાત્મકતા લાવવા માટે પરફેક્ટ હોવું જરૂરી છે.


પૂજા રૂમ માટે વાસ્તુના સૂચનો

તમારા ઘરને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર પૂજા રૂમ માટે યોગ્ય વાસ્તુ વડે દૈવી ઊર્જા અને હકારાત્મકતાનું હબ બનાવવામાં મદદરૂપ થાય તેવા કેટલાક સૂચનો અહીં નીચે આપવામાં આવ્યાં છે.

 

 • 1. પૂજા રૂમની સ્થિતિ:

 

પૂજા રૂમ માટે વાસ્તુ અનુસાર, પૂજા રૂમની સ્થિતિ માટે સૂચવાયેલી દરેક દિશા કંઈક વિશેષની રજૂઆત કરીને મહત્તા પ્રદાન કરે છે અને આ કારણે જ પૂજા રૂમની સ્થિતિ એ પૂજા રૂમ માટેના વાસ્તુનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે.

 

 • ઘરનો ઈશાન ખૂણો એ પૂજા રૂમની દિશા માટે શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે આને ભગવાન શિવનું સ્થાન ગણવામાં આવે છે, અને માટે તે સૌથી શુકનિયાળ હોય છે. ત્યારબાદ પૂર્વ અથવા ઉત્તર દિશા આવે છે. દક્ષિણમુખી પૂજા રૂમનું વાસ્તુ અપશુકનિયાળ ગણાય છે.
 
 • તમારા પૂજા રૂમને દાદરાની નીચે અથવા વૉશરૂમની નજીક રાખવાનું ટાળવું જોઈએ કારણ કે આ સ્થળોને પૂજા રૂમ માટે અપશુકનિયાળ ગણવામાં આવે છે.
 
 • પૂજા રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા તો ઉપલા માળે આવેલું ન હોય તેની ખાતરી કરો, કારણ કે વાસ્તુ અનુસાર તેને પૂજા માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવતું નથી.
 
 • પૂજા રૂમના બારી અને બારણા ઉત્તર અથવા પૂર્વની તરફ ખુલવા જોઈએ.
 
 • પૂજા રૂમમાં પીરામિડ આકારની છતની ભલામણ કરવામાં આવે છે, જેથી પૂજા રૂમના વાસ્તુ અનુસાર તેમાં હકારાત્મક વાઈબ્રેશનો આવે છે.
 
 • પૂર્વ દિશા ધરાવતા મકાન માટે પૂજા રૂમ વાસ્તુ સૂચવે છે કે પૂજા રૂમ ઉત્તર અથવા પશ્ચિમ ખૂણે આવેલો હોવો જોઈએ.


 1. 2. ભગવાનની મૂર્તિઓની ગોઠવણ:

 

 • પૂજા રૂમ માટેના વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓ એકબીજાની સામે ન હોવી જોઈએ અને દિવાલની નજીક પણ તેને રાખવી ન જોઈએ.

 

 • મૂર્તિઓને ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
 
 • એ સુનિશ્ચિત કરો કે બધી મૂર્તિઓના ચહેરા એક જ દિશામાં રહે અને તે એકબીજાની સામે ન આવે.
 
 • મૂર્તિઓને દિવાલ પર ટેકવવી જોઈએ નહીં જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેની આજુબાજુ હવા ફરતી રહે.
 
 • પૂજા રૂમ માટેના વાસ્તુના સૂચનોની ભલામણ અનુસાર આ મૂર્તિઓને જમીનથી ઓછામાં ઓછી 6 ઈંચ દૂર ગોઠવવી.
 
 • પૂજા રૂમમાં હિંસા દર્શાવતી તસવીરો અથવા મૃત વ્યક્તિના ફોટા રાખવાનું ટાળવું..
 
 • મૂર્તિઓ ખંડિત ન હોય તેની ખાતરી કરો.
 
 • પૂજા રૂમમાં દીવો હંમેશા અગ્નિ દિશામાં જ રાખવો.


 

 • 3. પવિત્ર વસ્તુઓની ગોઠવણ:
 •  

   

  • પૂજા રૂમમાં પવિત્ર વસ્તુઓ અને પૂજા રૂમની અન્ય ચીજો સિવાયની વસ્તુઓનો સંગ્રહ કરવાનું ટાળવું. પૂજા રૂમમાં ચીજો અસ્તવ્યસ્ત પડેલી હોવી ન જોઈએ..
   
  • મૂર્તિઓની ઉપર કદાપિ કોઈ પણ વસ્તુને રાખવી નહીં.
   
  • દીવા તથા અગ્નિકુંડને હંમેશા અગ્નિ દિશામાં જ રાખવા જોઈએ.

 • 4. પૂજા રૂમમાં કેબિનેટની ગોઠવણ:
 •  

  • પૂજા રૂમમાં કોઈ પણ કેબિનેટની ગોઠવણ અગ્નિ દિશામાં રાખવી જેથી સુનિશ્ચિત કરી શકાય કે પૂજા રૂમના વાસ્તુ અનુસાર સૂર્યપ્રકાશને અવરોધતી કોઈ વસ્તુ નથી રહેતી.
   
  • તમે પૂજાની ચીજવસ્તુઓના સંગ્રહ માટે પીરામિડ-આકારનો ટાવર અથવા કેબિનેટ બનાવી શકો છો, કારણ કે તેનાથી હકારાત્મક વાઈબ્રેશન ફરતા થાય છે.
   
  • વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓની ઉપરના ભાગમાં કોઈ કેબિનેટ બનાવેલા હોવા ન જોઈએ.

  • 5. પૂજા રૂમનો રંગ:
   
  • આ રૂમ માટે હળવા રંગ સર્વશ્રેષ્ઠ રહે છે કારણ કે તે પોઝિટિવ વાઈબ્રેશન ફરતા કરે છે અને પૂજા-પાઠ માટે પણ તે આદર્શ ગણાય છે.
   
  • પૂજા રૂમ માટે ક્રીમ રંગ આદર્શ છે.
   
  • હળવા વાદળી, સફેદ, અને હળવા પીળા રંગથી શાંત અને આધ્યાત્મિક વાતાવરણની રચના થાય છે.
   
  • ઈશાન ખૂણામાં આવેલા પૂજા રૂમ માટે સફેદ એ આદર્શ રંગ છે.

   

             
   

  • 6. પૂજા રૂમમાં લાઈટિંગ:

   

  • પૂજા રૂમમાં દિવસ દરમિયાન સારો હવા-ઊજાસ રહે તે માટે ઓછામાં ઓછી એક બારી હોવી જરૂરી છે. પૂજા માટેના વાસ્તુ રૂમ અનુસાર તેનાથી સૂર્યની હકારાત્મક ઊર્જા અને વાઈબ્રેશન પણ મુક્ત રીતે વહેતા રહે છે.
   
  • સૂર્યાસ્ત પછી પણ આ રૂમમાં પૂરતો પ્રકાશ રહે તેની ખાતરી કરો. પૂજા રૂમમાં લાઈટ રાખો અથવા તો લેમ્પ ચાલું રાખો જેથી પ્રકાશ સતત આવતો રહે.

     પૂજાનો રૂમ અત્યંત પવિત્ર સ્થળ છે અને વાસ્તુના સિદ્ધાંતો મુજબ તેનું સ્થાન નિર્ધારિત કરવાથી એ સુનિશ્ચિત થાય છે કે ઘર ખુશીઓથી ભરાઈ જાય. પૂજા રૂમ માટેના આ વાસ્તુના સૂચનોને અનુસરો, જેથી તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા આવે અને સુનિશ્ચિત કરો કે તમારા પવિત્ર અને ખુશ ઘરમાં નકારાત્મક ઊર્જા માટે કોઈ જગ્યા જ ન રહે.  સંબંધિત લેખો
  ભલામણ કરેલ વિડિઓઝ

    મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


  કોસ્ટ કેલ્ક્યુલેટર

  દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

  logo

  ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

  logo

  પ્રોડક્ટ પ્રેડિક્ટર

  ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

  logo

  સ્ટોરલોકેટર

  ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

  logo

  Loading....