બાંધકામમાં બીમના વિવિધ પ્રકારો
બાંધકામમાં બીમના કેટલાક સૌથી સામાન્ય પ્રકારો આ મુજબ છે:
• સિમ્પલી સપોર્ટેડ બીમ: એક લોકપ્રિય વિકલ્પ જે બંને છેડે ટેકા પર રહે છે પરંતુ લંબગત રીતે મુક્તપણે ખસેડી શકાય છે.
• કેન્ટિલિવર બીમ: એક છેડે ફિક્સ હોય છે જ્યારે બીજો છેડો ફ્રી હોય છે, જે ઓવરહેંગિંગ સ્ટ્રક્ચર્સ માટે આદર્શ છે.
• ફિક્સ્ડ બીમ: બંને છેડા ફિક્સ હોય છે, જે તેને સિમ્પલી સપોર્ટેડ બીમ કરતાં વધુ મજબૂત અને સ્ટેબલ બનાવે છે.
• કન્ટિન્યુઅસ બીમ: બે કરતાં વધુ ટેકા પર વિસ્તરે છે, જે લોડ અને મોમેન્ટ્સનું વધુ સારું વિતરણ કરે છે.
• ટી-બીમ: ટી-આકારનો ક્રોસ-સેક્શન ધરાવે છે, જે વધારાની મજબૂતાઈ આપે છે અને ફ્લોર અને પુલ પર વારંવાર ઉપયોગમાં લેવાય છે.
યોગ્ય બીમ પસંદ કરવાનું મહત્ત્વ
Selecting the appropriate type of beam for your construction project is very important. Here's why choosing the right beam matters:
1) સ્ટ્રકચરની અખંડિતતા: બીમ મહત્ત્વપૂર્ણ લોડને ટેકો આપે છે. યોગ્ય પસંદગી સુનિશ્ચિત કરે છે કે ઘર રિસ્ક વિના આ લોડ સહન કરી શકે.
2) મટીરિયલની યોગ્યતા: બીમ એ લાકડા, સ્ટીલ અને કોંક્રિટ જેવા મટિરિયલથી બને છે, દરેક વિવિધ ડિઝાઇનની જરૂરિયાતો અને બજેટ પ્રમાણે યોગ્ય છે.
3) દેખાવમાં અસર: બીમની પસંદગી ઘરના બહારના દેખાવને અસર કરે છે, જેમાં દરેક મટીરીયલ પોતાની અલગ સ્ટાઇલ આપે છે.
4) નિયમોનું પાલન: બિલ્ડિંગ બનાવવાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, જે સલામતી અને કામગીરીના ધોરણોને પૂર્ણ કરવા માટે બીમની પસંદગીને પ્રભાવિત કરે છે.