વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



રિટેઇનિંગ દિવાલો અને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતી રિટેઇનિંગ દિવાલોના પ્રકારની સમજ

તમે તમારું ઘર માત્ર એક વખત બનાવો છો અને તમારી સંપત્તિની આસપાસની જમીનની સ્થિરતા માળખાં જેટલી જ મહત્વપૂર્ણ હોય છે. રિટેઇનિંગ દિવાલો જમીનના ધોવાણને રોકવા અને તમારા ઘરના પાયાને સુરક્ષિત રાખવા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. આ બ્લોગમાં આપણે આ માત્ર તમારી સંપત્તિનું રક્ષણ જ નથી કરતી, પરંતુ ટકાઉ ટેકો આપે છે તેના વિશે, તેના ઉપયોગોની વિગતો અને ધ્યાનમાં લેવા જેવા વિવિધ પ્રકારોની પણ ચર્ચા કરીશું.

Share:


મુખ્ય બાબતો

 

  • રિટેઇનિંગ દિવાલો જમીનનાં ધોવાણ અને લેન્ડસ્કેપની સ્થિરતા, ખાસ કરીને નોંધપાત્ર ઊંચાઇમાં ફેરફાર ધરાવતા ક્ષેત્રોમાં સ્થિરતા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ હોય છે.

     

  • તેમનો ઉપયોગ ડ્રેનેજને નિયંત્રિત કરવા, સીધા પાણીને પાયાથી દૂર રાખવા, અને માર્ગો, ડ્રાઇવે અને બગીચાઓ જેવા માળખાઓને ટેકો આપવા માટે થાય છે.

     

  • રિટેઇનિંગ દિવાલો વિવિધ ડિઝાઇન્સમાં આવે છે, જેવી કે ગ્રેવિટી, કેન્ટિલીવર્ડ અને એન્કર્ડ, દરેક વિવિધ ભૂપ્રદેશ અને દબાણો માટે યોગ્ય હોય છે.

     

  • જ્યારે રિટેઇનિંગ દિવાલની પસંદગી કરવામાં આવે ત્યારે જમીનના ઢાળ, સામગ્રીની ટકાઉતા, ડ્રેનેજની જરૂરિયાત અને તમારી સંપત્તિના એકંદર દેખાવ જેવા પરિબળોને ધ્યાનમાં લો.


અસમાન ભૂપ્રદેશ અને જમીનનું ધોવાણ તમારી સમગ્ર સંપત્તિને પાયાથી લઈને લેન્ડસ્કેપ સુધી અસર કરી શકે છે. જો આનો ઉકેલ લાવવામાં ન આવે તો આવી સમસ્યાઓથી ખર્ચાળ સમારકામ અને લાંબા ગાળાનાં નુકસાન થઈ શકે છે, જે માળખા અને તમારા ઘરના દેખાવ બંનેને અસર કરી શકે છે.

તમે તમારું ઘર માત્ર એક વખત બનાવો છો અને સુનિશ્ચિત કરવું કે તમારી સંપત્તિમાં તમે ટકાઉ પાયાનું નિર્માણ કરો એ પ્રથમ પગલાં પૈકીનું એક છે. રિટેઇનિંગ દિવાલો જમીનનાં ધોવાણ અને અસમાન જમીન જેવી સમસ્યાઓ માટેનો અસરકારક ઉકેલ છે. મજબૂત રિટેઇનિંગ દિવાલોનું નિર્માણ કરીને તમે તમારા ઘરને જમીન ખસી જવાથી અને અસ્થિર ભૂપ્રદેશ દ્વારા થતા નુકસાનથી સુરક્ષિત રાખો છો.

 

 



બાંધકામમાં રિટેઇનિંગ દિવાલો શું છે ?

રિટેઇનિંગ દિવાલો એવા માળખાં છે જે જમીનને પકડી રાખે છે અને ધોવાણ અટકાવે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારું લેન્ડસ્કેપિંગ અને પાયો અકબંધ રહે. આ દિવાલોનો ઉપયોગ સામાન્યપણે ત્યારે કરવામાં આવે છે જ્યારે સાઇટ પર ઊંચાઇમાં નોંધપાત્ર ફેરફાર હોય અથવા જ્યારે માટીને ખસતા અથવા સરકી જતી રોકવા માટે ભૂપ્રદેશમાં સ્થિરતાની આવશ્યકતા હોય. રિટેઇનિંગ દિવાલોનો મુખ્ય ઉદ્દેશ માટી, પાણી કે તેની પાછળના અન્ય ઘટકો દ્વારા થતા પાર્શ્વ દબાણને રોકવાનો છે. રિટેઇનિંગ દિવાલોને ઘણી વખત પહાડી ક્ષેત્રોમાં અથવા એવા સ્થળો પર જ્યાં ઢોળાવો લેન્ડસ્કેપની સ્થિરતા સામે જોખમ ઊભું કરતા હોય ત્યાં જોવા મળે છે.

 

બાંધકામમાં રિટેઇનિંગ દિવાલના પાયાનો ઉપયોગ

બાંધકામમાં રિટેઇનિંગ દિવાલો વિભિન્ન લેન્ડસ્કેપને સ્થિરતા અને ટેકો પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ ખાસ કરીને એવા ક્ષેત્રોમાં લાભાદાયી છે, જ્યાં ભૂપ્રદેશ સામે ઢોળાવ કે અસમાન જમીનના પડકારો હોય. રિટેઇનિંગ દિવાલો વિભિન્ન બાંધકામની પરિસ્થિતિમાં કેવી રીતે લાગુ થાય છે તે અહીં આપવામાં આવ્યું છેઃ

  • પહાડી સંપત્તિઓ અથવા ઊંચાઇમાં ભારે ફેરફારો જોવા મળતા હોય એવા ક્ષેત્રોમાં રિટેઇનિંગ દિવાલો મહત્ત્વપૂર્ણ છે.

  • તેઓ જમીનનું ધોવાણ રોકવામાં, ડ્રેનેજને નિયંત્રિત કરવામાં અને ડ્રાઇવવે, માર્ગો અને મકાનો જેવા મળખાઓને ટેકો આપવામાં સહાય કરે છે.

  • મજબૂત રિટેઇનિંગ દિવાલનો પાયો તમારા ઘરના પાયાની સ્થિરતાને જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

  • યોગ્ય ઇન્સ્ટોલેશન સુનિશ્ચિત કરે છે કે તમારું ઘર લેન્ડસ્કેપને મજબૂત કરીને સુરક્ષિત અને સ્થિર રહે.

  • વધારાનો ટેકો પૂરો પાડીને રિટેઇનિંગ દિવાલો તમારા રોકાણને સુરક્ષિત રાખે છે અને તમારી સંપત્તિની આવરદા વધારે છે.

 

 

બાંધકામમાં રિટેઇનિંગ દિવાલોના પ્રકારો

રિટેઇનિંગ દિવાલોના વિવિધ પ્રકારો છે, જે સાઇટની જરૂરિયાતોને આધારે ઉપયોગમાં લઈ શકાય છે. સૌથી સામાન્ય પ્રકારોમાં સામેલ છેઃ

 

1. ગ્રેવિટી રિટેઇનિંગ દિવાલો – આ જમીનમાંથી આવતા સતત દબાણ સામે પોતાના વજન પર આધાર રાખે છે. તેઓ નાના ક્ષેત્રો માટે આદર્શ છે અને તેમનો ઘણી વખત રહેઠાણ સંપત્તિઓમાં ઉપયોગ થાય છે.



2. કેન્ટિલીવર્ડ રિટેઇનિંગ દિવાલો – આ દિવાલો અને તેના પાયાનાં સંયોજન મારફતે દબાણનો પ્રતિકાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેઓ મોટા પ્રોજેક્ટ્સ અને જમીનનાં વધુ નોંધપાત્ર દબાણ ધરાવતી સંપત્તિઓ માટે વધુ અસરકારક છે.



3. કાઉન્ટરફોર્ટ રિટેઇનિંગ દિવાલો – કેન્ટિલીવર્ડ દિવાલોને સમાન તેમાં કાઉન્ટરફોર્ટ્સ અથવા બ્રેસિસનાં સ્વરૂપમાં વધારાનો ટેકો સામેલ હોય છે, જે દબાણને ઘટાડવામાં સહાય કરે છે.



4. શીટ પાઇલ રિટેઇનિંગ દિવાલો – આ સામાન્યપણે મર્યાદિત જગ્યા ધરાવતા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે, આ દિવાલો જમીનનાં દબાણનો પ્રતિકાર કરવા માટે જમીનમાં નાખેલી સામગ્રીની ઉર્ધ્વ શીટ્સની બનેલી હોય છે.



5. એન્કર્ડ રિટેઇનિંગ દિવાલો – આને જમીનમાં લાગેલા કેબલ્સ અથવા સળિયા દ્વારા ટેકો આપવામાં આવે છે, જે તેમને ઊંચા ભાર ધરાવતા ઉપયોગો અને તીવ્ર ઢોળાવ માટે યોગ્ય બનાવે છે.


યોગ્ય રિટેઇનિંગ દિવાલની ડિઝાઇન પસંદ કરવી

હવે જ્યારે તમે વિવિધ પ્રકારની રિટેઇનિંગ દિવાલોની સમજ મેળવી છે ત્યારે એવી ડિઝાઇન પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે જે તમારી સાઇટની માળખાકીય જરૂરિયાતોમાં બંધબેસે અને તમારા ઘરનાં સૌંદર્યને પણ વધારે. અહીં ધ્યાનમાં લેવા જેવી કેટલીક બાબતો આપવામાં આવી છે, જે કાર્ય અને શૈલી બંનેમાં મોટો તફાવત સર્જી શકે છેઃ

 

  • જમીન અને ઢાળઃ તમારી સંપત્તિના ઢાળ વિશે વિચારો. ઢોળાવ ધરાવતા ક્ષેત્રો માટે તમારે મજબૂત દિવાલની ડિઝાઇનની જરૂર રહેશે, જેવી કે ગ્રેવિટી અથવા રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ, જે બધુ સ્થિર રાખશે.

     

  • સામગ્રી મહત્ત્વપૂર્ણ છેઃ તમે પસંદ કરો તે સામગ્રી દિવાલના દેખાવ અને મજબૂતાઇ બંનેને અસર કરે છે. કોંક્રિટ, પથ્થર, લાકડું અને ઈંટ લોકપ્રિય પસંદગીઓ છે, પરંતુ તમારા ઘર માટે કઈ સામગ્રી યોગ્ય છે અને પર્યાવરણ માટે અનુકૂળ શું છે તે વિચારો.

     

  • ડ્રેનેજ ચાવીરૂપ બાબત છેઃ સુનિશ્ચિત કરો કે તમારી ડિઝાઇનમાં ડ્રેનેજ સિસ્ટમ સામેલ હોય. યોગ્ય ડ્રેનેજ વિના પાણી દિવાલની પાછળ જમા થશે, જેનાથી સમય જતા તે નબળી પડશે.

     

  • ઉદ્દેશ શું છે ?: જો રિટેઇનિંગ દિવાલ ડ્રાઇવવે અથવા માળખાને ટેકો આપતી હોય તો તે બગીચામાં સુશોભનાત્મક દિવાલ કરતા મજબૂત હોવી જરૂરી છે. તમે પસંદગી કરો તે પહેલા સમજો કે તે કોને ટેકો આપે છે.

     

  • સ્ટાઇલને ધ્યાનમાં રાખોઃ રિટેઇનિંગ દિવાલ તમારા લેન્ડસ્કેપમાં સુંદર ઉમેરો છે. તમારા ઘરની સ્ટાઇલ અને આસપાસની જગ્યા માટે યોગ્ય હોય અને સાથે સાથે પોતાનું કાર્ય કરવા માટે મજબૂત હોય એવી ડિઝાઇન પસંદ કરો.

 

 

રિટેઇનિંગ દિવાલના લાભ

જ્યારે તમારું ઘર ઢોળાવ પર અથવા અસમાન જમીન પર બનાવવામાં આવતું હોય ત્યારે રિટેઇનિંગ દિવાલ મહત્ત્વપૂર્ણ છે. તે જમીનનાં ધોવાણને રોકે છે, તમારા લેન્ડસ્કેપની માળખાકીય અખંડિતતાને જાળવે છે અને સુનિશ્ચિત કરે છે કે તમારો પાયો સ્થિર રહે. રિટેઇનિંગ દિવાલ વિના તમારી સંપત્તિની સામે જમીન ખસવાના, પાણીથી થતા નુકસાન અથવા મર્યાદિત ઉપયોગ કરી શકાય એવી જમીન જેવા પડકારો હોઇ શકે છે. કેટલાક લાભ અહીં આપવામાં આવ્યા છેઃ

 

  • જમીનનાં ધોવાણનું નિયંત્રણ – તેઓ વરસાદ અથવા પવનને લીધે જમીનને ખસી જતી અથવા તેનું ધોવાણ થતું રોકે છે.

     

  • વિસ્તૃત્ત ડ્રેનેજ – રિટેઇનિંગ દિવાલો પાયાથી દૂર પાણીને નિર્દેશિત કરીને પાણીના પ્રવાહને સંચાલિત કરવામાં સહાય કરી શકે છે.

     

  • લેન્ડસ્કેપિંગ – તેઓ ઢોળાવને સમતળ કરવા અને બગીચા કે બહારની જગ્યાઓ માટે સપાટ ક્ષેત્રો પૂરા પાડીને વધુ સ્થિર જમીન બનાવવામાં સહાય કરે છે.

 

  • સૌંદર્ય અપીલ – સારી રીતે ડિઝાઇન કરેલી રિટેઇનિંગ વોલ તમારા ઘરની સુંદરતા વધારે છે, જે તમારા લેન્ડસ્કેપમાં આધુનિક સ્પર્શનો ઉમેરો કરે છે.

રિટેઇનિંગ દિવાલના પાયાના ગેરલાભ

તેના ઘણા લાભો હોવા છતાં પણ રિટેઇનિંગ દિવાલો સંભવિત ખામીઓ સાથે પણ આવે છેઃ

 

  • આરંભિક ઉચ્ચ ખર્ચ – ઉપયોગમાં લીધેલી ડિઝાઇન અને સામગ્રીને આધારે રિટેઇનિંગ દિવાલો નિર્માણ કરવા માટે ખર્ચાળ હોય છે.

     

  • જાળવણીની જરૂરિયાતો – સમય જતા રિટેઇનિંગ દિવાલોનું સમારકામ કરવાની અથવા રિઇન્ફોર્સ કરવાની જરૂર પડે છે, ખાસ કરીને જો સામગ્રી હવામાનથી પ્રભાવિત થવાનું જોખમ ધરાવતી હોય તો.

 

  • જગ્યાની મર્યાદાઓ – મર્યાદિત જગ્યા ધરાવતી સંપત્તિઓ માટે મોટી રિટેઇનિંગ દિવાલો શક્ય ન પણ હોઇ શકે.


તમે જ્યારે તમારા ઘરનું નિર્માણ કરતા હોય ત્યારે પાયા પર ક્યારેય સમાધાન કરશો નહીં, જેમાં રિટેઇનિંગ દિવાલનો પણ સમાવેશ થાય છે. તમે તમારા ઘરનાં મોટા ભાગનાં પાસાઓ બદલી શકો છો, જ્યારે પાયો કાયમી હોય છે, એક વખત તે સ્થાપાઇ જાય ત્યાર પછી તેમાં ફેરફાર કરી શકાતો નથી. તેથી તમારી રિટેઇનિંગ દિવાલો માટે મજબૂત, ઉચ્ચ ગુણવત્તાયુક્ત સિમેન્ટમાં રોકાણ કરવું મહત્ત્વપૂર્ણ છે. યોગ્ય ડિઝાઇન અને સામગ્રીઓ પસંદ કરીને તમે લેન્ડસ્કેપ અને તમારા ઘરના પાયા બંનેને વર્ષો સુધી સુરક્ષિત રાખી શકો છો.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. રિટેઇનિંગ દિવાલના વિવિધ પ્રકાર કયા છે ?

રિટેઇનિંગ દિવાલના વિવિધ પ્રકારો હોય છે, જેમાં ગ્રેવિટી દિવાલો, કેન્ટિલીવર્ડ દિવાલો, કાઉન્ટરફોર્ટ દિવાલો, એન્કર્ડ દિવાલો અને ક્રિબ દિવાલોનો સમાવેશ થાય છે, પ્રત્યેક દિવાલ લેન્ડસ્કેપને આધારે વિવિધ ઉદ્દેશો પૂરા પાડે છે.

 

2. રિટેઇનિંગ દિવાલોનો ક્યાં ઉપયોગ થાય છે ?

રિટેઇનિંગ દિવાલોનો ઉપયોગ સામાન્યપણે તીવ્ર ઢોળાવ અથવા ઊંચાઇમાં ભારે ફેરફાર થતા હોય એવા ક્ષેત્રોમાં, જેવા કે પહાડી ક્ષેત્રમાં સંપત્તિ, બગીચા અને માર્ગો તથા ડ્રાઇવેને ટેકો આપવા માટે થાય છે.

 

3. રિટેઇનિંગ દિવાલો કેવી રીતે કાર્ય કરે છે ?

રિટેઇનિંગ દિવાલો જમીન અને તેની પાછળ રહેલા પાણીનાં દબાણનો પ્રતિરોધ કરીને, વજન, માળખાકીય ટેકો અથવા એન્કરિંગ પ્રણાલીનો ઉપયોગ કરીને લેન્ડસ્કેપને સ્થિર રાખાવા માટે કાર્ય કરે છે.

 

4. રિટેઇનિંગ દિવાલોની પાછળ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે ?

યોગ્ય ડ્રેનેજ પૂરી પાડવા અને દબાણ ઘટાડવા માટે રિટેઇનિંગ દિવાલોની પાછળ સામાન્યપણે ગ્રેવેલ, તોડેલા પથ્થરો કે બેકફિલ સામગ્રી મૂકવામાં આવે છે.

 

5. રિટેઇનિંગ દિવાલ કેટલી જાડી હોય છે ?

રિટેઇનિંગ દિવાલની જાડાઇ તેની ઊંચાઇ અને ઉપયોગમાં લીધેલી સામગ્રી પર આધાર રાખે છે, પરંતુ સામાન્યપણે તે ઊંચી, વધુ મજબૂત દિવાલો માટે 6 ઈંચથી લઈને થોડા ફૂટ સુધીની હોય છે.

 

6. રિટેઇનિંગ દિવાલ માટે શ્રેષ્ઠ ઊંચાઇ શું છે ?

રિટેઇનિંગ દિવાલ માટે આદર્શ ઊંચાઇ સાઇટની વિશિષ્ટ જરૂરિયાતો પર આધાર રાખે છે, પરંતુ 4 ફૂટથી વધુની દિવાલો માટે વધારાના માળખાકીય ટેકાની આવશ્યકતા હોય છે. તેનાથી વિપરિત નીચી દિવાલોનો ઉપયોગ સામાન્યપણે સુશોભનાત્મક ઉદ્દેશો માટે થાય છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....