વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



મેટ ફાઉન્ડેશનની સમજઃ અર્થ, પ્રકારો અને લાભ

તમે તમારું ઘર માત્ર એક વખત બનાવો છો અને મેટ ફૂટિંગ ફાઉન્ડેશન તેની સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મોટો તફાવત લાવી શકે છે. યોગ્ય પાયો પસંદ કરવો સુરક્ષિત, ટકાઉ માળખા માટે ચાવીરૂપ છે. આ બ્લોગમાં, આપણે મેટ ફાઉન્ડેશનની વિગતોમાં ઊંડા ઉતરીશું, તેમના પ્રકાર, ડિઝાઇનની વિચારણાં અને બાંધકામની પ્રક્રિયા જાણીશું.

Share:


મુખ્ય બાબતો

 

  • મેટ ફાઉન્ડેશન પહોંળા ક્ષેત્રમાં મકાનનાં વજનને સમાનપણે વિતરિત કરીને અપવાદરૂપ સ્થિરતા પૂરી પાડે છે, જે તેમને નબળા અથવા સંકુચિત જમીન માટે આદર્શ બનાવે છે.
 
  • તેઓ વિભેદક સેટલમેન્ટ રોકે છે, જે તિરાડો, માળખાકીય નુકાસન અને લાંબા ગાળાની જાળવણીની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
 
  • મોટા, ભારે ભાર ધરાવતા માળખાઓ અને ભોંયરાઓ માટે યોગ્ય, જ્યાં આઇસોલેટેડ ફૂટિંગ્સ નિષ્ફળ થઈ શકે છે ત્યાં મેટ ફાઉન્ડેશન્સ વિશ્વસનીય સહાય ઓફર કરે છે.
 
  • તેઓ શરૂઆતમાં મોંઘા છે હોય છે તેમ છતાં પણ તે લાંબા સમયે વધુ વ્યાજબી હોય છે, કારણ કે તેમાં ખોદકામની જરૂરિયાત હોતી નથી અને પાયો તૂટે ત્યારે ખર્ચાળ સમારકામથી બચી શકાય છે.


યોગ્ય પાયો પસંદ કરવો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ખોટા પ્રકારને લીધે સમય જતા બેસી જવાની, તિરાડો અને નોંધપાત્ર માળખાકીય સમસ્યાઓ સર્જાઇ શકે છે. યોગ્ય ટેકા વિના તમારા ઘરની અંખડિતતા સાથે સમાધાન થઈ શકે છે, જેને લીધે ખર્ચાળ સમારકામ કરવા પડે છે. મેટ ફાઉન્ડેશન્સ અથવા રાફ્ટ ફાઉન્ડેશન્સ ખાસ કરીને નબળા અથવા ખર્ચાળ જમીનો ધરાવતા ક્ષેત્રોમાં. અપવાદરૂપ મજબૂતાઇ અને સ્થિરતા પૂરી પાડે છે. તેઓ વજનને સમાનપણે વિતરિત કરે છે, જે તેમને મોટા અથવા ભારે માળખાઓને ટેકો આપવા માટે આદર્શ બનાવે છે.

તમારા ઘરનિર્માણની વાત આવે ત્યારે પ્રથમ વખત તેને યોગ્ય બનાવવું આવશ્યક છે. મજબૂત, વિશ્વસનીય પાયો સ્થાયી સ્થિરતા અને ટકાઉતા સુનિશ્ચિત કરે છે, જે વર્ષો સુધી તમારા ઘરની સુરક્ષા કરે છે. અગાઉ યોગ્ય પસંદગી ભવિષ્યની સમસ્યાઓ રોકે છે અને તમારા ઘરને લાંબા ગાળાની સફળતાના પથ પર રાખે છે.

 

 



મેટ ફાઉન્ડેશન શું છે ?

રાફ્ટ ફાઉન્ડેશન તરીકે પણ ઓળખાતા મેટ ફાઉન્ડેશન મોટા સતત કોંક્રિટ સ્લેબ હોય છે, જે મકાનનાં વજનને મોટા ક્ષેત્રમાં ફેલાવીને ટેકો આપે છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે જમીનની નીચે માળખું ભાર વહન કરવાની ક્ષમતા ઓછી ધરાવે છે અથવા મોટા ભાર સામેલ હોય છે. મેટ ફાઉન્ડેશન વિભેદક સેટલમેન્ટનું જોખમ ઘટાડે છે, જે સમય જતા સ્થિરતા સુનિશ્ચિત કરે છે.

 

 

મેટ ફાઉન્ડેશના ઉપયોગ

મેટ ફાઉન્ડેશન્સ વિવિધ પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે, ખાસ કરીને જ્યારે જમીનની ભાર વહન કરવાની ક્ષમતા અપૂરતી હોય છે ત્યારે. તેઓ ઊંચા ભારને સામેલ કરતા વાણિજ્ય બિલ્ડિંગ્સ, બેઝમેન્ટ્, અથવા કોઇ પણ પ્રોજેક્ટ્સ માટે આદર્શ છે. આ ઉપરાંત તેઓ અસ્થિર અથવા સંકુચિત જમીન પર ભાર વિતરિત કરવામાં સહાય કરે છે, જે માળખાને અસમાન રીતે બેસી જતા અટકાવે છે. કેટલાક સામાન્ય ઉપયોગો નીચે આપવામાં આવ્યા છેઃ

 

  • ઊંચા ભારનું વિતરણઃ મેટ ફાઉન્ડેશન્સ મોટા માળખાનાં વજનને એકસમાન રીતે વિતરિત કરે છે, જે અસમાન સેટલમેન્ટને રોકે છે.

  • વાણિજ્ય બિલ્ડિંગ્સઃ ભારે ભાર ધરાવતા બિલ્ડિંગ્સ માટે આદર્શ છે, જેવા કે ઓફિસો, શોપિંગ સેન્ટર્સ અને ઔદ્યોગિક સંકુલો.

  • બેઝમેન્ટ્સ (ભોંયરા): બેઝમેન્ટનાં બાંધકામમાં ઉપયોગી હોય છે, જ્યાં ઊંડા ખોદકામ અને મોટા ભાર વહન કરતા ક્ષેત્રોની આવશ્યકતા હોય છે.

  • અસ્થિર જમીનઃ નબળી અથવા સંકુચિત જમીન ધરાવતા ક્ષેત્રોમાં અસરકારક છે, જે વધારાની સ્થિરતા પૂરી પાડે છે.

  • અસમાન સેટલમેન્ટને રોકે છેઃ તે વિભેદક સેટલમેન્ટને ટાળે છે, જે માળખાકીય નુકસાન કરી શકે છે.

 



મેટ ફાઉન્ડેશનનાં બાંધકામ માટે આવશ્યક સામગ્રીઓ

મેટ ફાઉન્ડેશનનું બાંધકામ કરવા માટે મુખ્ય સામગ્રીઓમાં કોંક્રિટ, રિઇન્ફોર્મેન્ટ સ્ટીલ, વોટરપ્રુફ પ્લાસ્ટિક શીટ્સ, અને સઘન માટી સામેલ છે. આ સામગ્રીઓ એ સુનિશ્ચિત કરવા માટે એકસાથે કાર્ય કરે છે કે પાયો મોટા માળખાનાં દબાણ હેઠળ મજબૂત અને સ્થિર રહે.

 

  • કોંક્રિટઃ પાયા માટે નક્કર અને ટકાઉ પાયો પૂરો પાડે છે, જે મકાનનાં વજન હેઠળ મજબૂતાઇ અને સ્થિરતા આપે છે.

  • રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલઃ સ્ટીલના સળિયા અથવા મેશનો ઉપયોગ કોંક્રિટની મજબૂતાઇ વધારવા માટે કરવામાં આવે છે, જે તિરાડો અને ઝૂકતા અટકાવવામાં સહાય કરે છે.

  • વોટરપ્રુફ પ્લાસ્ટિક શીટ્સઃ પાયાને ભેજનાં પ્રવેશથી સુરક્ષિત રાખે છે, જે સમય જતા કોંક્રિટને નબળા પાડી શકે છે..

  • સંકુચિત જમીનઃ સ્થિર પાયાને સુનિશ્ચિત કરે છે, જે પાયાને નુકસાન કરી શકે એવી બેસી જવાની અને ખસી જવાની સમસ્યાને રોકે છે.

     

     

મેટ ફાઉન્ડેશનની બાંધકામ પ્રક્રિયા

મેટ ફાઉન્ડેશનની બાંધકામની પ્રક્રિયામાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ઘણા આવશ્યક પગલાં સામેલ છેઃ

 

1. ખોદકામઃ પ્રથમ પગલું આવશ્યક ઊંજાઇ સુધી ખાડો ખોદવો અને જમીનને સમતળ કરવી છે, જે પાયા માટે સપાટ આધાર તૈયાર કરે છે.



2. ઘનીકરણઃ જમીન અથવા આધારસ્તંભને તેમની સ્થિરતા વધારવા અને ખસી જતા રોકવા માટે સઘન કરવા.



3. વોટરપ્રુફિંગઃ
સપાટી પર પ્લાસ્ટિક શીટ મૂકવી, જેથી પાયાથી ભેજને દૂર રાખી શકાય.



4. કોંક્રિટનું સ્તરઃ સરળ, નક્કર આધાર તૈયાર કરવા માટે સાદા સિમેન્ટ કોંક્રિટનું સ્તર રેડવું.



5. રિઇન્ફોર્સમેન્ટઃ કોઇ પણ ઝૂકી જતા બળને સંભાળવા માટે ટોચ અને તળિયા પર સ્ટીલ મેશ રિઇન્ફોર્સમેન્ટ મૂકવા.



6. કોંક્રિટ રેડવીઃ આખરે, મજબૂત પાયો બનાવવા માટે સામાન્યપણે નાના મકાનો માટે 200 મીમીથી 300મીમી વચ્ચેની આવશ્યક જાડાઇ માટે કોંક્રિટ રેડવી.



મેટ ફાઉન્ડેશનના પ્રકાર

મેટ ફાઉન્ડેશન્સ ભારની આવશ્યકતા અને જમીનની સ્થિતિઓને આધારે અલગ અલગ હોઇ શકે છે. મેટ ફાઉન્ડેશન્સના પ્રકાર નીચે પ્રમાણે છેઃ

 

1. સપાટ પ્લેટ મેટઃ સરળ, એકસમાન સ્લેબ પાયો, જે સ્થિર જમીન પર એકસમાન ભાર ધરાવતા મકાનો માટે આદર્શ છે.

 

2. કોલમ હેઠળ જાડી પ્લેટઃ કેન્દ્રિત ભારને અસરકારક રીતે સંભાળવા માટે કોલમ્સ હેઠળ જાડા ક્ષેત્રો પૂરા પાડે છે.

 

3. ટુ-વે બીમ અને સ્લેબ રાફ્ટઃ અલગ અલગ ભારની સ્થિતિઓ ધરાવતા મકાનોમાં વધુ સારા ભાર વિતરણ માટે બીમ્સ અને સ્લેબ્સ જોડે છે.

 

4. પેડેસ્ટલ સાથે પ્લેટ રાફ્ટઃ વધારાના ભાર માટે પેડેસ્ટલ્સને સામેલ કરે છે, કેન્દ્રિત ભાર ધરાવતા ભાગોમાં ભાર વિતરણ સુધારે છે.

 

5. પાઇલ્ડ રાફ્ટઃ નબળી અથવા સંકુચિત જમીન પર વધારાની સ્થિરતા માટે રાફ્ટને પાઇલ્સ સાથે જોડે છે, જે વધુ નક્કર જમીન પર માળખું સ્થિર રાખે છે.

 

6. રિજિડ ફ્રેમ મેટ અથવા સેલ્યુલર રાફ્ટઃ અસ્થિર માટી પર સ્થિરતા માટે પરસ્પર જોડાયેલી ફ્રેમ અથવા સેલ્સ સાથે મજબૂત પાયો.

 

 

મેટ ફાઉન્ડેશન ડિઝાઇન

મેટ ફાઉન્ડેશન ડિઝાઇનમાં ભાર વિતરણની ગણતરી અને યોગ્ય રિઇન્ફોર્સમેન્ટની પસંદગી સામેલ છે. એન્જિનીયર્સે એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે જોખમ નિષ્ફળતા વિના મકાનનાં ભારને વહન કરવા માટે પાયાની જાડાઇ અને રિઇન્ફોર્સમેન્ટ પ્યાપ્ત છે. ડિઝાઇનમાં સ્થિરતા બનાવી રાખવા અને સમયની સાથે નિષ્ફળતા રોકવા માટે ઊભા અને પાર્શ્વ બળોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. વિવિધ પરિસ્થિતિઓ હેઠળ પાયાના દેખાવની ખરાઇ કરવામાં અદ્યતન ટેકનિક્સનો ઉપયોગ થાય છે, જે સુરક્ષા અને ટકાઉતા સુનિશ્ચિત કરે છે..

 

 

મેટ ફૂટિંગ ફાઉન્ડેશનના લાભ

મેટ ફૂટિંગ ફાઉન્ડેશન્સમાં ઘણા લાભ સામેલ છે, જેમાં સામેલ છેઃ

 

  • ઘટેલા વિભેદક સેટલમેન્ટઃ

મેટ ફાઉન્ડેશન્સ જમીન પર મકાનનો એકસમાન રીતે ભાર વિતરિત કરવામાં સહાય કરે છે, જે અસમાન રીતે જામવાનું જોખમ ઘટાડે છે અને માળખાની એકંદર સ્થિરતાને વધારે છે. આ લાંબા ગાળાના આધારને સુનિશ્ચિત કરે છે.

 

  • નબળી જમીન માટે યોગ્યઃ

ખરાબ અથવા નબળી જમીન ધરાવતા ક્ષેત્રોમાં મેટ ફાઉન્ડેશન્સ વિશેષ રીતે લાભદાયક છે. મોટા ક્ષેત્ર પર ભાર ફેલાવીને તેઓ પાયાને સંકોચાતા અથવા ખસતા રોકે છે, જે તેમને આવી પરિસ્થિતિઓ માટે વિશ્વસનીય પસંદગી બનાવે છે.

 

  • ખર્ચ-અસરકારઃ

ઘણા આઇસોલેટેડ ફૂટિંગ્સની તુલનામાં મેટ ફૂટિંગ્સ વધુ વ્યાજબી હોઇ શકે છે. તેઓ વ્યાપક ખોદકામની આવશ્યકતાને ઘટાડે છે, સામગ્રી અને શ્રમ બન્નેના ખર્ચની બચત કરે છે અને સાથે સાથે મકાનની આવશ્યક મજબૂતાઇ અને સ્થિરતા પૂરી પાડે છે.



તમે તમારું ઘર માત્ર એક વખત બનાવો છો, તેથી તમારા પાયા પર ક્યારેય સમાધાન કરશો નહીં. ઘરનિર્માણ એક એવી સફર છે, જેમાં દરેક તબક્કે સાવચેતીપૂર્વક આયોજન અને નક્કર પસંદગીઓની આવશ્યકતા હોય છે. મેટ ફાઉન્ડેશન્સ તમારા ઘરને લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને પડકારજનક માટીની સ્થિતિઓ ધરાવતા ક્ષેત્રોમાં. એક વિશ્વસનીય આધારનું નિર્માણ કરવા માટે યોગ્ય સામગ્રી, ડિઝાઇન અને બાંધકામની પદ્ધત્તિઓની પસંદગી કરવી આવશ્યક છે.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. મેટ ફાઉન્ડેશન્સ શું છે ?

મેટ ફાઉન્ડેશન્સ મોટા, સતત કોંક્રિટ સ્લેબ છે, જે પાયાનાં ક્ષેત્રમાં માળખાનાં વજનને એકસમાન રીતે ફેલાવે છે.

 

2. મેટ ફાઉન્ડેશન માટેનું અન્ય નામ શું છે ?

મેટ ફાઉન્ડેશન્સને રાફ્ટ ફાઉન્ડેશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

3. મેટ ફાઉન્ડેશનના લાભ શું છે ?

મેટ ફાઉન્ડેશન્સ વિભેદક સેટલમેન્ટનું જોખમ ઘટાડે છે અને મોટા કે ભારે માળખા માટે સ્થિર આધાર પૂરો પાડે છે.

 

4. મેટ ફાઉન્ડેશન્સની જાડાઇ શું છે ?

નાના મકાનો માટે સામાન્યપણે જાડાઇ 200મીમીથી 300 મીમીની વચ્ચે હોય છે, પરંતુ તે ભારે વજન માટે જાડા હોઇ શકે છે.

 

5. મેટ ફાઉન્ડેશનની લઘુત્તમ ઊંડાઇ શું છે ?

લઘુત્તમ ઊંડાઇ સામાન્યપણે જમીનની સ્થિતિઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, પરંતુ તે સામાન્યપણે લગભગ 1.5 મીટર પર શરૂ થાય છે.

 

6. શું મેટ ફાઉન્ડેશન કઠોર કે લવચિક હોય છે ?

મેટ ફાઉન્ડેશન્સ કઠોર હોય છે, જે પહોંળા ક્ષેત્રમાં એકસમાન રીતે ભારને ફેલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....