વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



સંકેન સ્લેબ બાંધકામની પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા

Share:


મુખ્ય બાબતો

 

  • સંકેન સ્લેબ્સ રિસેસ્ડ ફ્લોર સ્બેલ હોય છે, જેનો સામાન્ય ઉપયોગ ડ્રેઇનેજ અને બાથરૂમ, રસોડા અને બેઠકની જગ્યાઓમાં સૌંદર્યના ઉદ્દેશ માટે કરવામાં આવે છે.
 
  • સંકેન સ્લેબનાં બાંધકામમાં આયોજન, ખોદકામ, ફોર્મવર્ક સ્થાપવા, મજબૂતીકરણ, કોંક્રિટ રેડવા અને ક્યોરિંગ જેવા તબક્કાઓ સામેલ હોય છે.
 
  • વિભિન્ન સામગ્રીઓ, જેવી કે કોંક્રિટ, મજબૂતાઇ આપતા સ્ટીલ, ઇન્સ્યુલેશન અને વોટરપ્રુફિંગ સંકેન સ્લેબનાં બાંધકામ માટે આવશ્યક હોય છે.
 
  • સંકેન સ્લેબ અસરકારક પાણીનાં સંચાલનની આવશ્યકતા હોય એવા ક્ષેત્રો માટે આદર્શ હોય છે અને અનોખી ડિઝાઇનની શક્યતાઓ ઓફર કરે છે.
 
  • સંકેન સ્લેબ્સ કાર્યાત્મક અને સૌંદર્યના લાભ આપે છે, જ્યારે તેઓ સામાન્ય સ્લેબ કરતા નિર્માણ કરવા માટે વધુ ખર્ચાળ અને જટીલ હોઇ શકે છે.


સંકેન સ્લેબ આધુનિક બાંધકામ માટે આવશ્યક ઘટક છે, જે બંને કાર્યાત્મક અને સૌંદર્યના લાભ પૂરા પાડે છે. આ માર્ગદર્શિકામાં સંકેન સ્લેબ શું છે, તેના ઉપયોગ અને લાભ વિશે જાણો.

 

 


સંકેન સ્લેબ ફ્લોરિંગ સિસ્ટમનો એક પ્રકાર છે, જેમાં સ્લેબ આસપાસનાં ફ્લોર સ્તરની નીચે રિસેસ્ડ કરવામાં આવે છે. આ ડિઝાઇન સામાન્યપણે સ્ટેપ-ડાઉન વિશેષતા સર્જવા માટે બાથરૂમ અથવા બેઠકની જગ્યાઓ જેવા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, સામાન્યપણે ડ્રેઇનેજ અથવા સૌંદર્યના ઉદ્દેશો માટે. આ બ્લોગમાં આપણે સંક સ્લેબ્સના મુખ્ય પાસાઓ વિશે જાણીશું, જેમાં તેના લાભ, બાંધકામની પદ્ધત્તિઓ અને સામાન્ય ઉપયોગો સામેલ છે. આ દરેક વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે જોડાયેલા રહો.

 

સંકેન સ્લેબ શું છે ?

સંકેન સ્લેબને સંક સ્લેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક ફ્લોર સ્લેબ છે, જેને આસપાસનાં ફ્લોરનાં સ્તરથી નીચે રાખવામાં આવે છે. આ ડિઝાઇન સ્ટેપ-ડાઉન ઇફેક્ટ સર્જે છે, જેનો મોટે ભાગે ઉપયોગ ડ્રેઇનેજને સંચાલિત કરવા અથવા દૃશ્ય રુચિ માટે થાય છે. તે સામાન્યપણે બાથરૂમ અથવા બેઠકનાં ક્ષેત્રો જેવી જગ્યાઓ પર જોવા મળે છે, જ્યાં સંકેન ક્ષેત્ર શાવર અથવા સિંક રાખવા જેવા વ્યવહારું ઉદ્દેશો માટે પણ કાર્ય કરી શકે છે.

 

બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતી સંકેન સ્લેબ ભરવાની સામગ્રીઓ

સંકેન સ્લેબ માટે વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છેઃ

 

1. કોંક્રિટઃ સ્લેબ માટે પ્રાથમિક સામગ્રી.

2. મજબૂતીકરણઃ મજબૂતાઇ ઉમેરવા માટે સ્ટીલના સળિયા અથવા મેશ.

3. ઇન્સ્યુલેશન: ક્યારેક થર્મલ પ્રદર્શનને સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

4. વોટરપ્રુફિંગ: ભેજની સમસ્યાઓ રોકવા માટે લગાવવામાં આવે છે.

 

સંકેન સ્લેબ્સનું બાંધકામ કેવી રીતે કરવું



સંકેન સ્લેબ સેક્શનનું બાંધકામ અને તેની વિગતો માટે સાવચેતીપૂર્વકનાં આયોજન અને ચોક્કસ અમલની આવશ્યકતા હોય છે, જેથી માળખાની સ્થિરતા અને કાર્યત્મકતા સુનિશ્ચિત થાય. અહીં સંકેન સ્લેબનાં બાંધકામ માટેની વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી છેઃ

 

1) આયોજન અને ડિઝાઇન:

1. ક્ષેત્રનું મૂલ્યાંકન: પ્રથમ પગલામાં સંકેન સ્લેબ સેક્શનનું જ્યાં બાંધકામ કરવામાં આવશે તે ક્ષેત્રનું મૂલ્યાંકન કરવું સામેલ છે. તેમાં ડ્રેઇનેજ, પ્લમ્બિંગ અને જગ્યાનાં એકંદર લેઆઉટ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને સંકેન ક્ષેત્રનાં પરિમાણો, ઊંડાઇ અને ચોક્કસ સ્થાન નિર્ધારિત કરવાનો સમાવેશ થાય છે.

2. ડિઝાઇનની વિચારણાઃ સંકેન સ્લેબ ડિઝાઇનમાં ભાર વેઠવાની આવશ્યકતાઓ, વોટરપ્રુફિંગની જરૂરિયાતો અને જો આવશ્યક લાગે તો ઇન્સ્યુલેશનને ધ્યાનમાં રાખવું જોઇએ. બાંધકામ પ્રક્રિયાને માર્ગદર્શિત કરવા માટે વિશિષ્ટતાઓ અને માપણીઓની રૂપરેખા આપતી વિગતવાર બ્લ્યુપ્રિન્ટ્સ બનાવવી મહત્ત્વપૂર્ણ છે.

 

2) ખોદકામ:

1. ક્ષેત્રને ચિહ્નિત કરવું: આગામી પગલું ક્ષેત્રને ચિહ્નિત કરવું છે, જેમાં સંક સ્લેબ માટે ખોદકામ કરવામાં આવશે. સ્પષ્ટ ચિહ્નો એ સુનિશ્ચિત કરવા માટે સહાય કરે છે કે ખોદકામ ચોક્કસ છે અને ડિઝાઇનની યોજનાઓ મુજબ સંરેખિત છે.

2. ખાડો ખોદવો: એક વખત ચિહ્નિત થઈ જાય ત્યાર પછી માટી અથવા પ્રવર્તમાન ફ્લોરિંગ સામગ્રીને ઇચ્છિત ઊંડાઇ સુધી ખોદવામાં આવે છે. સામાન્યપણે ઊંડાઇ સ્લેબની આયોજિત જાડાઇ અને સંકેન ક્ષેત્રના ઇચ્છિત ઉપયોગ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, ઊંડું ખોદકામ બાથરૂમથમાં પ્લમ્બિંગની વ્યવસ્થા કરવા માટે આવશ્યક હોઇ શકે છે.

 

3) ફોર્મવર્ક સ્થાપવાઃ

1. ફોર્મવર્ક સ્થાપવાઃ સામાન્યપણે લાકડા અથવા ધાતુમાંથી બનેલા ફોર્મવર્ક ખોદેલા ક્ષેત્રની પરિમિતિની આસપાસ સ્થાપવામાં આવે છે. ફોર્મવર્ક કોંક્રિટને તે સૂકાય અને ક્યોર થાય તે દરમિયાન તેને તેની જગ્યા પર જાળવી રાખવા માટે બીબા તરીકે કાર્ય કરે છે.

2. સ્થિરતા સુનિશ્ચિત કરવીઃ કોંક્રિટ રેડતી વખતે ખસી ન જાય અથવા પડી ન ભાગે તે માટે ફોર્મવર્ક મજબૂત અને સુરક્ષિત રીતે સ્થિતિ ધરાવતું હોવાનું સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

 

4) રિઇન્ફોર્સમેન્ટ મૂકવાઃ

1. રિઇન્ફોર્સમેન્ટ મૂકવાઃ સ્ટીલના સળિયા (રિબાર) અથવા વાયરની મેશ કોંક્રિટને મજબૂત કરવા માટે ફોર્મવર્કની અંદર મૂકવામાં આવે છે. રિઇન્ફોર્સમેન્ટ ભારને એકસમાન રીતે વિતરિત કરવામાં સહાય કરે છે અને સમય જતા તિરાડ અથવા માળખાને થતા નુકસાનને રોકે છે.

2. રિઇન્ફોર્સમેન્ટ બાંધવાઃ સ્ટીલના સળિયા અથવા મેશને એકબીજા સાથે સુરક્ષિત રીતે બાંધવામાં આવે છે, જેથી કોંક્રિટ રેડવામાં આવે ત્યારે તેઓ તેમની જગ્યા પર રહે તે સુનિશ્ચિત થાય છે.
 

આ પણ વાંચો: બાંધકામ માટે સ્ટીલના સળિયા કેવી રીતે પસંદ કરવા

 

5) કોંક્રિટ રેડવું:

1. કોંક્રિટ મિશ્ર કરવું: આવશ્યક મજબૂતાઇ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈને યોગ્ય કોંક્રિટ મિક્સ તૈયાર કરવામાં આવે છે. સંકેન સ્લેબ મિક્સ સામાન્યપણે સિમેન્ટ, રેતી, કપચી અને પાણીથી બને છે.

2. કોંક્રિટ રેડવું: તૈયાર કોંક્રિટ એટલે કે કોંક્રિટ સ્લેબ ભરવાની સામગ્રી માનવામાં આવે છે, તેને તમામ જગ્યાઓ ભરવાનું અને મજબૂતાઇ આવરી લેવાનું સુનિશ્ચિત કરીને ફોર્મવર્કમાં રેડવામાં આવે છે. કામદારો વાઇબ્રેટર્સ જેવા સાધનોનો ઉપયોગ કરીને ભરાયેલી હવા દૂર કરે છે અને કોંક્રિટ સઘન અને એકસમાન હોવાનું સુનિશ્ચિત કરે છે.

 

6) સમતળ કરવું અને ફિનિશિંગ:

1. સપાટીને સમતળ કરવી (સ્ક્રિડિંગ): રેડ્યા પછી સપાટીને સપાટ બોર્ડનો ઉપયોગ કરીને કોંક્રિટનાં સ્તર સુધી સમતળ કરવામાં આવે છે અને વધારાની સામગ્રીને દૂર કરવામાં આવે છે. આ લીસી અને એકસમાન સપાટી સુનિશ્ચિત કરે છે.

2. ટ્રોવલિંગઃ ટ્રોવલિંગ સંકેન સ્લેબની સપાટીને વધુ લીસી બનાવે છે અને આવશ્યક હોઇ શકે એવા વધારાના ફિનિશ કે ઉપચાર માટે તૈયાર કરે છે.

 

7) કોંક્રિટનું ક્યોરિંગ:

1. આરંભિક ક્યોરિંગઃ કોંક્રિટ ભીની હોવી જોઇએ અને મહત્તમ મજબૂતાઇ અને ટકાઉતા હાંસલ કરવા માટે યોગ્ય રીતે ક્યોર કરવી જોઇએ. આ ભેજને જાળવી રાખવા માટે સામાન્યપણે સ્લેબને ભીના બર્લેપ અથવા પ્લાસ્ટિકની શીટથી આવરીને કરવામાં આવે છે.

2. લંબાવેલું ક્યોરિંગઃ ક્યોરિંગની સંખ્યા અલગ અલગ હોય છે, પરંતુ સામાન્યપણે કોંક્રિટના પ્રકાર અને પર્યાવરણની સ્થિતિને આધારે 7થી 28 દિવસો સુધી કરવામાં આવે છે. તિરાડો રોકવા માટે યોગ્ય ક્યોરિંગ આવશ્યક હોય છે અને તે સ્લેબની લાંબી આવરદા સુનિશ્ચિત કરે છે.

 

8) વોટરપ્રુફિંગ અને ફિનિશિંગ ટચઃ

1. વોટરપ્રુફિંગ મેમ્બ્રેન લગાવોઃ પાણી ઝમતું રોકવા માટે, ખાસ કરીને બાથરૂમ જેવા ભીના ક્ષેત્રોમાં, વોટરપ્રુફિંગ મેમ્બ્રેન ક્યોર કરેલા કોંક્રિટના સન્કેન સ્લેબ પર લગાવવામાં આવે છે.

2. આખરી ફિનિશઃ એક વખત વોટરપ્રુફિંગ પૂર્ણ થાય ત્યાર પછી ડિઝાઇનની આવશ્યકતા અનુસાર સંકેન સ્બેલ સેક્શન ટાઇલ્સ, પથ્થર કે અન્ય સામગ્રીથી ફિનિશ કરી શકાય છે.

 

સંકેન સ્લેબનો ઉપયોગ



સંકેન સ્લેબ્સનો પ્રાથમિક રીતે ઉપયોગ એવા ક્ષેત્રોમાં થાય છે, જ્યાં કાર્યાત્મક અથવા સૌંદર્યના ઉદ્દેશો માટે ફ્લોર સ્તરમાં ડ્રોપની આવશ્યકતા હોય. અહીં કેટલાક સામાન્ય ઉપયોગો છેઃ

 

1) બાથરૂમ અને ભીના ક્ષેત્રો:

સંકેન સ્લેબ સામાન્યપણે સ્ટેપ-ડાઉન અસર સર્જવા માટે બાથરૂમ અને અન્ય ભીના ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ડિઝાઇન નિયુક્ત ક્ષેત્રની અંદર પાણી રાખવામાં સહાય કરે છે, જેનાથી ડ્રેઇનેજને સંચાલિત કરવું અને મુખ્ય ફ્લોર પર પાણી ઢોળાતું રોકવું સરળ બને છે.

 

2) રસોડું:

કેટલાક ઘરોમાં ખાસ કરીને પરંપરાગત ડિઝાઇન્સમાં સંકેન સ્લેબ્સનો ઉપયોગ ડાઇનિંગ અથવા બેઠકની જગ્યાથી રાંધવાના ક્ષેત્રને અલગ કરવા માટે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઢોળાયેલી ચીજવસ્તુઓને રોકવામાં સહાય કરે છે અને રસોડાના ભાગને ઘરના અન્ય ભાગોથી અલગ રાખે છે.

 

3) બેઠક રૂમ:

સૌંદર્યના કારણોસર સંકેન સ્લેબ સંકેન બેઠક રૂમમાં બેઠક ક્ષેત્ર અથવા વિશિષ્ટ ઉદ્દેશો માટે વિભિન્ન સ્તર બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ સંકેન સ્લેબ સેક્શનની વિગતો અને અનોખા વિઝ્યુઅલ આકર્ષણનો ઉમેરો કરે છે અને તે જગ્યાને વધુ ગતિશીલ બનાવી શકે છે.

 

4) આઉટડોર ક્ષેત્રો:

સંકેન સ્લેબ આઉટડોર સેટિંગ્સમાં પણ લોકપ્રિય છે, જેવા કે પેશિયો, બગીચા કે સ્વિમિંગ પુલના ડેક્સ. તેઓ કુદરતી પરિદૃશ્યો સાથે મિશ્ર થતા રસપ્રદ ડિઝાઇનના તત્વો પૂરા પાડીને પાણીને વહેતું રોકવા અને ડ્રેઇનેગને સંચાલિત કરવા માટે સહાય કરે છે.

 

 

સંકેન સ્લેબ્સના લાભ અને ગેરલાભ

1) લાભઃ

 

એ) ડ્રેઇનેજઃ તે ભેજગ્રસ્ત ક્ષેત્રોમાં પાણીનાં સંચાલનમાં સહાય કરે છે.

બી) સોંદર્યઃ જગ્યાઓમાં અનોખા ડિઝાઇન તત્વ ઉમેરે છે.

સી) કાર્યાત્મકઃ શાવર જેવી વિશિષ્ટ વિશેષતાઓ માટે ઉપયોગી છે.

 

2) ગેરલાભ

 

એ) ખર્ચઃ વધારાની સામગ્રીઓ અને શ્રમને લીધે વધુ ખર્ચાળ હોઇ શકે છે.

બી) જટીલતાઃ સાવચેતીપૂર્વકનાં આયોજન અને બાંધકામની આવશ્યકતા હોય છે.

સી) જાળવણીઃ યોગ્ય ડ્રેઇનેજને સુનિશ્ચિત કરવા અને પાણીથી થતા નુકસાનને ટાળવા માટે વધુ જાળવણીની આવશ્યકતા હોઇ શકે છે.



 

સંકેન સ્લેબ્સ વિભિન્ન બાંધકામ પ્રોજેક્ટ્સ માટે બહુમુખી અને કાર્યાત્મક પસંદગી છે. તેઓ સુધારેલા ડ્રેઇનેજ અને સૌંદર્ય દેખાવ માટે લાભ આપે છે, પરંતુ ખર્ચ અને જટીલતા સંબંધી ચિંતાઓ ધરાવે છે. સંકેન સ્લેબની સમજ અને સંકેન સ્લેબ સેક્શનની વધારાની વિગતો તમારી બાંધકામની જરૂરિયાતો માટે માહિતગાર નિર્ણયો લેવામાં સહાય કરશે.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. સંકેન સ્લેબ માટે લઘુત્તમ ઊંડાઇ કેટલી હોય છે ?

સંકેન સ્લેબ માટેની લઘુત્તમ ઊંડાઇ સામાન્યપણે 4થી 6 ઇંચની શ્રેણીમાં હોય છે, જે ઇચ્છિત ઉપયોગ અને માળખાકીય જરૂરિયાતો પર આધાર રાખે છે. પાણીનું સંચાલન મહત્ત્વપૂર્ણ હોય એવા બાથરૂમ જેવા ક્ષેત્રો માટે ઊંડા સ્લેબ અસરકારક ડ્રેઇનેજ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક હોઇ શકે છે. ભાર વહન કરવાની જરૂરિયાતો અને જગ્યાની વિશિષ્ટ આવશ્યકતાઓને આધારે ચોક્કસ ઊંડાઇ નિર્ધારિત થવી જોઇએ.

 

2. સંકેન સ્લેબ કે સામાન્ય સ્લેબ, બંનેમાંથી કયો સારો છે ?

સંકેન સ્લેબ અને સામાન્ય સ્લેબ વચ્ચેની પસંદગી પ્રોજેક્ટની વિશિષ્ટ જરૂરિયાતો પર આધાર રાખે છે. સંકેન સ્લેબ્સ એવા ક્ષેત્રો માટે સારા હોય છે, જ્યાં પાણીના અસરકારક ડ્રેઇનેજની જરૂર હોય છે, જેવા કે બાથરૂમ અથવા આઉટડોર જગ્યાઓ. તેનાથી વિપરિત સામાન્ય સ્લેબ્સ સરળ હોય છે અને વધુ ખર્ચ-અસરકારક હોય છે, જે એવા પ્રમાણભૂત ફ્લોરિંગના ઉપયોગ માટે યોગ્ય હોય છે, જ્યાં વધારાના ડ્રેઇનેજની આવશ્યકતા વિના સમતળ સપાટીઓ જરૂરી હોય છે.

 

3. શું આપણે સંકેન સ્લેબ વિના બાથરૂમનું નિર્માણ કરી શકીએ છીએ ?

હા, બાથરૂમનું બાંધકામ સંકેન સ્લેબ વિના કરી શકાય છે. જો કે, સંકેન સ્લેબનો ઉપયોગ કરવાથી પાણીનાં ડ્રેઇનેજને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં અને પાણીને અન્ય ક્ષેત્રોમાં ફેલાતા રોકવા માટે સહાય કરી શકે છે. સંકેન સ્લેબ સિવાય વૈકલ્પિક ઉકેલો જેવા કે રેઇઝ્ડ થ્રેશોલ્ડ અથવા વિસ્તારેલી ડ્રેઇનેજ સિસ્ટમનો અમલ પાણીના પ્રવાહને સંચાલિત કરવા અને લીકેજને રોકવા માટે કરવો આવશ્યક છે.

 

4. કયો સ્લેબ સસ્તો હોય છે ?

સામાન્યપણે સંકેન સ્લેબ કરતા સામાન્ય સ્લેબ્સ તેમની સરળ બાંધકામની પ્રક્રિયા અને થોડી સામગ્રીઓની આવશ્યકતાને લીધે સસ્તા પડે છે. સંકેન સ્લેબ્સ માટે વધારાના ખોદકામ, ફોર્મવર્ક અને વોટરપ્રુફિંગની આવશ્યકતા હોય છે, જે ખર્ચ વધારી શકે છે. તેથી, જો બજેટ મુખ્ય ચિંતા હોય તો સામાન્ય સ્લેબ પ્રમાણભૂત બાંધકામની જરૂરિયાત માટે વધુ વ્યાજબી પસંદગી હોઇ શકે છે.

 

5. કયા પ્રકારનો સ્લેબ શ્રેષ્ઠ હોય છે ?

સ્લેબનો શ્રેષ્ઠ પ્રકાર પ્રોજેક્ટની વિશિષ્ટ જરૂરિયાતો પર આધાર રાખે છે. સંકેન સ્લેબ્સ કાર્યક્ષમ પાણી સંચાલનની આવશ્યકતા હોય એવા ક્ષેત્રો માટે આદર્શ હોય છે, જેવા કે બાથરૂમ અને ભીના ક્ષેત્રો. જ્યારે બીજી બાજુએ સામાન્ય સ્લેબ્સ સમતળ સપાટીની આવશ્યકતા હોય એવા સામાન્ય ઉદ્દેશનાં ફ્લોરિંગ માટે યોગ્ય હોય છે. સ્લેબનો પ્રકાર પસંદ કરી વખતે પ્રોજેક્ટની કાર્યાત્મક જરૂરિયાતો, ડિઝાઇનની પ્રાથમિકતાઓ અને બજેટને ધ્યાનમાં રાખો.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....