Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
મજબૂતાઈનો ટેસ્ટ ચકાસે છે કે સીમેન્ટ વિસ્તરશે કે સંકોચાશે, જે બિલ્ડિંગમાં તિરાડોને રોકવામાં મદદરૂપ થાય છે.
મજબૂત અને સલામત બિલ્ડિંગ માટે સારી ગુણવત્તાનો સીમેન્ટ મહત્વપૂર્ણ છે.
સમસ્યાઓને ટાળવા માટે તાજા સીમેન્ટનો ઉપયોગ કરો અને તેનો યોગ્ય રીતે સંગ્રહ કરો.
વહેલીતકે મજબૂતાઈનો ટેસ્ટ કરવાથી સમય અને નાણાં બચે છે અને તેની સાથે બિલ્ડિંગ વધારે મજબૂત પણ બને છે.
વિશ્વસનીય સીમેન્ટનો ઉપયોગ કરવાથી બિલ્ડિંગ વધારે સલામત બને છે અને તે લાંબા સમય સુધી ટકી રહે છે.
તો ચાલો, વાત સીધી શરૂ કરીએ. સીમેન્ટની મજબૂતાઈનો ટેસ્ટ એ એક પ્રકારનું ચેક-અપ છે, જે એ વાતની ખાતરી કરે છે કે, સીમેન્ટમાં કોઈ ખરાબ ગુણો તો નથી, જે પાછળથી કોઈ સમસ્યા પેદી કરી શકે. જ્યારે સીમેન્ટમાં સમસ્યા હોય છે ત્યારે તે કઠણ થઈ ગયાં પછી વિસ્તરે છે અથવા તો સંકોચાય છે અને આ બાબત બિલ્ડિંગ માટે સારી નથી. આ ટેસ્ટ એ વાતને ચેક કરે છે કે, સીમેન્ટ એકવાર સેટ થઈ જાય તે પછી તે સમાન કદનો રહેશે કે પછી તે આમતેમ ખસી જશે, જેનાથી બિલ્ડિંગમાં તિરાડો પડી શકે છે. જરાં કલ્પના કરો કે તમે એક એવું ફાઉન્ડેશન ભરીને તૈયાર કરો છો, જેનું કદ થોડાં સમય પછી બદલાઈ જાય છે - તેનાથી આખું માળખું નબળું પડી શકે છે! આથી, આ ટેસ્ટ સીમેન્ટને બાંધકામમાં ઉપયોગમાં લેતાં પહેલાં તે સ્થિર છે, તેની ખાતરી કરીને આ પ્રકારની સમસ્યાઓને નિવારવાનો એક માર્ગ છે.
તમને લાગતું હશે કે આપણે શા માટે સીમેન્ટને પસંદ કરતી વખતે આટલી બધી સાવચેતી રાખવી જોઇએ. તો તેનો જવાબ એ છે કે, કોઈ પણ બિલ્ડિંગની મજબૂતાઈ અને સલામતીનો આધાર સીમેન્ટની ગુણવત્તા પર રહેલો છે. જો સીમેન્ટ સારો ના હોય તો તે વિસ્તરી કે સંકોચાઈ શકે છે, જેનાથી તિરાડો પડી જાય છે. આ તિરાડો કંઈ સામાન્ય સમસ્યા નથી. સમયાંતરે તે વધીને બિલ્ડિંગની અખંડિતતા અને સલામતી પર જોખમ ઊભું કરી શકે છે. આથી વિશેષ, આ પ્રકારની સમસ્યાઓને સુધારવી ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે અને તેની પાછળ સમય પણ ખૂબ જ ખર્ચાઈ શકે છે. સીમેન્ટની મજબૂતાઈનો ટેસ્ટ આ પ્રકારની સમસ્યાઓ માથાનો દુઃખાવો બની જાય તે પહેલાં જ તેને પકડી પાડવામાં મદદરૂપ થાય છે. તે એ વાતની ખાતરી કરે છે કે બાંધકામમાં વપરાયેલો સીમેન્ટ ઊંચી ગુણવત્તાનો હોય, જે બદલામાં તમારા બિલ્ડિંગને વધુ સલામત અને વધુ ટકાઉ બનાવે. આ ટેસ્ટ બાંધકામ અને સીમેન્ટનું ઉત્પાદન કરનારી કંપનીઓની પ્રતિષ્ઠાને જાળવવા માટે પણ જરૂરી બની જાય છે, ઊંચી ગુણવત્તાના પ્રોજેક્ટ્સ તેમાં રહેલા લોકોના વિશ્વાસને પણ મજબૂત બનાવે છે અને વધુ બિઝનેસ તરફ દોરી જાય છે. આથી, સીમેન્ટની મજબૂતાઈનો ટેસ્ટ કરવો એ કંઈ ફક્ત નિયમોનું પાલન કરવું નથી પરંતુ તે આપણાં બાંધકામમાં લોકોના વિશ્વાસ, સલામતી અને વિશ્વસનીયતાનું નિર્માણ કરવું છે.
સીમેન્ટની ખરાબ મજબૂતાઈને અટકાવવી એટલે રાંધવાની શરૂઆત કરતાં પહેલાં તમારી પાસે સારી રેસીપી હોય તેની ખાતરી કરવી. સૌથી પહેલું સ્ટેપ તો યોગ્ય સામગ્રીને પસંદ કરવાનું છે. સીમેન્ટને બનાવતા પહેલાં તેમાં યોગ્ય સામગ્રીનું મિશ્રણ હોવું જરૂરી છે. ઉત્પાદનકર્તાઓ સારી ગુણવત્તા નિયંત્રણના પગલાં લઈને આમ કરી શકે છે. આ ઉપરાંત, સીમેન્ટનો યોગ્ય રીતે સંગ્રહ કરવો પણ ખૂબ જ જરૂરી છે. સ્વાભાવિક છે કે તમે એવું ના ઇચ્છો કે તમારો ખોરાક ભીનો થઈ જાય કે બગડી જાય, તેમ સીમેન્ટનો ઉપયોગ કરવાનો સમય ના થઈ જાય ત્યાં સુધી તેને સુકો અને પાણીથી સલામત રાખવો જોઇએ. છેલ્લે, સીમેન્ટ ખૂબ જૂનો થઈ જાય તે પહેલાં તેનો ઉપયોગ કરી લેવો જોઇએ, કારણ કે, મસાલાઓની જેમ જ સીમેન્ટ લાંબા સમય પછી તેની અસરકારકતા ગુમાવી દે છે. આથી જો આપણે સારા મટીરિયલની સાથે તાજા સીમેન્ટનો ઉપયોગ કરીએ અને તેને સુકો રાખીએ તો, આપણે તેની ખરાબ મજબૂતાઈને કારણે પેદા થતી ઘણી બધી સમસ્યાઓને ટાળી શકીએ છીએ.
છેલ્લે ઉપસંહારમાં એમ કહી શકાય કે, સીમેન્ટની મજબૂતાઈનો ટેસ્ટ એ આપણાં બિલ્ડિંગને મજબૂત અને સલામત રાખવાની કામગીરી પર ખરો ઉતરી શકે તેમ છે કે નહીં તે ચકાસવાનો એક સ્માર્ટ ઉપાય છે. તે આપણને એ જાણવામાં મદદરૂપ થાય છે કે સીમેન્ટ સમાન કદનો રહેશે કે પછી તે વિસ્તરીને કે સંકોચાઈને સમસ્યા પેદા કરશે. સીમેન્ટ આ ટેસ્ટને પાસ કરે તેનો અર્થ એ છે કે તમારું બિલ્ડિંગ લાંબા સમય સુધી સલામત રીતે ટકી રહેશે. એ ખૂબ જ આશ્ચર્યની વાત છે કે આટલો સરળ ટેસ્ટ આપણને ઘણી મોટી સમસ્યાઓથી બચાવી શકે છે, ખરું ને? યાદ રાખો, સારા બિલ્ડિંગના પાયામાં સારો સીમેન્ટ હોય છે અને આથી જ આ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સીમેન્ટની મજબૂતાઈ તેને બનાવવા માટે વપરાયેલા મટીરિયલ દ્વારા પ્રભાવિત થતી હોય છે. જો મિશ્રણમાં કોઈ ચોક્કસ સામગ્રી ખૂબ વધારે હોય, જેમ કે, ચૂનો કે મેગ્નેશિયમ, તો તેનાથી સીમેન્ટ સેટ થઈ ગયાં પછી તે વિસ્તરી શકે છે કે સંકોચાઈ શકે છે. આથી જ યોગ્ય મિશ્રણ પસંદ કરવું અને સીમેન્ટનું યોગ્ય રીતે ટેસ્ટિંગ કરવું એ મહત્વપૂર્ણ છે.
લે શેટેલિયર ટેસ્ટ એ સીમેન્ટની મજબૂતાઈને ચકાસવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તેમાં સીમેન્ટ કેટલો વિસ્તરશે તે માપવા માટે ખાસ રીતે રચવામાં આવેલા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આ નાનકડા ડીવાઇઝમાં સીમેન્ટની પેસ્ટ ભરો, તેને પાણીમાં મૂકો અને ત્યારબાદ એ જુઓ કે સીમેન્ટ કેટલો વધે છે. આ ટેસ્ટ સીમેન્ટને બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવામાં આવે તે પહેલાં તેમાં રહેલી સમસ્યાઓની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે.
લે શેટેલિયર ટેસ્ટ માટે અમે લે શેટેલિયર એપેરેટસ તરીકે ઓળખાતા સાધનનો ઉપયોગ કરીએ છીએ. તે એક સાદું ઉપકરણ છે, જે નાનકડા બ્રાસના સીલિન્ડર જેવું દેખાય છે, જેની સાથે અન્ય કેટલાક પાર્ટ્સ જોડાયેલા હોય છે. આ ઉપકરણ આપણને સીમેન્ટના વિસ્તરણને માપવામાં મદદરૂપ થઈ, આપણને જણાવે છે કે તે બાંધકામમાં સમસ્યા પેદા કરશે કે નહીં.