Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ઇલેક્ટ્રિકલ વાયરિંગના વિભિન્ન પ્રકાર તમારા ઘરનાં લેઆઉટ અને જરૂરિયાતને આધારે વિવિધ ઉદ્દેશો પૂરા કરે છે.
કેસિંગ અને કેપિંગ વાયરિંગનું સમારકામ કરવું સરળ છે, પરંતુ તેમના ભારે દેખાવને લીધે આધુનિક ઇન્ટિરિયર્સ માટે અયોગ્ય છે.
કન્ડ્યુટ વાયરિંગ ઉચ્ચ ટકાઉતા અને સુરક્ષા આપે છે, જે તેમને આધુનિક ઘરો માટે આદર્શ બનાવે છે, જો કે, તેના માટે વ્યાવસાયિક ઇન્સ્ટોલેશનની જરૂર હોય છે.
નીચા વોલ્ટેજનું વાયરિંગ ઊર્જા-કાર્યક્ષમ અને બહુમુખી હોય છે, પરંતુ તેને લાઇટિંગ અને ડોરબેલ જેવા ઓછા-પાવરના ઉપયોગો માટે મર્યાદિત બનાવે છે.
ક્લિટ વાયરિંગ હંગામી હોય છે, જે ઓછો ખર્ચાળ ઉકેલ છે, પરંતુ તેમાં લાંબા ગાળાની ટકાઉતા અને સુરક્ષાનો અભાવ હોય છે.
વાયર માટે કલર કોડ્સની સમજ સુરક્ષિત ઇન્સ્ટોરેશન અને યોગ્ય વીજળીનાં જોડાણો સુનિશ્ચિત કરે છે.
ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સને વ્યુહાત્મક રીતે મૂકવાથી સુવિધામાં સુધારો થાય છે અને તે સર્કિટ ઓવરલોડિંગને રોકે છે.
ઘરના ઇલેક્ટ્રિકલ વાયરિંગના વિભિન્ન પ્રકારો ઘરની જરૂરિયાત, માળખાં અને લેઆઉટને આધારે વિભિન્ન ઉદ્દેશો પૂરા કરે છે. ચાલો આપણે ઘરનાં બાંધકામની પ્રક્રિયામાં ધ્યાનમાં લેવામાં આવતી સૌથી સામાન્ય ઘરના ઇલેક્ટ્રિક વાયરિંગની પ્રણાલીઓને જોઇએ.
એક સમયે જૂના ઘરોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા કેસિંગ અને કેપિંગ વાયરિંગ લાકડાનાં કે પીવીસીનાં કેસિંગમાંથી વાયરો પસાર થતા હતા અને તેના પર કેપ મૂકવામાં આવતી હતી. આ પ્રકાર આધુનિક ઘરોમાં ભાગ્યે જ ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે તે ભારે હોય છે અને મર્યાદિત સુરક્ષા પૂરી પાડે છે.
સમારકામ કે બદલવામાં સરળ.
બાહ્ય પર્યાવરથી સુરક્ષાનું સ્તર પૂરું પાડે છે.
નબળો ભેજ પ્રતિરોધ.
કન્ડ્યુટ વાયરિંગ સૌથી ટકાઉ અને સામાન્ય ઇલેક્ટ્રિકલ વાયરિંગના પ્રકારો પૈકીનો એક છે. વાયરો પીવીસી અથવા ધાતુના કન્ડ્યુટથી સુરક્ષિત કરવામાં આવે છે, જે તેમને સુરક્ષા અને લાંબી આવરદા માટે આદર્શ પસંદગી બનાવે છે.
ઉચ્ચ ટકાઉતા અને ભેજથી સુરક્ષા.
કન્સિલ્ડ વાયરિંગ સૌંદર્ય દેખાવ ઉમેરે છે.
ઇન્સ્ટોલેશન ખર્ચ ઊંચો હોય છે.
નીચા વોલ્ટેજનાં વાયરિંગ ડોરબેલ, ઇન્ટરકોમ અથવા લેન્ડસ્કેપ લાઇટિંગ જેવી નીચા વોલ્ટેજની આવશ્યકતા હોય એવા ઉપકરણો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમારા ઘર માટે ઇલેક્ટ્રિકલ વાયરિંગનો આ પ્રકાર સંભાળવા માટે અત્યંત સુરક્ષિત અને બહુમુખી છે.
ઊર્જા-કાર્યક્ષમ.
ઇન્સ્ટોલ કરવા માટે સાદો અને સરળ.
નીચા વોલ્ટેજના ઉપયોગો માટે મર્યાદિત.
ક્લિટ વાયરિંગમાં પોર્સેલિન, લાકડા અથવા પ્લાસ્ટિકથી બનેલા ક્લિટ્સમાંથી પસાર થતા ઇન્સ્યુલેટેડ વાયરનો ઉપયોગ સામેલ છે. તે મુખ્યત્ત્વે કાયમી સ્થાનિક ઘરનાં વાયરિંગને સ્થાને બાંધકામમાં હંગામી સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
ઇન્સ્ટોલ કરવામાં ઓછા ખર્ચાળ.
જ્યારે આવશ્યકતા ન હોય ત્યારે સરળતાથી દૂર કરી શકાય.
લાંબા ગાળાના ઉપયોગ માટે યોગ્ય નથી.
વાયરના કલર કોડ્સની સમજ ઘરના ઇલેક્ટ્રિકલ વાયરિંગના પ્રકારોનાં સુરક્ષિત ઇન્સ્ટોલેશન માટે અને સમસ્યાનાં નિવારણ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રમાણભૂત રંગો સુનિશ્ચિત કરે છે કે વાયરો ખરી રીતે ઓળખવામાં આવેલા અને જોડવામાં આવેલા છે. અહીં સામાન્ય કલર કોડ્સનું સંક્ષિપ્ત વિભાજન આપવામાં આવ્યું છેઃ
ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ માટે ઇલેક્ટ્રિક લેઆઉટ્સની યોજના બનાવવી યોગ્ય વાયર પસંદ કરવા જેટલી જ મહત્ત્વપૂર્ણ છે. આઉટલેટ્સનું સ્થાન સુવિધા સુનિશ્ચિત કરે છે અને સર્કિટને ઓવરલોડ થતી ટાળે છે. નીચે વિવિધ રૂમોમાં આઉટલેટ મૂકવા માટેની સામાન્ય માર્ગદર્શિકા આપવામાં આવી છેઃ
બેઠક રૂમઃ મનોરંજન કેન્દ્રો, મોટા ફર્નિચર અથવા ફોલ્સ સિલિંગની પાછળ આઉટલેટ્સ મૂકો. દર 12 ફૂટે એક ઓછામાં ઓછું એક આઉટલેટ માટેનો લક્ષ્યાંક રાખો.
રસોડું: ઊંચા-પાવરનાં ઉપકરણો માટે અલગ સર્કિટ્સ સાથે કાઉન્ટરટોપ્સની નજીક ઘણા આઉટલેટ્સ મૂકો.
બેડરૂમઃ ચાર્જર અને લેમ્પની સરળ પહોંચ માટે પલંગ અને ડ્રેસર્સની નજીક આઉટલેટ્સ મૂકો.
સ્થાનિક ઘરનાં વાયરિંગ સાથે કાર્ય કરવા માટે વીજ સુરક્ષા નિયમો, પ્રોટોકોલ્સ અને સ્થાનિક બિલ્ડિંગ સંહિતાનું કડકપણે પાલન કરવું આવશ્યક છે. આમ નહીં કરવાથી વીજ ઝટકા, આગ અથવા અન્ય જોખમો સર્જાઇ શકે છે. અનુપાલન અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં કેટલાક મદ્દાઓ આપવામાં આવ્યા છેઃ
વાયરનું કદઃ કરન્ટના લોડ માટે યોગ્ય કદ ધરાવતા વાયરોનો હંમેશાં ઉપયોગ કરો. ઓછું કદ ધરાવતા વાયર વધુ પડતા ગરમ થઈ શકે છે.
બિલ્ડિંગ સંહિતાઃ તમારા ઘરનાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ નિયમો અનુસાર હોય તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક નિયમનોનું પાલન કરો. ઇન્સ્ટોલેશન માટે લાઇસન્સ ધરાવતા ઇલેક્ટ્રિશિય નિયુક્ત કરો.
જીએફસીઆઇ ઇન્સ્ટોલેશનઃ વીજ ઝટકાનાં જોખમો રોકવા માટે સીએફસીઆઇ આઉટલેટ્સ બાથરૂમ, રસોડા અને આઉટડોર્સ જેવા ભેજગ્રસ્ત ક્ષેત્રોમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે.
તમારા ઘરમાં કાર્યાત્મક અને સુરક્ષિત ઇલેક્ટ્રિકલ પ્રણાલી માટે ઘરના વિભિન્ન ઇલેક્ટ્રિકલ વાયરિંગના પ્રકારની સમજ, યોગ્ય ઇલેક્ટ્રિક લેઆઉટ્સનું આયોજન અને સુરક્ષા અનુપાલન સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે. ઘર વપરાશ માટે શ્રેષ્ઠ ગુણવત્તા અને પ્રકારની પસંદગી કરવાથી લઈને તમારા ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સને ઇષ્ટતમ સ્થિતિમાં મૂકવા સુધી, દરેક નિર્ણય એકંદર સુરક્ષા અને તમારા સ્થાનિક સેટઅપની સુવિધામાં યોગદાન આપે છે.
ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતી વિભિન્ન પ્રકારની વાયરિંગ પ્રણાલીઓમાં કેસિંગ અને કેપિંગ વાયરિંગ, કન્ડ્યુટ વાયરિંગ, નીચા વોલ્ટેજનાં વાયરિંગ અને ક્લિટ વાયરિંગ સામેલ છે. આ ઘરનાં વાયરિંગના પ્રકારો ઘરની વિશિષ્ટ જરૂરિયાતોને આધારે વિભિન્ન ઉદ્દેશો પૂરા કરે છે.
ઘરમાં લગાવવા માટે શ્રેષ્ઠ ગુણવત્તાના ઇલેક્ટ્રિક વાયર વિશિષ્ટ જરૂરિયાતો પર આધાર રાખે છે, પરંતુ સામાન્યપણે કન્ડ્યુટ વાયરિંગ તેની સુરક્ષા અને ટકાઉતાને લીધે પસંદ કરવામાં આવે છે. નીચા વોલ્ટેજનાં વાયરિંગ ઘરની સુરક્ષા પ્રણાલીઓ અને લાઇટિંગ જેવા ઉપયોગ માટે આદર્શ હોય છે.
ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ દરેક રૂમની જરૂરિયાતને આધારે મૂકવા જોઇએ. ઉદાહરણ તરીકે, રસોડામાં કાઉન્ટર્સની નજીક ઘણા આઉટલેટ્સની જરૂર હોય છે, જ્યારે બેઠક રૂમમાં મનોરંજન પ્રણાલીઓની પાછળ આઉટલેટ્સની જરૂર હોય છે. બેડરૂમ અને બાથરૂમમાં પણ સુઆયોજિત આઉટલેટ્સ હોવા જોઇએ, જ્યાં સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓ પાણીના સ્ત્રોતોથી દૂર હોય.
ઇલેક્ટ્રિક લેઆઉટ્સની યોજના બનાવવામાં અવ્યવસ્થિતપણાં અને એક્સ્ટેન્શન કોર્ડના વધુ પડતા વપરાશને ટાળવા માટે સરળતાથી પહોંચ મળે એવા ભાગોમાં આઉટલેટ્સ મૂકવાનો સમાવેશ થાય છે. બિલ્ડિંગ સંહિતા અનુસાર આઉટલેટ્સ વચ્ચે અંતર હોવું જોઇએ અને રસોડા જેવા ઊંચા વીજની વધુ આવશ્યકતા ધરાવતા ક્ષેત્રો માટે અલગ સર્કિટ હોવી જોઇએ.
વાયરિંગ માટેના પ્રમાણભૂત કલર કોડ કાળો (જીવંત), લાલ (ગૌણ જીવંત), સફેદ અથવા ગ્રે (તટસ્થ), અને લીલો અથવા ખુલ્લો કોપર (ગ્રાઉન્ડ) છે. આ કોડ્સ ઇલેક્ટ્રિશિયન અને ઘરમાલિકોને સુરક્ષા અને કાર્યાત્મક ઇલેક્ટ્રિકલ પ્રણાલી જાળવવામાં સહાય કરે છે.
કન્ડ્યુટ વાયરિંગ તેની ટકાઉતા અને સુરક્ષાને લીધે આધુનિક મકાનોમાં ઉપયોગમાં લેવામાં આવતો સૌથી સામાન્ય વાયરિંગનો પ્રકાર છે. જો કે, ઘરનાં સેટઅપ માટે ઇલેક્ટ્રિકલ વાયરના અન્ય પ્રકારો જેવા કે નીચા વોલ્ટેજ અથવા ક્લિટ વાયરિંગ વિશિષ્ટ વપરાશો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કયા પ્રકારનો ઇલેક્ટ્રિકલ વાયર ઘરોમાં ઉપયોગ થાય છે તેની સમજ તમારી પ્રણાલી સુરક્ષિત અને કાર્યાત્મક હોવાનું સુનિશ્ચિત કરવામાં સહાય કરે છે.