વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ઘરનાં ઇલેક્ટ્રિકલ વાઇરિંગની માર્ગદર્શિકા

Share:


મુખ્ય બાબતો

 

  • સુવિધા અને સુરક્ષા માટે આઉટલેટ્સ અને સ્વિચોની જગ્યાને પ્રાથમિકતા આપો.
 
  • વીજળીનું બિલ ઘટાડવા માટે તમારા ઘરના ઇલેક્ટ્રિકલ વાયરિંગની પસંદગીઓમાં ઊર્જા કાર્યક્ષમતા પર ધ્યાન આપો.
 
  • તમારા ઘરનાં લેઆઉટ અને ડિઝાઇનની પ્રાથમિકતાઓને બંધબેસે તે માટે લાઇટ સ્વિચોને કસ્ટમાઇઝ કરો.
 
  • તમારા ઘરની જરૂરિયાતોને આધારે ઘર માટે યોગ્ય વાયરિંગ પ્રણાલી પસંદ કરો.
 
  • સ્વચ્છ દેખાવ જાળવવા માટે શક્ય બને ત્યાં ઘરનાં વાયરિંગને કન્સિલ કરીને સૌંદર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.
 
  • સુનિશ્ચિત કરો કે ઘરમાં તમામ ઇલેક્ટ્રિકલ વાયરિંગ સુરક્ષા ધોરણો પૂરા કરતું હોય અને સ્થાનિક નિયમોનું પાલન કરતું હોય.


ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઘરની કાર્યાત્મકતા અને સુરક્ષાનો આધારસ્તંભ છે. તમે નવું ઘર બનાવી રહ્યા હોય કે જૂના ઘરને અપડેટ કરી રહ્યા હોય, ઇલેક્ટ્રિકલ વાયરિંગનું યોગ્ય આયોજન અને ઇન્સ્ટોલેશન મહત્ત્વપૂર્ણ છે. આ માર્ગદર્શિકા તમને તમારા ઘરની ઇલેક્ટ્રિકલ પ્રણાલીને કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ટિપ્સ અને વિચારવા જેવી બાબતો જણાવશે.

 

 


ઘરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગનાં ઇન્સ્ટોલેશન માટે ધ્યાનમાં લેવાનાં પરિબળો



1) આઉટલેટનાં સ્થાન

વ્યુહાત્મક રીતે મૂકેલા આટલેટ્સ સુવિધા અને સુરક્ષા બંને માટે આવશ્યક હોય છે. જ્યારે તમે તમારા ઘરનાં વાયરિંગનું આયોજન કરી રહ્યા હોય ત્યારે વિચાર કરો કે તમારે સૌથી વધુ પાવરની ક્યાં જરૂર છે. રસોડા, બેઠક રૂમ અને બેડરૂમમાં ઘણા આઉટલેટ્સની જરૂર હોય છે, ખાસ કરીને કાઉન્ટરટોપ્સ, મનોરંજન ક્ષેત્ર અને ટેબલની બાજુમાં. 

 

બગીચાનાં સાધનો અથવા રજાઓની લાઇટ્સ માટે આઉટડોર આઉટલેટને ધ્યાનમાં રાખવાનું ભૂલશો નહીં. વેક્યુમ ચલાવવા અને અન્ય કાર્યો માટે બારી અને દરવાજાઓની નજીક આઉટલેટ્સ મૂકવા પણ લાભદાયી હોય છે.

 

2) ઊર્જા કાર્યક્ષમતા

ઊર્જા કાર્યક્ષમતા આધુનિક ઇલેક્ટ્રિકલ પ્રણાલીઓમાં મુખ્ય ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ઊર્જા-કાર્યક્ષમ ઘરનાં વાયરિંગ અને ઉપકરણોની પસંદગી કરવાથી તમારા વીજળીનાં બિલને ઘટાડવામાં અને પર્યાવરણને થતી અસરને ઓછી કરવામાં સહાય મળે છે. નીચા વોલ્ટેજ ધરાવતા ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઊર્જાની બચત કરતા આઉટલેટ્સ અને સ્માર્ટ હોમ સિસ્ટમ્સ શ્રેષ્ઠ પસંદગીઓ છે. આ ઉપરાંત, તમારા ઘરની ઊર્જા-કાર્યક્ષમતાને વધુ વધારવા માટે પ્રોગ્રામેબલ થર્મોસ્ટેટ અને ઊર્જા-કાર્યક્ષમ લાઇટિંગ લગાવવાનું વિચારો.

 

3) કસ્ટમ લાઇટ સ્વિચિસ



કસ્ટમ લાઇટ સ્વિચિસ તમારા ઘરમાં કાર્યાત્મકતા અને સ્ટાઇલ બંનેનો ઉમેરો કરે છે. ડિમર સ્વિચિસ, મોશન-એક્ટિવેટેડ લાઇટ્સ, અને મલ્ટિ-વે સ્વિચિસ તમને દરેક રૂમનાં વાતાવરણ અને ઊર્જાના વપરાશને નિયંત્રિત કરવા સક્ષમ બનાવે છે. તમારા ઘરનાં ઇલેક્ટ્રિકલ વાયરિંગના કામનું આયોજન કરી રહ્યા હોય ત્યારે આ સ્વિચો સૌથી વધુ ક્યાં લાભદાયી હશે તેના વિશે વિચારો. ડિમર સ્વિચ બેઠક રૂમ અને બેડરૂમ માટે શ્રેષ્ઠ હોય છે, જ્યારે મોશન-એક્ટિવેટેડ લાઇટ્સ હોલવેઝ અને બાથરૂમ માટે આદર્શ હોય છે.

 

4) વાયરિંગ પ્રણાલીના પ્રકાર



તમારા દ્વારા પસંદ કરેલી ઘરની વાયરિંગ પ્રણાલીનો પ્રકાર તમારા ઘરની સુરક્ષા અને પ્રદર્શન પર નોંધપાત્ર અસર કરશે. તાંબાનાં વાયરિંગ તેની વાહકતા અને ટકાઉતાને લીધે સૌથી સામાન્ય અને વિશ્વસનીય વિકલ્પ છે. જો કે, ઘણા કિસ્સાઓમાં એલ્યુમિનિયમ વાયરિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને મોટા કેબલ્સ માટે. પોતાની વિશિષ્ટ આવશ્યકતાઓ માટે શ્રેષ્ઠ વાયરિંગ પ્રણાલી નિર્ધારિત કરવા માટે તમારા ઇલેક્ટ્રિકલ વાયરિંગ લગાવવાની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રિશિયન સાથે પરામર્શ કરવી આવશ્યક છે.

 

5) સૌંદર્ય અને કન્સિલમેન્ટ



આધુનિક ઘર ડિઝાઇનમાં સૌંદર્ય મહત્ત્વપૂર્ણ હોય છે; ઘરનું ઇલેક્ટ્રિકલ કાર્ય આંખોમાં ખૂંચે એવું ન હોવું જોઇએ. દિવાલની પાછળ, ફ્લોર હેઠળ અથવા નળીની અંદર વાયરિંગને કન્સિલ કરવાથી સ્વચ્છ અને પોલિશ્ડ દેખાવ જાળવવામાં સહાય મળી શકે છે. આ ઉપરાંત તમારા ઘરનાં સૌંદર્યને વધારવા માટે રિસેસ્ડ આઉટલેટ અને છુપાયેલી સ્વિચનો ઉપયોગ કરવાનું વિચારો. યોગ્ય કન્સિલમેન્ટ માત્ર તમારા ઘરની સુંદરતામાં જ સુધારો નથી કરતું, પરંતુ ઘરની વાયરિંગને થતા નુકસાનથી પણ બચાવે છે.

 

 

ઘરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે સુરક્ષા અને અનુપાલન



જ્યારે ઇલેક્ટ્રિકલ વાયરિંગ લગાવવાની વાત આવે ત્યારે સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. એ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે તમામ વાયરિંગ સ્થાનિક બિલ્ડિંગ સંહિતા અને નિયમનોનું પાલન કરતા હોય. આ વીજળીથી આગ જેવા સંભવિત જોખમોથી બચાવે છે અને ઘરની તપાસ કે વેચાણ દરમિયાન કાનૂની સમસ્યાઓથી પણ બચાવે છે. 

 

ઘરના તમામ ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન્સ્ટોલેશન અને અપગ્રેડ્સ કરવા માટે લાઇસન્સ ધરાવતા ઇલેક્ટ્રિશિયનને નિયુક્ત કરવા આવશ્યક છે. તેઓ સુનિશ્ચિત કરશે કે વાયરિંગ યોગ્ય રીતે ગ્રાઉન્ડ કરેલા, સર્કિટ બ્રેકર્સ દ્વારા સુરક્ષિત કરેલા અને હાલના સુરક્ષા ધોરણો અનુસાર ઇન્સ્ટ્રોલ કરેલા છે. 

 

તમારા ઘરની ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રણાલીની નિયમિત તપાસ અને જાળવણીની પણ ભલામણ કરવામાં આવે છે, જેથી કોઇ પણ સંભવિત સમસ્યાઓને તે ગંભીર સમસ્યાઓ બને તે પહેલા તેને ઓળખી શકાય અને તેનો ઉકેલ લાવી શકાય.



આ માર્ગદર્શિકા ઘરમાં વીજળીનાં વાયરિંગની યોજના બનાવતી અને અમલ કરતી વખતે ધ્યાનમાં લેવા જેવા આવશ્યક પરિબળો પર પ્રકાશ પાડે છે. આઉટલેટ્સનાં યોગ્ય સ્થાન, ઉર્જા-કાર્યક્ષમ પસંદગીઓ અને કસ્ટમ લાઇટિંગ વિગલ્પો કાર્યાત્મકતા અને સૌંદર્યને વધારે છે. વાયરિંગ પ્રણાલીના યોગ્ય પ્રકારને પસંદ કરવા અને કન્સિલમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સુરક્ષા અને આકર્ષક વાતાવરણ જાળવવામાં સહાય કરે છે. આ બધાથી ઉપર, જોખમોને રોકવા અને લાંબા ગાળાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાના ધોરણો અને સ્થાનિક નિયમનોનાં અનુપાલનને સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે. 

 

ઘરના ઇલેક્ટ્રિકલ કાર્યની આ ટિપ્સ અનુસરીને ઘરમાલિકો કાર્યક્ષમ, સુરક્ષિત અને સારી રીતે ડિઝાઇન કરેલી ઇલેક્ટ્રિકલ પ્રણાલી હાંસલ કરી શકે છે.




વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

 

1. ઘરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ કેવી રીતે કરવું ?

ઘરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ હંમેશાં લાઇસન્સ ધરાવતા ઇલેક્ટ્રિશિયન દ્વારા થવું જોઇએ. આ પ્રક્રિયામાં વાયરિંગનનાં લેઆઉટનાં આયોજન, યોગ્ય સામગ્રીઓની પસંદગી, અને સ્થાનિક સંહિતા તથા સુરક્ષા ધોરણો અનુસાર વાયરિંગ લગાવવાનું સામેલ હોય છે. સુવ્યવસ્થિત અભિગમનું અનુસરણ મહત્ત્વપૂર્ણ છે, જેમાં મુખ્ય ઇલેક્ટ્રિકલ પેનલથી શરૂ કરીને વ્યક્તિગત આઉટલેટ્સ અને સ્વિચિસથી સુધી લંબાવવાનું સામેલ છે.

 

2. ઘરમાં પ્રમાણભૂત ઇલેક્ટ્રિકલ વાયરિંગ શું છે ?

ઘરમાં પ્રમાણભૂત ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં સામાન્યપણે તાંબાના વાયરનો તેમની ટકાઉતા અને વાહકતા માટે ઉપયોગ કરવાનું સામેલ છે. ઘરનાં વાયરિંગની પ્રણાલીમાં સામાન્યપણે લાઇટિંગ, આઉટલેટ્સ અને મુખ્ય ઉપકરણો માટે સર્કિટ્સનો સમાવેશ થાય છે. ઘરનાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ સર્કિટ બ્રેકર્સ દ્વારા સુરક્ષિત હોય છે અને સુરક્ષા સંહિતાનું પાલન કરવા માટે દિવાલો, છત અને ફ્લોરની અંદર લગાવવામાં આવેલા હોય છે.

 

3. ઘર માટે કયું વાયરિંગ શ્રેષ્ઠ હોય છે ?

ઘરનાં વાયરિંગ માટે તાંબાનું વાયરિંગ તેની શ્રેષ્ઠ વાહકતા અને વિશ્વસનીયતાને લીધે સામાન્યપણે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. જો કે, વિશિષ્ટ જરૂરિયાતો અને સ્થાનિક નિયમોને આધારે, ઘરનાં ઇલેક્ટ્રિકલ વાયરિંગના અન્ય પ્રકારો, જેવા કે એલ્યુમિનિયમ અથવા લવચિક નળીઓની પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તમારા ઘર માટે આદર્શ વાયરિંગ નિર્ધારિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ઇલેક્ટ્રિશિયન સાથે પરામર્શ કરવું છે.

 

4. ઘરોમાં કયા પ્રકારના ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કરવામાં આવે છે ?

ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇલેક્ટ્રિકલ વાયરનો સૌથી સામાન્ય પ્રકાર નોન-મેટાલિક (એનએમ) કેબલ અથવા રોમેક્સ છે. તેમાં બે કે બેથી વધુ ઇન્સ્યુલેટેડ વાયર અને ખુલ્લા ગ્રાઉન્ડ વાયર હોય છે, જેમને એક પ્લાસ્ટિક આવરણથી લપેટેલા હોય છે. ભારે ઉપકરણો જેવા વિશિષ્ટ ઉપકરણો માટે જાડા ગેજના વાયરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

 

5. ઇલેક્ટ્રિકલ વાયરિંગનો ખર્ચ કેટલો હોય છે ?

ઘરનાં કદ, વાયરિંગ પ્રણાલીની જટીલતા અને ઉપયોગમાં લીધેલી સામગ્રીને આધારે ઘરના ઇલેક્ટ્રિકલ વાયરિંગનો ખર્ચ અલગ અલગ હોય છે. સરેરાશ, ભારતમાં ઘરમાલિકો સંપૂર્ણ વાયરિંગ ઇન્સ્ટોલેશન અથવા અપગ્રેડ માટે રૂ. 1,60,000થી રૂ. 8,00,000ની વચ્ચેના ખર્ચની અપેક્ષા રાખી શકે છે. તમારા પ્રોજેક્ટના વિશિષ્ટ ખર્ચને સમજવા માટે લાઇસન્સ ધરાવતા ઇલેક્ટ્રિશિયન પાસેથી વિગતવાર ક્વોટ મેળવવો મહત્ત્વપૂર્ણ છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




ભલામણ કરેલ વિડિઓઝ


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....