સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


કેવી રીતે ફ્લોર ટાઈલ્સ રંગવાઃ એક સર્વગ્રાહી માર્ગદર્શિકા

ફ્લોર ટાઈલ્સ સમયજતાં ઝાંખા પડીને જૂના લાગે છે, પરંતુ તેમને બદલવામાં ખૂબ સમય જાય છે અને ખાસ્સો ખર્ચ થાય છે. આ કારણથી જ તમારે ફ્લોર ટાઈલ્સને રંગવા અંગે વિચારવું જોઈએ. તમારા ફ્લોર્સની ટાઈલ્સને કેવી રીતે રંગવી અને તમારા નિવાસને નવો દેખાવ આપવો તેના વિશે જાણીને તમારા ફ્લોર્સને નવપલ્લિત કરો.

Share:


શું તમે તમારા ફ્લોર ટાઈલ્સના જૂના દેખાવથી કંટાળી ગયા છો? તો તેને બદલવા કરતા રંગકામ કરવાનું કેમ વિચારતા નથી? ફ્લોર ટાઈલ્સને રંગવા એ તમારા નિવાસનું મેકઓવર કરવાનો ઓછો-ખર્ચાળ ઉપાય છે. આ તબક્કાવાર માર્ગદર્શિકામાં, અમે તમને જણાવીશું કે કેવી રીતે ફ્લોર ટાઈલ્સને રંગકામ કરવું અને સર્વોત્તમ અંતિમ પરિણામ માટે કયા સાધનો અને સામગ્રીની જરૂર પડશે.


ફ્લોર ટાઈલ્સને કેવી રીતે રંગવા

ફ્લોર ટાઈલ્સને રંગવાનું કામ ભલે અઘરું લાગે, પરંતુ યોગ્ય સાધનો અને ટેકનિક વડે, તમે વ્યાવસાયિક-દેખાતું પરિણામ પણ હાંસલ કરી શકો છો. આ કામ ભલે જોવામાં ખૂબ અઘરું લાગે, પરંતુ યોગ્ય રીતે કરવાથી તેમાં પણ પરફેક્શન હાંસલ કરી શકાય છે. પછી તે સિરામીક ટાઈલ ફ્લોરને રંગવાનો હોય કે સિમેન્ટ ફ્લોરને રંગકામ કરવાનું હોય, તેમાં સર્વોત્તમ પરિણામ હાંસલ કરી શકાય છે.

 

શરૂઆતમાં તમારે તમારા ટાઈલ્સ માટે અનુકૂળ રંગની પસંદગી કરવાની રહેશે. ઈપોક્સી-આધારિત રંગો અથવા ટાઈલ્સ માટે ખાસ ડિઝાઈન કરાયેલા રંગોની ટાઈલ સર્ફેસના અનુસરણ અને તેના ટકાઉપણા માટે ભલામણ કરવામાં આવે છે. તદુપરાંત, રંગ અને ટાઈલ્સ વચ્ચે મજબૂત બંધન રચવા માટે ટાઈલ્સ માટે ખાસ ડિઝાઈન કરાયેલા પ્રાઈમરનો ઉપયોગ કરવાનું પણ વિચારશો.

 

 

જરૂરી સાધનો અને સામગ્રી

તમે ફ્લોર ટાઈલ્સને રંગવાનું શરૂ કરો, તે પહેલાં તમામ જરૂરી સાધનો અને સામગ્રી એકત્ર કરી લેવી જરૂરી છે. તમારા ફ્લોર ટાઈલ્સને રંગકામ કરવાનું સફળતાપૂર્વક શરૂ કરવા જરૂરી ચીજોની અહીં યાદી અપાઈ છેઃ

 

  • ટાઈલ રંગ અને પ્રાઈમર

 

  • પેઈન્ટર્સ ટેપ

 

  • પેઈન્ટબ્રશ અને/ અથવા પેઈન્ટ રોલર્સ

 

  • કાચપેપર

 

  • ક્લિનિંગ સપ્લાય (વેક્યૂમ, મોપ, અને હળવો ડિટરજન્ટ)

 

  • નકામા કપડાં અથવા પ્લાસ્ટિક શીટિંગ

 

 

ફ્લોર ટાઈલ્સને રંગકામ કરવામાં સામેલ પગલાં



ફ્લોર ટાઈલ્સને રંગકામ કરતી વેળાએ સફળ અને મુલાયામ અનુભૂતિ સુનિશ્ચિત કરવા તેમજ કેવી રીતે કોંક્રીટ ફ્લોર્સને રંગવા તે જાણવા નીચેના પગલાં અનુસરોઃ

 

1) તમારા ટાઈલ્ડ ફ્લોરને સાફ કરો

સરળતાથી પેઈન્ટ લાગી જાય તે સુનિશ્ચિત કરવા તમારા ટાઈલ્સ પરથી ધૂળ અથવા કચરો પડ્યો હોય તો સાફ કરીને દૂર કરો. વેક્યૂમ કર્યા બાદ હળવા ડિટરજન્ટ વડે ફ્લોર પર મોપ ફેરવો અને પછી તેને સંપૂર્ણ સૂકાવા દો.

 

2) ટાઈલ્સ પર કાચપેપર ઘસો

તમારા ટાઈલ્સની સપાટી પર હળવેકથી કાચપેપર ફેરવો જેથી સહેજ ખરબચડી સપાટી રચાય જેનાથી રંગ વધુ સારી રીતે લાગે. કોઈ પણ ધૂળ હોય તો તેને ભીના કપડા વડે સાફ કરીને ટાઈલ્સને સૂકાવા દો.

 

3) તમારો પ્રાઈમર લગાવો

બ્રશ અથવા રોલર વડે ટાઈલ્સ માટે ખાસ ડિઝાઈન કરાયેલા પ્રાઈમરનું એક લેયર લગાવો. ઉત્પાદકની સૂચનાઓ અનુસાર પ્રાઈમરને સૂકાવા દો.

 

4) માસ્ક અપ

ગ્રાઉટ લાઈન્સ તથા બાજુની સપાટી જેવા જે ભાગને રંગકામ કરવા માગતા નથી તે ભાગોને રક્ષણ આપવા પેઈન્ટર્સ ટેપનો ઉપયોગ કરો. રંગના ટપકાં પડે તો તેની સામે રક્ષણ આપવા પ્લાસ્ટિક શીટ અથવા નકામા કપડાં વડે આજુબાજુના ભાગને ઢાંકો.

 

5) તમારા ટાઈલ્સને રંગ કરો

શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ઉત્પાદકની સૂચનાઓ અનુસાર બ્રશ અથવા રોલર વડે તમારી પસંદગીના ટાઈલ પેઈન્ટને લગાવો. તમારે ઈચ્છિત કવરેજ અને રંગ હાંસલ કરવા એક કરતા વધુ કોટ લગાવવા પડી શકે છે.

 

6) સૂકાવા દો

ટાઈલ્સ રંગાઈ જાય એટલે તેની પર ચાલતા અથવા તો કોઈ ફર્નિચર ગોઠવતા પહેલાં ઉત્પાદકની સૂચના અનુસાર રંગને સંપૂર્ણપણે સૂકાઈ જવા દો.

 

 

યાદ રાખો, જો તમને ફ્લોર ટાઈલ્સ કેવી રીતે લગાવવા તે જાણવામાં પણ રસ હોય તો, અમારી પાસે "હાઉ ટુ લે ફ્લોર ટાઈલ્સ" અંગે માહિતીપ્રદ બ્લોગ પોસ્ટ પણ છે કે જેના થકી તમે મૂલ્યવાન માર્ગદર્શન અને તબક્કાવાર સૂચનાઓ મેળવી શકો છો.

 

ફ્લોર ટાઈલ્સને રંગવા અને ફ્લોર ટાઈલ્સને લગાવવાના જ્ઞાનના મિશ્રણ થકી, તમે તમારા નિવાસને નવપલ્લિત કરીને તેને અત્યંત સુંદર બનાવવા ઉપરાંત તમારા ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવે તે રીતે ફ્લોરને કસ્ટમાઈઝ કરી શકો છો.


ફ્લોર ટાઈલ્સ રંગવાના લાભાલાભો

તમે ફ્લોર ટાઈલ્સને રંગો તે પહેલાં તેના ફાયદા અને ગેરફાયદાઓ વિશે જાણી લેવું અત્યંત આવશ્યક છે, અને સાથે તમારે તિરાડો પડેલી ટાઈલ્સના રિપેરિંગ જેવા અન્ય વિકલ્પો અંગે પણ વિચારણા કરવી જોઈએ.

 

લાભોઃ

 

1) ઓછું-ખર્ચાળ

ટાઈલ્સને બદલવાની તુલનામાં તેને રંગવાનો ખર્ચ ખૂબ ઓછો આવે છે.

 

2) કસ્ટમાઈઝ કરી શકાય

તમારા સુશોભન સાથે મેળ ખાય તેવા રંગો અને ફિનિશવાળા ફ્લોર પેઈન્ટની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરો.

 

3) ઉપયોગમાં સરળ

યોગ્ય સાધનો અને ટેકનિક વડે, ટાઈલ્સને રંગકામ કરવાનો પ્રોજેક્ટ મોટાભાગના ઘરમાલિકો જાતે જ પાર પાડી શકે છે.

 

ગેરફાયદાઃ

 

1) ટકાઉપણું

નવા ટાઈલ્સ લગાવવા જેટલું ટકાઉપણું ટાઈલ્સને રંગવાથી ન પણ મળી શકે, ખાસકરીને ભારે અવર-જવરવાળી તેમજ ભેજવાળી જગ્યાઓ પર.

 

2) રિસેલ વેલ્યુ

સંભવિત મકાન કે જગ્યા ખરીદનારા પેઈન્ટ કરેલા ટાઈલ્સની તુલનામાં ઓરિજિનલ ટાઈલ્સ હોવાનું વધુ પસંદ કરી શકે છે, જેનાથી તમારા ઘરની રિસેલ વેલ્યુ ઘટી શકે છે.



ફ્લોર ટાઈલ્સને રંગકામ કરવું એ ઓછું-ખર્ચાળ તેમજ તમારા નિવાસમાં ટાઈલ્સ બદલવાની ઝંઝટમાં પડવાની તુલનામાં તેને અપડેટ કરવાનો રચનાત્મક ઉપાય છે. યોગ્ય સાધનો, સામગ્રી તથા ટેકનિક વડે, તમે વ્યાવસાયિક-કામ જેવો લુક અ પરિણામો હાંસલ કરી શકો છો જે તમારા ઘરમાં નવો પ્રાણસંચાર કરી દેશે, અને તેમાં બાથરૂમના ટાઈલ ફ્લોરથી લઈને રસોડાના ટાઈલ ફ્લોર સુધી બધા ફ્લોરને રંગી શકાય છે. તમારા જ્ઞાન અને કૌશલ્યનું સ્તર વધુ ઊંચુ લઈ જવા, અમે તમને અલ્ટ્રાટેક ટાઈલફિક્સોનો ઉપયોગ કેવી રીતે કરવો અને ઈન્સ્ટોલેશનને લગતી ટિપ્સ વિશે અમારા મદદરૂપ થઈ શકે તેવા યુટ્યુબ વિડિયોને નિહાળવાની ભલામણ કરીએ છીએ જે પરફેક્ટ ટાઈલિંગ માટેનું સ્પેશિયાલિસ્ટ ટાઈલ બાઈન્ડર છે.



સંબંધિત લેખો





ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....