સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


તમારા ઘર માટે વેન્ટિલેશન સિસ્ટમના વિવિધ પ્રકારો

આધુનિક ઘરો આજથી દાયકાઓ પહેલાંના વિશાળ ઘરોની સરખામણીએ વધુ કૉમ્પેક્ટ હોય છે. આવા સંકડાશભર્યા ઘરોની સમસ્યાને કારણે ઘરમાં યોગ્ય હવાઉજાસ હોય તે જરૂરી બની જાય છે, જેથી કરીને તે વધારે બંધિયાર કે સંકડાશભર્યા ના લાગે. ઘરનું વેન્ટિલેશન તેની આરામદાયકાને સુધારી કે બગાડી શકતું હોવાથી ચાલો વિવિધ પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમ અને તમારા ઘરને વધુ આરામદાયક બનાવવા માટે તેનું આયોજન કેવી રીતે થઈ શકે તે અંગે જાણકારી મેળવીએ.

Share:


• આધુનિક જમાનાના સંકડાશભર્યા ઘરોમાં રહેવા માટે આરામદાયક વાતાવરણની ખાતરી કરવા માટે યોગ્ય વેન્ટિલેશનનું આયોજન કરવું જરૂરી છે.

 

• બારીઓની ગોઠવણ અંગે કાળજીપૂર્વક વિચારવું, વિશેષ વેન્ટિંગ તથા પ્યુરિફાયર્સ અને એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો એ હવાના પ્રવાહને સુધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ પરિબળો છે.

 

• આ સિસ્ટમો કુદરતી, મીકેનિકલથી માંડીને બેલેન્સ્ડ સિસ્ટમ સુધી અલગ-અલગ હોઈ શકે છે, જે પ્રત્યેક વિશિષ્ટ પ્રકારના ફાયદા પૂરાં પાડે છે.

 

• તેના અંગેનો નિર્ણય સિસ્ટમના પ્રકાર, વ્યૂહરચના, બજેટ, કદ, હવાની ગુણવત્તાનું નિરીક્ષણ, જાળવણી અને ઇન્સ્ટોલેશન જેવા પરિબળો પર આધાર રાખીને લેવો જોઇએ.



એક સારી વેન્ટિલેશન સિસ્ટમ એ તમારા ઘરનો આવશ્યક હિસ્સો છે, કારણ કે, વેન્ટિલેશન હવાના પ્રવાહને સુધારવામાં અને ઘરના વાતાવરણને ખુશનુમા રાખવામાં મદદરૂપ થાય છે. આજના ઘરોની સંકડાશને કારણે ઘરની અંદરના વાતાવરણનું રક્ષણ કરવા માટે કેટલાક વધારાના પગલાં લેવા જરૂરી બની જાય છે.

 

જો ઘરનું વેન્ટિલેશન યોગ્ય ના હોય તો ઘરમાં પ્રવેશવાની સાથે જ અણગમો પેદા થઈ શકે છે અને પોતાનું જ ઘર અપ્રિય લાગવા લાગે છે. ઘરનું વેન્ટિલેશન યોગ્ય ના હોવાથી ઘરમાં ભેજ અને ફૂગ જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે, જેના કારણે ઘરમાંથી અરુચિકર દુર્ગંધ આવવા લાગે છે. જોકે, યોગ્ય વૉટરપ્રૂફિંગ કેમિકલોનો ઉપયોગ કરીને ભેજ જેવી સમસ્યાઓને ઉકેલી શકાય છે. આ તમામ સમસ્યાઓને ટાળવા માટે ઘરમાં યોગ્ય વેન્ટિલેશન હોય તેની ખાતરી કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં યોગ્ય પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમ જાળવવાથી તેમાં પ્રવેશવાની સાથે જ મન પ્રફૂલ્લિત થઈ જાય છે અને તમે કોઈ પણ ચિંતા વગર તેમાં આરામથી રહી શકો છો.


નવા બાંધકામમાં ઘરના વેન્ટિલેશનનું મહત્વ


આજથી થોડાં વર્ષો પહેલાંની સરખામણીએ આજે યોગ્ય વેન્ટિલેશન ધરાવતું ઘર હોવું ખૂબ જ મહત્વનું છે. વધી રહેલા પ્રદૂષણ, સંકડાશભર્યા શહેરી વિસ્તારો અને હરિયાળી ઘટી ગઈ હોવાથી આજે નવા બાંધકામમાં વેન્ટિલેશન સિસ્ટમને સુધારવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

 

વેન્ટિલેશન તમને તમારા ઘરમાંથી ભેજ, ધુમાડો, રસોઈની ગંધ અને ઘરની અંદર રહેલા પ્રદૂષકોમાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. સ્ટવ અને ચૂલા જેવા હૉમ એપ્લાયેન્સિસમાંથી નીકળતા ગેસ ખરાબ હવાઉજાસ ધરાવતા ઘરોમાં ભરાઈ રહે છે અને તમારા આરોગ્ય તથા સલામતી માટે જોખમરૂપ બની જાય છે.

 

આથી, તમારું ઘર બાંધતી વખતે તમારે તાજી અને સારી ગુણવત્તાની હવા પૂરી પાડવા તમારા ઘરને સારી રીતે વેન્ટિલેટેડ રાખે તેવી વેન્ટિલેશન સિસ્ટમોના વિવિધ પ્રકારોનું મૂલ્યાંકન કરવું જોઇએ.

 

એક યોગ્ય હૉમ વેન્ટિલેશન સિસ્ટમ અટારીમાં ગરમીના સ્તરને નિયંત્રિત કરે છે, બંધિયાર જગ્યાઓમાં અને ભોંયરામાં ભેજને ઘટાડે છે અને ઇન્સ્યુલેટ નહીં કરેલી દિવાલોમાંથી ભેજને બહાર રાખે છે. આથી, બારીઓને એવી જગ્યાઓએ મૂકવી જોઇએ, જ્યાંથી ઘરમાં હવાની અવરજવર સારી રીતે થઈ શકે. હવા કોઈ પણ અવરોધ વગર સરળતાથી બહાર નીકળી જાય તેની ખાતરી કરવા માટે રસોડાની ચીમની અને એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો. વધુમાં, તમે તમારા બાથરૂમમાં પણ એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી શકો છો.


તમારા ઘરના વેન્ટિલેશનની યોજના કેવી રીતે બનાવવી?

આજે ઘણી મોટી સંખ્યામાં લોકો પહેલેથી ડીઝાઇન કરેલા અને સંકડાશભર્યા હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ્સમાં રહે છે, આથી તેમની પાસે તેમના ઘરની એકંદર ડીઝાઇન તૈયાર કરવાનો ખાસ કોઈ વિકલ્પ રહેતો નથી. જો તમે પણ આવા જ ઘરમાં રહેવા જવાનું વિચારી રહ્યાં હો તો, મહત્તમ વેન્ટિલેશનની ખાતરી કરવા માટે તમારે કેટલાક મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી બની જાય છે.


1. બારીની ગોઠવણ



તમે હાઈ રાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા હો કે એક અલાયદા ઘરમાં, વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવેલી બારીઓ એ તાજી હવાનો તમારો પ્રાથમિક સ્રોત હોય છે. વેન્ટિલેશનને મહત્તમ સ્તરે લઈ જવા માટે ઘરના એવા હિસ્સાઓમાં બારીઓ લગાવો, જ્યાંથી હવાનો પ્રવાહ વધારે આવતો હોય અને બારીઓ ખુલ્લી જગ્યા તરફ ખુલતી હોય. આ સરળ સ્ટેપ તમારા ઘરની અંદરની હવાની ગુણવત્તા નોંધપાત્ર રીતે વધારશે.


2. એર પ્યુરિફાયર્સ



તમારા ઘરની અંદર હવાના પ્રવાહને વધારવા અને સ્વચ્છ હવાને જાળવવા માટે વેન્ટિલેશનના પૂરક સાધન તરીકે એર પ્યુરિફાયર્સનો ઉપયોગ કરવા અંગે વિચારો. આ ઉપકરણ જ્યાં કુદરતી વેન્ટિલેશનનું ઍક્સેસ મર્યાદિત હોય તેવા હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ્સમાં ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.


3. રસોડા અને બાથરૂમો માટે વિશેષ વેન્ટિંગ



રસોડા અને બાથરૂમ જેવા તમારા ઘરના કેટલાક હિસ્સાઓમાં પ્રદૂષકોને દૂર કરવા માટે વિશેષ વેન્ટિંગની જરૂર પડે છે. રસોઈની ગંધ અને ધુમાડાને ઘરની બહાર કાઢવા માટે રસોડામાં ચીમની અને એક્ઝોસ્ટ ફેન લગાવો. તે જ રીતે, બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેન લગાવવાથી ભેજ અને દુર્ગંધને બહાર કાઢીને હવાની સારી ગુણવત્તા જાળવવામાં મદદ મળી રહે છે.



4. બારીની ડીઝાઇન

તમે જ્યારે તમારા ઘરની ડીઝાઇન તૈયાર કરી રહ્યાં હો ત્યારે બારીની ગોઠવણ અને સાઇઝ પર વિશેષ ધ્યાન આપો. ઘરમાં હવાનો પ્રવાહ સારો આવી શકે તે માટે મોટી બારીઓનો ઉપયોગ કરો, જે ઘરની બહાર આવેલી ખુલ્લી જગ્યાઓ તરફ ખુલતી હોય. આ પ્રકારની ડીઝાઇનથી તમારા ઘરમાં તાજી હવા આવી શકે છે, જે સતત વેન્ટિલેશન રહે તેની ખાતરી કરે છે.


5. અપૂરતા વેન્ટિલેશન માટે એક્ઝોસ્ટ ફેન



હવાના મર્યાદિત પ્રવાહને કારણે જો તમારા ઘરમાં પૂરતું વેન્ટિલેશન ના રહેતું હોય તો એક્ઝોસ્ટ ફેન લગાવવા અંગે વિચારો. બેલેન્સ્ડ વેન્ટિલેશન સિસ્ટમ તરીકે પણ ઓળખાતા આ પંખા બે પ્રકારના આવે છેઃ પોઇન્ટ-સૉર્સ અને ડક્ટેડ. પોઇન્ટ-સૉર્સ એક્ઝોસ્ટ ફેન બાથરૂમ અને રસોડા જેવા ચોક્કસ વિસ્તારમાંથી દુર્ગંધ અને પ્રદૂષકોને દૂર કરવા માટે અનુકૂળ છે, જે ઘરની અંદરના સમગ્ર વાતાવરણને પ્રભાવિત થતાં અટકાવે છે. ડક્ટેડ સિસ્ટમ બેઠક રૂમ અને બેડરૂમ જેવી સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જગ્યાઓમાં તાજી હવા પૂરી પાડે છે, જે રહેવા માટે યોગ્ય હવાઉજાસ ધરાવતા વાતાવરણની ખાતરી કરે છે.

 

ઘરની વેન્ટિલેશન ડીઝાઇન માટે આ પરિબળો પર કાળજીપૂર્વક રીતે વિચારણા કરવાથી તમે યોગ્ય હવાઉજાસ ધરાવતા ઘરની યોજના બનાવી શકો છો, જ્યાં ડીઝાઇનની સ્થિતિસ્થાપકતા ખૂબ જ મર્યાદિત હોય તેવા હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ અને અલાયદા ઘરોમાં પણ.


હૉમ વેન્ટિલેશન સિસ્ટમના પ્રકારો કયા છે?

સારું વેન્ટિલેશન ધરાવતા ઘરની ખાતરી કરવા માટે વેન્ટિલેશન સિસ્ટમના પ્રકારોને સમજવા જરૂરી છે. કુદરતી વેન્ટિલેશનથી માંડીને યાંત્રિક સિસ્ટમ સુધી પ્રત્યેક સિસ્ટમ વિશેષ પ્રકારના લાભ પૂરાં પાડે છે. તો ચાલો, આ વેન્ટિલેશનના ઉપાયોની વિગતોથી વાકેફ થઇએઃ


1. કુદરતી વેન્ટિલેશન

કુદરતી વેન્ટિલેશન ત્યારે થાય છે, જ્યારે બારીઓ અને દરવાજામાંથી હવાની અવરજવર મુક્તપણે થતી હોય છે. આથી, તમે જ્યારે ઘર બાંધવાનું આયોજન કરી રહ્યાં હો ત્યારે જો તમારી પાસે પૂરતી જગ્યા હોય તો, તેની આજુબાજુ બારીઓ અને દરવાજા મૂકો, જેથી કરીને તેમાંથી કુદરતી હવાની અવરજવર સારી રીતે થઈ શકે.

 

2. એક્ઝોસ્ટ વેન્ટિલેશન

આ સિસ્ટમ ઘણી મૂળભૂત અને સરળ પ્રકારની છે. તમે કૉમન બાથરૂમ અને રસોડામાં એક્ઝોસ્ટ ફેન લગાવી શકો છો. મોટાભાગના ઘરોમાં તે હોય છે, જોકે, તમારે એ વાતની ખાતરી કરવી પડે છે કે એક્ઝોસ્ટ ફેન બહારની તરફ યોગ્ય રીતે લગાવવામાં આવેલા હોય, નહીંતર આ સિસ્ટમ ફક્ત ભેજને ખસેડશે અને હવા તમારા ઘરમાં અન્યત્ર જતી રહેશે.

 

3. સપ્લાય વેન્ટિલેશન

આ સિસ્ટમ બહારની હવાને દબાણપૂર્વક ઘરમાં લાવીને કામ કરે છે, જેના કારણે ઘરમાં રહેલી સમાન માત્રામાં વાસી હવા ઘરની બહાર નીકળી જાય છે. મોટાભાગની સપ્લાય વેન્ટિલેશન સિસ્ટમમાં સેન્ટ્રલ હીટિંગ અને કૂલિંગ સિસ્ટમના હાલમાં રહેલા ડક્ટ્સ અને તેમના બ્લૉઅરોનો ઉપયોગ થાય છે. તેના માટે ફક્ત એક એર હેન્ડલરને બહારની તરફ જોડનારા નાનકડાં સપ્લાય ડક્ટની જરૂર પડે છે, જે બહારની હવાને ઘરની અંદર લાવે છે.

 

4. બેલેન્સ્ડ વેન્ટિલેશન

આ સિસ્ટમ ઘરની અંદર રહેલી વાસી હવાની માત્રા જેટલી જ માત્રામાં ઘરની બહાર રહેલી તાજી હવાને ઘરની અંદર ખેંચી લાવે છે. જો બેલેન્સ્ડ વેન્ટિલેશન સિસ્ટમને યોગ્ય રીતે રચવામાં અને ઇન્સ્ટોલ કરવામાં આવે તો, તેનાથી ઘરમાં કોઈ દબાણ વધતું કે ઘટતું નથી અને ઘરના તમામ રૂમોમાં યોગ્ય વેન્ટિલેશન જળવાઈ રહે છે.

 

5. મીકેનિકલ વેન્ટિલેશન

મીકેનિકલ વેન્ટિલેશન તરીકે ઓળખાતું હીટ રીકવરી વેન્ટિલેશન સામાન્ય રીતે તમારા ઘરની છત પર કે એપાર્ટમેન્ટના બિલ્ડિંગની ટોચે આવેલું હોય છે. હીટ રીકવરી વેન્ટિલેશન તાજી હવા પૂરી પાડવા માટે અલગ-અલગ પ્રકારના તાપમાનની વચ્ચે કામ કરે છે. તે વેન્ટિલેશન અને હવાના પ્રવાહને જાળવવા માટે તમારા ઘરને કન્ડિશન્ડ હવા પૂરી પાડવા માટે ખાસ રીતે રચવામાં આવેલી હોય છે.


તમારા ઘરને વેન્ટિલેટ કરવા માટે તમારે શેની જરૂર પડે છે?

એક અસરકારક હૉમ વેન્ટિલેશન સિસ્ટમની રચના કરવા માટે વિવિધ પરિબળો પર કાળજીપૂર્વક વિચારણા કરવી પડે છે. તમારું ઘર સારી રીતે વેન્ટિલેટેડ રહે તેની ખાતરી કરવા માટે તમારે નીચેની બાબતોની જરૂર પડશેઃ


1. વેન્ટિલેશન સિસ્ટમ

તમે વિવિધ પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમમાંથી કઈ સિસ્ટમને પસંદ કરશો તેનો આધાર તમારા ઘરના લેઆઉટ અને તમારી ચોક્કસ જરૂરિયાતો પર રહેલો છે. તેના સર્વસામાન્ય વિકલ્પોમાં અહીં ઉપર જણાવેલા વિકલ્પોનો સમાવેશ થાય છે, જેમ કે, કુદરતી વેન્ટિલેશન (બારી અને દરવાજા મારફતે), મીકેનિકલ વેન્ટિલેશન (જેમ કે, એક્ઝોસ્ટ ફેન, એટિક ફેન અને હૉલ-હાઉસ ફેન) અથવા બેલેન્સ્ડ વેન્ટિલેશન (જેમ કે, હીટ રીકવરી વેન્ટિલેશન અથવા એનર્જી રીકવરી વેન્ટિલેશન). પ્રત્યેક સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા હોય છે, આથી તમારા ઘર માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવી સિસ્ટમને પસંદ કરવી જરૂરી છે.

 

2. વેન્ટિલેશનની વ્યૂહરચના

તમારા લક્ષ્યોની સાથે અનુરૂપ હોય તેવી તમારા હૉમ વેન્ટિલેશનની વ્યૂહરચના નક્કી કરો. ઉદાહરણ તરીકે, જો તમારે વધારે પડતાં ભેજને દૂર કરવો હોય તો, જે સિસ્ટમમાં એક્ઝોસ્ટ વેન્ટિલેશનને પ્રાથમિકતા આપવામાં આવેલી હોય તે તમારા માટે યોગ્ય ગણાશે. તેનાથી વિપરિત, જો તમે વીજળી બચાવવા માંગતા હો તો, હીટ કે એનર્જી રીકવરીની ક્ષમતા ધરાવતી બેલેન્સ્ડ વેન્ટિલેશન સિસ્ટમ લગાવો.

 

3. બજેટ

આ પ્રકારની સિસ્ટમ પાછળ ખર્ચ અલગ-અલગ થતો હોવાથી તમે જ્યારે વેન્ટિલેશન સિસ્ટમના યોગ્ય પ્રકારો અને તેની વિશેષતાઓમાંથી પસંદગી કરી રહ્યાં હો ત્યારે તમારી આર્થિક સ્થિતિને સમજવી અને તમારા બજેટનું આયોજન કરવું જરૂરી બની જાય છે.

 

4. યોગ્ય સાઇઝ

વેન્ટિલેશન સિસ્ટમ તમારા ઘર માટે યોગ્ય સાઇઝની હોય તેની ખાતરી કરો. વધારે પડતી મોટી સાઇઝની સિસ્ટમ બિનકાર્યક્ષમ હોય છે, જ્યારે વધારે પડતી નાની સાઇઝની સિસ્ટમ તમારી વેન્ટિલેશનની જરૂરિયાત માટે અસરકારક સાબિત થતી નથી. 

 

5. હવાની ગુણવત્તાનું નિરીક્ષણ

તમારી વેન્ટિલેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે, તેની ખાતરી કરવા માટે ઘરની અંદરની હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવું જરૂરી છે. તેમાં ભેજ, કાર્બન ડાયોક્સાઇડના સ્તર અને પાર્ટિક્યુલેટ મેટરને માપવા માટે એર ક્વૉલિટી સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી તમે જરૂરી એડજેસ્ટમેન્ટ કરી શકો છો.

 

6. જાળવણી

ફિલ્ટર, પંખા અને અન્ય ઘટકોમાં સમયાંતરે ધૂળ અને કચરો જમા થઈ જતો હોય છે, જે સિસ્ટમની કાર્યક્ષમતાને અસર કરે છે. નિયમિત જાળવણી અને સર્વિસિંગ માટે ઉત્પાદનકર્તાએ કરેલી ભલામણોનું પાલન કરો.

 

7. એક્સપર્ટ ઇન્સ્ટોલેશન

જો તમે મીકેનિકલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી રહ્યાં હો તો, તેને પ્રોફેશનલ રીતે ઇન્સ્ટોલ કરવાની સલાહ છે. વિવિધ પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવા સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી હોય અને સુરક્ષાના ધોરણોનું પાલન કરતી હોય તેની ખાતરી કરો.

 

તમે વિવિધ પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમમાંથી કોઈને પસંદ કરો તે પહેલાં તમારે અનુભવી એન્જિનીયરને અહીં નીચે જણાવેલા પ્રશ્નો પૂછવા જોઇએઃ

 

• શું બિલ્ડિંગમાં હવાના પ્રવાહની એકંદર દિશા સ્વચ્છથી ગંદા વિસ્તાર તરફની છે?

• વેન્ટિલેશન સિસ્ટમ દરેક રૂમમાં તાજી હવા પૂરી પાડવા માટે કેટલી કાર્યક્ષમ છે?

• વેન્ટિલેશન સિસ્ટમ દરેક રૂમમાંથી દુર્ગંધને દૂર કરવા માટે કેટલી કાર્યક્ષમ છે?

 

 

ઘર માટે વેન્ટિલેટરની ડીઝાઇનની ખાતરી કરવા માટેના કેટલાક સૂચનો

 

• નાની બારીઓમાંથી ક્રોસ વેન્ટિલેશન

• દરવાજાઓ પર જાળી લગાવો, જેથી હવા તેમાંથી પસાર થઇને આવે

• ઘરમાં તાજી હવા પૂરી પાડનારા ઇન્ડોર પ્લાન્ટ્સ રાખો



ઘરમાં આરોગ્યપ્રદ અને આરામદાયક વાતાવરણ જાળવવા માટે ઘરમાં સારું વેન્ટિલેશન થતું હોય તે ખૂબ જ જરૂરી છે. વેન્ટિલેશન સિસ્ટમના મહત્વથી માંડીને તેના વિવિધ પ્રકારોને સમજવા સુધી તમારી પાસે હવે તમારા ઘરનું વેન્ટિલેશન કરવા માટે સૂચિત નિર્ણય લેવા પૂરતી જાણકારી છે. તમે કુદરતી વેન્ટિલેશન પસંદ કરો, મીકેનિકલ સિસ્ટમ કે પછી બેલેન્સ્ડ વેન્ટિલેશન પસંદ કરો, ઘરમાં સારું વેન્ટિલેશન હોય તેની ખાતરી કરવી એ તમારા પરિવારની સુખાકારી અને તમારી સંપત્તિની લાંબી આવરદા માટે કરવામાં આવેલું એક ઉત્તમ રોકાણ છે. હવાની ગુણવત્તા અને આરામદાયકતાને પ્રાથમિકતા આપો અને તમે યોગ્ય હવાઉજાસ ધરાવતું આકર્ષક ઘર બનાવી શકશો.



સંબંધિત લેખો





ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....