Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
તમારા ઘર માટે દરવાજાના વિભિન્ન પ્રકારો માટે સામગ્રી પસંદ કરવી એ તેમના દેખાવ, ટકાઉતા અને જાળવણી નિર્ધારિત કરવામાં પ્રથમ પગલું છે. નીચે દરવાજાની કેટલીક સામાન્ય સામગ્રીઓ આપવામાં આવી છેઃ
લાકડાના દરવાજાઓ ક્લાસિક હોય છે, જે હૂંફ અને કુદરતી દેખાવ આપે છે. તે નકશી ધરાવતા અથવા પેનલ્ડ, રંગીન અથવા રંગેલા હોઇ શકે છે અને તેઓ શાગ, ઓક અને મહોગની જેવા વિભિન્ન પ્રકારના લાકડામાં ઉપલબ્ધ હોય છે. સુંદર અને ટકાઉ હોવાની સાથે સાથે તેમને ભેજથી થતા વિકૃત્તિ અને નુકસાનને રોકવા માટે નિયમિત જાળવણીની જરૂર હોય છે.
ધાતુના દરવાજાઓ, આ દરવાજાના પ્રકાર સામાન્યપણે સ્ટીલ અથવા એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે, જેઓ તેમની મજબૂતાઇ અને સુરક્ષા માટે જાણિતા છે. તેમની ટકાઉતા અને હવામાનની કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતાને લીધે તેઓ ઘણી વખત પ્રવેશ દ્વાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરના એક્ટિરિઅરને મેચ કરવા માટે તેમને રંગી કે કોટિંગ કરી શકાય છે.
કાચના દરવાજાના પ્રકારો ભવ્ય હોય છે અને તમારા સ્થાનમાં કુદરતી પ્રકાશને પ્રવેશવા દે છે. તેઓ સંપૂર્ણપણે કાચના હોઇ શકે છે અથવા લાકડા કે ધાતુ જેવી અન્ય સામગ્રીઓની વચ્ચે કાચની પેનલો લાગેલી હોઇ શકે છે. તેઓ આધુનિક અને ભવ્ય સ્પર્શ આપે છે, જ્યારે તેઓ વધુ નાજુક હોય છે અને તેમને સાવચેતીપૂર્વક સંભાળવાની આવશ્યકતા હોય છે.
ફાઇબરગ્લાસના દરવાજા બહુમુખી વિકલ્પ છે, જે લાકડાનો દેખાવ આપે છે અને વધુ ટકાઉ હોવાની સાથે સાથે ગોબા કે સ્ક્રેચ પ્રતિરોધી હોય છે. તેમની ઓછી જાળવણી ધરાવતા અને ઊર્જાકાર્યક્ષમ હોય છે, જે તેમને એક્ટિરિઅર દરવાજાઓ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.
પીવીસી દરવાજાના પ્રકાર વજનમાં હળવા, પરવડી શકે એવા અને ભેજ પ્રતિરોધી હોય છે, જે તેમને બાથરૂમ અને અન્ય ભેજયુક્ત ભાગો માટે આદર્શ બનાવે છે. તેઓ વિભિન્ન ડિઝાઇન્સ અને રંગોમાં આવે છે, પરંતુ તેઓ લાકડા કે ધાતુના દરવાજા કરતા ઓછા ટકાઉ હોય છે.
કમ્પોસિટ દરવાજાઓ લાકડા, પીવીસી અને ઇન્સ્યુલેશન ફોર્મ જેવી સામગ્રીઓનું સંયોજન હોય છે, જે દરેકનો લાભ આપે છે. તેઓ ઘણા ટકાઉ, ઉર્જાકાર્યક્ષમ હોય છે અને તેઓ ઘણી સ્ટાઇલ્સમાં આવે છે, જે તેમને ઇન્ટિરિયર અને એક્ટિરિયર બંને વપરાશ માટે આદર્શ બનાવે છે.
પેનલ દરવાજાઓ સૌથી પરંપરાગત શૈલીના હોય છે, જેમાં એક મજબૂત માળખાની અંદર લંબચોરસ પેનલો લાગેલી હોય છે. તેઓ બહુમુખી હોય છે અને કાલાતીત દેખાવ આપે છે, જે વિભિન્ન ઇન્ટિરિયર અને એક્ટિરિયર ડિઝાઇન્સમાં બંધબેસે છે.
ફ્લશ દરવાજાઓ લીસા, સપાટ સપાટી ધરાવે છે, જે તેમને આધુનિક અને લઘુત્તમ દેખાવ આપે છે. તેઓ સામાન્યપણે પ્લાયવુડ અથવા એમડીએફથી બનેલા હોય છે અને એવા આંતરિક જગ્યાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં સામાન્ય, વિનમ્ર દરવાજાની ઇચ્છા હોય છે.
ફ્રેન્ચ દરવાજાના પ્રકાર હિન્જ્ડ દરવાજાઓ હોય છે, જેઓ સામાન્યપણે જોડીમાં હોય છે અને તેમની મોટે ભાગે લંબાઇ કાચની પેનલથી વિસ્તરેલી હોય છે. તેઓ અંદર અને બહારની જગ્યાઓને જોડવા માટે યોગ્ય હોય છે, અને ભવ્યતા તથા કાર્યક્ષમતા બંને પૂરા પાડે છે.
સ્લાઇડિંગ દરવાજા એક ટ્રેકની સાથે આડા ખસે છે, જે તેમને મર્યાદિત જગ્યા ધરાવતા ક્ષેત્રો માટે આદર્શ બનાવે છે. તેઓ સામાન્યપણે આંગણ, કબાટો અને રૂમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં જગ્યાની બચત પ્રાથમિકતા હોય છે.
બાય-ફોલ્ડ દરવાજાઓ ઘણી બધી પેનલો ધરાવે છે, જે એકબીજા સામે વળે છે, જે કોમ્પેક્ટ સ્ટેક બનાવે છે. આ કબાટ, પેન્ટ્રી અને એવી જગ્યા માટે શ્રેષ્ઠ છે, જ્યાં તમારે દરવાજા ઝૂલવાથી થતા અવરોધ વિના વ્યાપક પહોંચની આવશ્યકતા હોય છે.
પોકેટ દરવાજા દિવાલની ગુહામાં સરકી જાય છે અને જ્યારે ખુલે ત્યારે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. તેઓ જગ્યાની બચત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે સામાન્યપણે બાથરૂમ, કબાટ અને નાના રૂમમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ડચ દરવાજા આડા વિભાજિત થાય છે, જેનાથી ઉપલો અડધો ભાગ ખુલ્લો રહે છે, જ્યારે તળિયાનો ભાગ બંધ રહે છે. આ શૈલી આકર્ષક અને કાર્યાત્મક હોય છે, જે સુરક્ષાને જાળવીને હવાઉજાશ અને પ્રકાશ પૂરા પાડે છે.
પિવોટ દરવાજા પરંપરાગત સાઇડ હિંજિસ (બાજુના મિજાગરા)ને સ્થાને કેન્દ્રીય પિવોટ બિંદુ પર ફરે છે. આ એક આકર્ષક પ્રવેશ દ્વારા બનાવે છે, જેનો ઉપયોગ ઘણી વખત આધુનિક અને ઉચ્ચ સ્તરની ઘરની ડિઝાઇનમાં કરવામાં આવે છે.
પોતાના ઘર માટે દરવાજાના પ્રકારની પસંદગી કરવામાં પોતાની આવશ્યકતાઓ અને પ્રાથમિકતાઓ અનુસાર વિભિન્ન સામગ્રીઓ અને શૈલીઓમાંથી પસંદગી કરવી સામેલ હોય છે. આ વિકલ્પોને સમજીને તમે એવા દરવાજાઓ શોધી શકો છો, જે તમારા ઘરની કાર્યક્ષમતા અને દેખાવ બંનેને વધારે છે.
સૌથી શ્રેષ્ઠ દરવાજો તમારી જરૂરિયાત, બજેટ અને તમારા ઘરના વિશિષ્ટ સ્થાન પર આધાર રાખે છે. પ્રવેશ દ્વાર માટે ટકાઉતા અને સુરક્ષા માટે ઘણી વખત ધાતુ અથવા ફાઇબરગ્લાસ દરવાજાની ભલામણ કરવામાં આવે છે. ઇન્ટિરિયર દરવાજાઓ તમારી ડિઝાઇનની પ્રાથમિકતાઓને આધારે લાકડાની પેનલના દરવાજાઓથી લઈને ફ્લશ દરવાજાઓ સુધી અલગ અલગ હોઇ શકે છે.
દરવાજાનાં નિર્માણના વિભિન્ન પ્રકાર હોય છે. દરવાજાઓ સામાન્યપણે એક ફ્રેમને મુખ્ય સામગ્રીની સાથે ભેળવીને બનાવવામાં આવે છે, જે સખત લાકડા, ધાતુ અથવા મિશ્રિત સામગ્રીઓ હોઇ શકે છે. ત્યાર પછી મુખ્ય સામગ્રીને એક વિનીયર અથવા ફિનિશિંગ સામગ્રીથી આવરવામાં આવે છે, જે પેઇન્ટ, રંગ અથવા કોટ હોઇ શકે છે. દરવાજાના ઉદ્દેશોને આધારે કાચની પેનલો, હાર્ડવેર અને ઇન્સ્યુલેશન જેવી વધારાની વિશેષતાઓ પણ સામેલ કરવામાં આવે છે.
પ્રવેશ દ્વારના શ્રેષ્ઠ પ્રકાર સામાન્યપણે ધાતુ અથવા ફાઇબરગ્લાસ દરવાજા હોય છે, કારણ કે તે શ્રેષ્ઠ સુરક્ષા, ટકાઉતા અને ઇન્સ્યુલેશન પૂરા પાડે છે. ખાસ કરીને ફાઇબરગ્લાસ દરવાજાઓ લાકડા જેવો દેખાવ આપે છે, તેની સાથે સાથે બાહ્ય ઘટકોની સામે વધુ સારી પ્રતિરોધકતા પૂરી પાડે છે.
શ્રેષ્ઠ પ્રકારની દરવાજાની ફ્રેમ સામાન્યપણે દરવાજાના પ્રકાર અને ઘરની શૈલીને આધારે સખત લાકડા કે ધાતુમાંથી બનેલી હોય છે. લાકડાની ફ્રેમ્સ પરંપરાગત દેખાવ આપે છે અને તેમની સાથે કામ કરવું સરળ હોય છે, જ્યારે ધાતુની ફ્રેમ વધારાની મજબૂતાઇ અને સુરક્ષા પૂરી પાડે છે.
શ્રેષ્ઠ ઇન્ટિરિયર દરવાજા રૂમની કામગીરી અને તમારી ડિઝાઇનની પ્રાથમિકતાઓ પર આધાર રાખે છે. પેનલ દરવાજાઓ બહુમુખી હોય છે અને મોટા ભાગની શૈલીમાં બંધબેસે છે, જ્યારે ફ્લશ દરવાજાઓ વધુ આધુનિક, લઘુત્તમ દેખાવ આપે છે. સ્લાઇડિંગ અથવા પોકેટ દરવાજાઓ જગ્યાની બચત કરવા માટે શ્રેષ્ઠ હોય છે.
ઘણી વખત રસોડા માટે સ્લાઇડિંગ અથવા બાય-ફોલ્ડ દરવાજાઓ આદર્શ હોય છે, કારણ કે તે જગ્યા બચાવે છે અને રસોડાને ડાઇનિંગ અથવા બેઠક ભાગોને જોડવા માટે સરળતાથી ખોલી શકાય છે. કાચની પેનલના દરવાજા સારી પસંદગી હોઇ શકે છે, જે પ્રકાશને અંદર આવવા દે છે અને વિભાજનને જાળવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ, ઉત્તર અથવા ઉત્તરપૂર્વ દિશામાં મૂકવો જોઇએ, જે સકારાત્મક ઊર્જા આકર્ષે છે. ઘરમાં દરવાજો મોટો હોવો જોઇએ, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાકડાનો બનેલો હોવો જોઇએ અને અંદરની તરફ ખુલતો હોવો જોઇએ.