સ્કેફોલ્ડિંગ
સ્કેફોલ્ડિંગ એટલે શું?
સ્કેફોલ્ડિંગ, જેને સ્કેફોલ્ડ અથવા સ્ટેજિંગ પણ કહેવાય છે, તે એક કામચલાઉ સ્ટ્રક્ચર છે જેનો ઉપયોગ બાંધકામ અથવા રીપેરીગના કામ દરમિયાન વર્કર્સ અને મટીરીયલ્સને સપોર્ટ આપવા માટે થાય છે. તે ઉંચા વિસ્તારો સુધી પહોંચવા માટે એક સેફ અને સ્ટેબલ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
સામાન્ય રીતે સ્ટીલ અથવા એલ્યુમિનિયમનું બનેલું, બાંધકામમાં સ્કેફોલ્ડિંગ સેફ્ટી અને ઍફિશિયન્સી સુનિશ્ચિત કરે છે, ખાસ કરીને પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ અથવા છત જેવા કાર્યો માટે. ઘર બનાવનારાઓ માટે પ્રોજેક્ટ્સ સુરક્ષિત રીતે અને કાર્યક્ષમ રીતે પાર પાડવા માટે સ્કેફોલ્ડિંગને સમજવું અનિવાર્ય છે.