વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



પ્લાયવુડ 

 

 

પ્લાયવુડ એટલે શું? 

પ્લાયવુડ એવું મટીરીયલ છે જે બાંધકામમાં ઘણું કામ આવે છે, તેને લાકડાના પાતળા પડ (વેનીયર) ને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચોંટાડીને બનાવવામાં આવે છે. આ સ્તરવાળી રચના પ્લાયવુડને તેની મજબૂતાઈ, ફ્લેક્સિબિલિટી અને તિરાડો સામે પ્રતિકાર આપે છે, જે તેને બાંધકામ અને ઘર નિર્માણમાં વિવિધ ઉપયોગો માટે આદર્શ બનાવે છે. 

What is Plywood | UltraTech Cement

પ્લાયવુડના પ્રકાર 

ભારતમાં, વિવિધ હેતુઓ માટે પ્લાયવુડના ઘણા પ્રકારોનો ઉપયોગ થાય છે, જેમાંના દરેકમાં અલગ અલગ ક્વોલિટી હોય છે: 

  • કોમર્શિયલ પ્લાયવુડ 

  • મરીન પ્લાયવુડ 

  • બ્લોકબોર્ડ 

  • લેમિનેટેડ પ્લાયવુડ 

 

પ્લાયવુડના ઉપયોગો 

  • ફર્નિચર 

  • ફ્લોરિંગ 

  • દિવાલો અને છત 

  • બાંધકામમાં શટરિંગ 

 

 

પ્લાયવુડ કેવી રીતે બને છે? 

પ્લાયવુડ લાકડાના પાતળા સ્તરોને, જેને વેનીયર કહેવાય છે, તેમને એકસાથે ચોંટાડીને બનાવવામાં આવે છે, જેમાં તેમની ગ્રેઇન્સ વધારાની મજબૂતાઈ માટે કાટખૂણે ગોઠવવામાં આવે છે. તેને આ રીતે બનાવવામાં આવે છે: 

 

1. લોગની પસંદગી: લાકડાના લોગની પસંદગી મજબૂતાઈ અને ક્વોલિટીની જરૂરિયાતોના આધારે કરવામાં આવે છે. 

 

2. પીલીંગ: પાતળી શીટ્સ (વેનીયર) માં છોલવા માટે લોગને બ્લેડ સામે ફેરવવામાં આવે છે. 

 

3. સૂકવણી: વધારાનો ભેજ દૂર કરવા અને વાંકાચૂકા થતા અટકાવવા માટે વેનીયરને સૂકવવામાં આવે છે. 

 

4. ગ્લુઇંગ: દરેક શીટને એડહેસિવથી કોટ કરવામાં આવે છે, જે ઘણીવાર બોન્ડિંગ માટે વોટરપ્રૂફ રેઝિન હોય છે. 

 

5. લેયરિંગ અને પ્રેસિંગ: વેનીયરને વૈકલ્પિક ગ્રેઇન પેટર્નમાં ગોઠવવામાં આવે છે અને ગરમી અને પ્રેશર હેઠળ દબાવવામાં આવે છે. 

 

6. ટ્રીમિંગ અને ફિનિશિંગ: ફાઇનલ બોર્ડ ને સાઈઝ પ્રમાણે કાપવામાં આવે છે અને વધુ ડ્યુરેબિલીટી માટે તેને સેન્ડિંગ અથવા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. 

 

 

ઘર બનાવવા માટે યોગ્ય પ્લાયવુડ પસંદ કરવા માટેની ટીપ્સ 

યોગ્ય પ્લાયવુડની પસંદગી તમારા બાંધકામની ક્વોલિટી અને આયુષ્યમાં નોંધપાત્ર તફાવત લાવી શકે છે: 

 

1. પર્યાવરણને ધ્યાનમાં લો 

ભેજવાળા વિસ્તારો (જેમ કે બાથરૂમ અને રસોડા) માટે મરીન પ્લાયવુડનો ઉપયોગ કરો જેથી સારી ડ્યુરેબિલીટી મળે. 

 

2. એડહેસિવની ક્વોલિટી તપાસો 

સારી ક્વોલિટીનું એડહેસિવ્સ પ્લાયવુડને સમય જતાં છૂટા પડતા અથવા તૂટી જતા અટકાવશે. 

 

૩. જરૂરીયાત મુજબ યોગ્ય પ્રકાર પસંદ કરો 

લેમિનેટેડ પ્લાયવુડ ફર્નિચર અથવા ડેકોરેશન માટે પોલિશ્ડ ફિનિશ આપે છે, જ્યારે કોમર્શિયલ પ્લાયવુડ બેઝિક સ્ટ્રક્ચરલ ઉપયોગો માટે આદર્શ છે 


ઘરબાંધકામ કરનારોએ શું જાણવું જોઈએ

people with home

  ઘર બાંધકામ વિશે વધુ વાંચો   



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo


Loading....