બાંધકામમાં પ્લિંથ બીમનો હેતુ શું છે?
પ્લિંથ બીમ નીચેની બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે:
1. સ્ટ્રક્ચર ની સ્ટેબિલિટીમાં વધારો: દીવાલોના ભારને પાયા પર સમાનરૂપે વિતરિત કરીને.
2. ભેજ નિયંત્રણ: તે જમીનમાંથી દીવાલોમાં ભેજ પ્રવેશવા સામે અવરોધ તરીકે કાર્ય કરે છે.
3. ભૂકંપ પ્રતિકારક : ગ્રાઉન્ડ લેવલે દીવાલોને એકસાથે રાખીને સ્ટ્રકચરનો ભૂકંપનો સામનો કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
પ્લિંથ બીમ ક્યાં મૂકવામાં આવે છે?
પ્લિંથ બીમ ઇમારતની પરિમિતિ સાથે પ્લિંથ લેવલે ચાલે છે, જે ગ્રાઉન્ડ લેવલ થી ઉપર અને ફ્લોરના સ્તરથી નીચે સ્થિત હોય છે, જે કૉલમ અને દીવાલોને અસરકારક રીતે એકબીજા સાથે જોડે છે.
ઘર બાંધકામમાં પ્લિંથ બીમનો ઉપયોગ શું છે?
ઘર બાંધકામની વાત આવે ત્યારે, પ્લિંથ બીમ સ્ટેબિલિટી અને દીર્ઘાયુષ્ય માટે એક મુખ્ય ફીચર છે:
1. એકીકૃત પાયો: તમામ સહાયક કૉલમ્સને જોડીને, પ્લિંથ બીમ એક સુસંગત પાયો પૂરો પાડે છે જે સેટલિંગ અને ક્રેકિંગ ઘટાડે છે.
2. ભેજથી રક્ષણ: જમીન ઉપર તેનું સ્થાન ભેજ સામે ડિફેન્સિવ લેયર તરીકે કામ કરે છે, જે ઉપરની દીવાલના મટીરીયલનું રક્ષણ કરે છે.
3. ઊધઈથી રક્ષણ: તે જે ઊંચાઈ પૂરી પાડે છે તે ઊધઈને દૂર રાખવામાં પણ મદદ કરે છે, ઘરમાં રહેલી લાકડાની વસ્તુઓનું રક્ષણ કરે છે.
4. ડિઝાઇન માટે: આર્કિટેક્ચરની દ્રષ્ટિએ, તે પાયા અને દીવાલો વચ્ચે સ્પષ્ટ સીમા દર્શાવે છે, જે ફક્ત ડિઝાઇનમાં વધારો નહિ પરંતુ સાઇડિંગ અથવા પ્લાસ્ટરના ચોક્કસ ઇન્સ્ટોલેશનમાં પણ મદદ કરે છે.
પ્લિંથ બીમના મૂળભૂત અર્થથી આગળ વધીને, આપણે ઘણા વર્ષો સુધી ઘરના સ્ટ્રક્ચરની હેલ્થ અને દેખાવમાં નોંધપાત્ર સુધારો કરી શકીએ છીએ.