બાંધકામમાં વુડન લોગમાંથી લાકડામાં રૂપાંતરણ
વુડન લોગને લાકડામાં રૂપાંતરિત કરવું એ એક પ્રક્રિયા છે જેમાં કાચા ઝાડના થડને બાંધકામમાં વપરાતા બોર્ડ અને બીમમાં પરિવર્તિત કરે છે. તે લૉગિંગથી શરૂ થાય છે, જ્યાં ઝાડ કાપવામાં આવે છે અને લાકડાના કારખાનામાં લઈ જવામાં આવે છે. લાકડાના કારખાનામાં, લોગને છાલ ઉતારીને અને હાથમાં રહેલા પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો અનુસાર વિવિધ કદના લાકડામાં કાપવામાં આવે છે. કાપ્યા પછી, વધારાનો ભેજ દૂર કરવા માટે લાકડાને કુદરતી રીતે અથવા ખાસ સૂકવણી કરવા માટેની ભઠ્ઠીઓમાં સૂકવવામાં આવે છે. આ સડો અટકાવવામાં અને લાકડાની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે.
લાકડાના પ્રકારો
બાંધકામમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લાકડાના વિવિધ પ્રકારો નીચે મુજબ છે:
1. સાગ(ટીક)
2. સાલ
3. દેવદાર
4. મહાગની
5. ઓક
6. શેતૂર
7. શીશમ
લાકડું સ્ટોર કરવાની સાચી રીત કઈ છે
બાંધકામ માટે ઉપયોગ ન થાય ત્યાં સુધી તેની ગુણવત્તા જાળવી રાખવા માટે લાકડું યોગ્ય રીતે સ્ટોર કરવું મહત્વપૂર્ણ છે. યોગ્ય સ્ટોરેજ સુનિશ્ચિત કરવા માટે અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવેલી છે:
1. તેને સૂકું રાખો: લાકડાને જમીનથી ઊંચાઈ પર રાખો અને વરસાદ અને ભેજથી બચાવવા માટે તેને વોટરપ્રૂફ શીટથી ઢાંકો.
2. એર સર્ક્યુલેટ થવા દો: લાકડાને એવી રીતે ગોઠવો કે હવા ચારે બાજુ ફરે, જેથી તેમાં ફૂગ ન થાય.
3. સીધા સૂર્યપ્રકાશથી બચાવો : જો શક્ય હોય તો, અસમાન સૂર્ય સૂકવણીને કારણે થતી વિકૃતિને રોકવા માટે લાકડાને છાયાવાળી જગ્યાએ સ્ટોર કરો.
આ પગલાંઓ અનુસરવાથી લાકડાની ગુણવત્તા અને મજબૂતાઈ જાળવવામાં મદદ મળે છે, તેના શ્રેષ્ઠ ઉપયોગની ખાતરી થાય છે, જેથી તે તમારા બાંધકામ પ્રોજેક્ટનો શરૂઆતથી અંત સુધી અભિન્ન અંગ બની રહે.