સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

નુકસાન પામેલા માર્ગો

લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યા

ઝડપી શહેરીકરણનાં પરિણામ સ્વરૂપે લગભગ 35% ભારતીયો હવે શહેરી વિસ્તારમાં રહે છે અને શહેરના માર્ગો પર પહેલા કરતા વધુ અવરજવર કરે છે. ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ઓટો બજાર છે એ હકીકતને ધ્યાનમાં રાખીએ તો આપણા માર્ગો પર આવનારા વર્ષોમાં વાહનોની ભીડમાં ઘણો વધારો થવાનો છે. આનાથી આપણા માર્ગો પર પ્રચંડ દબાણ થાય છે, જેને લીધે તિરાડો અને જોખમી ખાડા પડે છે. હકીકતમાં પાછલા ચાર વર્ષોમાં 11,000થી પણ વધુ લોકો ખાડાને લગતા અકસ્માતોને લીધે મૃત્યું પામ્યા છે. આ સમસ્યાઓ યથાવત રહી છે ત્યારે માર્ગો અને યાત્રીઓ માટે રાહત લાવતો લાંબા સમયનો ઉપાય મળ્યો નથી.

logo

વ્હાઇટ ટોપિંગ કોંક્રિટનો પરિચય

અલ્ટ્રાટેક વ્હાઈટ ટોપિંગને આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધિત કરવા માટે અને શહેરના માર્ગોને સુરક્ષિત તથા ખાડામુક્ત બનાવવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં કહીએ તો વ્હાઈટ ટોપિંગ એક પોર્ટલેંડ સિમેન્ટ કોન્ક્રિટ (પીસીસી) ઓવરલે છે, જે પ્રવર્તમાન ડામરના રોડ પર બનાવવામાં આવે છે. આ ઓવરલે માર્ગોના પુનર્વાસ અથવા માળખાકીય મજબૂતી માટે લાંબા ગાળાના વિકલ્પ તરીકે કાર્ય કરે છે.લાભ ખાંચ,

 • માળખાકીય તિરાડો અને ખાડાઓને રોકે છે, જેનાથી સુરક્ષિત અને ઝડપી અવરજવર થઈ શકે છે.
 • પ્રવર્તમાન ડામરનાં પેવમેન્ટ્સ માળખાકીય ક્ષમતાને સુધારે છે.
 • આરંભિક બજેટ ડામરના માર્ગો કરતા થોડું વધુ હોય છે, પરંતુ જીવનચક્રનો ખર્ચ ડામર અને કોન્ક્રિટના માર્ગો કરતા ઘણો ઓછો હોય છે.
 • તેનો માત્ર 14 દિવસનો ટર્નએરાઉન્ડ સમય હોવાથી તે કોન્ક્રિટના માર્ગોના ટર્નએરાઉન્ટ સમય કરતા ઘણો ઝડપી છે.
 • રાત્રી દરમિયાન પ્રકાશ પરાવર્તનને વધારીને દૃશ્યતા અને યાત્રીની સુરક્ષામાં સુધારો કરે છે. આ કોઈ પણ માર્ગ પરનો ઈલ્યુમિનેશન લોડ ઘટાડે છે, જેથી ઊર્જાની બચત થાય છે (20-30%)
 • પેવમેન્ટ ડિફ્લેક્શન ઘટાડે છે, જેથી વાહનનાં ઇંધણના વપરાશમાં (10-15%) ઘટાડો થાય છે અને તેને લીધે ઉત્સર્જન ઘટે છે.
 • વાહન બ્રેકિંગ અંતર ઘટાડે છે, જેથી તેને શુષ્ક અને ભીની સપાટીની સ્થિતિમાં પણ સુરક્ષિત બનાવે છે.
 • ઓછી ગરમીને શોષીને શહેરી ઉષ્મા દ્વીપના પ્રભાવને ઘટાડે છે, જેને લીધે શહેરી મકાનોમાં એર કન્ડિશનિંગ માટે થતા ઊર્જાના વપરાશમાં ઘટાડો થાય છે.
 • વ્હાઈટ ટોપ્ડ પેવમેન્ટ 100% રિસાઈકલ થઈ શકે છે અને તેને આવરદાના અંત સુધી ક્રશ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે.
   
highway

બાંધકામના તબક્કા

1. મિલિંગ અને પ્રોફાઈલ સુધારો 

 

2. સપાટીની તૈયારી 

 

3. કોન્ક્રિટ ઓવરલે 

 

4. સપાટીનું ફિનિશિંગ 

 

5. ટેક્સ્ચરિંગ 

 

6. ગ્રુવ કટિંગ 

 

7. ક્યોરિંગ અને ટેસ્ટિંગ 

 

8. કર્બ લેયિંગ અને લેન માર્કિંગસંપર્કની વિગતો

વધુ માહિતી માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર 1800 210 3311 પર ફોન કરો અથવા અમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ (યુબીએસ) પર પહોંચો
Loading....